જય માતાજી મિત્રો આજે મારે એક સત્ય પ્રેમ કહાની ની શરૂવાત કરવી છે.
શિયાળ ના દિવસો ચાલુ હતા.સવાર સવાર માં સ્કૂલે જવું કોને ગમે ? 😂😭 પણ એમાં એક છોકરો જેનું નામ વનરાજસિંહ હતું. જેને સ્કૂલે જવું ગમતું તો નહી પણ પરાણે ઘરે થી મોકલતા એટલે જવું પડતું. એનો એક મિત્ર હતો યુવરાજ સિંહ એ પણ ભણવા માં તો હોશિયાર હતો જ નહીં. આમ તો બંને માં એવું જ હતું કોઈ ખાસ હોશિયાર હતું નહીં. પણ વનરાજ ને સ્પોર્ટ માં બહુ રસ , એને દરેક રમતો આવડે અને દરેક રમત માં ભાગ પણ લેતો. વનરાજ રોજ સવારે સ્કૂલ કરતા વહેલો આવતો અને શાળા ના મેદાન માં રોજ દોડતો. આમ હતો તો હજી 9 માં ધોરણ માં જ પણ એને પહેલે થી આર્મી નું જ ભૂત સવાર હતું. એટલે જ લોકો એને આર્મી બોય કેહતા. શાળા માં વનરાજ તો બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માં બહુ ફ્રેમસ🤣. શાળા માં રમતો રામવાની હોય કે પછી કોઈ પોગ્રામ કરવાનો હોય આયોજન માં વનરાજ નું વધારે યોગદાન હોય.એને શાળા માં કેટલાય મિત્રો હતા . છોકરાઓ અને છોકરીઓ બંને માં ચહિતો. વનરાજ ના આમ તો આખી શાળા મિત્ર જ હતી પણ એના 4 મિત્રો હતા જે ખાસ હતા. 1 યુવરાજ , હિતેશ , ભગવત , અજય આટલા નું ગ્રૂપ હતું હિતેશ પટેલ હતો બાકી બધા દરબાર (રાજપૂત ) હતા. બધા એક બેન્ચે બેસનારા હતા. શાળા માં ઘણા સમય થી રહેતા એટલે વનરાજ થી જલન કરનાર અને મીઠા દુશમનો પણ હતા 🤣🤣🤣. .
વનરાજ નો એક મિત્ર હતો યુવરાજ એ બંને સાથે વધારે રહે . યુવરાજ એક છોકરી ને પસંદ કરતો હતો. જેનું નામ બીના હતું . બીના પણ યુવરાજ ને થોડો થોડો પસંદ કરતી હતી એવું કહી શકાય પણ આ સાચું છે કે ખોટું એ કહી ના શકાય . કેમ કે વનરાજ ને તો બધા લોકો પસંદ કરતાં હતાં એટલે કદાચ વનરાજ સામે જોઇને સ્માઈલ આપતી હોય . યુવરાજ પણ હંમેશા વનરાજ ને કહે કે હું બીના ને પસંદ કરું છું અને બીના તને😭😭. પણ વનરાજ એ નોહતો માનતો કેમ કે એન love માં પડવું નોહતું એને તો બસ એની મિત્રતા જ ગમતી વનરાજ તો બસ એટલું જ કહેતો કે love ના કરાઈ બસ મિત્રા બનાવો .
યુવરાજ ; યાર વનરાજ , તારી જોડે તો કેટલીય છોકરીઓ બોલે છે યાર ક્યાંય મારુ સેટ કરવી દેને
વનરાજ : જો યાર એ બધી મારી રીસ્પેક્ટ કરે છે અને યાર આમ સેટીંગ હું ના કરાવું યાર મારી ઇમેજ ખરાબ થાય એક કામ કર ને તું જ પૂછી લે એ એના ઘરે કે શાળા માં સર ને નહીં કહે એની જવાબદારી મારી જા બસ😦😦.
બીના ની 4 મિત્રો બીના , રીના ( વનરાજ ના ફાઈબા ની દીકરી હતી (વનરાજ ની બેન ) ) મોહિની અને અંજના . . યુવરાજ રોજ બીના સામું જોવે , અને મોહિની ને થયું કે યુવરાજ મારી સામું જુવે છે. એટલે થોડો દિવસ પછી મોહિનીએ પણ યુવરાજ ની સામું જોવાનું ચાલુ કર્યું . પછી તો બંને રોજ એક બીજા ની સામું જ જોયા કરે. 1 મહિનો આમ ને આમ સામું જોવા માં જ ગયો. અને એમાં પાછા લાવરીયા કેવા પોતે ના જોવે અને એમના મિત્રો ને કહે જો ને એ મારી સામે જોવે છે કે નહીં .?🤣🤣🤣...
આમ મોહિની અંજના ને કહેતી અને યુવરાજ વનરાજ ને , આમ મોહિની અને યુવરાજ કરતા વનરાજ અને અંજના વધારે એકાબીજી સામે જોવા લાગ્યા.. આખીર વનરાજે મોહિની ને કહ્યું કે યુવરાજ તને પસંદ કરે છે. મોહિની એ હા પાડી . અને પછી યુવરાજ અંશ મોહિની બંને રોજ શાળા એ વહેલા આવ્યા લાગ્યા અને વનરાજ ની રોજ ની દોડ ના કારણે એ પણ વહેલો આવતો હતો . જ્યારે મોહિની રોજ અંજના ને વહેલી લાવતી હતી. જો કે વનરાજ કાઈ વધારે ભાવ ના આપતો. પણ મોહિની ને થયું વનરાજ નું સેટિંગ કરવી આપુ આમ પણ એતો શાળા નો હીરો છે એને કોણ ના પડવાનું છે.? એક દિવસ રિષેસ માં મોહિની એ અંજના ને કહ્યું કે વનરાજ તને લાઈક કરે છે. તારો શુ જવાબ છે.??🤔🤔 (( અંજના પણ બહુ દેખાવડી છોકરી હતી , ભણવા માં હોશિયાર , નાટકો , ગીતો બધા માં ભાગ લે એના પણ ચાહકો ઓછા ન હતા પણ એ ક્યારે કોઈ સાથે સરખું બોલતી પણ નહી. સામે વનરાજ નું જોઈએ તો દેખવતો તો ખરો જ અને શાળા માં બધા નો વ્હાલો . ભણવા માં 50 % જ 🤣🤣🤣.)).
અંજના : જા ને હવે , મારે કોઈ સાથે નથી બોલવું આતો તું કહે છે એટલે એની સામું જોવું છું. એ છોકરો સારો છો. દેખાવડો પણ છે પણ મને ગમતો નથી. .. સોરી ના કહેજે એને.
બીજા દિવસે વનરાજ અને યુવરાજ ઉભા હતા ત્યારે મોહિની આવી .
મોહિની :: અંજના એ ના પાડી છે.
વનરાજ :: સેની ના ભાઈ અમને તો કહો ??
યુવરાજ :: તારું પૂછાયું હતું.
વનરાજ :: મતલબ ???
મોહિની : મારુ અને યુવરાજ નું માનવું હતું કે તું અને અંજના બંને એક બીજા ને પસંદ કરો છો એટલે અમને થયું કે તમને બંને ને મિલાવી દઈએ..
વનરાજ ( ગુસ્સા માં ) :: તમને કોને કહ્યું તું કે અમે બંને એક બીજા ને પસંદ કરીએ છીએ ?? મારા મનમાં પણ એવું નથી.
યુવરાજ :: યાર તમે એક બીજા ની સામું જોવો તો છો એટલે એમને થયું કે પસંદ કરો છો.
વનરાજ : અરે ના યાર આતો તમે કહ્યું હતું તમારા બંને નું ધ્યાન રાખવા નું કે તમે બંને સામું જોવો છો કે નહીં એટલે હું અંજના ની સામું જોતો હતો.
મોહીની :: અંજના નો પણ આજ જવાબ હતો.. પછી અંજના આવે છે તો વનરાજ તરત જ નીકળી જાય છે. ...
એક વખત ની વાત છે. જ્યારે અંજના શાળા માં વહેલી આવી ને માતાજી ને અગરબત્તી કરતી હોય છે અને એને એના સેન્ડલ બહાર કાઢ્યા હોય છે. વનરાજ નો પગ સેન્ડલ ઉપર આવી જાય છે. અંજના મજાક માં બોલે છે # ઑય વનરાજ મારા સેન્ડલ તો જો હું મારા જીવ થી વધારે સાચવું છું. 🤣🤣😭 અને હશે છે . વનરાજ ને ગુસ્સો આવી જાય છે. અને ઘણું બધું સાંભરવી દે છે અંજના ને ..........
હવે આગળ નો ભાગ પછી. ..
સવાલ
1 )શુ થયું હશે આગળ .?
2 )તમને શું લાગે છે love સ્ટોરી કોની છે યુવરાજ અને મોહિની કે વનરાજ અને અંજના ની ?😭🤣🤣🤣
3 ) શુ લાગે છે વનરાજ અને અંજના વચ્ચે પ્રેમ શક્ય છે ? એમના વચ્ચે પ્રેમ કેવી રીતે થશે.?
4 ) બંને ના વિચારો અલગ છે શું બંને ના મન એક થશે.??
જાણો આગળ ના ભાગ માં .....