Manvini jivan gatha - 1 books and stories free download online pdf in Gujarati

માનવીની જીવન ગાથા - 1

વિજય તું અને તારી બહેન વિજય અને એની મોટી બેન એક દિવસ એના પાપા સાથે ખેતર માં ગયા ખેતર ખેડવા માટે તો વિજય ના પાપા બોલ્યા કે, 'બેટા અહી બેસો હું ખેતર ખેડીને આવું.' તો વિજય કહે, 'સારું પપ્પા.' વિજય ના પપ્પા ખેતર ખેડતા હોય છે, લહેરાતાં ઠંડા પવનના અને સુંદર મધુર પક્ષીઓના અવાજ સાથે વિજય અને એની બહેન આરામ કરતાં હતા એવા માં જ સાપ આવતો હોય છે કાળો ભમર... અને ખૂબ જ મોટો આ સાપ વિજયની બહેન પાસે જાય છે અને જેવો સાપ વિજય ની બહેન પાસે જાય એ પહેલા વિજય ઉઠી જાય છે અને સાપ ને જોઈ લે છે તો વિજય તરત ઊભો થાય છે અને સાપ ને હાથમાં પકડી ને ફેકી દે છે પણ વિજય ને સાપ કરડી જાય છે. વિજય ને ઝેર ચડે છે અને વિજય ત્યાં ને ત્યાં જ બે ભાન થઈ જાય છે. થોડી વાર પછી વિજય ની બેન ઊઠે છે અને વિજય ને નીચે બેભાન જોઈ ને એના બાપુ ને બૂમો પડે છે કે, " બાપુ...બાપુ નાનાભાઇ ને કઈક થયું છે. " વિજય ના પાપા તરત જ દોડતા આવીને પગ માંથી ઝેર કાઢે છે અને વિજય ને બચાવે છે....

આતો મામૂલી ઝેર હતું વિજય માટે કેમ ખબર છે તો ચાલો હવે તમને આખી વાત કહું.....

જિંદગીમાં બધાને દુખ પડે છે કોઈ ને ફેમિલી તો કોઈ ને ધંધામાં પણ આ કઈક એવું દુખ છે દુનિયા માં ઘણા ઓછા લોકોને મળતું હોય છે આ ભાઈ ની જિંદગી ની પેલા થી છેલ્લા સુધી ની વાત વિજયનો જન્મ થતાં જ તેને એના મામા એ ખોળે લઈ લીધો હતો આમ તો કહેવાય છે કે મામા ક્યારે બેન નો છોકરો કે છોકરી ખોળે નથી લેતા પણ આ વિજય ના મામા ને ખાલી 2 છોકરી જ હતી એમને એક પણ છોકરો નતો.....વિજયને એના મમ્મી પાપા રાખે એનાથી બે ઘણું એના મામા રાખતા હતા ક્યારે કોઈ વસ્તુની એને ખોટ નતી પડવા દીધી પણ જિંદગીમાં કઈક એવી વસ્તુ થઈ જ જાય છે કે જેનાથી આપની જિંદગી બદનામ થઈ જતી હોય છે એમજ વિજયની જિંદગીમાં પણ કઈક આવું થયું હતું.....વિજય ની ઉમર 18 ની થાય છે અને તેના પિતા એની માટે સગપણ લઈને આવે છે વિજયના મામા સગપણ સ્વીકારી લે છે પણ પેલના જમાનામાં કઈક એવું હતું કે જે પાપા સ્વીકારે તેનાથી જ સગાઈ કરવાની પણ વિજયને આ બધી ખબર નતી કે તેનું સગપણ નકી કરવામાં આવી ગયું છે… વિજય એક દિવસ તેના મામા સાથે તેમની સમાજની મિટિંગ માં જાય છે અને ત્યાં વિજયને ખબર પડે છે કે તેની સગાઈ કરવામાં આવી છે. વિજય ને એક દમ ધકો લાગે છે કે આવડા મોટી વાત મામા એ એક દમ એમની રીતે ડિસ્કસ કરી લીધી અને મારા ફેમિલી વાળા કોઈ એ કહું પણ નહીં તો એવા માં એનો મિત્ર આવે છે અને કહે છે કે શું કરે છે ભાઈ મજામાં ? વિજય એના વિચારોમાં હતો એને તેના ફ્રેન્ડ એ કહું એ સાંભળું નતું પછી ફરી તેનો ફ્રેન્ડ કહે છે વિજય ક્યાં ગુમ થઈ ગયો તું ??

તો પછી વિજય તેની બધી વાત તેના મિત્રને શેર કરે છે અને તેનો મિત્ર કહે છે કે ટેંસન નહીં લે એ અહી આવની છે એવી મને ખબર મળી છે... પછી વિજય વિચારે છે કે ચલ જોઈ તો લવુ કે કેવી લાગે છે પછી વિજય અને તેનો મિત્ર બને ભેગા મળી વિજયની જેની સાથે સગાઈ થઈ છે તેને શોધે છે. વિજય ને જે પણ છોકરી સામે આવતી દેખાય એટલે એ કહેતો કે આજ હશે . પણ આવતી હોય વિજય સામે પણ એના નજીક આવતા જ વળાંક વાળી દે છે એવાકમાં જ વિજયની સાળી આવે છે તેના પાછે અને કહે છે અરે વિજય કુમાર ચાલો હું તમને પાયલ થી મિલન કારાવું પણ વિજય પાછો ટેંસન માં ચડી જાય કે આ કોણ છે ?

અને મને કઈ રીતે જાણે છે વિજય તે છોકરીને પૂછે છે કે બેન તમે કોણ છો? અને મને ક્યાં લઈ જાઓ છો તો એ છોકરી કહે છે કે થોડો ટાઈમ લો હમણાં જ બધી ખબર પડી જશે તો વિજય અને એનો મિત્ર તે છોકરી પાછે જાય છે અને વિજય અને તેનો મિત્ર અને તે છોકરી આ ત્રણે જણા તે છોકરી પાછે જાય છે જેની સાથે વિજયની સગાઈ થવાની હતી બધા મળે છે અને કોઈ સારી જગ્યા શોધી બધા બેશે છે અને હવે બધા બેઠા હતા એવાક માં વિજયની સાળી બોલે છે કે તમે બધા વાતો કરો હું કઈક લઈને આવું તો વિજય કહે છે કે તમે રૂકો હું અને મારો મિત્ર લઈને આવીએ કેમ કે પેલી વાર છોકરી જોવા ગયા તો થોડી એમને કઈ લેવા દેવાય એટલે વિજય તેના મિત્રને 50 રૂપિયા આપે છે કેમ કે વિજય પાછે ખાલી 50 રૂપિયા પડ્યા હતા પણ પેલાના જમાનામાં 50 એટલે 500 બરાબર હતા. તો વિજય એ તેના ફ્રેન્ડ ને દુકાન પર મૂક્યો અને પૈસા આપી અને 7 બોટલ માંગવી ઠંડાનીતેનો મિત્ર ઠંડુ લઈને આવે એ પેલા વિજયના મગજ માં હજારો સવાલો પેદા થાય છે કે તેને પેલા જ નજરમાં પસંદ નથી આવતી પણ એ પણ શું કરે? પોતાના પિતાના ગુસ્સાના કારણે એને પણ ઝેર નો ઘૂંટડો પીવો જ પડ્યો......વિજય નો મૂડ સાવ ઊડી ગયેલું અને વિજય પોતાના ઘર આવે છે અને તેના મમ્મીને આ બધી વાત કહે છે એ મમ્મી મને આ છોકરી નથી ગમતી ત્યારે તેની મમ્મી કહે છે કે તારા પાપા ને કે હું કઈ ના કહી શકું આમાં વિજય ગભરાય જાય છે કે હવે શું કરું રાત દિવસ બસ રડતો જ રહો એ કેમ કે એને મજબૂરી હતી કે ક્યાયક એના પાપા ને આ વાત શેર કરશે તોઅને એમને કઈ થયું તો શું કરી મારી ફેમિલી શું કરશે ? બસ તેના દર થી તે કઈ કહી ના શકો અને 2 મહિના પછી તેના લગન થઈ ગયા પછી એ રોજે રાત ના રડતો કેમ કે એનું આવનારું પાર્ટનર પણ એની સાથે રાખી રીતે નતું રહેતું પણ વિજય એટલો સારો હતો કે એની વાઈફ વિષે કઈ પણ સહન ના કરી શકતો અને એની વાઈફ સામે સરખી રીતે વાતો કરતો અને સરખી રીતે રહેતો પણ એની વાઈફ બહુ જ ખરાબ હતી કે જે વિજય ને સમજી ના શક્તિ અને બસ એને તો એક જ હતું કે મારે ગામડે નથી રહેવું મારે સિટી માં રહેવા જવું છે. પણ વિજય કહેતો કે મારી માં બાપ ને એકલા મૂકી હું કઈ રીતે આવું બાર ગામ રહેવા..

તો એની વાઈફ બારે જવા માટે નવો રસ્તો અપનાવો અને ડિરેક્ટ વિજયની મમ્મી ને હેરાન કરવા લાગી રોજે જગડો એ આવું બધુ કરતી વિજય કંટાળી જતો રોજે ઓફિસ થી આવીને એને ઓફિસ માં પણ ના ગમતું અને એ રોજે ઓફિસમાં રડતો એક પણ દિવસ ખાલી ના જતો આમ થોડા દિવસ ચાલ્યા કરે છે વિજય પછી સિટી માં રહેવા જાય છે અને થોડા દિવસ પછી એના પાપા નું મૃત્યુ થાય છે અને વિજય કઈ રીતે આગળ પોતાનું ગુજરાન ચલાવે એ બીજા ભાગ માં જાણીશું



આભાર