Sacha premni jeet - 3 books and stories free download online pdf in Gujarati

સાચા પ્રેમની જીત - ભાગ - ૩

સાચા પ્રેમની જીત (ભાગ-૩)

લેખક:- મનીષ ચુડાસમા

એક દિવસ બપોરના ટાઇમમાં સુરજ કઈક કામથી શ્વેતાના ઘર પાસેથી નીકળે છે, સૂરજને થયું કે લાવ અહિયાથી નીકળ્યો છું તો શ્વેતાને મળતો જાઉ, સુરજ શ્વેતાને ફોન કરે છે પણ શ્વેતા ફોન રિસીવ નથી કરતી સુરજ ફરી ફોન કરે છે, બીજીવાર ના ફોને શ્વેતા ફોન રિસીવ કરે છે, હા બોલ સુરજ, પણ સુરજ શ્વેતાનો અવાજ ઓળખી જાય છે તે રડેલી હોય તેવું સૂરજને લાગે છે અને સુરજ આગળ કઈ ના પૂછતાં જણાવે છે કે હું તારા ઘરની પાસેથી નીકળ્યો છુ તો થયુ તને મળતો જાઉ, શ્વેતા કહે છે હા તો આય ને હુ ઘરે જ છુ, ઓકે આવુ પાંચ મીનીટમા અને સુરજ શ્વેતાના ઘરે પોહચે છે, સુરજ શ્વેતાનો રડેલો ચહેરો જોઈને સમજી જાય છે કે કઈક તો થયુ છે, શ્વેતા સૂરજને બેસવાનું કહીને તેના માટે પાણી લઈને આવે છે, સુરજ શ્વેતાના હાથમાં થી પાણીનો ગ્લાસ લઈને બાજુ પર મૂકે છે અને શ્વેતાને તેની પાસે બેસવાનું કહે છે, શ્વેતા નજર નીચી રાખીને સુરજ પાસે બેસે છે, સુરજ શ્વેતાને પૂછતા કહે છે કે શું થયું છે ? તુ કેમ રડી છે મને કહે શું થયુ છે ? પણ શ્વેતા (હસવાનું નાટક કરતાં) કઈ નથી થયું સુરજ એ તો બસ એમ જ માથુ દુખે છે એટલે, પણ સુરજ જાણે છે કે શ્વેતા ખોટુ બોલે છે, સુરજ શ્વેતાને કહે છે કે શ્વેતા હું તને જેટલી ઓળખુ છુ ને તેટલુ તને કોઈ નથી ઓળખતું સાચું કે શું થયુ છે ? શ્વેતા સૂરજના ખભા પર માથું મૂકીને રડવા લાગે છે, સુરજ શ્વેતાના માથામા હાથ ફેરવતા કહે છે કે શ્વેતા પ્લીઝ રડ નહિ હું તને આમ રડતી નથી જોઈ શકતો અને બાજુ પર પડેલો પાણીનો ગ્લાસ શ્વેતાને આપતા કહે છે લે પાણી પીલે અને કહે શું થયુ છે ? શ્વેતા પાણી પીને વાતની શરૂઆત કરતાં કહે છે સુરજ શુ કહુ તને કઈ સમજાતું નથી, સુરજ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે અને શ્વેતા ફરીથી રડવા લાગે છે, સુરજ શ્વેતાને ગળે લગાડે છે અને કહે છે કે જો શ્વેતા તુ રડ નહિ તુ રડે છે તો મને પણ દુખ થાય છે, હું છુ ને તારી સાથે જા પેલા મો ધોઈ આય પછી કે શું થયુ છે, શ્વેતા મો ધોવા જાય છે તો આ બાજુ સૂરજના મગજમાં વિચારોનું વાવાઝોડુ ફૂંકાય છે કે શું થયું હશે શ્વેતાને......ક્યાક પ્રકાશ તો એને તકલીફ નહી આપતો હોયને ? ના પણ પ્રકાશ તો એને પ્રેમ કરે છે તો પછી શું થયુ હશે ત્યાં શ્વેતા ફ્રેશ થઈને બહાર આવે છે, સૂરજને આમ વિચારોમાં ખોવાયેલો જોઈને શ્વેતા સૂરજને પૂછે છે કે તું ક્યાં ખોવાઈ ગયો શું વિચારે છે તુ સુરજ પણ સુરજ તો વિચારોમાં જ ખોવાયેલો હોય છે શ્વેતા સુરજ ને...સુરજ ઓ સુરજ... ત્યાં સુરજ વિચારોમાથી પાછો આવે છે, સુરજ શ્વેતાને પોતાની પાસે બેસાડે છે અને શ્વેતાનો હાથ પોતાના હાથમાં લેતા કહે છે બોલ શ્વેતા શું થયુ છે ? શ્વેતા કઈ બોલતી નથી સુરજ ફરી પૂછે છે બોલ શ્વેતા શું થયુ કે મને ? શ્વેતા શરૂઆત કરતાં કહે છે કે શું કઊ તને સુરજ પ્રકાશે મને છેતરી છે, પ્રકાશને દારૂનુ વ્યસન છે અને કઈ કામ પણ નથી કરતો બસ આખો દિવસ રખડ્યા કરે છે અને રોજ રાતે દારૂ પી ને ઘરે આવે છે અને કેટલી ખરાબ ગાળો બોલે છે અને મને રોજ માર મારે છે ૩ થી ૪ વાર તો મને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી, હું પાડોશી સામે મોઢુ પણ બતાઈ શક્તી નથી અને હું સ્ટોન ટાંકવાનુ કામ કરીને ઘર ચલાવુ છુ ઘરનું ભાડું પણ મારે ભરવાનુ જો હું પ્રકાશને કઉ કે ભાડાનો ટાઇમ થઈ ગયો છે તો મને ગંદી ગંદી ગાળો બોલે છે અને મારવા લાગે છે અને કહે છે કે તારે ભરવું હોય તો ભર અને ના હોય તો તારા બાપના ઘરેથી લઈ આય અને ત્યાં સુધીની હદ પ્રકાશે વટાવી નાખી છે કે તેને મને મેરેજના દિવસે પણ રડાઇ હતી, આટલુ સાંભળતા જ સૂરજને ખૂબ જ દુખ લાગે છે, સુરજ શ્વેતાને કહે છે કે આટલુ બધુ થઈ ગયું છે તોય તુ મને કહેતી નથી પ્રેમની વાત તો એકબાજુ રહી શ્વેતા તે તો દોસ્તી પણ ના નીભાઈ, શ્વેતા સૂરજને સોરી કહેતા કહે છે કે મને માફ કરજે સુરજ પણ હું તને દુખ નહોતી પહોચાડવા માગતી એટલે મે તને ના કીધું, સુરજ શ્વેતાને કહે છે કે મને જે શક હતો તે સાચો નીકળ્યો, શ્વેતા સૂરજને પૂછે છે શુ શક હતો તને સુરજ મને કે ત્યારે સુરજ શ્વેતાને કહે છે કે તારા મેરેજના દિવસે આપણે સૌ જમીને હોટલની બહાર ઊભા હતા ત્યારે તુ રડતી હતી ત્યારે તને રડતી જોઈને જ મને શક હતો કે તને પ્રકાશે જ રડાઇ હશે પણ મે એમ માનીને મનને મનાવી લીધું કે કદાચ તું તારા પરિવારથી દૂર થવાના કારણે રડતી હોઈશ, શ્વેતા સૂરજને કહે છે કે સુરજ તારો શક બિલકુલ સાચો છે તે દિવસે પણ તેને મને ગાળો આપી હતી અને એટલે જ હું રડતી હતી, રોજ દારૂ પીને ગાળો બોલવાની, મારવાનુ અને બીજે દિવસે મનાવવાનુ અને માફી માગવાની કે સોરી શ્વેતા મારી ભૂલ થઈ ગઈ હવે આવુ નહિ થાય અને હું વિશ્વાશ રાખીને માફ કરી દઉ કે તે સુધરી જશે, ખરેખર સુરજ હું આ જિંદગી થી કંટાળી ગઈ છુ શુ કરુ કઈ સમજાતું નથી, સુરજ કે જો શ્વેતા તારી સાથે બહુ ખોટુ થયુ છે પણ હું છુ ને તારી સાથે હું તને ક્યારેય એકલી નહી મુકુ હજી તો આટલી વાત કરતાં હતા ત્યાં જ શ્વેતા પર પ્રકાશનો ફોન આવે છે, પ્રકાશ સાથે વાત કર્યા બાદ શ્વેતા સૂરજને કહે છે કે તુ અત્યારે જા પ્રકાશ કઈક કામથી ઘરે આવે છે, સુરજ તરત જ ઘરે જવા રવાના થાય છે અને જતા જતા શ્વેતાને કહેતો જાય છે કે પછી મને ફોન કરજે, રાત પડવા આવે છે પણ શ્વેતાનો ફોન આવતો નથી સુરજ રાહ જોઈને થાકે છે અને આખરે રાતે સુરજથી રહેવાતુ નથી તે શ્વેતાને ફોન કરેછે પણ શ્વેતા ફોન કટ કરી નાખે છે, સૂરજની ચિંતા વધતી જાય છે, તે દિવસે સુરજ જમ્યા વગર જ સુવા જાય છે પણ તેને ઊંઘ નથી આવતી અને શ્વેતાને આ તકલીફમાથી કેવી રીતે બહાર કાઢવી તેના વિશે જ વિચારતો હોય છે અને એક વિચાર આવે છે કે જો શ્વેતા રાજી હોય તો શ્વેતાના પ્રકાશ સાથે ડાયવોર્શ કરાઈને હું શ્વેતા સાથે લગ્ન કરી લઉ અને નક્કી કરે છે કે કાલે હું શ્વેતાને આ બાબતે વાત કરી જોઈશ, અને આ બાજુ શ્વેતા અને પ્રકાશનો પૈસા બાબતે ખૂબ જ ઝગડો થાય છે પ્રકાશ શ્વેતાને ખૂબ મારે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે શ્વેતા મોડી રાત સુધી બહાર બેઠી બેઠી રડ્યા કરે છે ત્યારે શ્વેતાને ગાર્ડનમાં કીધેલા સૂરજના શબ્દો યાદ આવે છે કે શ્વેતા તું ભલે પ્રકાશ ને પ્રેમ કરતી હોય પણ, હું તો તને પ્રેમ કરુ છુ, અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો રહીશ હું તો માત્ર તારી ખુશી જ ઇચ્છુ છુ શ્વેતા, શ્વેતા સુરજના પ્રેમને યાદ કરીને ખૂબ જ રડે છે તેને ખૂબ જ પસ્તાવો થાય છે કે મે આ શું કર્યું જે મને ખુશ જોવા ઈચ્છે છે, જે મારી આટલી બધી કેર કરે છે, જે મને સાચા દિલથી પ્રેમ કરે છે તેના પ્રેમને જ મે ઠુકરાઈ દીધો, શ્વેતા પોતાની જાતને જ ગાળો આપવા લાગે છે અને એક મક્કમ નિર્ણય કરે છે, બીજા દિવસે સવારે પ્રકાશના ગયા બાદ શ્વેતા પોતાનો મોબાઇલ પોતાના હાથમાં લે છે અને સૂરજને મેસેજ કરે છે.........ક્રમશ: