Yuddhsangram - 2 books and stories free download online pdf in Gujarati

યુદ્ધસંગ્રામ - ૨

કાર્તિક પોતાની કેબિનમાં જઈને જોરથી ફાઈલને ફેંકે છે.

"સાલો બચી ગયો આજે જો ત્યાં તે આવ્યો નહોત તો ....પણ હવે નહીં બચી શકે "

કોન્સ્ટેબલ ભોંસલે કેબીન આવે છે અને કહે છે " સર એક જબરદસ્ત માહિતી મળી છે દાદર કેસ વિશેની"

કાર્તિકની આંખોમાં ચમક આવે છે "બોલ જલ્દી શુ માહિતી મળી છે ? "

"સર દાદર બૉમ્બ બ્લાસ્ટ થયો તેના દોઢ કલાક પહેલા મુંબઇ એરપોર્ટ પરથી સલીમ છુરી અને ઇકબાલ શર્મા ( શર્મા અટક કેમ છે તે હાલ પૂરતું સસ્પેંસ છે) દુબઇ જવા માટે નીકળ્યા હતા."

"હમ્મ.. તેઓ અત્યારે ક્યાં દેશમાં છે અને તેમના ફોન નંબરની એક્ઝેટ લોકેશન મને હમણાં જ જોઈએ. "

સર,થોડું મુશ્કેલ છે પણ હું બે કલાકમાં તેમની તમામ માહિતી મોકલી આપીશ.

"ઠીક છે હવે તું જા અને મારા માટે એક સમોસાની પ્લેટનો ઓર્ડર આપતો આવજે "

"ઓકે સર,જય હિન્દ"

ભોંસલેના ગયા પછી કાર્તિક આંખો બંધ કરીને કેસની તમામ માહિતીનું રિવાઇન્ડ કરે છે.

"યસ યસ મળી ગયું " આશરે ૧૫ મિનિટ પછી કાર્તિક ખુશ થઈને બોલે છે.તે તરત જ એક ફોન લગાવે છે અને સામેવાળાને કેટલીક સૂચના આપે છે અને ફોન મૂકીને રહસ્યમય સ્મિત કરે છે."હવે તને મારાથી કોણ બચાવશે?"

દુબઇ દેશ એક વિકસિત અને આધુનિક રિવાજોથી ગૂંથાયેલું આરબ રાષ્ટ્ર.અંડરવર્લ્ડ માટે સ્વર્ગની ગરજ સારે અને ગુનેગારોની દુનિયાનો આ ખજાનો છે.પણ આ દુબઇ દેશ ટુંક સમયમાં જ હલબલી મચી જવાની હતી.જેના વિશે આ લોકોને અંદાજો પણ નોહતો જેની શરૂઆત થઈ ચૂકી હતી.

સમય રાતના ૯ વાગ્યાનો...

"હેલ્લો સલીમ ભાઈ , વાલેકુલ સલામ ,મેં કાસીમ બોલ રહા હું .

" હા બોલ ક્યાં ખબર હે હિન્દુસ્તાન સે ?

"સર અભી અભી મુજે ખબર મિલી હે કી કિસી ઇન્સ્પેક્ટર ને વૉ દાદર વાલા કેસ ફિર સે શરૂ કિયા હૈ ઔર ઉસસે જુડે સભી લોકો કે બારેમેં ઇનફોર્મશન નિકાલ રહા હૈ "હાંફતા હાંફતા કાસીમ બોલ્યો.

"કૂલ કાસીમ,કુછ નહીં હોગા મેંને કમિશ્નર સે બાત કર લી હૈ વૉ સબકુછ સંભાલ લેગા. તું ટેન્શન મત લે."

"ઠીક હૈ ભાઈ અગર આપને કુછ કિયા હોગા તો અચ્છા હોગા .ઔર ભાઈ કુછ નયા કામ?"

"નહીં અભી મેં લંડન જા રહા હું એક મિટિંગ મેં વહાં સે આને કે બાદ બતાતા હું "

"ઠીક હૈ ભાઈ ખુદા હાફિઝ "

"ખુદા હાફિઝ " .ફોન મુકીને સલીમ ડિનર લઈને સુઈ જાય છે.પણ તેને ખબર નથી તે કોની સામે વૉર શરૂ કરી છે કે જે તેની જિંદગીના ભોગે પુરી થવાની છે?

"રાજુ જલ્દીથી અહીં આવ"જોરથી બરાડો પાડતા બોલ્યો. રાજુ દોડતો દોડતો આવે છે

"જી બોસ" રાજુ ડરતા ડરતા બોલ્યો.

"હમણાં દુબઇથી ફોન આવ્યો હતો.કમિશ્નર સાથે વાત થઈ ગઈ છે પણ કમિશ્નર ખૂબ ચાલાક છે તે ગમે તેમ કરીને દુબઇમાં પોતાનું માન વધારવા માંગે છે.એટલે જ તેને સામેથી ઑફર કરી હશે કે આ કેસ ફરીથી શરૂ કરીને પોતે કિંગનો માનીતો બની જાય "

"પણ બોસ જો સલીમ ભાઈ પકડાય જાય તો દુબઇ અને ઇન્ડિયા વચ્ચેનો વહીવટ કોણ કરશે? આમાં તો કિંગને જ નુકસાન થાય .

"રાજુ તને નથી ખબર પણ આ ખૂબ મોટી ગેમ રમાયેલી હતી જેના લીધે હું અહીંયા અને સલીમ ત્યાં છે.કારણ કિંગ કોઈનો હતો નહીં અને કિંગ કોઈનો થવાનો નથી.કઇ નઈ જે થવાનું હશે તે ભવિષ્યમાં જોયું જવાશે તું અત્યારે જા"

રાજુ પોતાના બોસને ફિલસુફી જેવી વાતો અને તેમના ભૂતકાળના વિશે વિચારતો વિચારતો ચાલ્યો જાય છે.

બોસ પોતાના ભૂતકાળમાં સરી પડે છે.


**********************************************

કાર્તિકે કોને ફોન કર્યો હતો ?
દાદર બૉમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કોણ છે ? જાણવા માટે જોતા રહો યુદ્ધસંગ્રામ .

જેટલા લોકોએ પેહલા ભાગને સારું રેટિંગ તેમજ સારો પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર . હું હજુ પણ વધુ સારું લખવાની પ્રયત્ન કરીશ. તો ફરીથી મળીયે ત્રીજા ભાગમાં

જય હિન્દ જય ભારત.