મિત્રો આ વાર્તા મારી પહેલી વાર્તા છે જેમાં ઇતિહાસ ના મહાન સંગીતકાર એવા તાનસેન ના જીવન નો નાનો ભાગ છે આ વાર્તા અન્ય સાહિત્ય માં પ્રકાશિત થઇ ગઈ છે આ વાર્તા લોકો સુધી પહોંચે માટે મેં આ વાર્તા લખી છે.
----------*******--------********--------*******
એક નાનકડું ગામ હતું તે ગામ જંગલો ની વચ્ચે આવેલું હતું ત્યાં જંગલ માંથી એક ઋશીઓ નું સમૂહ પસાર થઇ રહયો હતો ત્યારે એક સિંહ ની ત્રાડ સંભળાય છે તે ત્રાડ સંભાળી ને સમસ્ત ઋષિગણ ડરી અને નાસી જાયi છે પરંતું એક હરિદાસ નામના ઋષિ ને આભાસ થાય છે કે આ ત્રાડ કોઈ માણસ દ્વારા નકલ કરવામાં આવી છે માટે તે વૃક્ષ પાછળ સંતાઈ ને તે વ્યક્તિ ના બહાર આવવા ની રાહ જોવે છે થોડાક સમય પછી એક બાળક વૃક્ષ પાછળ થી બહાર આવે છે તે ઋષિ તે બાળક ને તેના માતા પિતા પાસે લઇ જય છે તેના માતા પિતા ને તેણે કરેલ રમત વિશે કહે છે
બાળક ના પિતા :માફ કરશો ગુરુદેવ મારાં બાળક ના કૃત્ય માટે હું આપની માફી માંગુ છું
હરિદાસ : ના હું આપની માફી માટે નહિ પરંતુ કહેવા આવ્યો છું કે આ બાળક ના આ હુન્નર ના કારણે આ એક સારો સંગીતકાર બની શકે છે જો તમે આ બાળક ને મારી સારાહે આવવા પરવાનગી આપો તો...
બાળક ના માતા પિતા એ બાળક ને સાથે લઇ જવાની પરવાનગી આપી અને તે બાળક તેની સાથે ગયો....
તે બાળક હરિદાસ સાથે રહી સંગીત શીખવા લાગ્યો
( પંદર વર્ષ બાદ )
તે બાળક યુવાન સંગીત કલાકાર બન્યો તેણે હરિદાસે દીક્ષા આપી અને તેનું નામ પડ્યું "તાનસેન"
આજે તે પંદર વર્ષ બાદ પોતાના ઘરે જય રહયો છે ત્યારે જંગલ માં બે વ્યક્તિ ને વાર્તાલાપ કરતા સાંભળે છે
વ્યક્તિ 1:ભાઈ તને ખબર છે બાદશાહ 'અકબર ' પોતાના રાજમહેલ માં પોતાના સંગીતકાર સાથે ગાયન સ્પર્ધા રાખે છે અને જીતનાર ને પોતાના નવરત્ન માં સંગીતકાર નું સ્થાન આપે છે
આ વાત સંભાળી ને તાનસેન પોતે તેના સંગીતકાર સાથે સ્પર્ધા કરવાનું વિચારે છે
(અકબર નો દરબાર )
તાનસેન :બાદશાહ હું આપણા સંગીતકાર સાથે પોતે એક સંગીત સ્પર્ધા કરવા ઈચ્છુ છું.
અકબર : ઠીક છે જો તું આ સ્પર્ધા જીતે તો તને મારાં દરબાર માં નવરત્ન માં સ્થાન મળશે.
તાનસેન :ઠીક છે બાદશાહ હું તૈયાર છું
(અકબર નો દરબાર )
અકબર ના દરબાર માં તાનસેન અને અકબર નો સંગીતકાર બંને આમને -સામને સંગીત ના સુર રેલવે છે અને abte તાનસેન નો વિજય થાય છે તેથી તેણે નવરત્ન માં સ્થાન મળે છે પરંતુ અકબર તેના સંગીતકાર ની હત્યાં કરી નાંખે છે આ જોઈ તાનસેન અકબર ને કહે છે
તાનસેન :બાદશાહ તમેં આ શું કર્યું? આની હત્યાં કેમ કરી નાખી?
આ સંભાળી અકબર કહે છે
અકબર :આજ તો શરત હતી કે જીતનાર ને નવરત્ન માં સ્થાન મળશે અને harnar ને મ્રીત્યુંદંડ
આ સંભાળી તાનસેન ને ખુબજ દુઃખ થાય છે પરંતુ તે આ બધું ભૂલી અકબર ના દરબાર માં સંગીતકાર તરીકે રહેવા માંડે છે.
(થોડાક સમય બાદ )
એક બાવીસ લોકો ની સંગીતકારોની ટુકડી એ આ વાત સંભાળી અને અકબર ના દરબાર માં જાય છે અને તાનસેન ને પડકાર ફેકે છે તાનસેન ના સમજાવ્યા સાગતા તે લોકો નથી માનતા અને અકબર ના દરબાર માં જાય છે.
*********--------*********-------******--------
શું થશે આગળ? જાણવા માટે વાંચો આ વાર્તા નો આગળ નો ભાગ.