Cristal Men - 3 books and stories free download online pdf in Gujarati

ક્રિસ્ટલ મેન - 3

ડુંગરાળ વિસ્તારમાં હરીયાળી છવાયેલી છે મંદ મંદ પવન ફુકી રહ્યો છે. ડુંગરોની વચ્ચે રહેલુ યાન અને તેની ચારેય બાજુ રહેલ સુરક્ષા દળના રહેઠાણો ઉપરથી જોતા શહેર હોઈ તેવું લાગતુ હતુ.

આજે પાંચ કલાક પછી યાનના દરવાજા ખુલવાના છે જેથી વધારે સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા. વિવિધ હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ તૈયારી ચાલી રહી હતી, બધા સૈનિકો ત્યાં હાથમા હથિયાર લઇ હાજર હતા યાનનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.

ધીમે ધીમે સમય આગળ ચાલતો જાય છે બધા લોકોના ર્હદયના ધબકારા વધી રહ્યા હતા. યાનના દરવાજા પર ત્રણ સેકન્ડનો સમય બતાવે છે. થ્રી..... ટુ.......વન......

ધીમે ધીમે યાનના દરવાજા ખુલવા લાગ્યા, દરવાજો ખુલતા યાનની અંદર એક કદાવર પ્રાણી ઊંઘી રહ્યું હતું. દરવાજો ખુલતા જ અચાનક તેની આંખો ખોલી અને તે પ્રાણી યાનની બહાર નીકળ્યું.

તેની ઉંચાઈ લગભગ અઢાર ફૂટ જેટલી હશે તેનું શરીર એકદમ મગર જેવું જ હતું. તેનો ચહેરો મગર ને મળતો આવતો હતો. તેના દાંત એકદમ તીક્ષણ હતા અને મોં માંથી લાળ ટપકતી હતી. તે પોતાના પાછલા પગના સહારે ઊભુ થઈ શકતું હતું અને આગલા પગ અને પાછળના પગના નાખ એકદમ ધારદાર હતા અને લાંબી પૂંછડી ધરાવતું હતું.

આ કદાવર પ્રાણી પાંજરામાં પુરાયેલ જોઈ ગુસ્સામાં આવ્યું અને પાંજરા તરફ દોડ્યું અને પાંજરાના સળિયા દાંત વડે તોડવા લાગ્યું. આ પ્રાણીને દાંત વડે સળિયા તોડતા જોઈ બધા ગભરાઈ ગયા અને તે પ્રાણી પર ફાયરિંગ ચાલુ કરી દીધું. તે પ્રાણી પર બંદૂકની ગોળીઓનો વરસાદ કર્યો પણ તે પ્રાણીએ પોતાના શરીરને ગોળાકાર સ્વરૂપમાં શંકેલી લીધું જેથી કોઈ પણ અસર તેના પર ન થઇ અને પેલા પ્રાણીની આસપાસ ગોળીઓનો ઢગલો થઇ ગયો હતો.

પેલું પ્રાણી સળિયા તોડી બહાર આવ્યું આ જોઈ તેના ડરથી બધા લોકો ભાગવા લાગ્યા. આ પ્રાણી આજુબાજુ રહેલા મકાનો, લેબ, ટ્રેનિંગ સેન્ટર અને કેટલાક હથિયારનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ પ્રાણી બધું તોડફોડ કરતું આગળ વધી રહ્યું હતું અને આર્મી ના સૈનિકો તેની ઘેરાબંધી કરતા આગળ વધી રહ્યા હતા. પરંતુ આ પ્રાણી તેના કંટ્રોલ બહાર હતું

આ પ્રાણી ઉપર કેટલાક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલા હતા જેની મદદથી પ્રાણી ગ્રહ જીવોની વસતીનું અનુમાન લગાવી શકતું હતું. જેથી આ પ્રાણી જંગલ મારફતે થઈ વૃક્ષો મૂળમાંથી ઉખાડાતુ શહેર તરફ આગળ વધી રહ્યું હતું.

આર્મીના સૈનિક દ્વારા આ પ્રાણીની જાણકારી ફોન દ્વારા તેના હેડને આપવામાં આવી અને કેનન ગન મોકલવાનું કહ્યું. સૈનિકો અને પોલીસ ફોર્સ એનો પીછો કરી રહ્યા હતા. આ પ્રાણીએ કેટલાક પોલીસ અને આર્મીના સૈનિકોને કચડી નાખ્યા હતા. થોડીવાર પછી સૈનિક દ્વારા હેડ પાસે વધારે સૈનિકોની સહાય માંગી.

આર્મીના હેડ દ્વારા સ્પેશ્યલ ફોર્સ કેનન ગન સાથે મોકલવામાં આવી. સ્પેશ્યલ ફોર્સ જવા માટે રવાના થઇ રહી છે. પ્રાણીના લોકેશન ટ્રેસ કરી રહ્યા હતા તેણે વાન અમુક અંતરે ઉભી રાખી અને બધા કેનન ગનથી સજ્જ થઇ પોતાની પોજીશન લઇ લીધી અને પ્રાણીની રાહ જોઈ રહ્યા છે. પેલું પ્રાણી એકદમ ઝડપથી દોડતું આવતું હતું અને વૃક્ષોને મૂળમાંથી ઉખાડતું આગળ વધી રહ્યું હતું.

પેલું પ્રાણી થોડાક દૂર અંતરે હશે અને ફાયરિંગનો ઓર્ડર મળતા એકીસાથે ગનમાંથી કેનન છૂટી આ પ્રાણીએ કેનનનો અવાજ સેન્સ કર્યો અને કેનનને પોતાના તરફ આવતા જોઈ પોતાનું શરીર એકદમ ગોળાકાર રૂપ ધારણ કર્યું.

એકીસાથે બધી જ કેનન પેલા પ્રાણી પર ત્રાટકી અને તેની આજુબાજુ ધુંવાડાની ડમરી ચડી ગઈ હતી. ધીમે ધીમે ધુંવાડા ઓછા થવા લાગ્યા અને પેલું પ્રાણી જાખું જાખું દેખાતું હતું. પેલું પ્રાણી સ્થિર અવસ્થામાં જોઈ સૈનિકો આગળ વધવા લાગ્યા. હાથમા ગન લઇ હળવા પગે પેલા પ્રાણી તરફ આગળ વધી રહ્યા હતા.

સૈનિકના નજીક પહોંચતા પેલુ પ્રાણી પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયું આ વખતે તે વધારે ગુસ્સે થયું હતું. જ્યાં સુધીમાં ગનમાંથી કેનન છૂટે તે પહેલા જ પોતાના પંજા અને પૂંછડીના પ્રહારથી બધાને દૂર દૂર સુધી ફંગોળી દીધા. જેના પ્રહારથી અમુક ખરાબ રીતે ઘાયલ થયાં તો કેટલાક મૃત્યુ પામ્યા હતા.

બપોરનો સમય હતો ઘડિયાળ માંથી લોલકનો અવાજ આવી રહ્યો હતો માસ્ટર ડાઈનિંગ ટેબલ પર બેઠા છે. ભૂખ લાગવાના કારણે માસ્ટર, ઈશાને બોલાવી રહ્યા હતા કે જલ્દી જમવાનું લાવ. ઈશા રસોડા માંથી બહાર આવી માસ્ટરને જમવાનું પીરશે છે.

માસ્ટર અમુક કામમાં ઈશાની મદદ કરતા હતા કારણકે ઈશા પ્રેગ્નેન્ટ હતી. માસ્ટર જમતા હતા ત્યારે ફોનની ઘંટી વાગી માસ્ટરે જમતા જમતા ફોન ઉપાડ્યો અને ફોન મૂકી જમવાનું પડતું મૂકી અને ઈશાને કહી લેબમાં આંટો મારી પોતાનું વાહન લઇ નીકળી પડ્યા.

આર્મી હેડ દ્વારા માસ્ટરના ફોન પર લોકેશન મોકલ્યું અને માસ્ટર આ લોકેશનને ફોલ્લો કરી રહ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા પ્રાણીને ટ્રેસ કરતા તેના પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તેને કંઈ જ અસર ન થવાંથી કેપ્ટને હેલિકોપ્ટર થોડું નીચે ઉતારી ફાયરિંગ કરવાનું વિચાર્યું. તેણે હેલિકોપ્ટરને થોડું નીચે લીધું પણ થયું એવુ કે પેલા પ્રાણીએ કુદકો મારી પકડી પડ્યું અને બાથમાં ભીડીને મસળી નાખ્યું.

આ પ્રાણી આગળ વધતું શહેરમાં ઘુસી ગયું અને ઇલેક્ટ્રિ સીટીના થાંભલા તોડતું અને મકાનો તોડતું આગળ વધતું રસ્તા પર આવી ગયું. આ પ્રાણી રસ્તા પર રહેલ કાર, બાઈક, બસ જેવા વાહનોને તે તોડવા લાગ્યું જેથી તેની અંદર મુસાફરી કરી રહેલા વ્યક્તિ અમુક જાન બચાવી ભાગ્યા તો કેટલાક વાહનની નીચે ચગદાઈ ગયા.

આ પ્રાણીના રસ્તા પર આવવાથી બધો જ વાહન વ્યવહાર અટકી ગયો હતો અને આવી તોડફોડ જોઈ બધા ડરના માર્યા લોકો પોતાના વાહન મૂકી મૂકીને ભાગવા લાગ્યા.

વાહન વ્યવહાર અટકી જવાથી માસ્ટરનું વાહન પણ અટકી ગયું હતું જેથી માસ્ટર પોતાના વાહન માંથી નીચે ઉતરી પેલા પ્રાણી તરફ દોડવા મંડ્યા. માસ્ટર એક ઘરની દીવાલ પાછળ સંતાઈને જોઈ રહ્યા હતા કે પોલીસ અને આર્મી વાળા કેનન વડે ફાયરિંગ કરી રહ્યા હતા પણ પેલા પ્રાણીને કોઈ અસર થતી ન હતી.

માસ્ટરના મનમાં વિચાર આવ્યો કે થોડી વારમાં આ પ્રાણી બધું જ કચડી નાખશે માટે તેને કઈ દૂર લઇ જવું પડશે. આમ વિચારી અને મેપ ચાલુ કરી અને કોઈ ખુલ્લી જગ્યા ગોતવા લાગ્યા. પછી પાચસો મીટરના અંતરે ખુલ્લું મેદાન જોવા મળ્યું.

માસ્ટરે પોતાના ખિસ્સા માંથી ક્રિસ્ટલ ક્યુબ બહાર કાઢ્યો અને પોતાના હાથ પર રાખી બટન પ્રેસ કર્યું. તે ક્યુબમાંથી નાની સોઈ બહાર નીકળી માસ્ટરના હાથમાં ખુંચી ગઈ અને ડીએનએ સક્સેસફુલ સાથે ક્યુબ ઘડિયાળ આકારમાં પરિવર્તિત થઇ ગઈ. માસ્ટર સંતાયેલ હતા ત્યાંથી રસ્તા પર આવ્યા અને ઘડિયાળમાં કોડ દાખલ કર્યો અને તરતજ એકદમ સ્પીડથી ક્રિસ્ટલ, ગનના સ્વરૂપમાં ગોઠવવા લાગ્યા અને થોડા સેકન્ડમાં ગન ફાયરિંગ માટે તૈયાર હતું. માસ્ટરે પેલા પ્રાણીના મસ્તકને નિશાન બનાવી ફાયરિંગ ચાલુ કરી દીધું.

પેલા પ્રાણીના માથા પર ગોળીનો વરસાદ થતો હતો પરંતુ એક પણ ગોલી તેના શરીરમાં ખુંચતી ન હતી. માથા પર ગોળીઓ અથડાવવાથી તેને અડચણ ઉભી થતી હતી, તે એકદમ ગુસ્સામાં આવી અને માસ્ટર તરફ દોડ્યું. આ જોઈ માસ્ટરે ખુલ્લા મેદાન તરફ ડોટ મૂકી, આગળ માસ્ટર પછી પેલું પ્રાણી અને તેની પાછળ આર્મીના સૈનિક અને પોલીસ પાછળ પાછળ દોડ્યા જાય છે.

દોડતા દોડતા ખુલ્લા મેદાનમાં પહોંચે છે પાચસો મીટર એકદમ સ્પીડથી દોડીને પહોંચ્યા હોવાથી તેનો શ્વાસ ફૂલી ગયો હતો, જેથી તે નીચા નમી પોતાના બે હાથ ગોઠણ પર રાખી શ્વાસ નીચે બેસાડી રહ્યા હતા એટલી વારમાં પેલા પ્રાણીએ જોરથી માસ્ટરને પૂંછડીનો ફટકો માર્યો. માસ્ટર દૂર ફંગોળાઈ ગયા અને તેના પગ પર પૂંછડીનું લાલ નિશાન છપાઈ ગયું હતું.

તેટલી વારમાં બધા સૈનિકોએ મેદાનની ઘેરાબંધી કરી લીધી અને ફાયરિંગ ચાલુ કર્યું પણ પેલાએ પોતાનું શરીર ગોળાકાર સ્વરૂપમાં ધારણ કર્યું ઘણા સમય સુધી ફાયરિંગ ચાલુ રાખ્યું પણ પેલાને કઈ પણ અસર થઇ નહિ.

માસ્ટર મૂંઝવણમાં પડી ગયા કે હવે આને મારવું કઈ રીતે? કારણકે આની ચામડી એકદમ સખ્ત છે જે મારાં હથિયાર દ્વારા પણ તુટતી નથી. થોડીવાર પછી મનમાં વિચાર આવ્યો કે આ પ્રાણી વધારે ફાયરિંગ સમયે ગોળાકાર સ્વરૂપ ધારણ કેમ કરે છે! પછી તેમણે એક યુક્તિ અજમાવી, પોતાનો હાથ સૈનિક તરફ ઉંચો કરી ફાયરિંગ અટકાવવાનું કહ્યું.

ફાયરિંગ અટકી ગયું પેલું પ્રાણી તેના પાછળના બે પગ પર ઉભું થયું અને દાંત દેખાડતું ગર્જના કરવા લાગ્યું અને જમીન પર પગ રગડવાથી, જમીન પરની માટી ઉખડતી હતી. તેણે ઘેરાબંધી તોડવા સૈનિકો પર તૂટી પડ્યું અડધા પોતાનો જીવ બચાવી ભાગવા લાગ્યા કેટલા તેના હાથમા આવી જતા મૃત્યુને ભેટી ગયા.

માસ્ટરને તે પ્રાણીનો પેટનો ભાગ નરમ હોઈ તેવું લાગ્યું, જેથી માસ્ટરે કોડ દાખલ કરી કેનન ગન મેળવી અને પેલા પ્રાણીના પેટને નિશાન બનાવ્યું અને ફાયર કર્યું. કેનન ગનમાંથી છૂટી પણ પેલા પાણીએ કેનનનો અવાજ સેન્સ કર્યો અને ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું અને તેને કોઈ અસર ન થઇ. આવી રીતે માસ્ટરે તેના પેટને નિશાન બનાવી ઘણી મારવાની કોશિશ કરી પણ કામ ન આવી.

પેલું ગુસ્સે થઇ માસ્ટર તરફ દોડ્યું માસ્ટર કોડ નાખતા પ્રાણી સામે ડોટ મૂકી તલવાર પસંદ કરી. પેલું તેના પર આક્રમણ કરે તે પહેલા જ માસ્ટરે નીચે નમી સ્લીપ થઇ અને પેલા પ્રાણીના બંને પગની વચ્ચેથી નીકળતા પગ પર જોરથી પ્રહાર કર્યો, પણ તેને જરાં પણ ખરોચ ન આવી.

પેલા પ્રાણીએ પોતાના પંજા વડે માસ્ટર પર પ્રહાર કર્યો માસ્ટરે આ પ્રહાર અટકાવવા શિલ્ડ પસંદ કરી પરંતુ તેના પ્રહારથી તે દીવાલમાં પટકાયા અને માથામાં વાગવાથી લોહી નીકળવા લાગ્યું.

માસ્ટર ઉભા થઇ ચાબુક પસંદ કરી, કારણ કે માસ્ટરને એવુ લાગ્યું કે ચાબુક દ્વારા પગમાં વિટાળી નીચે પાડી દઈ અને પેટમાં ગન વડે ફાયરિંગ કરશું. આવું વિચારી માસ્ટરે દૂરથી તેણે પ્રાણીના પગ તરફ ચાબુક ફેંક્યું, પણ બન્યું એવુ કે પેલા પ્રાણીએ ચાબુક હાથ વડે પકડી લીધું અને પોતાના તરફ જોરથી ખેચ્યું જેથી માસ્ટર હવામાં તેના તરફ આગળ વધવા લાગ્યા. આ તકનો લાભ ઉઠાવી માસ્ટર કોડ દાખલ કરી ભાલો પસંદ કર્યો અને ફક્ત ત્રણ જ સેકન્ડમાં ભાલો માસ્ટરના હાથમાં હતો.

આ ભાલા વડે માસ્ટરે તેના પેટને નિશાન બનાવ્યું, પેલું પ્રાણી સેન્સ કરી ગોળાકાર સ્વરૂપ ધારણ કરે પહેલા જ માસ્ટરે ભાલો તેના પેટમાં અંદર સુધી ઉતારી દીધો. પ્રાણી જોરથી ત્રાડ પાડી જમીન પર ઢળી પડ્યું. આ સાથે બધાના જીવ હેઠા બેઠા અને બધાએ શાંતિ અનુભવી. માસ્ટરે બટન પ્રેસ કર્યું અને ક્રિસ્ટલ ફરી ઘડિયાળ સ્વરૂપમાં ગોઠવાય ગયુ. ભાલો લીલા રંગના લોહી વાળો હોવાથી ઘડિયાળ પર પ્રાણીનું લોહી હતું તે માસ્ટર રૂમાલ કાઢી સાફ કરી રહ્યા હતા એટલી વારમાં માસ્ટરના શરીરમાંથી લોહી વહી જવાથી ચક્કર આવી જમીન પર પડી ગયા.

માસ્ટરે આંખો ખોલી તો તે દવાખાનામાં હતા અને ઈશા તેનો હાથ પકડીને ખુરશી પર બેઠી હતી. માસ્ટરે ઈશા સામે જોઈ એક હળવી મુસ્કાન આપી. માસ્ટર એક દિવસ દવાખાનામાં રહ્યા પછી તે બંને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.

પેલા પ્રાણીને સેન્ટ્રલ લેબમાં ખસેડવામાં આવ્યું, માસ્ટર સેન્ટ્રલ લેબ જવા માટે નીકળી પડ્યા છે. કારણ કે માસ્ટર આવા અજીબ પ્રાણીની માહિતી મેળવવા આતુર હતા. લેબમાં પ્રાણી અલગ અલગ ભાગોની તપાસ ચાલુ હતી, માસ્ટર તે પ્રાણીની માહિતી મેળવવા લેબના હેડ પાસે જાય છે.

લેબના હેડ માસ્ટરને મળે છે અને માસ્ટરને શુભેચ્છાઓ પાઠવે છે. લેબના હેડ માસ્ટરને કહેવા લાગ્યા : આ પ્રાણીની સ્કિન એકદમ સખ્ત છે જેથી તેના પર કોઈ ગોળીઓની અસર થતી ન હતી અને તેના પર લગાવેલા આ ઇલેક્ટ્રોનિક ડીવાઇસ પૃથ્વીની માહિતી તે પોતાના ગ્રહ પર મોકલતું હતું અને હવે મને લાગે છે કે આપણે સતર્ક રહેવું પડશે.

પછી બધી માહિતી મેળવ્યા પછી આ પ્રાણીને ઇલેક્ટ્રિક ફરનેશમાં સળગાવવામાં આવ્યું ત્યારે લગભગ એક મહિના સુધી સળગાવવામાં આવ્યું ત્યારે તેના અવશેષ નાશ પામ્યા.

હવે લોકો પાસે ઘણા પ્રશ્ન હતા કે હવે શું મુશ્કેલી ટળી ગઈ છે?? તેનો ઉકેલ હજી મળ્યો નથી જો આ પ્રાણીને માહિતી માટે મોકલવામાં આવ્યું હશે તો જરુર ફરીથી મુશ્કેલી આવશે અને તે મુશ્કેલી આના કરતા પણ ભયાનક હોઈ શકે. આવા બધા પ્રશ્ન અને જવાબો મીડિયામાં ફરતા હતા.