Ek vaat kahu dosti ni - 7 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તી ની - 7

આગળ ના ભાગ મા જોયું કે બધા ટ્રેકિંગ માટે જાય છે અને મંતવ્ય અને મનુષ્કા નીચે જ રહે છે.હવે આગળ....

પહાડો પર ટ્રુથ એન્ડ ડેર ની રમત શરૂ થાય છે. બધા ને ખુબ મઝા આવે છે. વિચિત્ર સવાલો ના જવાબ સાંભળવાની મઝા અલગ જ છે.
આ તરફ મનુષ્કા ને મંતવ્ય પણ તકરારો પછી શાંત થઈ જાય છે.

દોસ્તી તો થય ગય હતી પણ બીજા અનેક સંબંધ બંધાય ગયા હતા.

વિચાર મા ને વિચાર મા મંતવ્ય ને કંઈક યાદ આવ્યું જે એનિ વિરાટ સાથે ની દોસ્તી પણ નિભાવી શકશે અને મનુષ્કા ને બચાવી પણ. ખતરનાક પ્લાન એના મન મા ઘડાય ગયો એ સાથે રાક્ષસી હાસ્ય એના ચેહરા પર ઝળકી ગયું.
મનુષ્કા એ પુછ્યું "આ વાત મા શેનું હસવાનું આવે તને હે? "

એ પહેલા તો બધા પહાડ પરથી થી નીચે આવી ગયા. એટલે વાત ત્યાં જ અધુરી રહી ગઈ.

મંતવ્ય ના હાવભાવ આદિત્ય અને રીશી થી છીપા ના રહ્યા. એમ પણ બધા ટેન્ટ તરફ જતા હતા. બેવે મંતવ્ય પર સવાલો થી હુમલો કરી દિધો. જવાબ મા મંતવ્ય એ યશ સામે જોયું ને યશ ને ખબર પડી ગઈ કે દાળ ના કંઈક તો કાળું છે. મંતવ્ય એ ત્રણેય ને એનો પ્લાન કિધો. રીશી સમજ્યો પણ આદિત્ય ને યશ નય.
એમ્ને પણ ઇતિ થી અંત સુધી કહ્યું.સમાન્ય છે કેમ કે આ ચાર વચ્ચે ક્યારેય કોઇ રાઝ ની વાત નથી હોતી. હવે એમ સનમ પણ હીસ્સો બનવા જ્ય રહયો હતો.

આ તરફ છોકરીયો તો સપના મા ખોવાય હતી. એકલી નય પણ પોત પોતાના રાજકુમાર સાથે!!


મનુષ્કા : પિહુ આ મંતવ્ય દેખાય છે એવો લાગતો નથી. આ કુવા ના પાણી દરિયા થી વધારે ઊંડા લાગે છે. આ 21 મી સદી મા કોઇ છોકરો જયારે કોઇ છોકરી ને હવસ ના પુજારીઓ થી ના બચાવે ને જે બચાવે એને દુર રેહવાની ધમકી આપે. અજીબ નથી લાગતુ.


પિહુ : મને પણ એવુ જ લાગે છે. અને ....


ત્યાંજ દિવાનિ બોલી, " મે મંતવ્ય ને મુંબઈ મા ઘણી વાર જોયો છે. એને નથી ખબર પણ .મુંબઈ મા મારી મમ્મીનું એક NGO ચાલે છે. જેમા હું કોઇવાર જવ છું. પ્રોફેશનથી કોમ્પ્યુટર પર ભણું છું. એટલે કેમેરા જોતી હોવ ત્યારે આને જોયેલો કોઇ નાની છોકરી ને મળવા આવે છે. જેનું નામ મિશા છે.


સુહની : તું સાચું કે છે હોકે તુફાન.સોરી મનુષ્કા.
રૂહાનિ : તો હવે આ ચર્ચા મુકી જેટલા દિવસ બાકી છે એને માણીએ.


મનુષ્કા : પિહુ , મારે ઘરે જવુ છે. મા ને વિરાટ ભાઈ ની બહુ યાદ આવે છે. સો સોરી . પણ અંદર થી કંઈક ખરાબ થવાનુ હોય એવું ફીલ થાય છે.
પિહુ : તારી ફીલિંગ માર માટે બવ જરુરી. બલ્કે સૌથી. ચલ આપડે બેવ જઈએ. કોઇ ને કહીશ ના , સાંજે બોર્ન ફાયર પછી નિકળી જઈશું. વિરાટ ભૈયા ફ્લાઈટ બૂક કરાવી દેશે.


રુહાનિ : એવુ ના ચાલે યારર . 5 દિવસ માટે એવું નય કરો.
દિવાનિ : હા , સાચી વાત છે.
પિહુ : જોવો આપડે ફ્રેન્ડ બન્યા ત્યારથી તમને બધુ ખબર છે.
અને મનુષ્કા ને આવું થય એટલે મોટી વાત જ હોય.
મનુષ્કા : ડોન્ટ બી સેડ. દોસ્તી દોસ્તી છે.ક્યારેય નહિ તુટવા દઈએ .

ફાઈનલી બધા રાત ના પ્રોગ્રામની તૈયારી કરવા લાગ્યા.રાત ની મઝા જ કંઈ ઓર હોય છે. જાણે એક શાંત પહાડો વચ્ચે, શાંત પાણી ના સાંનિધ્ય મા, શાંતભરી રાત ખુદ શાંત થય ગય ખુદ થી અજનબી .

" સફર અમારી માત્ર સરુ થય છે,
આકરા પડવો વચ્ચે ગુમનામ થય છે,
સાથ કાયમનો જરુરી છે પોહ્ચવા મંઝિલ,
દોસ્તી ને આગળ રાખી કે ઈચ્છા પુરી થય છે. "

રાત ની મેહ્ફીલ બરાબર જામી હતી. બધા એ વારાફરતી ડાન્સ કર્યો, સિવાય મનુષ્કા ને મંતવ્ય. રોમાન્સ નું વાતાવરણ ફેલાવા લાગ્યું કે મનુષ્કા ઉભી થઇ ને તસ્મોરિરિ સરોવર તરફ ગતિ રહી.

કુદરત ને નિહાળતા બેઠી જ હતી કે અવાજ સંભળાયો.
" કેમ મારી જોડે ડાન્સ કરવા મા શરમ આવી? " મંતવ્ય.
" જરાય નય . એમ પણ હુ દોસ્તી મા માનુ છું પ્રેમ-બ્રેમ મા નય."
" સેમ, હું પણ નથી માનતો. "
" જીવન ની અસલી વાસ્તવિકતા બવ અલગ છે. "
" હુ તો આ બધુ અનુભવ થી કવ છું. પણ તુ કેમની ? "
" કેમ ભગવાને અનુભવો ખાલી તારા માટે બનાવ્યા છે? "


મંતવ્ય ને હસવું આવી ગયું. (મન મા ) કેટલી અજીબ છોકરી છે આ, એનિ આંખો ની સચ્ચાઇ મને એના તરફ ખેંચે છે. દુનિયા આખી ફર્યો છું હું નાની ઉંમરે, કેટલીય છોકરીયો જોય છે પણ આ બધા થી અલગ કેમ લાગે છે ?


મનુષ્કા ( મન મા ) ક્યારેય કોઇ છોકરા જોડે સીધી વાત નથી કરતી હુ સિવાય પિહુ ના આદિત્ય જોડે. અત્યારે એવું થાય છે જણે વર્ષો થી હદય મા ભરી રાખેલા દર્દ આની સામે મુકી દવ.બસ ઉભરો ઠાલવી દવ!!
બેવ એકબીજા સાથે વાતો મા મશગુલ થય ગયા.

આ તરફ બધા એકબીજા મા ખોવાય ગયા હતા.ત્યાં સનમ બોલ્યો," હુ તો ફિલ્મ મેકર બનવનો છુ એટલે પેહલિ ફિલ્મ આપડી દોસ્તી પર હશે. " ને બધા ને અજીબ વાત કરવાની તક મળી ગય.

રાત ની નજાકત પતે અને સવાર ની સરુ થય ઍ પેહલા મનુષ્કા ને પિહુ ફ્લાઈટ મા બેસી ગયા હતા.
મનુષ્કા : તે આદિ ને કહ્યું ?
પિહુ : હા , એને કીધું બધુ સરુ થસે. ને જવાનું મન બનાવી લિધું છે તો જાવ. ખાસા દિવસ થય ગયા છે.
મનુષ્કા એ હંકરો ભણ્યો.

વારાફરતી બધા જવા લાગ્યા. એક - બે દોસ્ત ની પણ કમી મેહ્સુસ થવા લાગી હતી.
સનમ વિધાનગર શિફ્ટ થવાનો હતો.
દિવાનિ પણ એના કોઇ રીલટિવ ના ઘરે રેહ્વવા આવનિ હતી.

આખરે બધા એ જ જગ્યા એ ભેગા થવા ના હતા.....
વિદ્યાનગર.....

મંતવ્ય નો ખતરનાક પ્લાન શુ હતો?
મનુષ્કા એની વાતો ને એના ડર નો અંજામ શુ હશે?
આ બધા ની દોસ્તી કેવા વળાંક લેશે????

next part coming soon.................