Kashish - 3 (Last part) books and stories free download online pdf in Gujarati

કશિશ - 3 (અંતિમ ભાગ)

કશિશ ની સફર આપણે જોઈ કે એની પુરી જીંદગી ઘર પરિવાર ને સાચવવા માં જ નિકળી ગઈ .. જે દરેક ગૃહિણી સાથે બનતું જ હોય છે.

કશિશ ને તો કાનન પણ ખૂબ સમજું અને વ્યવહારુ હતો. કોઈ પણ પરિસ્થિતિ માં એ એની સમજ થી બધું સમજી ને સમજાવી શકતો.

કશિશ ના જીવન માં ખરેખર હવે જ સફર શરું થઈ હતી.કશિશ ને જીવન માં જે ક્ષણો ની જરૂર હતી એ ક્ષણો એને વરસો પછી મળી રહી હતી અને એનું માધ્યમ એની પ્યારી દિકરી હતી. જેનું નામ સૃષ્ટિ હતું.
સૃષ્ટિ બચપન થી એની મમ્મી ને જોતી આવતી હતી. હમેશાં બીજા માટે પોતાનું જીવન સમર્પિત કરતી . ઘર પરિવાર બાળકો માં જ એની જીંદગી જીવાઈ ગઈ.

સૃષ્ટિ હવે મોટી થઈ હતી. એને માંનું જીવન જોઈ ને જ ન પરણવાનું નક્કી કર્યુ હતું. એનું કારણ એ હતું કે એ ભણી જ એવું કે એને સરસ પગાર ની જોબ મળી ગઈ. એના ઉગતાં મન માં સવાલ આવ્યા કે પરણીને આટલાં બધાં ને સાચવવા ના એના કરતાં ન પરણીને એક જ જણ ને સાચવવાનું ને.(પોતાનાં ને) .આ એનું કારણ .

હવે એણે પોતાની મમ્મી ને જોતી ને નિર્ણય કરયો..મમ્મી ને એની સહેલી નું લિસ્ટ બનાવ્યું ને બધાં ને ફોન કરયા અને જેને પણ ફાવે એ બધાં ને અમરનાથ ની જાત્રા એ જવા સહમત કર્યા. લગભગ 15 જણા નું ગૃપ બન્યુ. સૃષ્ટિએ જ બધાં ની ટિકિટ થી લઈ ને રહેવાનું નકકી કર્યુ.
સૃષ્ટિ ને માટે તો મમ્મી ની ખુશી માટે કરલું કાર્ય એક અલગ જ આનંદ આપી રહ્યુ હતું.
કશિશ ને તો જાણે રોમાંચક જ બધું લાગી રહ્યુ હતું.. બધી સહેલી સાથે ખુલ્લા મને મળવાની વાત કરવાની મોકળાશ મળશે એનો અનેરો આનંદ હતો . અને બીજો કે ભગવાન શિવજી ના દર્શન નો લ્હાવો મળશે. પણ કશિશ ને ડર પણ એટલો જ લાગ્યો કે એકલાં કેવી રીતે જઈશ? કેટલા વિચારો .. સૃષ્ટિ ને કાનને તો સમજાવતાં આકરું થયું. જયારે જવાનું નકકી થયું ..બીજા બધાં અલગ અલગ સીટી માથી ટ્રેન માં બેસવાના હતાં.. કશિશ ના પપ્પા છેક સુધી ટ્રેન મા મુકવા ગયા જયાં સુધી પંદર જણા ને જોઈ ના લીધાં. કેટ કેટલી સલાહ કશિશ ની સાથે બધાં ને આપતાં આવ્યા. રોજ ફોન કરીને માહિતી આપવની એવું પ્રોમિસ પણ લઈને ગયાં.

એ પછી ધીરે ધીરે સૃષ્ટિ એ ઘરની જવાબદારી જોબ કરતાં કરતાં ઉપાડી લીધી .વરસ માં બે વેકેશન માં એટલે કે દિવાળી અને ઉનાળું વેકેશન માં પોતાની મમ્મી ને ફરવાની ટિકિટ બધું સૃષ્ટિ જ કરતી . જેને જે લાગવું હોય એ . હવે તો જવાબદારી ઓછી થતાં કશિશ અને કાનન પણ સાથે જતાં.

કશિશ ના જીવન માં એક મોકળાશ મળી .બહાર ની દુનિયા જોવાં મળી .ઘરની ચાર દિવાલો હમેશાં એને કઠતી. હવે કશિશ જાણે પચ્ચીસ વરસ ની જીંદગી જીવતી હોય એવાં જોશ અને ઉત્સાહ થી થનગનતી.

સ્ત્રી ને સમજી પણ એક સ્ત્રી જ શકે . એ ઉક્તિ અહીં સાચી ઠરી.કશિશ નો ઘણો બધો ભાર સૃષ્ટિએ હળવો કર્યો એ સાથે અપાર ખુશીઓ નો ખજાનો આપ્યો. નાનાં મોટા તહેવારમાં પણ કશિશ ને ધ્યાન માં રાખીને એનું ગમતું જ કરતી.
ખરેખર કેટલી સાચી "ઉક્તિ દિકરી જ દિ વાળે " અને "દિકરી ને ગાય દોરે ત્યા જાય." કેટલું સાર્થક કરે છે.

કશિશ નો આજનો અંતિમ ભાગ છે . સૌ વાચકો ને લેખકો ને મારી વાર્તા ગમી હશે .🙏💖