Shu chhokri hati ae - 3 books and stories free download online pdf in Gujarati

શુ છોકરી હતી એ...? - 3

ધારા હાથમાં રાખડી પકડીને એક પછી એક અમારી સામે જોતી હતી. પેલા પ્રણયની સામે પછી મારી સામે અને અંતે એણે ધેર્ય સામે જોયું.

બધાંની સામે જોયા પછી એ મારી તરફ ફરી અને બોલી,

" હુ સાહિલને રાખડી બાંધીશ. "

હુ અવાચક થય ગયો. પેલા બન્ને તો મારી સામે વિજયી સ્મિત આપતાં હતાં. એમા ધેર્ય બોલ્યો,

" લે સાહિલ હાથ લાંબો કર, ધારા રાખડી બાંધીદે તને. "

દોસ્તો આવા હરામી જ હોય છે વાગ્યા પર મીઠુ ભભરાવે. મે એની સામે કાતર મારી. ત્યાં જ ધારા બોલી,

" સાહિલ હાથ લાંબો કર ને હવે હુ રાખડી બાંધી દવ. "

મારો હાથ એમ જ લાંબો થય ગયો અને ધારા એ મને રાખડી બાંધી દીધી....!! મે એને પૈસા દેવા માટે પોકેટ કાઢ્યુ અને પૈસા કાઢીને ધારાને આપ્યાં. તો એ બોલી,

" સાહિલ આ તુ કમાયેલો છે...? "

મે નકારમાં ડોક હલાવી..તો એ ફરીથી બોલી,

" અત્યારે તુ જ એ રાખ. જ્યારે તુ કમાતો થા ત્યારે મને આપજે. એ સમયે હુ ત્યાર સુધીનાં બધાં જ વ્યાજ સહીત લઇ લઈશ બસ. "

એણે આવુ કહીને મારી પાસેથી પૈસા ન જ લીધાં. સાચે, શુ છોકરી હતી એ...?!!

**

એ દિવસે રાત્રે મને ઉંઘ ન આવી. એ રાત્રે મે બોવ જ મનોમંથન કર્યું. મારુ મગજ કૈક કહેતું હતુ અને મારી અંદરથી પણ કૈક અલગ જ અવાજ આવતો હતો. કૈક અલગ જ દલીલો થતી હતી. મારી અંદરથી અવાજ આવ્યો કે,

સાહિલ તે શા માટે રાખડી બંધાવી કહીશ મને..

- મને ખબર જ ન રહિ..

એમ કેમ ખબર ન રહિ તને...?

- ખબર ન રહિ તો ખબર ન રહિ.

એમ તો કેમ ખબર ન રહે..?

- એણે મને કિધુ એટલે મારો હાથ આપો-આપ લાંબો થય ગયો.

આપો આપ હાથ લાંબો થય ગ્યો...?!!

- હા મને ખબર જ ન રહિ કે મારો હાથ ક્યારે લાંબો થય ગ્યો..!

તો હવે તુ શુ કરીશ...?

- કાઈ નહીં ચાલે છે એમ ચાલ્યા કરશે.

તો શુ તુ કદી એને કહીશ નહીં કે, તને એ પસંદ હતી એમ..?

- હવે કવ કે ન કવ શુ ફેર પડે..?

ફેર તો કાઈ નહીં પડે પણ...

- પણ શુ...?

પણ એને ખબર હોવી જોઈએ કે કોઈ.., તુ એને પસંદ કરે છે એમ..?

- તો તારું એમ કહેવું છે કે, એને મને રાખડી બાંધીને હવે એને હુ એમ કવ કે, હુ એને પસંદ કરુ છું એમ..?

નાં મારુ કહેવું એવું નથી પરંતું એને ખબર તો હોવી જ જોઈએ ને..

- વાંધો નહીં સમય મળે ત્યારે ચોક્કસ એને એકવાર જાણ કરીશ.

પાક્કું ને..?

- હા પાક્કું પણ ક્યારે કહીશ એ નક્કી નહીં હો.

સમય ભલે નક્કી ન હોય. પણ એને ક્હેજે એક વાર જરૂર.

- જરૂરથી એ મારુ પ્રોમિસ છે.

**

બસ આવી રીતે એ દીવસ પસાર થય ગયો. next ડે ક્લાસ પર હજી ધારા તો આવી ન હતી. તો ધેર્ય અને પ્રણય કાઈ બાકી રાખે...?!! હુ હજી તો ક્લાસમાં ગયો જ હતો ત્યાં જ બન્ને મને વીંટળાઈ ગયા.

પ્રણય બોલ્યો,

" અરે જો ભાઈ આવી ગયા. "

ધેર્ય બોલ્યો,

" ભાઈ નહીં, ભાઈ જાન.."

પ્રણય ધેર્યની સામે આશ્ચર્ય ભાવ સાથે બોલ્યો,

" કેમ ભાઈ જાન..?? એ તો આપડા સ્લલુ નું નામ નથી. "

આ સાંભળીને ધેર્ય બોલ્યો,

" અરે પ્રણવયા, આ એની અરે માફ કર, એ આપણી જા...ન... નો ભાઈ એટલે ભાઈજાન થયો ને..?!! "

આવી કોમેંટ કરીને એ બન્ને મારી પર હસવા લાગ્યા. મારી હાલત સાપે છછુંદર ગળ્યા જેવી હતી. હુ એમને ખીજાય નોતો શકતો અને એમની કૉમેન્ટ પર હસી પણ નોતો શકતો.

મે કંટાળીને ખાલી એટલું જ કિધુ કે,

" બસ કરો યાર હવે..."

ધેર્ય બોલ્યો,

" અરે અરે એમ ક્યાંથી બસ કરે...!!"

ત્યાંજ ધારા ક્લાસ પર આવી. એને આવતી જોઇ ને પ્રણય બોલ્યો,

" લ્યો આવી ગઇ સાહિલની બહેન.."

મે એની સામે આંખ કાઢી. ત્યાર પુરતા બન્ને ચુપ થય ગયા પણ મને ન લાગ્યું કે, એ બન્ને વધારે સમય જીભ મોઢામાં રાખી શકે..અને એવું જ થયુ. પ્રેકટીસ કર્તા કર્તા તેં બન્ને ધારાને લઇને કૈકને કૈક ખેલ કર્તા જ રહે.

રજા મે તેં બન્નેને લઇ લીધાં...

" ઈનફ ઇઝ ઇનફ ફ્રેન્ડસ.. કોઈ એકવાતની હદ હોય...હવે તો એકવાર વધું કાઈ હળી કરી છે ને તો યાદ રાખજો..."

ધેર્ય વટમાં બોલ્યો,

" શુ યાદ રાખીએ..? "

પ્રણવે એને પકડ્યો,

" બસ ફ્રેન્ડસ હવે એક છોકરી માટે થઈને તમે બન્ને જગડશો..? "

મે પ્રણવ ને કહ્યુ,

" અહીં વાત એક છોકરીની નથી. મસ્તીની એક હદ હોય. તમે હવે તમારી હદ વટાવો છો એટલે મારે કહેવું પડયું. નહીં તો મને પણ બોલવાનો કાઈ શોખ નથી. "

બસ એ દિવસે અમે આમ જગડિને છુટા પડ્યા.

**

બસ થોડા દિવસ એમ જ બધુ ચાલ્યું અને પછી ધીમે ધીમે બધુ રાગે પડી ગ્યું. અમારી દોસ્તીમાં પડેલી ગાંઠ ઉકલિ ગઇ.

અમારાં સર હમણાંથી ધારા સાથે રોજે રોજ 10 થી 15 મિનીટ ચર્ચા કર્તા. અમારાં માટે આ નવું ન હતુ કારણ કે, સર અમને બધાંને પર્સનલી આવી રીતે 10 થી 15 મિનીટ સમજાવતા. અમારી લોકોની ભુલ કહેતાં. અમારી ટેક્નિકમાં સુધારા વધારા કહેતાં.

અમને નવાઈ એટલે લાગી કે, અમને બધાંને અઠવાડિયા માં બે કે ત્રણ વાર જ અમારું ધ્યાન દોરતા એને બદલે ધારા સાથે રોજે રોજ ચર્ચા કર્તા એ અમારાં માટે નવું હતુ.

અમે આ વિશે ધારાને પુછ્યું તો એ એમ જ કહે કે,

" સર મને બધુ ટુર્નામેન્ટનું જ કહેતાં હોય. એ સિવાય અમુક મુવ્સનો ઉપયોગ કેવી રીતે કરાયએ વિશે માહીતી આપતાં હોય છે. "

બસ અમે એને કાઈ વધું ન પુછ્યું. હવે મારુ સ્કૂલનું ટર્મ પુરુ થવા આવ્યુ હતુ. સ્કૂલમાં exam ચાલુ થતી હતી. અને મારે આવતાં વર્ષે 10th નું બોર્ડ હતુ આથી મે ક્લાસ પર જવાનું બંધ કરવાનું નક્કી નકર્યું.

જતા પહેલા મે સર અને ધારાને એ વિશે વાત કરવાનું નક્કી કર્યું. મે ક્લાસમા સર સાથે આ વિશે વાત કરી. સરે મને એટલું જ કહ્યુ કે,

" સાહિલ ક્લાસ પર આવતો રહેજે. આ ક્લાસ તમારો જ છે. અને કોઈ ટુર્નામેન્ટ હસે તો તને જાણ કરીશ. ફ્રી હોય તો આવજે. "

મે કહ્યુ,

" વાંધો નહીં સર, અહીં હોઈશ તો જરુરથી આવીશ. "

સરે પુછ્યું,

" કેમ અહીં નથી રહેવાનો..? "

મે જવાબ આપ્યો,

" સર હજી નક્કી નથી કર્યું કાઈ. "

સરે કહ્યુ,

" વાંધો નહીં, જો તુ અહીં જ રહેવાનો હોય તો આવતો રહેજે. "

મે કહ્યુ,

" પાક્કું સર. "

રજામાં અમે ઉભા હતાં ત્યાં જ ધારા આવી. મે એને પણ કહ્યુ,

" આજે ક્લાસ પર છેલ્લો દીવસ. "

તો એણે પુછ્યું,

" કેમ ક્યાંય જા છો તુ.. ? "

મે કહ્યુ,

" exam છે એટલે. "

તો એ બોલી,

" ઓહ...તો exam પછી તો તુ આવીશ ને..? "

મે નાં પડતાં કહ્યુ કે,

" કાઈ નક્કી નહીં. કદાચ તરત જ 10th સ્ટાટ થઈ જશે તો નહીં આવુ. "

એ ઉદાસ થતા બોલી,

" લ્યો.. "

મે કહ્યુ,

" આમ ઉદાસ ન થા કોઈવાર સ્કૂલે રજા હસે ત્યારે ક્લાસ પર આવતો રહીશને. "

તો ધારા બોલી,

" તો વાંધો નહીં. એ સિવાય પણ ફ્રી હોય તો કોઈ વાર ઘરે આવતો રહેજે. "

મે કહ્યુ,

" ચોક્કસ. "

અને અમે બધાં તેં દિવસે બોવ બધી વાતો કરીને છુટા પડ્યા.

**

આમ, મારો જુડો ક્લાસ એ દીવસથી છૂટી ગ્યો. મને હજી પણ એવું જ લાગે છે કે, એ હજી કાલની જ વાત હોય. સાચે હજી હુ ધારા વિશે વિચારું તો એક જ વાક્ય યાદ આવે છે, શુ છોકરી હતી એ..?!!

(ક્રમશ**)

****************************************************

હવે આગળ શુ થશે... સાહિલનો જુડો ક્લાસ અને ધારા નો સાથ છૂટી જશે..? શુ સાહિલ પોતાના મનની વાત ધારાને કોઈ દીવસ કહી શકસે કે નહીં..? આ બધાં સવાલોનાં જવાબ તમને આવતાં ભાગમા મળી જશે..

માફ કરજો મિત્રો અમુક પર્સનલ કારણો સર આ ભાગ ખુબ મોડો પ્રકાશિત કર્યો છે. પણ આની પછીનો ભાગ ખૂબ જ ઝડપથી તમને મળી જશે. તમને આ સ્ટોરી કેવી લાગે છે એ મને જરુરથી જણાવજો. મને આપના પ્રતિભાવો વાંચવા ગમશે.