why break up happened - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કેમ તૂટ્યો... - ૨

આગળ આપણે જોયું કે કિશન રીયા સાથે ખૂબ જ પ્રેમથી જોડાયેલો હતો અને અચાનક જ રીયાએ કિશન સાથે બ્રેક-અપ કરી દીધું પછી કિશન આ બ્રેક-અપ કેમ થયું એ જાણવા એ કારણની શોધમાં હતો, ખૂબ જ પ્રયાસ કરતો હતો છતાં સાચુ કારણ એ જાણી શકતો નથી પછી.....

પછી કિશન તરત જ નોકરી કરવા માંડે છે અને રીયા તો આગળ ભણવાનું પણ ચાલુ રાખે છે. કિશન તો એ સમયે પણ રીયાને ફોન કરે રાખતો હતો પણ રીયા ફોન રીસીવ જ નહોતી કરતી. થોડાચાલ્યુંએકવારીયાનનને કિશન ફોન કરતો રહેતો હતો એટલે રીયાએ રીસીવકર્તોયયો પણ એ સમયે કિશન કંઈજ બોલી ના શક્યો પણ ઘણા સમય પછી એનો અવાજ સાંભળ્યો એટલે કંઈક અજીબ પ્રકારની ખુશી છવાઈ ગઈ થોડા દિવસ એના વિચારોમાં ફર્યા કર્યુ પછી પાછો એમ જ કિશન ફોન કરે જાય ને રીયા ફોન કાપે જાય એક દિવસ એવો પણ ફરી આવ્યો જેમાં રીયાએ કિશનનો ફોન ફરી રીસીવ કર્યો અને કિશનને કારણ જાણવું હતું તો એ પૂછવા માંડ્યો "રીયા તે મારી સાથે આમ કેમ કર્યું આટલો સમય જોડે રહ્યા અને અચાનક બ્રેક-અપ કેમ કરી દીધું ?" રીયાએ એને અધવચ્ચેથી જ રોકી કહી દીધું "આમ મને આ રીતે ફોન ના કર્યા કરીશ નહીં તો હું મારા ભાઈને કહી દઈશ અને એ ફોન કાપી રીયાએ કિશનને બ્લોક લિસ્ટમાં નાખી દીધો.
આમ થોડોક સમય વીતી ગયો પછી એકવાર રીયા એની ફેમિલી સાથે મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યાંજ કિશન પણ પહેલેથી આવેલો દર્શન કરવા આવેલો હતો. રીયાની પૂરી ફેમિલી કિશનને ઓળખે જ કેમકે છેવટે બંને એક જ ગામના હતા તો રીયાના પપ્પા કિશનને જોઈ જાય છે અને કિશનને બોલાવી પૂછે છે કે "તું નોકરી કરતો પહેલા જ્યાં એ સમયે ત્યાં તારી સાથે શું થયું હતું ?" કેમકે કિશન જ્યાં પહેલાં નોકરી કરતો ત્યાં એને ઝઘડો અનેથોડી મારામારી થઈ હતી જે કિશનના પપ્પા જાણતા હતા પછી એ છોડીને કિશન બીજી નોકરી કરવા લાગ્યો હતો એ રીયાના પપ્પાને ખબર હતી. કિશન રીયાના પપ્પાને વાત કરતો હતો ત્યારે અચાનક રીયા એના પપ્પા જોડે આવે છે અને રીયાના પપ્પા રીયાને પૂછવા માંડે છે કે "રીયા તું કિશનને ઓળખે છે ને" રીયા એસમયે હસતા હસતા જવાબ આપતા કહે છે કે "હાસારી રીતે ઓળખું છું" પછી કિશનને સ્માઈલ આપણ આપે છે, એ સમયે કિશનને બોલવું હોય છે કે "ત્રણ વર્ષ સુધી મને રમાડ્યો છે તો ના ઓળખે એવું કઈ રીતે બની શકે !" પણ એ કહે છે કે "એક થી સાત બંને જોડે ભણ્યા તો રીયા મને ઓળખે જ ને !" એમ કહી દે છે. એ સમયે કિશનને રીયા જોડેથી બ્રેક-અપ કેમ કર્યું છે એનું કારણ જાણવું હોય છે પણ પછી એ બધા જતા રહે છે અને કિશન મંદિરમાં પ્રાર્થના કરે જાય છે કે "મારી સાથે આવું કરવાનું સાચું કારણ આ રીયા મને કહી દે એવું કરી આપને હે પ્રભુ" પછી કિશન પણ એના કામે નિકળી જાય છે પણ કિશનને હજુ પણ એના બ્રેક-અપનું કારણ જાણવા નથી મળતું છતાં પાછો કિશન થોડોકસમય એ કારણ જાણવા અને થોડોક સમય એની નોકરીના કામકાજ ને આપે છે. થોડાક સમય પછી એની નોકરીના કામ-કાજમાં મંદી આવી જતાં કિશનને રજાઓ આપવામાં આવે છે અને કિશન એના ઘરે આવી જાય છે. ઘરે આવીને પણ કિશન રીયાની મિત્રોને બધાને ફોન કરે મેસેજ કરે અને એજ પૂછતો રહે છે કે "રીયાએ મારી સાથે આમ કેમ કર્યું ?".....

- સંકેત વ્યાસ (ઈશારો)