Jivan Sangram 2 - 4 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 4

પ્રકરણ-૪


આગળ આપણે જોયું કે ગગનના કેસ માટે રાજને થોડો સમય જોતો હતો અને કેસમાં મુદત પડે છે .જેમાં ફરિયાદી પક્ષ હાજર રહેતા નથી. તેથી આશ્ચર્ય સાથે રાજ તપોવનધામ આવે છે અને બધી વાત કરે છે હવે આગળ...


રાજ તારા બધા આશ્ચર્યનું જવાબ આ રાજન છે .....થોડું થોડું હાસ્ય વહેરતા વહેરતા જીજ્ઞા દીદી બોલ્યા......
મતલબ કે આ કેસની મુદત પડવામાં......... એટલે કે ફરિયાદી પક્ષ હાજર ન રહે તેની પાછળ રાજન નો હાથ છે !!!!! આશ્ચર્ય સૂચક રીતે રાજે પ્રશ્ન પૂછ્યો.........
હા રાજ ,ટૂંકમાં જ જીજ્ઞા દીદી એ જવાબ આપ્યો......
પણ કઈ રીતે............
એનો જવાબ તને રાજન આપશે............. જીજ્ઞા દીદી એ રાજન તરફ હાથ લંબાવીને કહ્યું.

રાજ કાલ સાંજે જ આખો પ્લાન મેં અને જીજ્ઞા દીદી એ બનાવ્યો હતો. અહીંયા થી છૂટા પડ્યા બાદ હું રમણ, ભરત અને ભવ્ય સાથે મળીને તેના માણસો દ્વારા તારા ફરિયાદી પક્ષને કિડનેપ કરાવી લીધા હતા .તારે થોડો સમય જોઈતો હતો ને..... કોર્ટમાં મુદત પડાવવી હતી ને એટલા માટે.....
શું ?? શું કીધું ???? રાજન તે આવું અધર્મ કર્યું ???
આમાં રાજને કંઈ જ ધર્મ કર્યું નથી ....રાજ.... સત્ય જાણવા માટે થોડી વાર સુધી કોઈને બંધક બનાવવા તે કંઈ અધર્મના કહેવાય અને વળી ફરિયાદી પક્ષને થોડા બંધુક કે છરીની અણી પર બંધક બનાવ્યા હતા.... તેમના જ ઘરની બહાર તાળા મારી દીધા હતા અને નેટવર્ક ટેકનીશિયનની મદદથી તેના ઘરની આસપાસના એરિયામાં નેટવર્ક બંધ કરાવી દીધું હતું અને કોર્ટમાં મુદત પડી કે તરત જ તાળા ખોલી નાખવામાં આવ્યા હતા. જીજ્ઞા દીદીએ ઊંચા અવાજ સાથે જવાબ આપ્યો....

અને વળી જો ગગન ખરેખર ગુનેગાર હશે તો હું પરમાનંદની શિષ્યા જીજ્ઞા આ ગુના માટે મળતી સજા ભોગવી પણ લેવાની છું . પણ સત્ય માટે ક્યારેક અધર્મનો સહારો લેવો પડે છે રાજ......
દીદી તમારે સજા ભોગવવાનો વારો નહીં આવે.. ગગન નિર્દોષ જ છે મને એની ખાતરી છે.....
રાજ તારી વાત સાચી... પરંતુ અદાલતમાં આપણી ખાત્રી નહીં ચાલે તેના માટે નક્કર પુરાવા જોઈએ... અને તે કઈ રીતે મેળવવા તે હવે આપણે વિચારવાનું છે.... આ બોલતી વખતે રાજન નો ચહેરો વિચારોમાં ખોવાયેલો દેખાતો હતો .......
તેના વિચારોને સમર્થન આપતા રાજ બોલ્યો.... પુરાવા મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે પોલીસ સ્ટેશન થી શરૂઆત કરવી પડશે અને ગગન આપણી સાથે ખુલીને વાતો કરી શકે તો જ આપણે આગળ વધી શકીએ...... અને એના માટે કા'તો પોલીસ સ્ટેશન બદલવું પડે અલબત્ત એ શક્ય નથી અને કા'તો cid તપાસ કરવાનો કોર્ટ હુકમ કરે તો ગગન ખુલી ને આપડી સાથે વાત કરે.... પણ આ શક્યતા પણ ............
તમે તમારી રીતે આગળ વધો હું મારી રીતે આગળ વધુ છું...... જિજ્ઞા દીદી હૃદયસ્પર્શી અવાજમાં બોલ્યા .....મારે ગગન ના સ્ટુડન્ટ ને મળવું જ પડશે .....
શું દીદી !!! સ્ટુડન્ટને મળવાથી આપણને શું જાણવા મળશે......
ગગનનો સ્ટુડન્ટ પ્રત્યેનો વ્યવહાર, સ્ટુડન્ટના હ્રદયમાં ગગન નું સ્થાન......
ઓકે... દીદી......
મેં તેમની કોલેજમાં એક ભાઈ સાથે સંપર્ક કર્યો છે.. તેમને મને બે ગર્લ્સ ના ફોન નંબર આપ્યા છે.... મેં તેમનો કોન્ટેક્ટ કર્યો, કદાચ કાલે તે બંને મને મળવા માટે આવશે......
ઓકે સારું કંઈ નવીન જાણવા મળે તો અમને જણાવજો અને અમને જાણવા મળશે તો અમે તમને જણાવીશું..... ઉભા થતા રાજન બોલ્યો...
ભલે સારું.... એક મિનિટ..... રાજન જો cid તપાસ ચાલુ થાય તો ગગન તારી અંડર માં આવી જાય કે એના માટે સરકાર માં ભલામણ કરવી પડે...
લગભગ તો મારી અંડરમાં જ આવે અને કદાચ ના આવે તો પણ cid માં તો મારું ચાલે જ . માટે cid તપાસ ચાલુ થાય તો તો આપણી અડધી જિત થઇ ગણાય......
ઓકે સારું.......તો વધો આગળ .....બેસ્ટ ઓફ લક......
તમને પણ જીજ્ઞા દીદી.......
થેન્ક્સ ...રાજ ....રાજન......

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ઢળતી સાંજે જીજ્ઞા દીદી કાર્યાલયની બહાર, લીમડા નીચે બેસી ઉંડા વિચારોમાં ખોવાયેલા હતા.... ત્યાં જ ઓફિસનો ફોન રણકી ઉઠ્યો કે બારીમાંથી હાથ લાંબો કરી તે રીસીવર ઊંચકી..... હેલો....... હા...... તપોવન ધામમાંથી જીજ્ઞા બોલું છું .........આપ કોણ......... હા બોલો .........હા... ગગન અહીંનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે . અને મારો ગુરુભાઈ થાય...... પણ, તમારે શું કામ છે. ના....... ના ......... પરમાનંદ સર અત્યારે બહાર છે.... તેમને પાછા આવતા એકાદ મહિનો થઇ જશે ........ તમારે જે કંઈ કામ હોય મને જણાવો.... (સામેથી રડવાનો અવાજ આવતા) દીદી બોલ્યા........ પ્લીઝ..... તમે રડો નહીં. જે કંઈ કામ હોય તે કહો...... મારાથી બનતી બધી જ મદદ કરીશ ...... શું કહ્યું......???? ગગન વિશે વાત કરવાની છે..... ઓકે.... ઓકે ......પેલા તમે રડવાનું બંધ કરો...... જુઓ નીરૂબેન આમ રડવાથી ગગન નિર્દોષ છે એ સાબિત નહીં થાય...... એ માટે પહેલાં રડવાનું બંધ કરો ને મને તમારી પાસે શું માહિતી છે તે આપો તો ખબર પડે કે આપણે આગળ શું કરવું ....ઓ..હો .. તો ...એક કામ કરો. કાલે સવારે તમે અહીંયા આવી શકશો ...જો શક્ય હોય તો... .....કેમ કે ગગનના કોલેજની બે સ્ટુડન્ટ પણ કાલે મને મળવા આવવાની છે, એટલા માટે..... નહીં તો હું તમારી પાસે આવી જાત..... હા .....હા .......ઓકે ......ઓકે સારું તો સવારે તમારી રાહ જોઇશ .......હા.. ઓકે.. બાય.....
રિસીવર હાથમાં ને હાથમાં રાખી દીદી ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા . ગગન વિશે છાપામાં વાંચ્યા બાદ પોતે એક સાવ અલગ જ અવઢવમાં ફસાઈ ગયા હતા . ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ મનને સ્થિર કરી શકતા નહોતા ..... અત્યારે તેઓ પોતાના ગુરુ પરમાનંદ સરને ખૂબ જ યાદ કરતા હતા ..... અને મનોમન વિચારતા હતા કે ખરેખર સરે પોતાના મનને એટલે કે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે તે મુજબ જીવવું મારા માટે થોડું મુશ્કેલ છે..... પણ ત્યાં પાછુ પોતાનું હૃદય કહેતું કે પરમાનંદના પરમ અને પ્રિય શિષ્ય થી કંઈ અશક્ય નથી...... આવા વિચારોની અવઢવમાં કેટલો સમય જતો રહ્યો તેનું પણ તેમને ખ્યાલ ના રહ્યો....
દીદી ચાલો જમવાનો સમય થઈ ગયો..... મહારાજ બોલ્યા .... ત્યારે તેને પાછું યાદ આવ્યું કે પોતે હાલ તપોવન ધામના સંચાલિકા છે ....... માત્ર પહેલાંની જેમ જીજ્ઞા નથી..... અત્યારે એને પોતાના નામની પાછળ દીદી શબ્દ નો ભાર લાગતો હોય તેમ તેના ચહેરા ના ભાવ પરથી દેખાતું હતું.... પણ પલવારમાં પોતાની મુખાકૃતિ ના ભાવ બદલી બધા સાથે સાંજનું ભોજન લઇ પ્રાર્થના પત્યા બાદ રાત્રે ગીતા નું પારાયણ કરીને નિંદ્રા ને વશ બની ગયા......

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
વહેલી સવારે યોગા અભ્યાસ કરી પ્રાર્થના કાર્યક્રમ પતાવી મહારાજને કહ્યું કે મારો નાસ્તો રાખી દેજો. આજે બે ત્રણ બહેનો મને મળવા આવવાની છે તો તેમની સાથે નાસ્તો કરીશ. અને પછી પોતાના નિત્યક્રમ મુજબ ઓફિસની બહાર લીમડા નીચે ખુરશી પર બેસી ન્યૂઝ પેપર વાંચવા લાગ્યા. આમ તો આ પરંપરા પરમાનંદ વખતથી ચાલતી આવે છે . તેઓ પણ દરરોજ સવારે લીમડાની નીચે બેસીને જ પેપર વાંચતા. છાપું વાંચતા વાંચતા દીદી થોડી થોડી વારે મોબાઇલમાં જોયા કરતા હતા . ખબર નહિ પણ આજે તેમને છાપામાં છપાયેલા ન્યુઝ કરતા તેમને મળવા આવનાર મહેમાનોની ઇંતેજારી વધારે લાગતી હતી. એટલામાં એક રીક્ષા તપોવન ધામને દરવાજે આવીને ઉભી રહી અને તેમાંથી બે છોકરીઓ ઉતરી અને તપોવન ધામ ના દરવાજા પ્રવેશી.દીદી એ બંને આવકારતા કહ્યું આવો આવો. આ બાજુ આવી જાવ.
બંને ગર્લ્સ જીજ્ઞા દીદી પાસે જઈને કહ્યું કે તમે જીજ્ઞાબેન ......
હા હું જ.... અને તમે પલક અને ઋતુ સાચું ને......
હા હું પલક અને આ ઋતુ.
સારું સારું..... ચાલો ઓફિસમાં બેસીએ.... તેમ કહી દીદી ઊભા થઇને ઓફિસમાં બન્ને લઈ ગયા. અને ઓફિસમાં ખુરશી ઉપર બંનેને બેસાડીને કહ્યું ચા નાસ્તો અત્યારે ચાલશે કે થોડીવાર પછી....
ના.....ના..... બહેન ચા-નાસ્તાની જરૂર નથી..
એમ ના ચાલે. મારે પણ સવારનો નાસ્તો બાકી છે .પણ તમારી કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની નિરૂ પણ અહીં આવવાની છે માટે તે આવે ત્યારબાદ હું નાસ્તો કરીશ .તમે બંને પહેલા થોડો નાસ્તો કરો ત્યારબાદ નિરાંતે વાતો કરીએ ......જીજ્ઞા દીદી આવું બોલતા હતા ત્યારે ઋતુ તેની સામેને સામે જોયા રાખતી હતી. અને પછી તેને વિચારે ચડી ગયેલી જોઈને દીદી એ પૂછ્યું કેમ તું શું વિચારે ચડી ગઈ ઋતુ........
કંઈ નહીં બહેન......
કઈક તો છે.... જે હોય તે મને કહે ......હું તમારી ફ્રેન્ડ જ કહેવાવ ને......
હા ઈ તો છે પણ......
પણ શું ??? પ્રશ્નસૂચક હાથનો ઇશારો કરી દીદી એ ઋતુને કહ્યું......
કાલે તમે કોલ કર્યો ત્યારે તમારા અવાજ ઉપરથી અમને એમ લાગ્યું કે ગગન સર વિશે તમને બહુ ચિંતા થશે થતી હશે .......પણ અત્યારે તમારા ચહેરાના હાવભાવ જોઈને મને કંઈક અલગ જ ફિલ થાય છે.......
જો ઋતુ તમારા ગગન સર મારા ગુરુ ભાઈ થાય અને તેની ખૂબ જ ચિંતા પણ થાય છે.... પણ ..... હું આ સંસ્થાની સંચાલિકા છું . જો મારા મુખ પર ચિંતાના ભાવો સતત રાખું તો અહીં ભણતા વિદ્યાર્થીઓ ઉપર વિપરીત અસર પડે ને એટલે મારે ચિંતાને મનના એક ખૂણામાં ધરબીને બધા સાથે અલગ-અલગ ભાવો સાથે રહેવું પડે ..... આ બોલતી વખતે જીજ્ઞા દીદી નો ચહેરો ગંભીર થતો દેખાવા લાગ્યો.....
ઓહ...... સોરી.... બહેન.....
નો સોરી પ્લીઝ. ઋતુ મને આ તારી વાત ગમી.. અને તું ગગનની સ્ટુડન્ટ છે એ આ વાત પરથી સાબિત થઈ જાય .....
કઈ વાતથી બહેન.......
મનમાં કંઈ પણ પ્રશ્ન થાય કે તરત જ પૂછી નાખવાનો . અમારા ગુરુ પરમાનંદે અમને આજ શીખવ્યું છે ...માટે......
હા અમારા ગગન સર પણ એમ જ કહેતા કે મનમાં ઊભો થતો પ્રશ્ન તરત જ પૂછવો પછી એ પ્રશ્નો.........
(આગળ નું વાક્ય ઋતુ સાથે જીજ્ઞા દીદી પણ બોલે છે)
પછી એ પ્રશ્ન ભલે ગમે તેવો હોય એક તો પ્રશ્ન પૂછવામાં સંકોચ ન રાખવો અને પ્રશ્નનો જવાબ આપણી ધારણા મુજબ જ હશે એવી અપેક્ષા ન રાખવી .......
વાહ.... બહેન તમને તો અક્ષરસઃ બધું યાદ છે. આશ્ચર્યના ભાવ સાથે પલક બોલી....
હા પલક અમારા સર ના બધા જ શબ્દો મારા હૃદયમાં કોતરાયેલા છે .જૂની યાદો તાજી કરતા જીજ્ઞા દીદી બોલ્યા....
ઓકે સારું ...તમે બંને ગગનને કેટલા સમયથી ઓળખો છો.
હું છેલ્લા વર્ષમાં છું ને આ પલક બીજા વર્ષમાં. માટે હું ત્રણ વર્ષથી અને પલક બે વર્ષથી....
હ...... મ....... તમને શું લાગે છે ગગન ઉપર થયેલ કેસ માટે ????
બહેન ગગન સર આવું કરી જ ન શકે ???? અમે નહીં પણ કોલેજની કોઈપણ ગર્લ્સ આ વાત માનવા તૈયાર નથી.....
તો પછી તમારે જ કોલેજની એ ત્રણ ગલ્સે જ કેશ કર્યો છે ને.....
હા બહેન ...પણ હજુ એક વીક પહેલા તો તેમનું એડમિશન થયું ને ....બીજા જ વીકમાં આ કેસ કર્યો. અમે તો એ બધી ને પૂરી ઓળખતા પણ નથી.
આ વાતો ચાલતી હતી ત્યાં બહાર બાઈક આવીને ઊભું રહ્યું . અને તેમાંથી એક બહેન અને એક ભાઈ ઉતરી અને દરવાજે પહોંચ્યા. દરવાજા અંદર આવી અને બધી બાજુ નજર ફેરવતા હતા ત્યાં જ જીજ્ઞા દીદી ની નજર તેમના પર પડે છે અને ત્યાંથી જ તેમને બોલાવે છે અહીંયા આવો..... કોનું કામ છે ?????
જીજ્ઞા દીદીને મળવા માટે આવ્યા છીએ અને મારું નામ શું છે નીરુ છે......
ઓહ...... આવો આવો .....નીરૂબેન..... માફ કરો મેં તમને ઓળખ્યા નહીં... અંદર આવો અને અહીંયા બેસો.....
નીરુ પોતાની સાથે આવેલા પુરુષની ઓળખાણ આપતા કહે છે કે આ મારા મિસ્ટર જય છે...
આવો ભાઈ નમસ્તે ...
નમસ્તે બહેન....
અહીં અંદર બેસો . હું તમારા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરાવું....
નાના બહેન ચા-નાસ્તાની જરૂર નથી....
નીરુ ની વાત સાંભળી ન સાંભળી કરી ને દીદી ઓફિસમાંથી જ અવાજ કરે છે મહારાજ ચા-નાસ્તો લાવજો.....
એ ભલે દીદી હમણાં આવ્યો.......

થોડીવારમાં મહારાજ ચા નાસ્તો ઓફીસના ટેબલ ઉપર મૂકી અને જાય છે......
બધા નાસ્તો કરે છે પણ નીરુ નાસ્તો નથી કરતી અને એનો આંખો માંથી આંસુ વહ્યા રાખે છે.એને સમજાવતા જીજ્ઞા દીદી બોલ્યા જો નીરુ આમ રડવાથી આવેલ પરિસ્થિતિ માંથી બહાર નીકળી નહિ શકાય.....
પણ બહેન સર આવું કરી જ ન શકે....એને કોઈએ ફસાવ્યા જ છે.....રડતા રડતા નીરુ બોલી.....
હા અમને પણ એવું જ લાગે છે... પણ ગગને પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો છે.વળી કોર્ટ માં પણ જો એ ગુનો કબૂલી લ્યે તો આપણું કંઈ ના ચાલે ને.......
પણ દીદી સર ના મિત્રો તો સીઆઇડી માં છે તો એની cid તપાસ કેમ નથી કરાવતા...... મને એમનું એડ્રેસ આપો હું એમને સમજવું કે cid તપાસ કરો.....
જો નીરુ એમ આપણા કહેવાથી cid તપાસ ના થાય. એના માટે કા ' તો ફરિયાદી અથવા આરોપી પક્ષે કોર્ટ માં અપીલ કરવી પડે અને એના પર કોર્ટ અને સરકાર હા પડે તો જ cid તપાસ થાય...... હવે અહીંયા તો ફરિયાદી પક્ષ તો સીઆઇડી તપાસ ની વાત ના જ કરે..... અને તમારા સર તો આ બાબતે કંઈ બોલતા જ નથી......
તો શું આપણે આમાં કંઈ ના કરી શકીએ.......
આપણે હવે એ જ વિચારવા નું છે.......... . વિચારોની તંદ્રા માં અટવાયેલા દીદી ગંભીર સ્વરે બોલ્યા.........
દીદી તમે કહો એ અમે કરવા તૈયાર છીએ. માત્ર તમે આદેશ આપી...... કંઇક કરી છૂટવાની ભાવના સાથે ઋતુ બોલી.....
હા પણ મારે જે કરાવવું છે તે બહુ..............
એવું તે શું કરાવવું છે દીદી કે તમે અમને કહેતા પણ અચકાવ છો........ અમે જ નહિ પણ અમારી કોલેજ ની હજુ બીજી પણ ગર્લ્સ મદદ માટે તૈયાર છે ખાલી તમે હુકમ કરો........ આવેશમાં આવી ને ઋતુ બોલી......
ના ના ઋતુ એવું નથી પણ મારે જે કરાવવું છે એ સાચું છે કે ખોટું એ હજુ હું પણ નક્કી નથી કરી શકતી.... અને વળી એમાં માત્ર એક ગર્લ્સની જ જરૂર છે પણ પછી તમારા બધાની જરૂર પડશે...
ઓકે હવે હું જે કવ એ શાંતિ થી સંભાળી ને પછી એના પર વિચારી ને મને કહેજો કે આગળ ના પ્લાન માટે તૈયાર છો કે નહિ......
હું ગમે તે કરવા તૈયાર છું દીદી બસ મારા સર ને આમાંથી છોડવો.......આશાના નવા કિરણ ની જેમ નીરુ બોલી......



શું હશે જીજ્ઞા દીદી નો પ્લાન..........

દીદી ગર્લ્સ પાસે શું કરાવવા માગે છે...........

રાજ અને રાજન કંઈ દિશામાં આગળ વધશે......
આ પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામમાં ૨ નું પ્રકરણ ૫.........

આપના પ્રતિભાવ ની રાહે ......રાજુ સર........