Runanubandh - 1 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - પાર્ટ - 1

? ઋણાનુબંધ ?

રોજની દિનચર્યા અને શરુ થયો એક નવો દિવસ નવા ઉત્સાહ સાથે ....

રવિ , શૈલી અને એમના બે બાળકોનો એક નાનકડો પરિવાર

મોટો દીકરો સાહિલ અઢાર વર્ષનો અને નાની દીકરી પૂર્વા પંદર વર્ષની
ખૂબ સુખી અને ખુશહાલ પરિવાર હંમેશા હસ્તો અને ખિલખિલાતો અને હા ,થોડા મીઠા ઝગડા તો ખરાજ ...

ગઈકાલના રાતના ડિનર સમયે પુરા દિવસની ચાલતી ગપસપ બાદ નક્કી થયું કે આ વિકેન્ડ તો આઉટિંગ માટે ક્યાંક બહાર તો જવું જ છે .
રવિ પણ વિચારતો હતો કે ઘણા લાંબા સમયથી ક્યાંય આઉટિંગ માટે ગયા ન હોવાથી આ વિકેન્ડ નો પ્લાન ખંડાલા જવાનો કરીયે .
એમ પણ શૈલી પણ આખો દિવસ ઘરમાં રહીને કંટાળી જતી હશે તો થોડું ઘરની બહાર નિકળશે એટલે એને પણ ચેન્જ મળશે .
રવિ પોતાના પરિવાર સાથે પુના રહેતો હતો . એટલે વિકેન્ડમાં પુનાથી ખંડાલા જવું સરળ પડે એમ હતું .
આજ સવારથી શૈલી કોઈ કારણસર અપસેટ હતી એવું રવિને લાગ્યું .
સવારના કામકાજની દોડાદોડીમાં આવું તો ઘણીવાર બનતું પણ થોડીવારમાં ફરી પોતાના મૂડમાં આવી જતી .

પરંતુ આજે એના ચહેરા પરની કથની કૈક અલગ જ કથા દર્શાવી રહી હતી .
વારેવારે વૉશબેઝિન આગળ જઈને પાણીથી પોતાના ચહેરાને સાફ કર્યા કરતી હતી . રવિ એ થોડી તિરછી નજરે જોયું . શૈલીની આંખો લાલઘૂમ હતી . આંખોમાં આવેલ આંસુના સમંદરને અંદર ને અંદર પચાવી રહી હોય એવું લાગતું હતું .
રવિના મનમાં પણ હલચલ મચી ગઇ . શુ થયું હશે ? અને ખાસ વાત તો એ કે શૈલી દરેક વાત મારી સાથે શૅર કરે છે . તો આજે ?
આમ કેમ નહી ?

અત્યારે શૈલીને પૂછવું ઠીક ન લાગ્યું . એમ પણ આજે ઓફીસમાં મીટિંગ હોવાથી એને જલ્દી પહોંચવું જરૂરી હતું .

શૈલી રસોડામાં હતી એ દરમ્યાન રવિએ વિચાર્યું કે લાસ્ટમાં એના મામીનો ફોન હતો એવું લાગ્યું . એમ તો કોઈ દિવસ શૈલીનો ફોન હાથમાં લેતો નહીં . પણ આજે ચેક કરી જ લીધો . જોયું તો લાસ્ટમાં એના મામીનો જ નંબર હતો .
શુ કરું ? શુ ન કરુંની અસમંજસ સ્થિતિ માં અંતે ઓફીસ જવા નીકળી જ ગયો .અને વિચાર્યું કે ઓફીસ માં ટાઈમ મળતા જ એકવાર ફોન કરી લઈશ .

ઓફિસ જવા માટે ઓલરેડી લેટ થઈ ગયો હતો .
હંમેશા ઑફિસ જતા પહેલા શૈલીને કહીને જતો . અને શૈલી દરવાજા સુધી અચૂક આવતી જ ...
પણ...આજે રસોડામાંથી જ જવાબ દેતા બાય કરી દીધું . સાહિલ અને પૂર્વા પણ સ્કૂલ ગયા .
શૈલી ઘરમાં એકલી પડતા જ ડ્રોઇંગરુમ ના સોફા પર આવી ફસડાઈ પડી . પૂરું શરીર પાણી પાણી થઈ ગયું હતું . આંખોની અંદર આસુંઓનો ભરેલો ધોધ વરસી પડ્યો .

લગ્નજીવનના બાવીસ વર્ષ ક્યાં પસાર થયા ખબર જ ના પડી ..
અને આજે ....? એની ભીતર પોતાનો ભૂતકાળ સળવળવા લાગ્યો .
પોતાનો હસતો ખેલતો પરિવાર તૂટતો નજર આવ્યો .

મામી સાથે પેલા તો ઔપચારિક વાતો થઇ અને વાતોવાતોમાં જ મામીએ શૈલીને કહી દીધું
' શૈલી શેખર તને ખૂબ યાદ કરે છે . બસ એકવાર આવીને મળી જા '
શેખર આટલા વર્ષે ?
ક્યાં હતો આજ સુધી ?

મામી બોલી ' એ બધું રુબરુ માં બસ તું એકવાર આવી જા '
શુ વાત હશે ? મામી ફોનમાં કોઈપણ ચોખવટ કરવા તૈયાર
નો 'તા

???????

શૈલી એના મમ્મી -પપ્પાનું એક માત્ર સંતાન હતી . શૈલીના પપ્પાનો કપડાની દુકાનનો ખૂબ સારો એવો ધંધો હતો . શહેરના સારા એવા અગ્રણીઓમાં એમનું નામ હતું . ચારે તરફ એમની ઇમાનદારીની સુવાસ હતી . લક્ષ્મીજીની કૃપા પણ અવિરત વહ્યા કરતી હતી . પોતાની મૂડી સારી એવી હોવાથી જરૂરતમંદ લોકોને મદદ કરતા રહેતા . હા સ્વભાવે થોડા કડક ખરા ...
શૈલીની મમ્મી પણ ગૃહકાર્યમાં કુશળ ગૃહિણી હતી . એક ખાનદાની સુખી પરિવાર જેને કહી સકાય એવો ખુશહાલ પરિવાર હતો .
શૈલીનું બારમાં ધોરણ સુધીનું ભણવાનું પૂરું થતા જ એને સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું જરૂરી હતું . એના માટે એને આ શહેરથી બાર નીકળવું પડે એમ હતું .
શૈલીની મામી બરોડા શહેરમાં એકલી જ હતી . લગ્નના દસ વર્ષમાં જ એક્સિડન્ટ માં મામાનું મૃત્યુ થયું હતું . મામાની ઓફીસમાં એમની જગ્યાએ મામીને નૌકરી મળી જતા મામી કાયમ માટે બરોડા જ સ્થાઈ થઈ ગઈ હતી . ત્યારથી આજ સુધી મામીએ એકલા જ જિંદગી પસાર કરવાનો નિર્ણય લીધો હતો .

એટલે જ મામીનો ખાસ આગ્રહ હતો કે શૈલીને ભણવા માટે અહીં મોકલી દો . એમ પણ હું એકલી છુ . મને પણ એનો સાથ મળી જશે . મામીને કોઈ સંતાન ન હોવાથી એ શૈલીને ખૂબ લાડ કરતી . ઉંમરમાં તફાવત ઘણો હતો . છતાં મામી - ભાણેજ વચ્ચે મિત્રતાનો વ્યવહાર હતો .

શૈલી તો ફોન પર મામીની વાત સાંભળતા જ ખુશ થઈ ગઈ . અને ઝટથી પપ્પાને પણ રાજી કરી લીધા . પોતાના ભણતરના બિસ્તરા-પોટલાં બાંધી એ તો બરોડા જવા રવાના થઈ ગઈ .

મામીને ઘેર પહોંચ્યા પછી તો શૈલી આઝાદ પંછી હતી .મામીને ઘરના અને બહારના દરેક કામમાં મદદ કરતી અને સાથે અભ્યાસમાં પણ ખૂબ ધ્યાન દેતી .
શૈલી વરસમાં એકવાર વેકેશન દરમ્યાન દસ-પંદર દિવસ મમ્મી-પપ્પા આગળ ઉપડી જતી . છતાં એનું મન હવે મોટા શહેરની હવા ખાવાનું આદિ બની ચૂક્યું હતું એટલે બને એટલું જલ્દી મામીના ઘેર ભાગતી .

શૈલીનો સ્વભાવ પણ મળતાવડો હોવાથી કોલેજમાં પણ મિત્રોનું સારું એવું ગ્રુપ જામી ગયું

કેન્ટીન , પિકચર કે પછી કોઈ નજીકના સ્થળે પિકનિક હોય પૂરું ગ્રુપ સાથે જ જતા . પંદર ,સત્તર જણનું ગ્રુપ હતું . જેમા એક સોહામણો યુવક હતો . જેનું નામ શેખર હતું .
જેનો સ્વભાવ શૈલીને ખૂબ ગમતો . દરેક બાબતમાં સરળ અને ખૂબ આનંદી ....
શૈલી કોઈને કોઈ રીતે એની સાથે વાત કરવાનો મોકો શોધી લેતી . અને વાત વાતમાં એને છેડતી . શેખરને પણ શૈલીથી વાતો કરવી ખૂબ ગમતી શૈલીના છેડવા ઉપર એ પણ જાણી જોઈને એના પર ગુસ્સે થઈ જતો .
વાતોમાં અને મસ્તી કરતા સ્પર્શ થતા હાથોને એ સ્પર્શ એકબીજાને ગમવા લાગ્યો .
અને અંતે એક દિવસ કોલેજના એક ખૂણે શૈલીનો હાથ જોરથી પકડી બોલ્યો ..
.' શુ વાત છે શૈલી ? પુરા ગ્રૂપમાં હું
જ દેખાવ છુ ?
આટલી મસ્તી મારી સાથે જ ?
શુ વાત છે ?
કેમ જવાબ આપ તો ...

ત્યાં શૈલી બોલી એવું કંઈ નથી હું બધા સાથે મસ્તી કરું છું અને આવી જ રીતે વાત કરું છું .

શેખર : ઓહઃહઃહઃહઃ ફરીથી આજ વાત બોલ તો ...એમ બોલતા બોલતા શેખરે શૈલીનો હાથ હજુ જોરથી દબાવ્યો .
શૈલી પણ શેખરને હાથ છોડવાનું કહેતા બોલી ; ' દરેક વાતનું કાંઈ વર્ણન ન હોય અમુક વાતો તો તારે પોતે પણ સમજવી પડે .

શેખર : 'તો પછી એ જ વાત મારી સામે જોઇને બોલને '
શૈલીએ પોતાની આંખો ઉંચી કરતા જ શેખર ફરી આંખના ઇશારાથી બોલ્યો ' શુ બોલ ?
શૈલી પણ શરમાઈને એકદમથી હાથ છોડાવી ત્યાંથી ભાગી કલાસરૂમમાં આવીને બેસી ગઈ . થોડીવારમાં શેખર પણ કલાસમાં આવી ગયો . કલાસરૂમમાં લેકચર ચાલુ હતું છતાં શૈલીનું ધ્યાન ભણવામાં નો ' તું .....
કલાસમાં લેક્ચર ચાલી રહ્યું હતું અને શૈલીનું મન કોઈ અલગ જ દિશામાં ઉડી રહ્યું હતું .
કાંચના ગ્લાસમાં છલકાતા જામની જેમ બંનેની આંખોમાં પ્રેમનો જામ છલકાવા લાગ્યો . બંનેનું મન એક નવી ઉડાન તરફ ઉડવા લાગ્યું .
ધીરે-ધીરે તો કોલેજ જવા-આવવા બધી જ જગ્યાએ સાથે ને સાથે
પુરા ગ્રૂપમાં ક્યાંય પણ જવામાં એ બંને તો સાથે જ હોય .
કોઈ કારણોસર કોઈ બીજાની ગેરહાજરી હોય પણ શૈલી અને શેખર તો હોય જ અને હવે તો પુરા ગ્રૂપને આ બંનેના પ્રેમ પ્રકરણ ની ખબર હતી .

શેખર આર્થિક રીતે ઘણી સામાન્ય સ્થિતિનો હતો . અને બંનેની જાતિ પણ અલગ .
પણ પ્રેમને વળી શુ જાતિ શુ ભેદ ..!!!

પ્રેમ તો બસ પલક જપકતા જ હજારો સપના લઈને આવે છે . જિંદગીને જીવવાના , જિંદગીને માણવાના....
જુવાની એટલે ભાન ભુલાવી દેતી વય ....
દરેક પરિસ્થિતિમાં સજાગ રહી ગયા તો ઠીક નહીં તો પરિણામ પણ આકરા મળે છે ....

શૈલી કોલેજ જવા નીકળતી ત્યારે
શૈલીનું લાંબા સમય સુધી અરીસા સામે ઉભા રહી સજવું , સવરવું એની આંખોનો તરવરાટ ....
આ બધું જ મામીની નજરથી છાનું નહોતું . એ પણ સમજી ગઈ . શૈલીના જીવનમાં કોઈ એક અજાણ્યું જ ધીમે પગલે પા -પા પગલી કરી રહ્યું લાગે છે .

એક દિવસ મામીએ શૈલીના ખભે હાથ મુકતા હળવાશથી પૂછી જ લીધું .

' કેમ શૈલી શુ વાત છે ?
તું અરીસા ને જોવે છે કે પછી અરીસો તને જોવે છે ? કે પછી અરીસાની પાર કોઈ ઉભું છે ?
ક્યારે મળવા લાવે છે બોલ ?


મામીના સવાલથી શૈલી એકદમ ચમકી ....અને હસ્તા હસ્તા બોલી
અરે , મામી આટલા બધા સવાલ એકસાથે ?
' હા , પણ મારી પ્યારી મામી એવું કંઈ નથી . અને હા આપણે રહ્યા સ્ત્રી જાતિ અને દરેક સ્ત્રીને ઐસી વરસે પણ તૈયાર થવું તો ગમે જ હો ...
એમ બોલતા બોલતા કોલેજ જવા પગ ઉપાડ્યા .

ત્યાં ફરી મામી બોલી
' આજે સાંજે શુ બનાવું ?
તારા એ ખાસ ને શુ ભાવે છે ?
અને શૈલીના ગાલ પર જોરથી ચૂંટીયો ખેંચતા બોલી ...' મને મેસેજ કરજે સમજી ?

શૈલી પણ શરમાઈને દોડીને કોલેજ તરફ રવાના થઈ ગઈ . મામીના કહેવા પ્રમાણે સાંજે શેખરને ઘેર આવવાનું આમંત્રણ આપી જ દીધું .

સાંજના ડિનરમાં ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ પંજાબી વાનગીઓના રસથાળ સાથે અને અને રસભરી વાતો સાથે રાતનો સમય ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી .
શેખરના જતા જ મામી શૈલીને વળગી પડી . અને બોલી શૈલી તારી પસંદગી જોરદાર છે હો બાકી શેખર.....બધી જ રીતે પરફેક્ટ છે હો..
ત્યાં શૈલી બોલી મારી પસંદગી જોરદાર હોય જ ને
કેમ કે , ' મારી પસંદગીમાં તમે પણ છો . એમ બોલતા જ મામીને ભેટી પડી .
થોડીવાર બાદ મામીએ જોયું
શૈલીના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી .
શૈલીનો ચહેરો જોતા જ મામી બોલી :
' ઓ મેડમ એકદમ શુ થયું ?
ચહેરા પર અચાનક ચિંતા સેની ?

શૈલીએ જવાબ આપતા કહ્યું
' મામી મને અંદરથી એક જ ડર છે કે પપ્પા અમારા સંબંધ માટે નહી માને તો ?

મામી એને સમજાવતા બોલી :
' સમય રહેતા બધુ ઠીક થઈ જશે તુ ચિંતા ના કર '

શૈલી અને શેખર ભણવામાં પણ અવ્વલ હતા .દરેક પરીક્ષાઓ ખૂબ સારા રિઝલ્ટ સાથે પાસ કરી રહ્યા હતા .
શેખર અને શૈલીની હર એક સાંજ એક ખુબસુરત મુલાકાત બનતી જતી હતી .

જુવાનીની અટારીએ ઉભેલો હર એક માણસ ગેસના ગુંબ્બારાની જેમ હવામાં આમથી તેમ લહેરાઈ છે . એક મદમસ્ત અને મનમોહક જિંદગી જીવવાની લાલસામાં ભાન ભૂલી ન કરવાનું કરી બેસતા જુવાનિયા ને અંતે પસ્તાવા સિવાય કંઈ હાથ નથી આવતું .

શૈલીને પણ પોતાની જિંદગીમાં શેખર સિવાય કંઈ નજર નો ' તું આવતુ .
એનો મુલાયમ હાથ , એની હથેળી , એની આંગળીના ટેરવા , એના પ્રેમ ભરેલા શબ્દો , એનુ આલિંગન .....શેખરનો પ્રેમ એના તન-મનમાં રાજ કરી રહ્યો હતો .

શેખરની કુટુંબમાં એની માઁ સિવાય કોઈ નહોતું . શેખરની માઁ પણ આ બંનેના પ્રેમથી અંજાન નહોતી . એણે તો શૈલીને મનોમન વહુ તરીકે સ્વીકારી જ લીધી હતી .
★■★■★■★

........છેલ્લું વર્ષ અને છેલ્લા છ મહિના કોલેજના .....
શૈલી અને શેખરને છુટ્ટા પડવાનો સમય નજીક આવી રહ્યો હતો એમ એમ બંને ખૂબ નજીક આવતા ગયા .
પરીક્ષાના દરમ્યાન જ શૈલીની તબિયત થોડી ગડબડ થવા લાગી . બૈચેની , ચક્કર ....

છતાં શૈલીએ કોઈપણ હિસાબે હિંમત કરી મહેનત કરી દરેક પેપર વ્યવસ્થિત આપ્યા .

શૈલીને એની મામી ટોકતી તુ એકવાર ડો. ને દેખાડી દે તો પરીક્ષા આરામથી દઈ શકીશ .
પણ શૈલી કોઈ એક ડરમાં ને ડરમાં ડો. ને દેખાડવા સાફ ના પાડી દેતી .
શૈલીની પરીક્ષા પુરી થતા જ મામી એને દવાખાને પરાણે લઈ ગઈ ...

અને ડૉ.ના જણાવ્યા મુજબ શૈલી પ્રેગ્નેન્ટ હતી ...
ત્રણ મહિના ઉપર થઈ ગયું હોવાથી કાંઈ થઈ શકે એમ નહોતું

મામી પર તો જાણે આભ તૂટી પડ્યું ...હું એના માઁ-બાપને શુ જવાબ દઈશ . ? તેમ છતાં મામી હિંમત વાળી હતી .
પોતે હિંમત ભેગી કરી શૈલીને સંભાળતા બોલી હમણાં તો ઘેર ચાલ હું કૈક રસ્તો કાઢું છુ ..

★ આગળ શું ?

★શેખર શૈલીને સ્વીકારશે કે નહીં ?
★બંનેની જિંદગી આગળ એવો કયો મુકામ આવે છે જેના કારણે એ લોકો અલગ થાય છે .
?બ્રેક કે પછી ? ???
★ આવો જાણીશું નેક્સ્ટ
પાર્ટ - 2...માં