Prem ni Abhaykruti - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની અભયાકૃતિ - 9

ચાલો તો તમારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ નો નવો ભાગ આવી ગયો છે.


આગળ ના ભાગ માં આપણે જોયું કે ,


આદર્શ અને મનાલી એ પોતાના મોટા હોવાની જવાબદારી સમજી આખા પરિવાર ને સાચવ્યો . કોઈ પણ સ્વસ્થ ન હતું બધા નું ધ્યાન રાખી અને મનાલી એ આવતા જ એક ઘર ની વહુ હોવાનું જવાબદારી યુક્ત કામ સારી રીતે પાર પાળ્યું .


વાતાવરણ પહેલા જેવું થતા 2-3 દીવસ નો સમય નીકળી ગયો.


ત્યાં અચાનક વિહાર ને યાદ આવ્યું અને એ દોડતો અનોખી પાસે ગયો .

" મમ્મી એ લાસ્ટ માં અક્કી મમાઁ સુ બોલતા ગાયક હતા ... તે કર્યું આ કુરુ.... એવું કઈ ??? એ સુ હતું??"


હવે આગળ....


"જ બેટા બધા ને લેતો આવ એ વાત પણ તમને બધા ને જણાવવી જરૂરી છે ." અનોખી બોલી .


ફરી બધા ભેગા થયા .અને અનોખી એ વાત આગળ વધારી

"આકૃતિ છેલ્લે કુરુ... બોલતા ગઈ એટલે એ કુરૂપ ની વાત કરતી હતી . તમને અમે પહેલા નામ નહતું કીધું. કુરૂપ એટલે આકૃતિ નો ભૂતપૂર્વ પ્રેમી . એ વાત પર થી સીધો મતલબ હતો કે આકૃતિ અને અભય નો એકસિડેન્ટ નહિ પણ મર્ડર હતું અને કદાચ કુરૂપ દ્વારા થયેલું . અમે ઘણી કોશિશ કરી પણ અમે એ બાબતે કઈ પ્રૂફ ભેગા કરી એને સજા ન અપાવી શક્યા પણ એ હકીકત તો એ જ છે. "


"એમ કેમ સાબૂત ના મળે એ કુરૂપ ને તો હવે હું સજા આપીશ મારા મમ્મી પપ્પા નું મર્ડર કર્યુંછે એને . એને હું નહિ જીવવા દઉં . મને બસ કહી દો એ અત્યારે ક્યાં છે એનું મર્ડર તો હું હવે કરીશ . " વિહાર એકદમ ઉગ્ર રૂપ માં આવી ગયો હતો એનું આવું રૂપ આજ સુધી કોઈએ જોયું નહતું .


"વિહાર શાંત થા. એના જેવું આપણે ન કરી શકીએ અને એમાં પણ આપણે તો કાનૂન ના માણસ છીએ ." વિશ્વા બોલી .


" પણ એમને એવું કર્યું કેમ ?? " વિહા રડતા રડતા બોલી .


"પેલા કીધું હતું ને અભય ની ભૂતપૂર્વ પ્રેમી જે એકદમ સાયકો છે એ ફરી આ મિલાપ ન જોઈ શકી અને એને કુરૂપ સાથે લગ્ન કરી લીધા હતા અને કુરૂપ એના પ્રેમ માં ઘેલો હતો અને એનો ફાયદો ઉઠાવી એને આ કામ કર્યું ." આદિ બોલ્યો .


"એ કુરૂપ અને સ્વેતા તો ક્યારેય એમના જીવન માં ખુશ નહિ રહી શકે ." રવિ ગળગળા અવાજે બોલ્યો.


આ બાજુ મનાલી એ મૉટે થી રડવાનું ચાલુ કર્યું આદર્શ કદાચ એનું કારણ સમજી ગયા હતો અને એને ચૂપ કરાવવા પ્રયત્ન કરતો હતો અને સમજાવતો હતો કે એક નામ ના ઘણા વ્યક્તિ હોય તો આ કે માત્ર કોઇન્સિડેન્સ હશે પણ એ જાણતી હતી કે આ વાત એવી તો નથી જ લાગતી.


બધા ના પૂછવા પર આદર્શ બોલ્યો ,

"મનાલી ના મમ્મી પપ્પા નું નામ કુરૂપ અને સ્વેતા જ છે એમ એટલે એને એવું લાગે છે કે આ બધી વાત માટે એ જ જવાબદાર છે ."


"અરે બેટા એવું ન હોય શકે કોઈ બીજા હશે ... દુનિયા માં સરખા નામ ના ઘણા વ્યક્તિ તો હોય ." ક્રિના મનાલી ને સમજાવતા બોલી .


"ના મમ્મી મને એવું નથી લાગતું કારણ કે મારી મમ્મી પણ આવા જ એક સાયકોલોજિકલ રોજ નો ભોગ છે . આ જોવો ફોટો હાવવા કહો એ જ છે કે બીજું કોઈ ." મનાલી ડુસકા લેતી લેતી બોલી .


"આ દુનિયા આટલી નાની છે કે ફરી લોકો સામે ભટકાય છે . " અનોખી આશ્ચર્ય સાથે બોલી.


"બેટા તું ચૂપ થઇ જા . તારો આમ કઈ j વાંક નથી અને એમ પણ એ બહુ જૂની વાત થઇ ગઈ છે એને ઉખાળવાનો કોઈ અર્થ નથી ." આદિ સ્વસ્થ થતા બોલ્યો.


"તમને કોઈ ફર્ક નાઈ પડતો હોય પપ્પા પણ મને બહુ પડે છે એમને સજા તો હું આપી ને જ રહીશ . મારા મમ્મી પપ્પા નું મર્ડર કર્યું છે એમને . ...." વિહાર એકદમ ગુસ્સા માં બોલ્યો .


"વિહાર , ભાન માં આવી જ તું સુ બોલે છે કઈ તો વિચાર . એ ભાભી ના મમ્મી પપ્પા છે . હવે પરિસ્થિતિ ઓ બહુ જ અજીબ થઇ ગઈ છે આપણે વિચારી સમજી ને શું કરવું એમ નકી કરવું પડસે ." વિસ્વાસ બોલ્યો .


"હા ભાઈ ની વાત સાચી છે .... વિહાર તું શાંતિ રાખ ." વિશ્વા બોલી .


આખા ઘર માં અત્યારે વિહાર ને વિશ્વા જ સાચવી શકે એમ હતું . અને વિશ્વાએ એ બખૂબી નિભાવી અને વીહાર ને નોર્મલ કર્યો.


આ બધું થયા ને 3 દિવસ વીતી ગયા અને અચાનક બેલ વાગ્યો .


આદર્શ એ દરવાજો ખોલ્યો અને ખોલતા ની સાથે જ એ સ્તબ્ધ થઇ ગયો .


ત્યાં જ મનાલી ત્યાં આવી અને બોલી

"આવો બસ તમારી જ રાહ જોવાતી હતી ."


"આમને તે બોલાવ્યા ?" આદર્શ આશ્ચર્ય સાથે બોલ્યો .


"હા" મનાલી બોલી


બધા ને મનાલી એ ભેગા કર્યા . અને દરવાજા પર ઉભા રહેલ ને અંદર બોલાવ્યા .


બંને બાજુ ના વ્યક્તિ ઓ શોક માં હતા .


"વિહાર ભાઈ , આ છે તમારા માં બાપ ના હત્યારા . તમને સોંપી દીધા હવે તમારે જે કરવું હોય એ એમની સાથે . મને માફ કરી દેજો પ્લીઝ તમે બધા કે મારા માં બાપ ના લીધે તમારે તમારી જિંદગી માં બહુ જોવું પડ્યું . " મનાલી રડતા રડતા બોલી ગઈ .


"મનાલી બેટા તું આ બધું સુ બોલે છે ?" કુરૂપ બોલ્યો .


"ડેડ પ્લીઝ કોઈ j જૂથ બહાના નહિ હું જાણું ચુ મમ્મી આવું કરાવી શકે છે તમારી પાસે એમ ." મનાલી વગર ઝીઝકે બોલી ગઈ .


"બેટા મેં પહેલા પણ કીધું હતું વાત બહુ જૂની છે નથી આગળ વધારવાની જરુર તું અને આદર્શ હવે સાથે રહો e જરૂરી છે અને તું આટલી સમજુ છે એનાથી વિશેસ બીજું કઈ ન હોય શકે ." આદિ એ સમજદારી દાખવી અને કહી દીધું .


"ના , ભૂલ છે એમની તો એમને સજા થવી જોઈએ અને હું કહીશ તો એ લોકો સ્વીકારી પણ લેશે . એટલું તો હું માનું છું કે બહુ પ્રેમ કરે છે એ બંને મને . અને એમ પણ હવે હું કેવી રીતે આ પરિવાર માં રહી શકું .મારાથી નહિ રહેવાય. પ્લીઝ આદર્શ મને માફ કરી દેજે ." મનાલી બસ રડતી જતી હતી અને મોટી મોટી વાતો અને નિર્ણયો કરતી જતી હતી .


"તમારે જે સજા આપવી હોય એ મંજુર છે અમને બંને ને બસ અમારી દીકરી અને આદર્શ ને દૂર ન કરતા એ નહિ જીવી શકે આદર્શ વિના . અને હું સ્વીકારું છું મેં જ એ કર્યું હતું મને માફ કરી દેજો પ્લીઝ ." સ્વેતા બોલી .


"એ માફી તમારી મારા મમ્મી પપ્પા પાછા નહિ આપે અમને . અને ભાભી અને ભાઈ તો ક્યારેય દૂર નહિ જ થાય ." વિહા જાણે બહુ મોટી થઇ ગઈ હોય એમ બોલી


"હવે નથી જવું ભૂતકાળ માં રહેવા દો . વર્તમાન થી વધારે અગત્ય નું કઈ નથી એવું કઈ થયું હતું એમભૂલી જઈસુ આપણે બધા તો જ યોગ્ય રહેશે . " વિહારએ નિર્ણય સંભળાવતો હોય એમ વાત સ્પષ્ટ કરી દીધી .


"પણ હવે મારાથી આ મારા મમ્મી પપ્પા નહિ સ્વીકારાય . આપણે અહીંયા સાથે રહીશુ હંમેશા માટે અને એમને કહી દે આદર્શ કે ફરી ક્યારેય મારો સંપર્ક કરવા પ્રયત્ન ન કરે ." મનાલી મક્કમ થતા બોલી .


" હા બેટા હું ક્યારેય તારી ખુશી બરબાદ નહિ કરું પણ મારી પાસે એક વાત છે જેનાથી કુરૂપ પણ અજાણ છે એ હું કહી ને જતી રહીશ પછી ક્યારેય તારી જિંદગી માં ફરી નહિ આવું . " સ્વેતા બોલી .


બસ બસ અરે બહુ થયું .....

હવે આ એક મુંજવણ મુકતી જાઉં છું થોડું વિચારો એવું તો સુ સ્વેતા છુપાવી રહી છે .


અને એનાથી પરિવાર માં સુ ફેર પડશે?

આદર્શ ને મનાલી સુ સાથે રહેશે ??

આખો પરિવાર મનાલી ને સ્વીકારી સક્સે ?

તમારા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી પ્યારી પ્રેમ ની અભયાકૃતિ .


©️પર્લ મહેતા