Dosti thi jivansathi sudhi books and stories free download online pdf in Gujarati

દોસ્તી થી જીવનસાથી સુધી

હેલો, મિત્રો
કેમ છો?

આ મારી બીજી સ્ટોરી છે. આ પહેલા હું એક કાવ્ય - રચના અને એક નાનકડી સ્ટોરી તમારી સામે રજૂ કરી છે. જેને તમે સારો એવો આવકાર આપ્યો છે.
તે બદલ ધન્યવાદ...

મિત્રો,
લાઇફ માં બધા જ સબંધો બહુ જરૂરી હોય છે. પરંતુ તેમાંથી અમુક સબંધો આપણા ને કાઈ વધારે જ ગમતા હોય છે.

એમાંથી એક છે દોસ્તી ,
દોસ્તી નું નામ આવતાં જ આપણા મન માં આપણા/આપણી દોસ્ત ની પિક્ચર આવી જાય છે. ખરું કહ્યું ને મે?
દોસ્તી એટલે એ. કે જે આપણી બક - બક સાંભળે, આપણે એને હક થી મારી શકીએ, બોલી શકીએ, જે આપણા ખરાબ અને સારા બંને સમય માં સાથે રહે,
હા મિત્રો,
એક વાત જરૂર કહીશ કે દોસ્તી ને ક્યારે પૈસા માં ના તોલતા પછી એ દોસ્તી ના ગણાય.
બીજો સબંધ છે જીવનસાથી નો,
જેની સાથે તમારે તમારી લાઇફ ના નવા રંગ જોવાના છે.

પરંતુ જ્યારે તમારો દોસ્ત જ તમારો જીવનસાથી બની જાય ત્યારે,
આયે , હાયે , શું ફિલીંગ હોય છે એ.....

આ સ્ટોરી મા ગુસ્સો છે, મસ્તી છે, પ્રેમ છે, સમજણ છે, વિશ્વાસ છે અને સૌથી મહત્વની દોસ્તી છે.
ચલો ત્યારે વધુ સમય લેતાં શરૂ કરું આ સ્ટોરી,

અરે એ દેડકા ટીવી નો અવાજ થોડો ઓછો કર ને મને વાચવા માં તકલીફ થઈ રહી છે.
અચ્છા આજે તને તકલીફ થાય છે અને ગઇકાલે જ્યારે હું વાંચતો હતો ત્યારે તે જે ટીવી નો અવાજ ફૂલ છોડી મૂક્યો હતો એનું શું?. ઉંદરડી ક્યાંય ની બસ આખો દિવસ કટ - કટ - કટ કર્યા કરે છે. એના સિવાય કંઈ કામ છે તારી પાસે?
[જોયું મિત્રો, આ છે.જિયા અને પ્રેમ, બંને બાળપણ ના મિત્રો એક જ સ્કુલ માં ભણ્યા છે. બંને નું ઘર સામ - સામે જ છે. આ બંને ક્યારે એક બીજા સાથે સીધી રીતે વાત ન કરે. અને એમાં તકલીફ એમની મમ્મીને થાય.]

અત્યારે હાલ બંને ૧૦ ધોરણ માં છે. એટલે તો ઘર માં તોફાન.

જિયા એ એની મ્મમી ને કહ્યું. મમ્મી અરે ઓ મમ્મી જરા સાંભળ આ દેડકા (પ્રેમ) ના ઘર નું બારણું ખખડાવ અને એના મમ્મી ને બોલાવ ને આ દેડકો મને વાંચવા નથી દેતો. પછી હું પરિક્ષા માં ફેલ થાઉં તો આને જ બોલજો બધા.

ઓ હો ઓ હો આ ઉંદરડી ને આજે અચાનક વાંચવાનું ભૂત ઉપડ્યું છેને કાઈ. લે હવે તો અવાજ ધીમો નથી થવાનો. તારા થી થાય એ કરી લે.

"मेरे सामने वाली खिड़की में एक ज़्घड़ालू लकड़ी रहेति है, वो बोहोत बोलती है, और चूहो की तरह कट - कट - कट करती है।।

[ આ સોંગ પ્રેમ જિયા માટે ગાય છે.]

આટલો મોટે મોટે થી ઝગડવા નો અવાજ સાંભળી ને બંને ની મમ્મી બહાર આવ્યા. અને કહ્યું લ્યો, પાછાં આ બંને ઝગાડવા લાગ્યા. શું કરવું આ બંને નું? અરે શું થશે આ બંને નું ? એમ બોલો શોભા બેન.

[શોભા બેન એટલે જિયા ના મમ્મી અને જીનલ બેન એટલે પ્રેમ ના મમ્મી.]

હા, જીનલ બેન તમે સાચું જ કહ્યું.
અરે હવે બંને જણાં બંધ થાવ. આજુ બાજુ વાળા જોવા લાગ્યા છે.
જો સાંભળ ઉંદરડી તારા કારણે આ બધા ને તકલીફ થાય છે. જ્યારે જોવો ત્યારે કટ - કટ - કટ કરતી જ રહે છે. એક મિનિટ તારું આ મોઢું બંધ નથી રાખી શકતી. ઉંદરડી ક્યાંય ની.

સામે જિયા પણ ચૂપ રહે એવી તો છે નહીં.
તો તું શું આખો દિવસ ઘર માં બેસી ને ટર - ટર - ટર કર્યા કરે છે. જા અત્યારે તારી સિઝન નથી આવી. ચોમાસા માં આવજે જા અહીંયા થી.

હવે પ્રેમ ને ગુસ્સો આવ્યો એટલે એણે એની બાલ્કની માંથી જિયા ની બાલ્કની માં કાગળ ના બોલ નો ધા કર્યો. જે જિયા ને માથા મા અડી ને એના હીંચકા ઉપર પડ્યો.

એટલે જિયા એ પણ એ કાગળ ના બોલ થી બે ગણો મોટો બીજો બોલ બનાવી ને પ્રેમ ને માર્યો.

ત્યારે નીચે ઉભેલા પ્રેમના મમ્મી બોલ્યા. આ બંને ને જો તલવાર મળી જાય ને તો એક બીજા ને હાલ ને હાલ કાપી જ નાખે.
શું થશે આ બંને ની સ્ટોરી મા આગળ ?
તે જાણવા માટે આપડે મળી શું આગળ ના ભાગ માં...

મારી આ સ્ટોરી ગમે તો જરૂર થી લાઈક કરજો અને કાઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે પણ કહેશો. એવી આશા છે.
જય શ્રી કૃષ્ણ.

Thank you so much.