Jokar - 1 books and stories free download online pdf in Gujarati

જોકર - 1

આ વાર્તા છે એક એવા જોકર ની જે બધા લોકોને ખુશીઓ આપે છે પણ તેની પોતાની જિંદગી માં દુઃખ અને માત્ર દુઃખ જ છે તો આવો જોઈએ શું છે તેના આ દુઃખ નું રહસ્ય

"અરે નિખિલ તું હજુ સુધી તૈયાર કેમ નથી થયો" ૧નંબર નાટક કંપની માંથી એક છોકરો નિખિલ ને બોલવા આવે છે
નિખિલ(જોકર અને આ વાર્તા નો નાયક) ખૂબ ચિંતા માં છે અને કૈક વિચારી રહ્યો છે.

કુનાલ (૧ નંબર નાટક કંપની નો માણસ) "નિખિલ તું કયા વિચારમાં પડ્યો છે"અને થોડો ભાવુક થઈને કુનાલ નિખિલને કહે છે કે
"ભાઈ તને ખબર છે ને આપણે કલાકાર છીએ આપણને પોતે રડવાનો કે દુઃખી થવાનો હક j નથી આપ્યો ભગવાને"આટલું બોલતા ની સાથે કુનાલ ની આંખ ભરાઈ જાય છે,
નિખિલ તેની આંખ લૂછતાં બોલે છે " ના ભાઈ આપડે બધાને ખુશ કરીએ છીએ, તો શું થયું જો ભગવાને તેના બદલામાં આપણને દુઃખ અને દુઃખ જ આપ્યા હોય ચલ હવે મેકઅપ ના બગડે સ્ટેજ પર જવાનું છે" બંનેના ચહેરા પર સ્મિત આવે છે અને તે લોકો પોતાના પ્રોગ્રામ માં જઈને જોકર બનીને લોકોને ખુશ કરવામાં લાગી જાય છે.

(નિખિલ અને કુનાલ બંને અનાથ છે,તે બંને ૧ નંબર નાટક કંપની (તેમની ડ્રામા કંપની નું નામ) માં જોકર બને છે હવે આગળ)

ગોરધનભાઈ (૧ નંબર નાટક કંપની ના માલિક)
નિખિલ અને કુનાલ ને શાબાશી આપે ને કહે છે "તમે બંને જ આ નાટક કંપની ને જાળવી રાખી છે લોકો તમને અને ખાસ કરીને નિખિલને જ જોવા આવે છે"
પણ નિખિલને કોઈ વધારે ફરક પડતો નથી તે પોતાના જ વિચારોમાં ખોવાયેલો છે. બધા કલાકારો પોતાના ઘરે જવા નીકળે છે.

નિખિલ અને કુનાલ પણ નીકળે છે.
તે પોતાના નાના રૂમ માં આવે છે જેમાં ૨ જ લોકો આવી શકે છે ત્યાં ચોમાસા માં પાણી ટપકતું હોય છે.

નિખિલ હસીને પોતાની જિંદગી ઉપર વ્યંગ કરે છે "સાલું આ જિંદગી વીતી જાય છે પણ દિવસો નથી વીતતા "
કુનાલ ને ખબર પડી જાય છે કે નિખિલ ફરીથી ઉદાસ થાય છે તે પરિસ્થિતિ ને સંભાળતા કહે છે "એ બધું પછી હાલ તો ખુબજ ભૂખ લાગી છે"
"પણ આપણી પાસે ૨ પાવભાજી અને ૧ પાણીની બોટલ લાવવાના જ પૈસા છે , બધાનું પેટ હસાવી હસાવીને દુખાવનારા નું પેટ આજે ભૂખથી દુખે છે પણ તેમના માટે ખાવા માં શું છે પાવભાજી અને ...
અને પાણી "આટલું બોલી નિખિલ હશે છે પણ તેની આંખમાં આંસું હોય છે.
કુનાલ આ સાંભળીને દુઃખી થાય છે પણ તે પરિસ્થિતિ ને સંભાળતા પાવભાજી ઓર્ડર કરે છે.
બંને જમીને સૂઈ જાય છે.

નિખિલ ને ઊંઘ આવતી નથી તેથી તે જ્યાં પોતાનો રૂમ હોય છે ત્યાં કમ્પાઉન્ડ હોય છે જ્યાં એક બેન્ચ મુકેલી છે ત્યાં જઈને બેસે છે.
અને આકાશ માં જોઇને એકલો એકલો બોલે છે
"ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર મુઝે નહિ મિલતી ખુશી જિસકા હું મે હકદાર"
અને હસીને કહે છે હું તો શાયર બનતો જાઉં છુ
તરત ત્યાં કુનાલ આવે છે
"નિખિલ શું એકલો એકલો બોલે છે ક્યારનો તને જાઉં છુ બઉ વધારે દુઃખી લાગે છે શું થયું.."
નિખિલ અટકતા અટકતા અટકતા જવાબ આપે છે કે કઈ નથી થયું કુનાલ I'm alright

કુનાલ તેને કહે છે કે આપડે બન્નેનું આ દુનિયા માં એકબીજા શિવાય કોઈ નથી માં બાપ, ભાઈ બહેન,જે છે એ મારા માટે તું અને તારા માટે હું છું .."
નિખિલ આ વાક્ય સાંભળીને કુનાલ ને ભેટી પડે છે.અને કહે છે ભાઈ કશું જ ઠીક નથી લાગતું હમણાંથી....

શું થયું છે નિખિલને ??
કેમ છે તે આટલો ઉદાસ ??
શું થવાનું છે નિખિલ ની લાઈફ માં ??

જાણવા માટે જોવો આગળનો ભાગ