Laal salaam - 2 books and stories free download online pdf in Gujarati

લાલ સલામ - 2

પ્રકરણ 2
છાત્રાલય પર આવી હાથ મોં ધોઈ દેવર્ષિ સીધો પલંગ માં બૂક ખોલી ને બેસી ગયો.તેને વાંચવા ની શરૂઆત કરી શરુ શરુ માં તો એને પુસ્તક માં કોઈ ગતાગમ ના પડી પણ ધીરે ધીરે એ સમજવા ની કોશિશ કરવા લાગ્યો તો એને રસ પાડવા લાગ્યો ૨ કલાક ક્યારે થઇ ગયા એની તેને ખબર ના રહી.જમવા નો સમય પણ થઇ ગયો એની ઘંટી વાગી પણ દેવર્ષિ વાંચવા માં એટલો મશગુલ હતો કે તેને ઘંટી સંભળાઈ પણ નહિ.બાજુ ના રૂમ માં થી લક્ષ્મણ આવ્યો અને કહ્યું ચલ ભાઈ જમવા ની ઘંટડી વાગી ગઈ છે.દેવર્ષિ ને પુસ્તક માં એટલો રસ પડી રહ્યો હતો કે તેને જમવા ની પણ ઈચ્છા નહોતી પણ લક્ષ્મણ ના સવાલો ના મારા ને સહન કરવા કરતા તેને વિચાર્યું કે થોડું જમી આવું પછી નિરાંતે વાંચીશ.લક્ષ્મણ ની સાથે ભોજનાલય તરફ ચાલવા લાગ્યો જમતી વખતે પણ તેના મગજ માં પુસ્તક ના જ વિચારો ચાલી રહ્યા હતા.
જમી ને આવ્યા પછી દેવર્ષિ કુદી ને પલંગ પર બેસી ગયો અને ભૂખ્યા માણસ ની જેમ પુસ્તક પર તૂટી પડ્યો.જાણે એને એમ હતું કે આજે ને આજે આખું પુસ્તક વાંચી નાખું.લગભગ રાત્રે ૨ વાગ્યા સુધી વાંચતો રહ્યો અને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ ના રહી.સવારે ઉઠી ને જોયું તો પુસ્તક છાતી પર પડ્યું હતું.
બીજા દિવસે સવારે પ્રથમ લેકચર પ્રોફેસર વાર્ષ્ણેય નો હતો.દેવર્ષિ સવારે ટાઈમે કોલેજ પહોચી ગયો.સ્વરિત તેને કોલેજ ના ગેટ પર જ મળી ગયો.સ્વરીતે કહ્યું,”ચલ આજે પહેલો લેકચર બંક કરી ક્યાંક આઈસ ક્રીમ ખાવા જૈયે.”
દેવર્ષિ બોલ્યો,”સ્વરિત ગઈ વખતે પણ આપણે ઈતિહાસ નો લેકચર બંક કર્યો હતો ચાલ ને આજે લેકચર ભરી લઈએ કાલે જઈશું આઈસ ક્રીમ ખાવા”
સ્વરિત હસી ને બોલ્યો,”ઓકે ચલ જઈએ ક્લાસ માં.”
વાર્ષ્ણેય સર વર્ગ માં પ્રવેશ્યા.બધા વિદ્યાર્થી ઓ એ ઉભા થઇ કહ્યું,”ગુડ મોર્નિંગ સર”
સર પણ હસી ને બોલ્યા,”ગુડ મોર્નિંગ બેસી જાઓ બધા.”
આજ નો ટોપિક “મુઘલ સલ્તનત” ના ઈતિહાસ અંગે હતો.પણ દેવર્ષિ ને એવું લાગી રહ્યું હતું જાણે વાર્ષ્ણેય સર,મુઘલ બાદશાહો ની બર્બરતા અને એમના લોહીયાળ ઈતિહાસ ને બાજુ પર રાખી તેમના “કલાપ્રેમ”,તેમની “કોમી એખલાસ” અંગે ની નીતિઓ,ભારત ના ભવ્ય ભૂતકાળ માં તેમનું પ્રદાન એ વિષય પર વધારે વાત કરી રહ્યા હતા.આ વાત દેવર્ષિ ને થોડે અંશે ખૂંચી રહી હતી.પણ તે આ અંગે અત્યારે વિચારવા નહોતો માંગતો.અચાનક તેની નજર બાજુ ની હરોળ માં બેઠેલા એક વિદ્યાર્થી પર પડી.ચહેરા પર થી ખુબજ તેજસ્વી અને સરળ લાગી રહેલો એ વિદ્યાર્થી સર ના વક્તવ્ય ને ખુબજ એકાગ્રતા થી સાંભળી રહ્યો હતો.દેવર્ષિ ને થયું કે એની મિત્રતા કરું.લેકચર પૂરો થયો આજે ૨ લેકચર ફ્રી હતા પછી એક લેકચર હતો.જેથી દેવર્ષિ એ આજનો દિવસ લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું અને તે પોતાની સાથે “દાસ કેપિટલ” લઇ ને આવ્યો હતો.જે લઇ ને એ લાઈબ્રેરી તરફ ચાલ્યો.જઈ ને ખૂણા ના ટેબલ પર બેસી વાંચવા લાગ્યો.હવે તેને પુસ્તક માં રસ પાડવા લાગ્યો હતો.તેને એટલી સમજ પાડવા લાગી હતી કે પુસ્તક માં એવું દર્શાવવા માં આવ્યું છે કે,”વિશ્વ માં કોઈ પણ વ્યક્તિ ને પોતાના મૂળભૂત હકો મળવા જ જોઈએ,ભૌતિક્તાવાદ,સામંતશાહી અને અમીરો દ્વારા થતા ગરીબો ના શોષણ ની સામે કાર્લ માર્કસે સમગ્ર વિશ્વ ના મજૂર વર્ગ,ગરીબ વર્ગ ને એક થવા માટે હાકલ કરી હતી.”
દેવર્ષિ વાંચવા માં એટલો મશગુલ હતો કે તેના ટેબલ પર સામે ની બાજુ વાર્ષ્ણેય સર ક્યારે આવી ને બેસી ગયા એની તેને ખબર ના રહી.અચાનક તેનું ધ્યાન સર પર ગયું એક દમ ખુરશી પર થી ઉભો થઇ ગયો.સર હસી ને બોલ્યા,”બેસ બેસ,પુસ્તક કેવું લાગ્યું?,કેટલું વાંચ્યું?”
દેવર્ષિ બોલ્યો,”સર હજુ અડધું જ વાંચ્યું છે પણ અદભૂત છે.”
સર બોલ્યા,”આખું પુસ્તક વાંચી લે પછી હું તને વિસ્તાર થી સમજાવીશ.”
દેવર્ષિ બોલ્યો,”ચોક્કસ સર મને પુસ્તક વાંચતા વાંચતા જે કઈ પણ પ્રશ્નો ઉદભવે છે તેનું એક લીસ્ટ બનાવું છું,અને એના વિષે હું તમારી પાસે ચર્ચા કરીશ.”
સર બોલ્યા,”મને તારા પ્રશ્નો નો જવાબ આપવા માં આનંદ આવશે.”
દેવર્ષિ બોલ્યો,”સર આજે મારા મગજ માં એક પ્રશ્ન છે,પૂછું?”
સર બોલ્યા,”હા જરૂર કેમ નહિ?”
દેવર્ષિ એ પૂછ્યું,”સર આજે તમે અમને મુઘલ શાસકો ના ઈતિહાસ વિષે જણાવ્યું,પણ તમે ક્યાય પણ તેમની બર્બરતા,તેમના જુલ્મ,તેમના દ્વારા દેશ નાં હિંદુ મંદિરો નો વિધ્વંશ,દેશ માં અસામાજિકતા,ગુલામીપ્રથા અંગે કોઈ જ ચર્ચા ના કરી,એવું કેમ?”
વાર્ષ્ણેય સર તો સવાલ સાંભળી ની અવાચક થઇ ગયા અને વિચારવા લાગ્યા,”આ છોકરા નું દિમાગ કેટલું તીવ્ર ગતિ એ ચાલે છે.”પછી ખોંખારો ખાઈ ને પોતાની જાત ને સંભાળતા હસી ને બોલ્યા,”બેટા એવું કઈ જ નથીપણ મુઘલ સામ્રાજ્ય એ એક ઈતિહાસ છે,અને આપણે ઈતિહાસ માં થયેલી સારી વાતો યાદ રાખવી જોઈએ તો જ આપણે દેશ ના વિકાસ માં ભાગીદાર બની શકીએ.”આ વાત દેવર્ષિ ને ગળે ના ઉતરી પણ હસી ને બોલ્યો,”ઓકે સર હવે હું જાઉં છું” એમ કહી ને એ લાઈબ્રેરી માંથી બહાર નીકળી ગયો.કોલેજ ની પરસાળ માંથી નીકળી ગેટ તરફ જઈ રહ્યો હતો ત્યાં એનું નજર કોલેજ ના જમણી બાજુ ના ગાર્ડન પર પડી તો ત્યાં ક્લાસ માં જોયેલો પેલો સરળ લાગતો છોકરો એક કુતરાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો અને એની ગરદન પર હળવે હળવે હાથ ફેરવી રહ્યો હતો.છોકરા ની આંખો માંથી જાણે કરુણા વહી રહી હતી અને કુતરો પણ વારે વારે તેની સામે લાગણી ના ભાવ સાથે જોઈ રહ્યો હતો.દેવર્ષિ ના પગ થંભી ગયા.અને તે પેલા છોકરા ની પાસે પહોચી ગયો.દેવર્ષિ તેની તરફ હાથ લંબાવી બોલ્યો,”હાઈ મારું નામ દેવર્ષિ છે”
પેલા છોકરા એ હાથ પોતાના પેન્ટ પર ઘસી ને સાફ કરી દેવર્ષિ સાથે હસી ને હાથ મિલાવ્યો અને બોલ્યો,”હાઈ હું ઇલ્યાસ”.બંને વચ્ચે સામાન્ય વાતચીત થઇ પરિચય થયો,ઇલ્યાસ ને હજુ કોઈ મિત્ર બન્યો નહોતો કોલેજ માં જેથી દેવર્ષિ તેનો પ્રથમ મિત્ર બન્યો.અને ઇલ્યાસ,દેવર્ષિ અને સ્વરિત ની મિત્રતા એ એવું ગાઢ સ્વરૂપ લીધું કે તેમની મિત્રતા કોલેજ આખી માં એક મિસાલ બની ઉભરી રહી હતી.
આજે પ્રથમ વર્ષ નું પરિણામ હતું.સ્વરિત રોજીંદા ક્રમ મુજબ ઇલ્યાસ ને તેના ઘેર થી અને દેવર્ષિ ને છાત્રાલય ના ગેટ પર થી બાઈક પર લઈ ને કોલેજ પહોચ્યો અને ત્રણેય જાના ભાગી ને પ્રિન્સીપાલ ની ઓફીસ ની બાજુ માં લાગેલા નોટીસ બોર્ડ પર ધસ્યા.જ્યાં પહેલે થી ભીડ લાગેલી હતી.સ્વરિત બંને હાથે થી બધા ને ખસેડતો નોટીસ બોર્ડ પાસે પહોચી ગયો.અને ચડેલા મોઢે બહાર આવ્યો.દેવર્ષિ અને ઇલ્યાસ તેની સામે જોઈ રહ્યા હતા.દેવર્ષિ અકળાઈ ને બોલ્યો,”હવે બોલીશ કઈ શું આવ્યું છે આપણું રીઝલ્ટ?”
પછી એકદમ હસી ને ઉછળી ને બોલ્યો,”બંદા ને સેકંડ ક્લાસ આવ્યો.”
દેવર્ષિ બોલ્યો,”ખુબ અભિનંદન,પણ અમારું શું થયું.”
સ્વરીતે કહ્યું,”ઇલ્યાસ ફર્સ્ટ ક્લાસ,અને તું સમગ્ર કોલેજ માં પ્રથમ.”
દેવર્ષિ ની આંખ માં થી ખુશી ના આંસુ વહેવા લાગ્યા.અને સ્વરિત અને ઇલ્યાસ તો તેના આ પરિણામ થી દેવર્ષિ કરતા પણ વધુ ખુશ દેખાઈ રહ્યા હતા.સ્વરિત બોલ્યો,”આજે સાંજે તમને બંને ને આપણા તરફ થી પાર્ટી મળશે,મારા એક અંકલે શહેર ની બહાર એક મસ્ત રેસ્ટોરાં ખોલી છે ત્યાં આજે રાત્રે ડીનર કરવા જઈશું.”સાંજે નક્કી કર્યા મુજબ સ્વરિત બંને ને લઇ ને ડીનર માટે લઇ ગયો,ત્રણેય મિત્રો એ ખુબજ આનંદ કર્યો.
રાત્રે છાત્રાલય ના ફોન પર થી દેવર્ષિ એ પિતાજી ને ફોન કર્યો.એના ઘર ની બાજુ માં રહેતા એક શિક્ષક પશાભાઈ જે ગામ ની પ્રાથમિક શાળા માં પ્રિન્સીપાલ હતા એમના ઘેર લેન્ડ લાઈન ફોન હતો જેથી દેવર્ષિ ને જયારે પરિવાર સાથે વાત કરવી હોય તો એમના ત્યાં ફોન કરતો.
દેવર્ષિ એ પિતાજી ને કહ્યું,”બાપુ હું તમારા આશીર્વાદ થી આખી કોલેજ માં પહેલા નંબરે પાસ થયો છું.”
પિતાજી એ કહ્યું,”વાહ બેટા મને જાણી ને ખુબ આનંદ થયો અમારા આશીર્વાદ હમેશા તારી સાથે છે.પણ બેટા તેં અમરશીકાકા ને ફોન કર્યો? તું અત્યારે તારા જીવન માં જે કઈ પણ મેળવી રહ્યો છું તે બધી અમરશીકાકા ની મહેરબાની છે?.
દેવર્ષિ ના ચહેરા નો રંગ બદલાઈ ગયો અને કહ્યું,”બાપુ તમે જ એમને કહી દેજો મને અહી ફક્ત ઘેર જ ફોન કરવા ની પરમીશન છે.”આટલું કહી દેવર્ષિ એ ફોન મૂકી દીધો.બાબુ ના ભોળા મને તો સ્વીકારી લીધું જે દેવર્ષિ એ કહ્યું એ.પણ અહી દેવર્ષિ ના મન નું એકજ વર્ષ માં સંપૂર્ણ પરિવર્તન થઇ ગયું હતું એ વાત થી એના પિતા બાબુ તદ્દન અજાણ હતા.દેવર્ષિ આખી “દાસ કેપિટલ” ને અને “કાર્લ માર્ક્સ” ને પોતાના જીવન સાથે જોડી ચુક્યો હતો અને સામાન્ય ગામડા ના અબુધ બાળક માં થી એક કોમરેડ બની ગયો હતો,સંપૂર્ણપણે કોમ્યુનીસ્ટ વિચારધારા ને સમર્પિત બની ચુક્યો હતો.કોમ્યુનીસમ ના અનેક સેમીનારમાં એક વક્તા તરીકે હિસ્સો લઇ ચુક્યો હતો.,ખુબ મોટા મોટા કોમ્યુનીસ્ટ લેખકો,દેશ ના અનેક ડાબેરી વિચારસરણી ધરાવતા બૌદ્ધિકો,પત્રકારો,ઉદ્યોગપતિઓ,રાજનેતાઓ સાથે ઘરોબો કેળવી ચુક્યો હતો.કોલેજ તથા સમગ્ર યુનિવર્સીટી માં તે એક વિદ્યાર્થી નેતા તરીકે નામના મેળવી ચુક્યો હતો.આથી તે તેના ગોડફાધર એવા અમરશીભાઈ ને પણ એક સામંતશાહ તરીકે જોવા લાગ્યો હતો તેનું કારણ અમરશીભાઈ નહિ પણ તેમના ભાઈ મહેશ દ્વારા ભૂતકાળ માં તેના પિતા પર થયેલા જુલ્મ જવાબદાર હતા.માર્ક્સવાદ ના ઘેરા વાદળો તેના અસ્તિત્વ પર એવો ડેરો જમાવી ને બેઠા હતા કે,અમરશીભાઈ એ તેના માટે કરેલો પરોપકારના કાર્ય નફરત ની કાળમીંઢ દીવાલ પાછળ ઢંકાઈ ગયા હતા.તે હવે ફક્ત દુનિયા ના દરેક અમીર ને એકજ નજર થી જોવા લાગ્યો હતો.એમાં એના પિતા સમાન અમરશીભાઈ પણ હવે સામેલ હતા.કોલેજ ના બીજા વર્ષ દરમ્યાન તેને પોતાના ગામ જવા નું પણ ઘણું ઓછું કરી નાખ્યું.વર્ષ માં ફક્ત એકજ વાર કાકા ની દીકરી ના લગ્ન હતા એટલે ગયો અને એક જ દિવસ રહી બીજા દિવસે પરીક્ષા નું બહાનું કાઢી શહેર પાછો આવી ગયો.હવે તેને આ શહેર માં ફાવી ગયું હતું.તેના જીવન નિર્વાહ નો ખર્ચ તેને કોમ્યુનીસ્ટ માંધાતા ઓ તરફ થી મળી રહેતો.હવે તો તેની પાસે મોબાઈલ અને બાઈક પણ આવી ગયું હતું.જીવન શૈલી પણ બદલાઈ ગઈ હતી.તેના છાત્રાલય નો રૂમ એક રૂમ ઓછો પણ કોઈ રાજકીય પક્ષ નું કાર્યલય વધારે લાગી રહ્યું હતું.રાજકીય કાર્યકર્તા ઓ ની ચહલ પહલ આખો દિવસ ચાલુ રહેતી.શહેર માં તથા રાજ્ય માં ક્યાંય પણ નાનું મોટું કોઈ પણ ઈલેક્શન હોય ત્યાં કહેવાતી સેક્યુલર પાર્ટીઓ માટે પ્રચાર માટે દેવર્ષિ ની ડીમાંડ વધવા લાગી.તે તેના ખાસ મિત્ર એવા ઇલ્યાસ અને સ્વરિત પણ તેના આ રાજકીય વલણ ના કારણે તેનાથી દુરી બનાવવા લાગ્યા હતા એનો મતલબ એવો નહોતો કે તેઓ ને દેવર્ષિ પ્રત્યે લાગણી નહોતી,પરંતુ તેની આ રાજકીય કારકિર્દી ને કારણે તેને કોઈ નુકસાન ના થાય તેની તેઓ ને ચિંતા સતત સતાવી રહી હતી.દેવર્ષિ એ હજુ કોઈ રાજકીય પક્ષ જોઈન નહોતો કર્યો પરંતુ તેની માર્ક્સવાદી વિચારધારા તેના વ્યક્તવ્યો માં સ્પષ્ટ રીતે છલકાઈ જતી હતી.અને અદભૂત વાક્છટા ને કારણે જે લોકો તેનું વ્યક્તવ્ય સંભાળતા તેઓ મંત્રમુગ્ધ થઇ જતા અને તેના ફેન બની જતા.એના વ્યક્તવ્ય માં તર્કો સાથે સ્પષ્ટતા રહેતી જેથી એના વ્યક્તવ્ય માં એક રાજનેતા ની છબી ઉપસી આવતી.
દેવર્ષિ એ આજે રાજનીતિશાસ્ત્ર માં અનુ સ્નાતક થઇ ગયો,સમગ્ર યુનિવર્સીટી માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો. વર્ષ ક્યારે પુરા થઇ ગયા એની ખબર પણ ના પડી.હજુ પણ ઇલ્યાસ અને સ્વરિત સાથે ની મિત્રતા માં કોઈ આંચ આવી નહોતી.હા,પણ પહેલા જેવી પ્રગાઢ દોસ્તી પણ રહી નહોતી.પણ એમને એક નિયમ બનાવ્યો હતો જે આજે પણ ચાલુ હતો.અઠવાડિયે એક વાર સાથે મળી ને ડીનર કરવાનો.આજે પણ દેવર્ષિ એ ઘણી બધી ઓફર હોવા છતાં મિત્રો સાથે ડીનર પર જવાનું નક્કી કર્યું હતું.સ્વરિત અને ઈલ્યાસે પણ સારા પરિણામ સાથે અનુ સ્નાતક પૂરું કર્યું હતું.
સાંજે નક્કી કર્યા મુજબ ત્રણેય મિત્રો શહેર ના પોશ વિસ્તાર માં આવેલા “ડીનર બેલ” રેસ્ટોરન્ટ માં સ્વરિત ની કાર માં પહોચ્યા.સ્વરીતે પહેલા થી ટેબલ બુક કરાવી રાખ્યું હતું.વેઈટર ને બોલાવી ઓર્ડર આપ્યો.ત્યાં અચાનક એક ગુંડા જેવો લાગતો પડછંદ શકસ દેવર્ષિ ની બાજુ ની ચેર માં આવી ને બેસી ગયો.ઇલ્યાસ અને સ્વરિત ને તો ખબર જ ના પડી શું થઇ રહ્યું છે?.એ આગંતુક દેવર્ષિ ની સામે જોઈ હસ્યો અને તેના કાન માં કઈક બબડ્યો અને ઉભો થઇ બહાર ચાલ્યો ગયો.દેવર્ષિ પરાણે હસી ને બોલ્યો,”દોસ્તો આઈ એમ સો સોરી,મારે એક અરજન્ટ કામ માટે અત્યારે જ જવું પડે એમ છે તો તમે ડીનર કરી લો આપણે એક બે દિવસ માં ફરી શાંતિ થી મળીયે,સોરી અગેઇન.”એમ કહી રેસ્ટોરેન્ટ ની બહાર વીજળીવેગે નીકળી ગયો.ઇલ્યાસ અને સ્વરિત બંને કપાળ પર ચિંતા ની એક સરખી શીકરો દેખાવા લાગી...
ક્રમશ:(વધુ આવતા અંકે)