jindagi jivta shikho - 4 books and stories free download online pdf in Gujarati

જીદંગી જીવતા શીખો - 4

નિયમ: ૫)
એક પ્રદેશનો ઉદ્યોગપતી ખુબજ પૈસાદાર હતો. તેના બધાજ ધંધાઓ ખુબ સારી રીતે ચાલતા હતા. એક દિવસ ધંધામા મોટી મંદી આવી અને અચાનકથીજ તેના બધા ધંધા ખોટ ખાવા લાગ્યા. મંદી ખુબ લાંબો સમય ચાલી એટલે આ વ્યક્તીના ઘરબાર, કારખાના, જમીન જાયદાદ બધુજ વેચાવા લાગ્યુ. વધુમા ઉઘરાણી કરવા વાળા લોકો પણ વધવા લાગ્યા. આ બધુ કાયમનુ થઈ ગયુ હતુ એટલે તે ખુબ નિરાશ થઈ ગયો. એક દિવસ તે કંટાળીને શાંતીની શોધમા તે રજળપાટ કરવા લાગ્યો. એવામા અચાનક તેને એક વિદ્વાન માણસનો ભેટો થયો. તેમનાથી તે ખુબજ પ્રભાવીત થયો એટલે એક દિવસ તેમના ઘરે જવાનુ નક્કી કર્યુ. તેમના ઘરે જઈને જોયુ તો તેને આશ્ચર્યનો પાર ન રહ્યો કારણકે આવળા મોટા જ્ઞાની અને પૈસાદાર વ્યક્તીનુ ઘર એકદમ સીધુ સાદુ હતુ. તેમના ઘરમા ફર્નીચરના નામે માત્ર કામ કરવા માટેનુ ટેબલ, મહેમાનોને બેસવા માટે થોડી ખુરશીઓ અને પુસ્તકો રાખવા માટેનુ એક સ્ટેંડજ હતુ.
આ ભાઇએ તો તરતજ આશ્ચર્ય સાથે પુચ્છ્યુ “ તમારુ ફર્નીચર ક્યા ? “
વિદ્વાને મુલાકાતી સામે સ્મીત કરીને સામો પ્રશ્ન કર્યો, પેલા તમારુ ફર્નીચર બતાવો, તમારુ ફર્નીચર ક્યા ?
વેપારી બોલ્યો, તમેતો મારા વિશે બધુજ જાણો છો કે મારા ઘર બાર ફર્નીચર બધુજ વેચાઈ ગયુ છે. હું તો એક પ્રવાસી તરીકે માત્ર તમારા ઘરની મુલાકાત લેવાજ આવ્યો છુ.
આ સાંભળી પેલા વિદ્વાને હસતા હસતા કહ્યુ , અરે ભલા માણસ હું પણ આ પૃથ્વી પરનો પ્રવાસીજ છુ અને હું પણ તમારી જેમ તેની મુલાકાત લેવાજ આવ્યો છુ અને એક દિવસ જતો પણ રહેવાનો છુ,જ્યાં આપણે કાયમને માટે રહેવાના નથી એવા પ્રવાસના સ્થળે જીંદગી માત્ર ફર્નીચરો વસાવવામાજ ખર્ચી નાખશુ તો આ જીવનરુપી પ્રવાસનો આનંદ કેવી રીતે ઉઠાવી શકશુ ? આ વાત સાંભળી પેલા વ્યક્તીને પોતાની ભુલ સમજાણી અને તેણે પણ જીવનરૂપી પ્રવાસનો આનંદ ઉઠાવવાનો નિર્ધાર કર્યો.
જીવનને સફળ બનાવવા માટે આ વાત સમજવી ખુબ જરુરી છે કારણકે મોટા ભાગના લોકો આટલી સામાન્ય એવી વાત ન સમજી શકવાને કારણેજ પોતાની જીંદગી નકામી બાબતોમાજ ખર્ચી નાખતા હોય છે. પ્રવાસનો સુખેથી આનંદ ઉઠાવવા માટે થોડી ઘણી વસ્તુઓ, સાધન સામગ્રીઓની વ્યવસ્થા કરવી જરુરી બને છે પણ તેનો મતલબ એવો ક્યારેય નથી થતો કે આપણે આખી જીંદગી આવી વ્યવસ્થાઓ કરવામાજ રહી જઈએ અને પ્રવાસ માણ્યા વગરજ પુરો થઈ જાય. વ્યવસ્થા કે સુવિધાના નામે આવા મધુર પ્રવાસનો આનંદ ગુમાવી દેવો એ કોઇ કાળે વ્યાજબી કહેવાય નહી.
આટલી વાત જો લોકો સમજી જાય તો તે પોતાના જીવનને સર્વાંગી પણે સફળ બનાવી શકતા હોય છે કારણકે હવે તેઓના જીવનમા ફર્નીચર કે દ્રવ્યોનુતો સુખ હશેજ પણ સાથે સાથે જીવનયાત્રાનો સુખદ આરામ પણ હશે જે વ્યક્તીને સદાય રુહાની અહેસાસ આપશે.
જીવનને સફળ બનાવવા અને રાજીખુશીથી તેને પસાર કરવા માટે નીચેના નિયમો યાદ રાખવા જોઇએ.
૧) સૌથી પહેલા સારા માણસ બનો, માણસાઇથી જીવન જીવવાનો પ્રયત્ન કરો.
૨) જીવનમા જ્ઞાન, ઉત્સાહ, વિશ્વાસ, પવિત્રતા અને શ્રધ્ધાનુ અજવાળુ ફેલાવો.
૩) રૂપીયા પૈસામા સુખ ગોતવાને બદલે જીવનના નિર્દોષ આનંદો લુંટવાની મજા માણો.
૪) જીવનમા જે કંઈ પણ બને છે તે બધુ સારા માટેજ બને છે તેમ સમજી તેનો સ્વીકાર કરો, તેમાથી બોધપાઠ મેળવો અને આગળ વધો.
૫) બધુ ભેગુ કરવાની લાલચ છોળીને જીવનરુપી પ્રવાસનો આનંદ ઉઠાવો.
આપણે બધા આ ધરતી પર શા માટે આવ્યા છીએ ? લોકોની ઇર્ષા કરવા માટે ? સારા માર્ક્સ મેળવવા માટે ? યુધ્ધો લડવા માટે ? પૈસા કમાવા માટે કે આખો દિવસ પ્રોફેશનલ બની ગંભીર મોઢા બનાવીને ફરવા માટે આવ્યા છીએ ? શું જીંદગીનો આટલોજ મતલબ હોઈ શકે ? નહી આ બધુતો જીંદગીનો એક ભાગ હોઈ શકે પણ એજ જીંદગી ક્યારેય ન બની શકે. આપણે બધા આવા કામ કરવા માટે નહી પરંતુ જીંદગી જીવવા માટે જનમ્યા છીએ, નવા નવા મીત્રો, સબંધીઓ બનાવી તેમની સાથે પ્રેમથી થોડો ઘણો સમય વિતાવવા, થોડી યાદો બનાવવા અને આનંદ કિલ્લોલ કરવા માટે જનમ્યા છીએ. પરીક્ષા, યુધ્ધ, પૈસા એ બધુતો જીવન ટકાવી રાખવા માટે જરુરી છે, પણ તેનેજ જીવન બનાવી દેવાની ભુલ કરી શકાય નહી. જે લોકો આવી ભુલ કરી બેસતા હોય છે તેઓ ક્યારેય ખુલ્લા દિલથી જીંદગી જીવી શકતા હોતા નથી કારણકે જીંદગી તેમના માટે એક બોજ બનીને રહી જતી હોય છે. આપણને ખુબજ ઓછો સમય મળ્યો છે તો મન ભરીને મળેલા સમયને માણી લેવાની આવળતનેજ સાચી જીંદગી કહી શકાય. એકતો આપણી જીંદગી ટુંકી છે, ક્યારે તેમા પુર્ણવીરામ લાગી જાય તેની પણ આપણને ખબર નથી તો પછી શા માટે આપણે ગામ આખાના ટેન્શનો લઈ, હાથે કરીને દુખી થયા કરીએ ? તેના કરતા નકામી ચીંતાઓ છોડી મીત્રો, સબંધીઓ સાથે મજાના ટેસડા કરતા કરતા અને જરૂરી કામ કરતા કરતા આરામથી જીંદગી જીવતા હોઇએ તો જીવવાની કેવી મજા આવી જાય? પછી જીંદગી વિશે કોઇ ફર્યાદ રહી શકે ? આમ જીવનનો સાચો અર્થ કે મક્સદ સમજવાથીજ તેને માણી શકાતી હોય છે.

જીંદગી નાની નથી હોતી, પણ લોકો જીવવાનુજ મોડુ શરુ કરતા હોય છે. મોટા ભાગના લોકો નકામી બાબતો, ઇર્ષા, વેર ઝેર, અહંકાર અને ઝઘડાઓમા અડધી જીંદગી પસાર કરી નાખતા હોય છે પણ તેઓ પ્રેમ, ભાઇચારા, અને નિર્દોષ આનંદોના સુખના મહત્વને સમજતા હોતા નથી. પછી જ્યારે તેઓ આ બધુ સમજતા હોય છે ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હોય છે.
મે એવા ઘણા લોકોને જોયા છે કે જેઓ આખી જીંદગી ઝઘડતાજ રહેતા હોય છે પણ જ્યારે તે બે માથી કોઇ એક મરણપથારીએ પહોચતો હોય છે ત્યારે તેને સમજાતુ હોય છે કે જીંદગીનુ કશુજ નક્કી નથી અને કંઈ સાથે લઈ જવાના નથી તો આવા સમયે લોકો સાથે હળીમળીને પ્રેમથી બે પળો વિતાવી લીધી હોય તો જીંદગી જીવવાની મજાજ કઈક ઔર હોય છે. આખો દિવસ ઝઘડાઓ કરી કરીનેય આખરે ઉમર પુરી થતા મરવાનુ છે અને પ્રેમથી, રાજી ખુશીથી જીવીએ તોય સમય આવ્યે જીવન પુર્ણ થવાનુજ છે તો પછી પહેલેથીજ જીંદગીનો સંપુર્ણ લ્હાવો ઉઠાવી લેવામા શું વાંધો હોઇ શકે ? લોકો આવી વાત હાથમાથી જવાનીનો સમય નિકળી જાય, ૪૦-૫૦ વર્ષની ઉમરે પહોચી જાય પછી સમજતા હોય છે, એના કરતા જો યુવાવસ્થામા ખુબ તરવરાટ અનુભવાતો હોય ત્યારે આ વાત સમજી લેવામા આવી હોય તો ઘણા સારા પરીણામો મેળવી શકાતા હોય છે. પણ ખૈર જાગ્યા ત્યારથી સવાર સમજીને પણ આ વાત સમજી લેવી જોઇએ અને બીજા યુવા હૈયાઓને પણ આ વાત સમજાવવી જોઇએ.
ઘણી વખત આપણે લોકોને એમ કહેતા સાંભળ્યુ હોય છે કે આ વ્યક્તીનેતો જીંદગી જીવતાજ નથી આવળતુ, તો આવા સમયે આપણને પ્રશ્ન થતો હોય છે કે શું જીંદગી જીવવાની પણ રીત હોય છે ? જીંદગી જીવતા કેવી રીતે શીખી શકાય?
હા જીંદગી જીવવાની રીત હોય છે, જેમ કામ કરવાની એક રીતે હોય છે, મશીનો ચલાવવાની રીત હોય છે તેવીજ રીતે જીવન જીવવાની પણ એક રીતે હોય છે, એ રીતથી જીવન જીવવામા આવે તોજ તેને સફળ બનાવી શકાતુ હોય છે. નીચે પ્રમાણેના સુચનોનો અમલ કરવાથી વ્યવસ્થીત રીતે જીંદગી જીવી શકાતી હોય છે.

- જીવનમા કોઇ હેતુ રાખો. હેતુ વગરનુ જીવન આમ તેમ ફંગોળાયા કરશે, ખોટા નિર્ણયો લેવાશે અને આખરે આપણેજ તેના પરીણામો ભોગવવા પડશે, તેના કરતા હેતુ નક્કી કર્યો હોય અને તે મુજબ જીવન જીવતા હોઇએ તો જીવનને સાર્થક બનાવી શકાતુ હોય છે.

- આત્મવિશ્વાસ, ઉત્સાહ અને આયોજનથી જીવન જીવો.

- મુળતો આપણને સંપુર્ણ જીવન વિશ્વમા સુખાકારી
પ્રસરાવવા માટેજ મળ્યુ છે, માટે પોતે તો ખુશ રહોજ પણ અન્યોને પણ સુખી રાખવાનો પ્રયત્ન કરો.

- બીજાની ખામીઓ ગોતવા કરતા પોતાની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરવો કારણકે યુદ્ધ આપણે લડવાનુ છે તો પછી આપણામા શું ખામી છે તે શોધી તેમા આપણેજ સુધારા કરવા જોઈએ. આ રીતે બધીજ ખામીઓ દુર થતા સફળતા પ્રાપ્ત કરી શકાતી હોય છે.

- નશીલા પદાર્થોના સેવન કરવાથી બચો, આવા પદાર્થો તમારી માનસીક સ્વસ્થતા છીનવી લેશે અને તમારા જીવનને કાલ્પનીક અને દુ:ખોથી ભરેલુ બનાવી દેશે.

- શરીર અને મન એ બન્નેને તંદુરસ્ત રાખો, તંદુરસ્ત તન અને મન એ બન્ને સ્વસ્થ, સુખી જીવન જીવવા માટે જરુરી છે.

- બીનજરુરી, નકામી, બગાળ ઉત્પન્ન કરનારી બાબતોથી દુર રહો, તમે જેટલા આવી બાબતોથી દુર રહેશો તેટલાજ શાંતીથી જીવન જીવી શકશો. માટે શું યોગ્ય છે, શું અ યોગ્ય છે, શું કરવુ જોઇએ અને શું ન કરવુ જોઇએ તેની સમજ કેળવો, સંપુર્ણ વિચાર કર્યા બાદજ કોઈ પગલુ ભરો.

- આપણે બધા સામાજીક પ્રાણી છીએ, માણસ એ સમાજમા રહેવા ટેવાયેલો છે એટલે જ્યાં સુધી તે સમાજમા રહેતા નહી શીખે ત્યાં સુધી તેની જીંદગી અધુરીજ કહેવાશે, માટે સમાજમા રહેતા શીખો. ઘર પરીવાર, આડોશ પાડોશ અને સમાજના લોક સાથે સંપર્ક જાળવી રાખો. સમયાંતરે મળવાનુ–બેસવાનુ રાખો. કાલ્પનીક ઈન્ટરનેટની જીદંગી છોળી વાસ્તવિકતામા જીવન જીવતા શીખો અને બધા સાથે વિનમ્રતા, પ્રેમ અને કરુણાથી વાતચીત કરવાનુ રાખો.

- પોતાના દુ:ખ, નિરાશા, ગુસ્સો, અણગમો, આનંદ, ઉત્સાહ, જેવી લાગણીઓને સભ્યતાથી વ્યક્ત કરતા શીખો. આવી બધી લાગણીઓને દબાવી રાખવાથી જીંદગી કઠીન બની જતી હોય છે જ્યારે તેને વ્યવસ્થીત રીતે વ્યક્ત કરવાથી મન પરથી બોજ ઉતરી જતા હોય છે અને જીવન સરળ બનતુ હોય છે.

- પોતાની ઇન્દ્રીયો, લાગણીઓનુ દમન કરવાને બદલે તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરો અને યોગ્ય સમય આવ્યે તેને સભ્યતાથી વ્યક્ત કરો. જે માણસ ઇન્દ્રીયોનુ દમન કરે છે તે લાંબાગાળે ઢોંગી અને વિકૃત બની જતો હોય છે પણ જે વ્યક્તી ઇન્દ્રીયોને પોતાના કાર્યમા નડતરરૂપ ન થાય એ રીતે કાબુમા રાખે છે તેઓ સુખ અને સફળતાને લાંબા સમય સુધી ટકાવી શકતા હોય છે.

- દરેક કાર્યને શાંતીથી સ્વસ્થતાથી પુર્ણ કરતા શીખો. ખોટી ઉતાવળ કરવાથી કામ અને સમ્માન બન્ને બગળતા હોય છે, તેના કરતા સ્વસ્થ મન રાખી કામ કરતા શીખી લઈએ તો તમામ પરીબળો વચ્ચે સમતુલા જાળવી શકાતી હોય છે.

- શરીર અને મન બન્નેને પુરતો આરામ આપતા શીખો, આ રીતે સમગ્ર દિવસ ભરનો તણાવ ઓછો કરી જીંદગી પ્રત્યે લગાવ વધારી શકાતો હોય છે.

- જીવનમા કાર્ય અને રમત કે મનગમતી પ્રવૃત્તીઓનુ મહત્વ સમજો, તેને જીવનમા ખાસ સ્થાન આપો. સાથે સાથે તે બન્ને વચ્ચે સમતુલા જળવાઇ રહે તેનુ પણ ધ્યાન રાખો.

- પોતાની ભુલો સ્વીકારતા શીખો,જ્યાં સુધી તમે તમારી ભુલો નહી સ્વીકારોત્યાં સુધી તેને સુધારી નહી શકો.જ્યાં સુધી તમારી ભુલો નહી સુધરેત્યાં સુધી તમારુ જીવન પણ સંપુર્ણ નહીજ બને. માટે સતત પોતાની ભુલો ઓળખતા રહો અને તેને સુધારતા રહો.

- યાદ રાખો કે જીવનમા જે કંઈ પણ બને છે તે આપણને કોઇ ચોક્કસ દિશામા વાળવા માટેજ બને છે. માટે જીવનના ઘાવોથી દુ:ખી થવાને બદલે તેમાથી બોધપાઠ મેળવો અને ફરી પાછુ તેવુ કોઇનીય સાથે ન થાય તેની કાળજી રાખો.

- એક બીજાના સાથ સહકારથી જીંદગી જીવતા શીખો, એક બીજાને મદદરૂપ થાઓ, ઉપરાંત પોતાની તકલીફો, સમસ્યાઓને ખુલ્લા દિલથી યોગ્ય વ્યક્તી સાથે ચર્ચા કરતા શીખો. આ રીતે પણ જીવનના ઘણા બધા બોજા ઓછા કરી શકાતા હોય છે.

- પોતાની લાગણીઓ વ્યક્ત કરતા શીખો. લાગણીઓ દબાવી કે છુપાવી દેવાથી ચંચળતા, અધીરાઇ અને દિલ પર બોજ વધી જતો હોય છે જેથી ક્યારેક વ્યક્તી અંતીમવાદી પગલા લેવા મજબુર થઈ જતો હોય છે. તેના કરતા જો સમાધાન લાવવાના દ્રષ્ટીકોણથી, નિખાલસતાથી લાગણીઓ વ્યક્ત કરતા શીખી લેવામા આવે તો પાગલપણા, મનોરોગ, વિકૃત્તીઓ કે અંતીમવાદી પગલાઓ લેવાથી બચી શકાતુ હોય છે.

- ચીંતાઓ કરી કરીને જીવન જીવવાનો કોઇ અર્થ રહેતો નથી, ચીંતા ચીતા સમાન છે માટે ચીંતા મુક્ત થઈને કે તેને દુર રાખીને જીવન જીવતા શીખવુ જોઇએ. ચીંતાને દુર રાખવા માટે આત્મવિશ્વાસ, શ્રધ્ધા અને આત્મગૌરવથી જીવન જીવતા શીખવુ જોઇએ ઉપરાંત ચીંતા ઉત્પન્ન કરે તેવા કાર્યોથી પણ દુર રહેવુ જોઇએ.

- દરેકની લાગણીઓનુ ધ્યાન રાખો, આપણાથી કોઇની લાગણી ન દુભાય તે રીતેજ જીવન જીવવાનો પ્રયત્ન કરો.

- જીવનને આમતેમ વેડફી નાખવાને બદલે તેને કોઇ ચોક્કસ દિશામા હેતુયુક્ત જીવન જીવો.

- સતત વ્યસ્તતામાથી પણ પોતાના શોખ માટે સમય કાઢતા રહો.

- દરેક પ્રકારની પરીસ્થિતિમા રાજી ખુશી અને ઉત્સાહથી જીવન જીવવુ કે જીવન જીવવા થનગનતા રહેવુ એજ જીવન જીવવાની સાચી રીત છે.

- જીવનમાતો ચઢતી પડતી આવ્યાજ કરવાની છે તેમ છતાય તેનો સ્વીકાર કરી આગળ વધતા રહેવુ, રાજી ખુશીથી અને ઉત્સાહથી જીવતા રહેવાનુ સ્પીરીટજ સાચુ જીવન છે. જે લોકો અનેક તકલીફો છતા પણ હસીમજાક કરતા કરતા રાજી ખુશીથી જીવન જીવી રહ્યા છે તેઓજ ખરેખર જીવનને સમજી શક્યા છે તેમ કહી શકાય.

- બનાવટી, દંભથી ભરેલુ, દેખાળા કરવા ખાતર જીવન ન જીવો. આ રીતે તમારુ જીવન નિમ્ન સ્તરનુ બની જશે. જો તમારે જીવન સુધારવુજ હોય તો ઉચ્ચ આદર્શો, હેતુઓ અને સીદ્ધાતોને કેન્દ્રીત બનાવવુ જોઇએ.

- શાંતીથી કામ કરતા શીખો. આજના જમાનામા લોકો નાની નાની બાબતો કે ભુલોમા ગુસ્સે થઈ જાય છે, એક બીજા પર અપમાનજનક આરોપ પ્રતી આરોપ કરવા લાગી જાય છે અને છેવટે બન્ને એક બીજાના વેરી બની જાય છે. આવા સમયે જો થોડી ધીરજ રાખી શાંતીથી સમસ્યાના સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો હોય કે લોકોને પ્રેમથી સમજાવ્યા હોય તો ગંભીર નુક્શાનીઓથી બચી શકાતુ હોય છે અને સાથે સાથે જીવનમા શાંતી પણ જાળવી શકાતી હોય છે. આમ જીવનને સફળ બનાવવા માટે ગમે તેમ કરીને શાંતી જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.

- લોકોને માફ કરતા શીખો, માણસ એ ભુલોનુ પુતળુ છે કારણકે તે લાગણીઓ અને અપેક્ષાઓનો ગુલામ છે. આ બન્ને પરીબળોમા વધારો કે ઘટાડો માણસને ભુલ કરવા પ્રેરતો હોય છે. તો આવા સમયે આપણે તેઓની આવી પરીસ્થિતિની દયા ખાઇને માફ કરતા શીખવુ જોઇએ. જે લોકો બીજાઓને માફ નથી કરી શકતા હોતા તેઓ માણસ તરીકેની સાચી જીંદગી પણ નથી જીવા શકતા હોતા કારણકે આ રીતે તેનામા બદલો લેવાની, નુક્શાની કરવાની કે પેલી વ્યક્તીના વિકાસમા અવરોધરૂપ બનવા તરફ ગતી કરવા લાગતો હોય છે. હવે જે વ્યક્તી બીજાને નડતરરૂપ થતો હોય, બીજાની પ્રગતીની ઇર્ષા કરતો હોય તે વ્યક્તી સાચુ જીવન જીવી રહ્યા છે તેવુ કઈ રીતે કહી શકાય ? કુતરુ તમને કરડે તો તમે પણ સામે કુતરાને કરડવા જાવ તો પછી કુતરામા ને તમારામા ફર્ક શું રહી ગયો ? આમ પોતાની ઓળખ અજળવાઇ રહે તે માટે પણ લોકોને માફ કરતા શીખવુ જોઇએ.

- માફ કરી દેવાથી આપણુ મન શાંત થઈ જતુ હોય છે, હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. આપણી આંતરીક શક્તી મજબુત થતી હોય છે જેથી જીવનમા સર્વાંગી વિકાસ સાધી શકાતો હોય છે. માટે હંમેશા લોકોને પોતાની ભુલ સુધારવાની પ્રેરણા મળે એ રીતે માફ કરતા રહો.

- સતત નવુ નવુ શીખતા રહો, તેમ કરનાર વ્યક્તી જ્ઞાનના અભીમાનથી બચી વિનમ્રતાથી સતત પ્રગતી સાધી શકતા હોય છે.

- ઇશ્વર પર વિશ્વાસ રાખો, ભગવાન તમને શ્રેષ્ઠ ફળ આપવા માગેજ છે એટલા માટેજ તમને જરૂરી અનુભવો કે પાઠ ભણાવી તેના માટે તૈયાર કરી રહ્યા છે. આવા સમયે ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે તેવો ભાવ શાંતીથી જીવતા શીખવાળશે.

- લોકો પ્રત્યે રહેલા પુર્વગ્રહો, ગેરમાન્યતાઓ કે ગેરસમજણો દુર કરો,જ્યાં સુધી તમે આ ગેરસમજણો દુર નહી કરો ત્યાં સુધી તમે સહજતાથી, આત્મીયતાથી લોકો સાથે હળી મળી નહીજ શકો. માટે મનમા રહેલા તમામ ખોટા ખ્યાલો દુર કરો અને જો ખરેખર તેવુજ હોય તો પરીસ્થીતી કે સબંધોને સુધારવાનો પ્રયત્ન કરતા રહો.

- મશીનની જેમ કામ કે જવાબદારીઓનો ઢસરડો કર્યે જવાને બદલે રસપુર્વક ખંતથી કામ કરવુ જોઇએ, જીવનને સુધારવા માટેની એક તક સમજી રાજી ખુશીથી કામ કરવા જોઇએ.

- પરીવર્તનોનો સ્વીકાર કરતા રહો. નાનપણમા આપણે જેવુ વર્તન કરતા હતા તેવુ વર્તન મોટા થઈને ન કરી શકાય એટલેકે વર્તનમાન સમય મુજબ અનુકુળ થઈને જીવતા શીખવુ જોઇએ. જીવન સુધારવા માટે જેટલા પણ જરુરી હોય તેટલા પરીવર્તનો હીંમત પુર્વક કરતા રહેવા જોઇએ.

- એક વાત હંમેશા યાદ રાખો કે આપણે બધા આ ધરતી પર દુ:ખી થવા, ચીંતાઓ કરવા, લોકોને નીચા દેખાળવા કે તેઓની ઇર્ષા કરી બળતરાઓ કરવા માટે નથી આવ્યા, જીવન તેનાથી પણ વિશેષ છે એટલેકે આપણે બધા જીવનનુ રહસ્ય સમજવા, જીવનના આનંદો પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. જીવન એ ઇશ્વરનો શ્રેષ્ઠ ચમત્કાર છે તો આ ચમત્કારનો શ્રેષ્ઠ આનંદ ઉઠાવી જાણવો એજ આપણા જીવનનો હેતુ હોવો જોઇએ.

- જીવન એ કંઈ રેસ નથી તે આપણે બધા દોડ્યેજ જઈએ, જીવન એ માણી લેવાની વસ્તુ છે, જેને જેટલી તમે માણતા જશો તેટલુજ વધારે જીવતા શીખી જશો. જરા વિચારો જોઇએ કે તમારી સામે વિશ્વની શ્રેષ્ઠ કેક પડી હોય અને તમને એ ખાવાની પુરેપુરી છુટ પણ હોય તેમ છતા તમે તે કેક ખાવાને બદલે તેને ભેગી કરવામા કે તેને બનાવવાની રેસ લગાળવામા લાગી જાઓ તો કેક ખાવાનો આનંદ ક્યારે ઉઠાવશો ? આટલુ સત્ય સમજી જનાર વ્યક્તી જીવનને ખુબ સારી રીતે જીવી બતાવતા હોય છે.

- બધા સાથે સરળતાથી હળી મળી જાવ કારણકે જ્યાં સુધી આપણામા આ ગુણ નહી વિકસેત્યાં સુધી આપણી જીંદગી અધુરીજ રહેશે.

- માત્ર જવાબદારીઓ નિભાવ્યે ન જાઓ કારણકે તેમ કરવાથી તમે જીવનના ખરા આનંદને માણી નહી શકો અને ધીરી ધીરે તમારા મન અને વિચારો સંકુચીત બની જશે. તમે મનોમન એકલા પડી જશો, ઉંડા વિચારોમા ખોવાઇ જશો કે ટેન્શનમા આવી છેવટે થાકી હારીને ક્વીટ કરી દેશો. માટે તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવો પણ તેની સાથે સાથે જીવનની અમુલ્ય પળોને પણ સાચવી જાણો, જેમકે પરીવાર સાથે સમય વિતાવવો, બાળકો સાથે રમવુ, દાંપત્ય જીવનને સુમધુર બનાવવુ, મીત્રો સાથે કે પરીવાર સાથે ફરવા જવુ વગેરે ...

- વધુ પડતો સંતોષ રાખવાથી પોતાને હવે કશુજ જોઇતુ નથી તેવો ભ્રમ થવા લાગતો હોય છે, એટલે લોકો વધુ મહેનત કરવાનુ, મનોમંથનો કરવાનુ બંધ કરી દેતા હોય છે જેથી તેઓના મન, વિચારો અને બૌધ્ધીક ક્ષમતાઓને કાટ લાગી જતો હોય છે જ્યારે ઓછો સંતોષ રાખવાથી વ્યક્તી મહામહેનતે, નશીબથી મળેલા સુખોને ભોગવી શકતા હોતા નથી. આમ આ બન્ને પરીબળોનો વધારો એ જીવનને નિષ્ફળ બનાવતો હોય છે જ્યારે ઘટાળો એ જીવનને નિરર્થક બનાવી શકતો હોય છે. માટે આ બન્ને પરીબળોને બેલેન્સમા રાખી જીવન જીવવાની સાચી કળા શીખી લેવી જોઇએ.

- છેવટેતો તમારી જીંદગીને સુધારવા માટે તમે પોતેજ જવાબદાર છો, માટે પોતાની જવાબદારીઓથી દુર ભાગવાને બદલે તેનો સ્વીકાર કરી મહેનત કરવા લાગી જાઓ. પોતાની આવી જવાબદારીઓ નિભાવવાથીજ જીવનને સફળ બનાવી શકાતુ હોય છે.