Pahelo prem - 1 books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રેમ - 1

હેલો મિત્રો મારી આ પહેલી વાર્તા છે તો આપને વાર્તા કેવી લાગી તે comment Box માં અથવા તો મેસેજ બોક્સ માં તમારો અભિપ્રાય આપી શકો છો.
રાહુલ અને શ્વેતા બન્ને પતિ-પત્ની ના પ્રેમ લગ્ન જે પછીથી શ્વેતા ના માતા-પિતા ની સંમતિ મળતા બંને લગ્ન ગ્રંથિ થી જોડાય છે. તો મિત્રો રાહુલ અને શ્વેતા ના એક થવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે એનુ કારણ રાહુલ ની ગરીબી અને શ્વેતા નું અમીર હોવું. આ પ્રેમ પ્રકરણ માં શ્વેતા ના મમ્મી પપ્પા તરફ થી વિરોધ હતો. પણ બંને એ નક્કી કરેલું કે ગમે તે થાય પણ મમ્મી-પપ્પા ની વિરુદ્ધ જઈને લગ્ન નઈ કરીએ. તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે રાહુલ અને શ્વેતા પ્રેમ માં પડ્યા અને પછી પોતાના મમ્મી - પપ્પા ની પરવાનગી કેવી રીતે મેળવી એ જાણવા માટે હવે આપણે એમના ભૂતકાળ માં જઈશું.
રાહુલ અને શ્વેતા. બંને એક જ કોલેજ માં સાથે ભણતા. બંને ની આર્થિક સ્થિતિ ની વાત કરીએ તો રાહુલ ના ઘર ની આર્થિક સ્થિતિ નબળી હતી તેના પિતા વિનોદભાઈ અને માતા સરોજ બેન.વિનોદભાઇ એક ફેક્ટરી માં કામ કરતા હતા અને આખો દિવસ કારમી મજૂરી કર્યાં બાદ માંડ બે છેડા ભેગા થતા હતા. આ બાજુ શ્વેતા ની આર્થિક હાલત બહુ જ સદ્ધર હતી. એના પિતા અનિલ ભાઈ અને માતા રંજન બેન.અનિલ ભાઈ એક અતિશય ધનાઢય બિજનેસમેન હતા.શહેરના ટોપ બિજનેસમેન માં એમની ગણતરી થતી.અનિલ ભાઈ અને રંજન બેન ના લગ્નના 9 વર્ષ થયા બાદ પણ કોઈ સંતાન ના રહેતા તેમણે શહેર ના એક પણ દવાખાના બાકી રહેવા નહોતા દીધા. પરંતુ તેમણે દરેક વખતે નિરાશા જ સાંપડી. પણ એક વાર વહેલી સવારે રંજનબેન બેનને સવાર સવારમાં અનિલ ભાઈ ને ખુશ ખબરી આપી કે તમે પપ્પા બનવા જઈ રહ્યા છો તો અનિલ ભાઈ ના હરખ નો પાર ના રહ્યો. પછી રેગ્યુલર ચેક અપ અને ડોક્ટર ની સઘન દેખરેખ હેઠળ પુરા 9 મહિને રંજન બેન એક મસ્ત મજાની ફુલ જેવી એક્દમ ગોળ મટોળ બાળકી ને જન્મ આપે છે આ વાત ની જાણ અનિલ ભાઈ ને થાય છે ત્યારે તે અત્યંત ખુશ થાય છે પણ રંજનબેન ના મોઢા પર ખુશી નથી હોતી કારણકે તેમને છોકરો જોઈતો હોય છે પણ છોકરી ના નિર્દોષ ચહેરા ને જોઈને રંજનબેન નું દિલ પીગળી જાય છે અને હરખ થી છોકરી ને વધાવી લે છે.ત્યારબાદ તે નાનકડી છોકરી નું નામ શ્વેતા રાખે છે.ત્યારબાદ ઘણા લાંબા ટાઇમ પછી સંતાન નો જન્મ થયો હોય છે એટલે એ અનિલ ભાઈ ખૂબ લાડકોડ થી છોકરી નો ઉછેર કરે છે. પણ રંજનબેન અનિલ ભાઈ ને કહેતા કે તમે છોકરી ને બહુ લાડ ના લડાવશો નહીંતર પાછળ થી તકલીફ પડશે પણ અનિલ ભાઈ એક પણ વાત સાંભળતા નહી પણ રંજનબેન થોડા શ્વેતા ને લઈને કડક એટલે શ્વેતા રંજનબેન થી થોડી ડરતી. આમ ને આમ લાડકોડ વચ્ચે ઉછેરાતી શ્વેતા નું બાળપણ વિતવા લાગ્યું અને શ્વેતા વધુ પડતા લાડકોડ ને કારણે વધુ પડતી જિદ્દી અને સ્વછંદી થતી જાય છે. આમ પોતાનું માધ્યમિક સુધીનું શિક્ષણ પૂરું કરીને શહેર ની પ્રખ્યાત કોલેજ માં કમ્પ્યુટર Engineering માં એડમિશન લે છે.આ બધી એડમિશન ની પ્રોસેસ માં શ્વેતા પહેલા દિવસે જ લેક્ચર માં લેટ થઈ જાય છે એ જ્યારે ક્લાસ માં પોહચી ત્યારે સર આવી ગયા હોય છે. ત્યારે શ્વેતા ક્લાસ ની બહાર ઊભી રહીને સર ને સોરી કહીને અંદર આવવાની પરમિશન માંગે છે. સર એ પરમિશન આપ્યા પછી જેવી શ્વેતા ક્લાસ માં એન્ટર થાય છે કે સ્ટુડન્ટ આંખ નો પલકારો મૂકવાનો ચૂકી જાય છે. આવી જ હાલત રાહુલ ની પણ થાય છે અને રાહુલ શ્વેતા ની ખૂબસૂરતી માં પાગલ થઈ જાય છે અને તેના પ્રેમ માં પડી જાય છે.
શું રાહુલ શ્વેતા સામે દોસ્તી માટે હાથ લંબાવશે ??? શું શ્વેતા રાહુલ ને પોતાનો ફ્રેન્ડ બનાવશે ??? અને આ પ્રેમ પ્રકરણ લગ્ન સુધી કેવી રીતે પોહચે છે તે જાણવા માટે આપ સહુ પહેલો પ્રેમ ભાગ 2 વાંચવો જ રહ્યો.
મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો મારી લખવામાં કોઈ ભૂલ થતી હોય તો આપ મને મારા whatsapp નંબર 8511493260 પર પ્રતિભાવ આપી શકો છો.