Sachi - 7 books and stories free download online pdf in Gujarati

સચી - 7

આપણે આગળ જોયું કે ... સચી હવે કેવી રીતે બહાર આવશે? એનો વિચાર કરતી હોય છે.

આ બાજુ માફિયા લોકો ની મિટિંગ શરું થઈ ગઈ હોય છે એમની મિટિંગ નો પણ કાલે પાંચમો દિવસ થશે. આ દિવસોમાં એના બધાં જ લોકો ને કામ સોંપાય ગયાં હતાં અહી થી બધાં છૂટા પડશે ને કોણ કેવી રીતે ડૃગસ વિદેશમાં પહોચાડશે એના તબક્કાવાર માણસો નકકી કરયા . મેઈન બોસ તો હજી સામે નહોતો આવ્યો . કાલે રાત્રે બધાં ને કનટેન નિકળી ને માણસો સાથે પહોંચતા થશે . એ પછી એમની મિટિંગ બે દિવસ ચાલશે એવું એનાઉન્સમેન્ટ થાય છે. અને બધાં રાત ના થોડા , બીજી રાત ના થોડાં એમ નિકળશે એવું નકકી થઈ જાય છે. કરોડો રુપિયા નું ડૃગસ ને દેશ ની યુવા પેઠી ને ખતમ કરવાનું કારસ્તાન . બીજી પણ ઘણી બધી વસ્તુ ઓની મોટાપાયે દાણચોરી કરતાં હતાં આ બધાં. મુરતિયો, વેપન, હિરા, સોનું .....પણ સૌથી ખતરનાક અને સમાજ માટે દૂષણ ડ્રગસ હતું .
બધાં ગુંડાઓ એક એક થી માથાભારે હતાં. આમાં સચી નું બચવું ખૂબ મુશ્કેલ હતું . શેખર લોકો કેવી રીતે મદદ કરી શકે?
---------------------------------------------------------------------સચી પડી પડી રડી રહી હતી ત્યા જ એના કાને પેલાં બે જણા ની વાતચીત સંભળાય છે.
પહેલો માણસ પૂછી રહયો હોય છે કે આ લોકો ની મિટિંગ કયારે પતશે? આ છોકરી નું એ લોકો શું કરશે? આપણે પછી કયાં જવાનું છે?
બીજો માણસ જવાબ આપે છે કે ધીરે થી બોલ .... અંહી બધે કેમેરા લગાવ્યા છે. આપણને કોઈ ને એકબીજા જોડે વાતચીત નહી કરવાની એ પહેલો નિયમ છે.
ઓકે હું તો ભૂલી ગયો એકદમ ધીમા અવાજે કહે છે. એ બધી માહિતી આપે છે કે એ પોતે મનાલી નો જ રહેવાસી છે . નાનો મોટો પાકીટમાર ને ચોરી કરી લેતો .. એક માણસે મને મોટું કામ સોપયુ ને મારી વફાદારી જોઈ ને મિટિંગ માં આમંત્રણ મળ્યુ. એકદમ ધીમેથી થતી વાતચીત સચીના કાને અથડાઈ .
ઓહ સચી ને ખબર પડી કે અહીં ગુનાહિત કામ ને લગતું કામ ચાલી રહ્યુ છે.

પેલાં લોકો એ એમની વાતચિત ચાલું રાખી કે આ છોકરી એ લોકો ના રડાર માં આવી ગઈ છે અને આ છોકરી ને કાલે સવારે જ શું કરવું એ નકકી કરી .. લગભગ તો કાલે રાત્રે આ છોકરીને વિદેશ લઈ જશે ને ત્યા એમની સાથે જોડી દેશે એવું મે સાંભળયુ છે..
આ છોકરી જે ટ્રેન માં આવી એમાં એક માણસ પણ હતો એ ઓળખી ગયો છે એ કોઈની સાથે વાત કરતો હતો કે આ એ જ છોકરી છે જેના પર્સ માં મે ડ્રગસ મુકી દીધું છે.. અને હવે પકડાઈ છે તો હું એને મારી સાથે જર્મની લઈ જઈશ એ પણ સ્ટીમર વાટે ને એમા પણ બોસ ની જ સ્ટીમર .
સચી ને તો ચક્કર આવવા લાગયા કે એ અજગરે જેમ ભરડો લીધો એમ હું અહીં ફસાઈ ગઈ છું ...આ ચક્રવ્યુ માં થી બહાર નિકળવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યુ.
છતાં સચી નું મન કંઈક નકકી કરે છે.
ક્રમશ:
આપણે આગળ જોયું કે સચી રડતી હોય છે પરંતુ કંઈ નહી કરે તો?રડતા રડતા એક નિર્ણય કરે છે. બીજી બાજુ પંડ્યા સર અને લવ ટેકરીની નીચે આવી ગયા હોય છે. શેખર અને વિહાન પણ બીજી બાજુથી બે ધઙી બેસે છ.ે અને શેખર બાઈનોક્યુલર થીછેક નીચે સુધી જોવે છ.ે તો એને દેખાય કઈક પ્રકાશ દેખાય છે .આટલી અંધારી રાતમાં પર્વત ઉપર ની તળેટી માં લાઈટ નું અજવાળું શેખરના મનમાં એક ચમક કરી જાય છે કઈક વિહાન ને કહે છે કે સચી ત્યાં જ હોવી જોઈએ મારી સચી ત્યાં જ છે. વિહાન ને શેખર ની વાત થોડીવાર અજીબ લાગી પણ અત્યારે એ પેલા વિચારવાનામુડ મા ન હતો. કંઈ લાંબુ વિચારવાના હોશમાં માં નહોતો શેખર. વિહાન ને કહે છે હું જાઉં છું તું પાછળ પાછળ આવ. એમ કરીને શેખર રીતસર ગબડતો ગબડતો પેલી જઞયા એ જયા લાઈટ હોય છે ત્યાં પહોંચે છ.ે આ બાજુ પંડયા સર અને લવ બીજી બાજુ ના દરવાજે પહોંચ્યા છ.ે એ લોકોને કંઈ હિલચાલ લાગતી હોય છે એ લોકોને ખ્યાલ આવે છે કે બરફની નીચે કંઈક ગુફા જેવું બનાવ્યું લાગે છે.. અને સચી હોવી જોઈએ. લવ કહે છે સર ને કે હું પહેલો જઈશ પછી તમે આવજો. પંડ્યા સર માની જાય છ.ે અને એક વાત કહે છ.ે હવે લવ દરવાજો હોય છે ત્યાં ચૂપચાપ ઉભો રહે છે એવી જ વખતે પેલા બે જણા વાતચીત કરતાં હોય છે અને એમનું ધ્યાન હોતું નથી એટલે લવ અંદર પ્રવેશે છે ગુફામાં આ બાજુ સચી કંઇક નિર્ણય કરે છે અને લવ સચીને જુએ છે સચીને પૂરી રાખી હોય છ.ે પણ સચિન ધ્યાન નથી હોતું લવ તરફ અને થોડીવાર પછી પંડ્યા સર પણ આવી જાય છે બંને જણા છુપાઈ જાય છ.ે આ બાજુ સચી કરેલો નિર્ણય અચાનક જ અમલમાં મુકી દે છે સચી અચાનક બૂમાબૂમ ચીસાચીસ કરવા માંડે છે ગુફાની અંદર શાયરનો વાગવા લાગે છે .બધા ઊંઘતા હોય છે પરંતુ સાઇરાન નો ના અવાજ થી બધા ઊઠી જાય છે. અને શું થયું શું થયું? એકદમથી બધા બોલવા લાગે છે આ બાજુ સિક્યુરિટી પણ ગન સાથે સાબદી થઈ જાય છે. અને સચીની ચીસાચીસ સંભળાય છે.. તો અચાનક જ સચીને મારવા લાગે છે સિકયુરિટી. હવે એ જ વખતે લવ સચીને જુએ છે. સચીને મારતી જોઈ ને લવ સંતાઈને જોતો હોય છે તરત પાસે પહોંચી જાય છે. અને એ પણ પકડાઈ જાય છે સચી માં તો હિંમત આવી ગઈ એને લવને જોયો એટલે ખબર પડી ગઈ કે આખી ટીમ મને બચાવવા આવી ગઈ છે. શેખર પણ આવ્યો જ હશે. લવ અને સચી આંખોથી વાતો કરી લે છે અને સચી આભાર પણ માની લે છ. આ બાજુ વધુ કેમેરામાં કેદ થતું હોય છે પણ કોઈ કારણસર આગળના જે લોકો અંદર પ્રવેશ્યા એ કેપ્ચર થયું હતું નથી ફટાફટ મેઈન બોસનો સંદેશ આવી જાય છે. કે સચીને અત્યારે જ બહાર લઈ જાઓ. અને એરપોર્ટ ઉપર મોકલી દો મેઈનબોસ કોઈ બખેડો કરવા માગતા નહોતા અને એક ની પાછળ આજે એક આવે તો બીજો પણ આવી શકે છે. અને એમની મિટિંગમાં ભાંડો ફૂટે એ પહેલાં સચીને એ વિદેશમાં મોકલી દેવા માગતા હોય છ.ે અને લવ માટે એવું કહેવામાં આવે છે કે લવને શૂટ કરી દો સચી અને લવ ચિલલતા રહયા.સચી નો અવાજ પંડ્યા સરના કાનમાં પણ અથડાય છે ..તો આ બાજુ શેખર પણ જે રીતે દોાડ્યો હોય છે અને દરવાજા પાસે પહોંચ્યો હશે... કારણકે એને ખબર હોય છે કે જે કરવાનું છે રાતના અંધારામાં જ કરવાનું છે શેખર વિચારતો હોય છે કે દરવાજાની અંદર કેમ જવું કેવી રીતે જવું? અંદર કોણ હશ?ે શું હશે ?શેખર લગભગ દોડતો પહોંચી જાય છે અંદર એ હાંફતો હોય છે. પણ અંદરથી ગડબડ થયેલી હોય છે ..એટલે કોઈનું ધ્યાન શેખર ઉપર પડતું નથી દિવસે તો કંઈ દેખાય નહીં બહારથી એવી જબરજસ્ત ગુફા બનાવી હોય છે .શેખરની પાછળ પાછળ જ વિહાન પણ આવી ગયો હોય છે ...પણ વિહાન થોડે દૂર હોય છે વિહાન ને થયું કે હું બહાર જ બરોબર છુ. એમ કરીને વિચારી રહ્યા છે કે શેખર અંદર ગયો છે અમારી જરૂર કદાચ બહાર પડી શકે એટલે એ બાયનોક્યુલર લઈ ને વોચ માટે ઊભો રહી ગયો હોય છ.ે આ બાજુ એક સંદેશો મેઈન બોસના આવી જાય છે વોઇસ માં કે છોકરો છે અને શૂટ કરી દે લવને શૂટ કરી દે અને છોકરી જોઈએ છે અને એરપોર્ટ ઉપર લઈ જાય છે ખરા સંદેશો સાંભળી જાય છે અને એને સમજ પડી જાય છે કે લવ અને પંડ્યા સર પણ અંદર પ્રવેશી ગયા છે જે બાજુ સચીને લવ નો અવાજ આવતો હતો એ બાજુ શેખર ગયો છે .શેખરે ગુંડાને મારીને એના કપડા પહેરી લીધા હોય છ..ે એટલે એને કોઈ ઓળખતું નથી કે આપણા નો છે કે આપણે બહારની વ્યક્તિ છે હવે એ જ વખતે સચીને બહાર લઈ જવાતી હોય છે.. ગન સાથેના ગુંડાઓ સાથે હવે શેખરની નિરણય કરે છે કે મારે લવ ની સાથે અંદર લવ ને બચાવવા રહેવું? કે સચીની જોડે બહાર જવું એક પળ માટે તો શિખર પણ ગભરાયો એ નિર્ણય ગુફાની અંદર રહેવાનું કરે છે આ બાજુ સચિને સંતોષ હતો કે ટીમ અંદર પ્રવેશી ગઈ છે અને મને કોઈ પણ હિસાબે કઈ થવા નહીં દે ક્રમશઃ