Sapna advitanra - 43 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૪૩

વન મોર કીસ ટુ સક્સેસ...

કેયૂરે પોતાના હાથમાં રહેલો ગ્લાસ ઉંચો કરી તેના પર એક કીસ કરી. ગ્લાસની ધાર પાછળ તેને રાગિણી નો ચહેરો દેખાયો, એકદમ ખુશ... હળવોફૂલ... એ હસતા ચહેરાને આંખમાં ભરી તેણે ગ્લાસવાળો હાથ વધુ ઉંચો કર્યો.

"ચિયર્સ... "

"ચિયર્સ... "

એકસાથે બધાએ ખુશી વ્યક્ત કરી. સીંગાપોરનો ફેશન શો... અ ગ્રાન્ડ સક્સેસ... બધાજ ખુશ હતા.. અને કેયૂર નુ તો પૂછવું જ શું? નવી પ્રોડક્ટ ને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને સૌથી મોટી વાત, આ પ્રોજેકટ કેયૂરે પોતાના દમ પર સફળ બનાવ્યો હતો. પાર્ટી ના માહોલ વચ્ચે વળી કેયૂરે જાહેર કર્યું કે આખી ટીમ તેની સાથે અમેરિકા જશે, કે. કે. પાસે, ત્યારે બધા ઔર મૂડમાં આવી ગયા. તાળીઓ સાથે તેમણે કેયૂર ની વાત વધાવી લીધી. થોડીવારે મોબાઈલ ની રીંગ વાગતા કેયૂર પાર્ટી ના ઘોંઘાટ થી દૂર જતો રહ્યો.

"હેલો ડેડ. આઇ એમ સો હેપ્પી. ઇટ્સ લાઇક ડ્રીમ કમ્સ ટ્રુ. "

"કોન્ગ્રેચ્યુલેશન માય ડિયર બોય. આવીજ રીતે આગળ વધતા રહો અને નવા નવા સોપાન સર કરતા રહો. આઇ એમ પ્રાઉડ ઓફ યુ. "

"થેંક્સ ડેડ. "

"હવે, આગળ શું પ્રોગ્રામ છે? "

"સેમ એઝ વી ડિસાઇડેડ. બટ એક નાનકડો ચેન્જ છે. "

કેયૂરે કેદારભાઈ ની પ્રતિક્રિયા જાણવા એક નાનકડો પોઝ લીધો, પણ કેદારભાઈ પણ પહેલા કેયૂર ની પૂરી વાત જાણવા ઉત્સુક હતા.

"ગો અહેડ ડિયર. આઇ એમ લીસનીંગ. "

"પ્લાનમાં થોડો ફેરફાર કર્યો છે. હું ફક્ત રાગિણી સાથે નહિ, પણ આખી ટીમ સાથે ત્યાં આવું છું. "

"વ્હોટ? એટલે તુ આટલા બધાને પ્રપોઝ કરીશ? "

કેદારભાઈ ખડખડાટ હસી પડ્યા.

"નો ડેડ. પણ હુ એ બધા સામે રાગિણી ને પ્રપોઝ કરીશ. અને જો એ હા પાડશે તો ત્યારેજ એન્ગેજમેન્ટ રાખી દઇશું. "

"ઓહો, તો સાહેબજી પૂરી તૈયારી સાથે આવે છે,એમ ને! "

"હા, ડેડ. પણ એન્ગેજમેન્ટ ત્યાં હોસ્પિટલમાં જ થશે, બ્રો ની હાજરીમાં. "

બોલતા બોલતા કેયૂર નો અવાજ સ્હેજ ભીનો થઇ ગયો. એક ખોંખારો ખાઈ બોલ્યો,

"ડેડ, અંદર પાર્ટી ચાલે છે. આઇ હેવ ટુ ગો. અમે પરમદિવસે પહોંચી જઇશું. "

"ગ્રેટ. બાય બેટા. વેઇટિંગ ફોર યુ ઓલ. "

"બાય ડેડ. સી યુ સુન. "

આદિ ફરી પાર્ટી માં સામેલ થઇ ગયો. કેદારભાઈ પણ રૂમની બહાર આવી વાત કરી રહ્યા હતા. કોલ કટ કરી તે રૂમમાં ગયા. રૂમમાં વાતાવરણ થોડું સિરીયસ હતું. આદિ કે. કે. નો હાથ પકડીને બેઠો હતો. ડો. જોનાથન પણ એક ખુરશી પર બેઠા હતા. તેમના ખોળામાં લેપટોપ હતું, જેમાં જુદી જુદી ઇમેજીસ બતાવી તે પોતાની વાત સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. કોકિલાબહેન સમજવા મથી રહ્યા હતા, પણ ડો. જોનાથન ની મેડિકલ ટર્મ્સ સમજવી તેમના ગજા બહારની વાત હતી.

કેદારભાઈ ને ફરી આવેલા જોઈને આદિએ બોલવાનુ શરૂ કર્યું.

"જુઓ અંકલ, હું તમને સાવ સાદી ભાષામાં સમજાવું. "

કોકિલાબહેન ટટ્ટાર થઇ પોતાની જગ્યાએ સ્હેજ આગળ આવ્યા. તેમને આશા હતી કે આદિ તેમને આ બધી જટિલ વાતો સમજાવી શકશે. આદિએ ડો. જોનાથન પાસેથી લેપટોપ લઇ એક ટેબલ પર સેટ કર્યું કે જેથી કે. કે. સહિત બધા એમાં જોઇ શકે. તેણે વારાફરતી બધાના ચહેરા સામે જોયું અને પછી સમજાવવાનુ શરૂ કર્યું.

"જુઓ, કૌશલને પહેલવહેલી ગાંઠ... "

"અહ્.. અહ્.. કે. કે. કોલ મી કે. કે. "

કે. કે. ના ક્ષીણ અવાજે બધાના ચહેરા પર એક હળવી મુસ્કાન લાવી દીધી. રૂમનું વાતાવરણ પણ થોડુક હળવું થયું એટલે કે. કે. એ આંખથી જ ઇશારો કરી આદિને કન્ટિન્યુ કરવા કહ્યું.

"કે. કે. ને પહેલવહેલી ગાંઠ બગલમાં થઇ હતી. સંજોગોવશાત્ આપણને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં થોડો વધારે જ સમય લાગી ગયો, એમાં ગાંઠ મોટી થતી ગઇ. એ સાથે બીજી પણ એક ઘટના બની. કે. કે. ને સાથળમાં પણ એક ગાંઠ ડેવલપ થઇ. "

બધા ફરી ગંભીર થઇ ગયા હતા અને આદિત્ય ની વાત સમજવાની કોશિશ કરી રહ્યા હતા.

"આ ઘટનાને મેડિકલ ટર્મિનોલોજીમાં 'મેટાસ્ટેસાઇઝ' કહે છે. મેટાસ્ટેસાઇઝ દરમિયાન કેન્સરગ્રસ્ત કોષ છૂટા પડીને હળવેકથી શરીરના અન્ય હિસ્સા તરફ સરકી જાય છે. આ વખતે તેમની સ્થિતિ એવી હોય છે કે તેમને જે આપો તે સ્વીકારી લે. મતલબ, નવી જગ્યાએ પહોંચવાના માર્ગે એ તદ્દન ખાલી હોય છે અને નવો માલ ભરવાની વેતરણમાં હોય છે કે જેથી વધુ મજબૂત બની શકે. "

ફરી એક સરસરી નજર બધાના ચહેરા પર ફેરવી આદિએ પાણી પીવાનો બ્રેક લીધો. બે ઘુંટડા ગળા નીચે ઉતારી તેણે ફરી બોલવાનું શરૂ કર્યું.

"હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. ડો. જોનાથનની એક ટીમ સ્વીટ્ઝરલેન્ડમાં આને લગતા પ્રયોગો કરી રહી છે. એમણે શોધી કાઢ્યું છે કે આ ખાલી કોષ જ્યારે ટ્રાવેલ કરતા હોય તે સમયે અમુક દવા શરીર માં ઇન્જેક્ટ કરવામાં આવે, કે જે શરીરમાં ચરબી પેદા કરવા અને ડાયાબીટીસ સંબંધી ઉપચાર કરવામાં વપરાય છે, તો તે એ ખાલી કોષ પર કબજો જમાવી લે છે. પરિણામે એ ખાલી કોષ ચરબી માં રૂપાંતરિત થઇ જાય છે અને એનુ વિઘટન થઇ શક્તુ નથી. એટલે કેન્સર ફેલાતું અટકી જાય છે. "

"ગ્રેટ. તો તકલીફ શું છે? આઇ મીન આ વાત તો ડો. જોનાથન પણ સમજાવી શક્યા હોત. એમાં તું આમ દોડી આવ્યો એ સમજાયું નહીં. "

કેદારભાઈ એ આદિના ખભે હાથ રાખતા કહ્યું.

"સમજાવુ છું, અંકલ. હવે એ જ મુદ્દા પર આવું છું. આ બધું જે મે કીધુ એ બધુ હજુ પ્રાયોગિક ધોરણે છે. એટલે કે ઉંદર પર પ્રયોગ થયા છે અને એમા સફળતા મળી છે. પણ, "

બધાના ચહેરા પર ઉચાટ વધતો જતો હતો, પણ આદિના આશ્ચર્ય વચ્ચે કે. કે. નો ચહેરો એકદમ સ્થિતપ્રજ્ઞ હતો. તે બસ સાંભળવા ખાતર સાંભળતો હોય એવું લાગતું હતું. આદિએ ફરી પોતાની વાત આગળ વધારી.

"હજુ માણસો પર પ્રયોગ થયા નથી. હજુ બધું જ પ્રાયોગિક ધોરણે છે અને આ થેરપીને મંજૂરી મળી નથી. એટલે ઓફિશીયલી ડો. જોનાથન આ ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ ન કરી શકે. પણ, ડો. જોનાથન ને પૂરો વિશ્વાસ છે કે કે. કે. માટે આ વસ્તુ કામ કરી જશે. "

"પણ... "

"એક મિનિટ અંકલ. લેટ મી ફિનિશ. મે કે. કે. ના લેટેસ્ટ રીપોર્ટ જોયા છે. અત્યારે ફરી ત્રીજી ગાંઠ ડેવલપ થવાની શરૂ થઈ ગઈ છે. ખબર નહી કેમ પણ અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલુ છે એને કે. કે. ના બોડીએ રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું છે. આ સંજોગોમાં જો આખા શરીર મા કેન્સર ફેલાતું જશે તો પછી... "

આદિએ ખભા ઉંચકી નિરાશા થી માથું ધુણાવ્યુ.

"તારી બધી વાત સાચી. બટ, આમાં જોખમ કેટલુ? "

આદિએ ડો. જોનાથન સામે જોયું. તેમણે સંમતિસૂચક માથુ નમાવ્યુ એટલે આદિ એ ફરી સમજાવવાનુ શરૂ કર્યું.

"જોખમ તો છે જ., અંકલ. કારણ કે કે. કે. ફર્સ્ટ પર્સન હશે કે જેની પર આ ટ્રીટમેન્ટ અજમાવવામાં આવશે. પણ મેઇન વસ્તુ છે ડો. જોનાથન નો કોન્ફિડન્સ. એ શ્યોર છે કે કોઈ તકલીફ નહી પડે. આમપણ, કે. કે. નો કેસ હોપલેસ બની રહ્યો છે. "

આદિએ કે. કે. સામે જોયું. ત્યાં હજુપણ એ જ સ્થિતપ્રજ્ઞતા સ્થિર હતી.

"આઇ થિંક વી શુડ ટેક રીસ્ક. બીલીવ મી અંકલ, અહીં આવતા પહેલા મે બધી તપાસ કરી લીધી છે. હુ ડો. જોનાથન સાથે એગ્રી છું. વી શુડ ગો ફોર ધીસ. "

"આઇ નીડ સમ ટાઇમ. પરમદિવસે કેયૂર અહીં આવી રહ્યો છે. આઇ થિંક એટલો ટાઇમ તો આપણી પાસે હશે જ... ડિસીઝન લેવા માટે! "

ડો. જોનાથને નિરાશા માં માથું હલાવ્યુ.

"પ્લીઝ, ટેક ધ ડિસીઝન એઝ અર્લી એઝ પોસિબલ. ઇટ્સ ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ. હોપ યુ અંડરસ્ટેન્ડ. "