Mari vyatha books and stories free download online pdf in Gujarati

મારી વ્યથા

કેમ છો મિત્રો,

મારી આગળ ની સ્ટોરી ને તમે સારો એવો આવકાર આપ્યો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.

મારી જાન,

હા, દરેક માતા - પિતા માટે પોતાના સંતાનો તેમના જીવ થી પણ વ્હાલા હોય છે. પછી એ નાના બાળક હોય, યુવાન હોય, કે પછી વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ માતા - પિતા માટે તેમના બાળકો તેમનો જીવ હોય છે.

પણ જ્યારે આ બાળકો મોટા થઈ જાય છે ને ત્યારે તેમને તેમના જ માતા - પિતા ના વિચારો , તેમની સલાહ, તેમનું ટોકવું, તેમનું લાડ કરવું, તેમનું ચિંતા કરવું આ બધું અજીબ લાગે છે.

ત્યારે પણ એ માતા - પિતા તમારી ચિંતા, જરુરત અને આદતો ને સમજે છે. અને ત્યારે પણ તેઓ ના ચહેરા ઉપર સ્મિત રેલાતું હોય છે.

આજે હું વાત કરીશ એક વૃદ્ધ પિતા ની અને તેમની દીકરી ની. જેમણે પોતાની એક ની એક દીકરી એમની જાન, એમનો લાડકો દીકરો જે ગણો તે. તેના લગ્ન કરાવ્યા પણ પછી તેઓ ને એ દિકરી એ વૃદ્ધાશ્રમ મૂકવા પડ્યા.

હવે સવાલ થશે કે કેમ તે દિકરી ને પોતાના જ પિતા ને વૃદ્ધશ્રમ માં મુકવા પડ્યા?

અહીંયા વાત છે, અમદાવાદ ના એક વિસ્તાર માં આવેલા વૃદ્ધાશ્રમ ની.

હું ત્રણ થી ચાર વાર આ વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ ચૂકી છું. સૌથી પહેલા તો ત્યારે જ્યારે અમને અમારી કોલેજ તરફ થી આ વૃદ્ધાશ્રમ ની મુલાકાત માટે મોકલ્યા હતા.

આ વૃદ્ધાશ્રમ માં અંદર પ્રવેશતા એક મોટો વિશાળ દરવાજો છે જેની બંને બાજુ સરસ મજા નુ ગાર્ડન હતું. ત્યાં અલગ - અલગ પ્રકાર ના વૃક્ષો અને છોડવા ઓ વાવવામાં આવ્યા હતા. જેમાં સરસ સુગંધિત ફૂલો ની સુગંધ વાતાવરણ મા પ્રસરી રહી હતી. ત્યાં થી થોડે આગળ જતાં ડાબી બાજુ એ નાનો એવો સરસ ફુવારો બનાવવા માં આવ્યો હતો. ગાર્ડન ની જમણી બાજુ એક સરસ આરસ ના પથ્થરો થી બનાવેલ રાધા - કૃષ્ણ નુ મંદિર હતું. તે મંદિર ની આજુ બાજુ માં એક ઓટલો બનાવેલો હતો. ત્યાંથી થોડી જ આગળ જતાં ગાર્ડન મા નવ થી દસ જેવા હીંચકા મૂકેલા હતા. જ્યાં ગાર્ડન પૂર્ણ થતું હતું ત્યાં થી સીડી ઓ હતી જે સીધી જ વૃદ્ધાશ્રમ ના મુખ્ય દરવાજા ને જોડતી હતી. ત્યાંથી અંદર જતા જમણી બાજુ થી લઇ ને ડાબી બાજુ સુધી લગભગ એક સરખા જ રહેવાની સગવડ સાથે ઓરડા બનાવેલા હતા. ત્યાં થી સીધા આગળ જતાં સામે સીડી ઓ બનાવેલી હતી જે ઉપર ના ઓરડાઓ સુધી જતી હતી. બહુ જ સરસ અને ઉત્મ સગવડો સાથે બનાવેલું આ વૃદ્ધાશ્રમ જ્યાં સવાર - સાંજ આરતી, ભજન થતા હતા. જમવાનું પણ ટાઈમ ની સાથે બની જતું હતું. સવારે અને સાંજનો ચા અને નાસ્તો પણ ટાઈમ ની સાથે બની જતો હતો.

આ મુલાકાત માં અમે ગણા બધા સાથે વાત કરી તો એમાં એક વૃદ્ધ સામે ગાર્ડન મા હીંચકા ઉપર બેઠા બેઠા કાઈ વિચારી રહ્યા હતા અને સાથે સાથે ખુશ પણ થઈ રહ્યા હતા. એટલે મેં તેમની સાથે વાત કરી. અને તેમને પૂછ્યું કે અહીંયા બીજા બધા માતા - પિતા છે જે તેમની વાતો કહી ને તેમનું હૈયું હળવું કરે છે. તો તમે અહીંયા બેસી ને કાઈ વિચારી ને ખુશ થઈ રહ્યા છો કેમ?

ત્યારે તે પિતા એ તેમની અહીંયા આવવાની વાત કહી.

હું અહીંયા છેલ્લા ૩ વર્ષ થી રહું છું. મને અહીંયા મારી દીકરી મૂકી ને ગઈ છે. અને જો હું અહીંયા દુઃખી થઈશ તો તે પણ દુઃખી થશે. ત્યારે મને જરા આશ્ચર્ય થયું. ત્યારે મેં પૂછ્યું તમારી દિકરી? ત્યારે તેમણે કહ્યું હા મારી દીકરી.

શું હશે એ વ્યથા?

જાણવા માટે મળીએ આગળ ના ભાગ માં.

જય શ્રીકૃષ્ણ

Thank you so much