Taras Premni - 5 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૫

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

તરસ પ્રેમની - ૫



RR અને SR ના આવતા જ ઘણી છોકરીઓ તેમની પાસે આવીને Hi Hello કરવા લાગી. SR અને RR તો એ છોકરીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ ગયા.

SR ની નજર મેહા પર પડી. SR એ નોટીસ કર્યું કે મેહા પોતાની તરફ જ જોઈ રહી છે. SR મેહા પાસે ગયો અને વાત કરવા લાગ્યો. થોડીવાર વાત કરી એના ફ્રેન્ડસર્કલ પાસે ગયો.

તનીષા અને તન્વી બંન્ને પાર્ટીમાં આવે છે.
બંન્ને સીધા RR પાસે જાય છે.

તનીષા:- "Hi RR..."

RR:- "Hi... ક્યાં રહી ગયા હતા તમે બંન્ને?"

તનીષા:- "એ તો મેકઅપ કરતા વાર લાગી એટલે."

RR:- "ચલો ડાન્સ કરીએ‌."

નેહા,મેહા,પ્રિયંકા અને મિષા ચારેય એક ખૂણામાં વાત કરી રહ્યા હતા.

મેહા:- "મને તો લાગતું નહોતું કે SR પણ પાર્ટીમાં આવશે. લાગે છે કે SR ને બધા જ ઓળખે છે."

નેહા:- "હા અને RR ને પણ બધા ઓળખે છે."

પ્રિયંકા મેહાને જોઈ કહે છે "મેહા તું પણ શું યાર પાર્ટી માં આવી રીતના આવી ગઈ."

મેહા:- "આવી રીતના એટલે?"

પ્રિયંકા:- "ન તો મેકઅપ કર્યો કે ન તો સરખી રીતના તૈયાર થઈ છે."

મેહા:- "મેકઅપ તો નથી કર્યો પણ વ્યવસ્થિત તૈયાર તો થઈ છું. વાળ પણ સરખા કર્યા છે."

પ્રિયંકા:- "મતલબ એમ છે કે કમસેકમ એરિંગ તો પહેરવા જોઈએ. નથી તો હાથમાં કંઈ પહેર્યું કે નથી તો કાનમાં. આ પાર્ટીમાં આસપાસની છોકરીઓને જો કેવી તૈયાર થઈને આવી છે."

મેહા:- "ચાલશે યાર. એ બધું પહેરીને શું કામ છે?"

પ્રિયંકા:- "તું આવી રહીશને તો તને કોઈ બોયફ્રેન્ડ નહીં મળે. કમસેકમ હળવો મેકઅપ તો કરી લેતે."

મેહા:- "મેકઅપ કરીશ એટલે બોયફ્રેન્ડ મળી જશે? મેકઅપ કરીને કોઈ સુંદર બની જતું નથી. સામેવાળાની દ્રષ્ટિ પર સુંદરતાનો આધાર હોય છે. સુંદરતા તો સામેવાળાનો નજરમાં હોય છે. નજરિયો સારો હોય તો એ વ્યક્તિ આપોઆપ પસંદ કરશે. જેનો નજરિયો સારો હશે...મારી સાદગીમાં સુંદરતા દેખાશે એને હું મારો બોયફ્રેન્ડ બનાવીશ."

મિષા:- "રહેવા દે ને. એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. "

નેહા:- "આ RR એ તનીષામાં શું જોયું હશે. જ્યારે હોય ત્યારે બંન્ને સાથે જ હોય."

મિષા:- "તનીષા જ નહીં RR ને તો બધી છોકરીઓ સુંદર લાગે છે. એક નંબરનો ફ્લર્ટિંગ છે. ખબર નહીં એની લાઈફમાં એ કોઈ છોકરીને લઈ સીરીયસ થશે કે નહીં."

પ્રિયંકા:- "તનીષા અને તન્વી તો RR ના બેસ્ટ ફ્રેન્ડ છે ને?"

નેહા:- "શું ખબર બેસ્ટ ફ્રેન્ડ છે કે પછી બીજુ કંઈક."

RR નેહાના ગ્રુપ પાસે આવે છે.

RR:- "Hey girls what's up?"

પ્રિયંકા:- "કંઈ ખાસ નહીં અમે તો બસ એમ જ વાતો કરી રહ્યા હતા."

RR:- "તો મને કેમ એમ લાગ્યું કે તમે મારા વિશે વાત કરી રહ્યા હતા."

નેહા:- "actually અમે તારા વિશે જ વાત કરી રહ્યા હતા."

RR:- "શું વાતો કરી રહ્યા હતા કે હું કેટલો ફ્લર્ટિંગ છું એમ."

મિષા:- "હા પણ તને કેવી રીતના ખબર પડી."

RR:- "બસ મને ખબર પડી જાય છે. દરેક છોકરીઓના મનની વાત હું જાણી જાઉં છું. અને ખાસ કરીને સુંદર છોકરીઓના મનની વાત તો હું જલ્દી જ જાણી જાઉં છું એટલે જ તો હું તમારા મનની વાત જાણી ગયો અને અહીં આવી ગયો."

નેહા:- "RR તું બોર નથી થઈ જતો છોકરીઓ સાથે ફ્લર્ટ કરીને. અને તને તો બધી જ છોકરીઓ ગમે છે. કોઈક તો એવી છોકરી હશે જે તારા માટે ખાસ હશે."

RRએ ત્રાસી નજર કરી મેહા તરફ જોયું.

RR:- "હા એક છોકરી છે ને."

નેહા:- "કોણ છે એ છોકરી?"

"કહીશ તમને. તેવો સમય આવશે ત્યારે. Ok bye girls." એટલું કહીને RR ડાન્સ કરવા જાય છે.

મિષા:- "RR ને કોઈ એક છોકરી માટે ફીલીગ્સ છે. આ વાત તો માન્યમાં નથી આવતી."

મેહા:- "હા તારી વાત સાચી છે. જેને નવા નવા મેકઅપ વાળા સુંદર ચહેરાનું આકર્ષણ હોય એ વ્યક્તિ સાદગીની સુંદરતા વિશે શું જાણવાનો! આવી વ્યક્તિને સાચો પ્રેમ થવો મુશ્કેલ છે. મને નથી લાગતું કે RR ના જીવનમાં કોઈ છોકરી માટે ખાસ જગ્યા હોય."

નેહા:- "બહુ વાતો થઈ ગઈ. ચાલો ડાન્સ કરવા જઈએ."

ચારેય ડાન્સ કરવા જાય છે. થોડીવાર ડાન્સ કરીને નેહાએ કહ્યું "ચલો guys કંઈક ઠંડુ પીવા જઈએ. જ્યુસ પીવા જઈએ."

ચારેય‌ જ્યુસ પીવા જાય છે.

RR લોકો પણ જ્યુસ પીવા આવે છે.

RR જ્યુસનો ગ્લાસ લઈને પીવા લાગ્યો. RR ની નજર થોડે દૂર સામે ઉભેલી મેહા પર પડે છે. RR મેહાની સાદગીને જોઈ રહ્યો. ન તો હોઠ પર લાલી હતી ન તો આંખોમાં કાજળ કર્યું હતું. મેહાના ચહેરા પર વાળની લટો આવી ગઈ. મેહાએ એ લટોને હળવેકથી કાનની પાછળ સરખી રીતે ગોઠવી દીધી. મેહાની આ અદાને RR જોઈ રહ્યો.

SR ને જોતા જોતા મેહાની નજર RR પર પડે છે.

મેહાને લાગ્યું કે RR મને જ જોઈ રહ્યો છે.

પોતે મેહાને જોઈ રહ્યો છે એવું મેહાને ખબર ન પડવી જોઈએ. એટલે RR મેહાની પાછળ ઉભેલી ગર્લ્સને હાથના ઈશારાથી Hi કહે છે.

મેહાએ પાછળ ફરીને જોયું તો નૈનશી અને એના ફ્રેન્ડ હતા. મેહા મનોમન વિચારી રહી કે "મને કેમ એવું લાગ્યું કે RR મને જ જોઈ રહ્યો છે. અને મેં એવું વિચારી કેવી રીતે વિચારી લીધું કે RR મને જોઈ રહ્યો છે. RR ને તો દરેક છોકરીઓ ગમે છે. ભગવાન જાણે એના મનમાં શું ચાલે છે."

કોઈએ ફરમાઈશ કરી કે લવ બર્ડ અતુલ અને કોમલની પાર્ટી છે તો રોમેન્ટિક Song વગાડીએ.

છોકરીઓ અને છોકરાઓ પાર્ટનરને શોધી ડાન્સ કરવા લાગ્યા. મેહા તરફ એક છોકરાએ હાથ લંબાવ્યો. મેહાએ જોયું તો શ્રેયસ હતો. મેહા શ્રેયસ સાથે ડાન્સ કરી રહી હતી.

મેહાનું દિલ ધક ધક કરવા લાગ્યું. શ્રેયસનો એક હાથ મેહાની કમર પર હતો. કમર પર હાથનો સ્પર્શ થતા જ મેહા નું દિલ એક ધબકારો ચૂકી ગયું. મેહાને શ્રેયસનો સ્પર્શ ગમ્યો.

મેહાને તો શ્રેયસની બાહુપાશમાં સમાઈ જવાનું મન થયું.

થોડીવાર ડાન્સ કરી શ્રેયસ અને મેહા સોફા પર બેસી બધાને ડાન્સ કરતા જોવા લાગ્યા. એટલામાં શ્રેયસને કોઈ બોલાવે છે.

શ્રેયસ:- "હું હમણાં જ આવ્યો."

મેહા:- "Ok."

મેહા એની બહેનપણીઓને ડાન્સ કરતા જોઈ રહી.
એટલામાં જ ત્યાં RR આવે છે.

RR:- "hey મેહા."

મેહા:- "Hi RR."

મેહાએ જે રીતે cutely અને સહજતાથી વાત કરતી તે RR ને ગમી ગયું હતું. મેહા ઓછું બોલતી પણ નિદોર્ષતાથી બોલતી.

RR:- "ચાલને મારી સાથે એક ડાન્સ થઈ જાય."

મેહાએ શ્રેયસ તરફ જોયું. શ્રેયસ વાત કરવામાં બિઝી હતો. મેહાને શ્રેયસ સિવાય કોઈ છોકરા જોડે ડાન્સ નહોતું કરવું.

RR:- "Come on શું વિચારે છે? શ્રેયસની મંજુરી લેવા વિચારી રહી છે."

RR ના આ વાક્યથી મેહાએ RR તરફ જોયું અને કહ્યું "ના હું શું કામ શ્રેયસની મંજુરી લેવાની."

RR:- "તો ચાલને ડાન્સ કરીએ."

મેહા RR સાથે ડાન્સ કરે છે.

RR મેહાની કમર પર હળવેકથી હાથ મૂકે છે. મેહાને ખ્યાલ પણ ન આવ્યો કે RRએ એની કમર પર હાથ મૂક્યો છે. મેહા વિચારે છે કે "RR એક છોકરીના મનને કેટલી સરળતાથી સમજી જાય છે. પહેલી વખત સ્કૂલમાં RR સાથે ડાન્સ કરતી વખતે એ સમજી ગયો હતો કે હું અન્કમ્ફરટેબલ ફીલ કરું છું. અને આજે કમર પર એવી રીતના હાથ મૂક્યો છે કે મને એહસાસ પણ ન થવા દીધો. કદાચ બધી છોકરીઓ RR ની આ જ અદાથી ઘાયલ થતી હશે. એટલે જ બધી છોકરીઓ RR પાછળ ફિદા છે."

RR:- "ક્યાં ખોવાઈ ગઈ?"

મેહા:- "હું વળી ક્યાં ખોવાઈ જવાની?"

RR:- "શું ચાલે છે લાઈફમાં?"

મેહા:- "કંઈ ખાસ નહીં. તું બોલ તારી લાઈફમાં શું ચાલે છે?"

RR:- "તું તો જાણે જ છે કે શું ચાલે છે મારી લાઈફમાં."

મેહા અવઢવમાં મૂકાઈ ગઈ. મેહાએ કોઈ છોકરા સાથે વાત કરી નહોતી. મેહા વિચારે છે કે RR કેટલો કોન્ફીડન્સથી વાત કરે છે. RRની પર્સનાલીટી સામે પોતે કેટલી મૂર્ખ લાગે છે. અને અત્યારે જે રીતે RR એ વાત કરી તે સાંભળી મેહા વિચારોમાં જ અટવાઈ ગઈ. 'હું તો જાણું જ છું કે RR ની લાઈફમાં શું ચાલે છે તે.' હવે આનો મતલબ હું શું કરું? RR તો ફ્લર્ટિંગ ટાઈપનો છોકરો છે. એના કહેવાનો મતલબ શું થતો હશે. ક્યાંક એણે મને ડબલ મીનિગમા કંઈક કહ્યું તો નથી ને? Oh God હું ક્યાં આ RR સાથે ફસાઈ ગઈ." મેહા વિચારતા વિચારતા શ્રેયસ તરફ જોવા લાગી.

RR:- "શું થયું મારી વાત સમજમાં ન આવી."

મેહાએ એટલી જ નિર્દોષતાથી જવાબ આપ્યો. "એકચ્યુઅલી મેં કોઈ છોકરા સાથે આટલી ફ્રીલીથી વાત નથી કરી ને એટલે."

RR:- "હા હું જાણું છું કે તું બહું ઓછું બોલે છે.
તને કોઈ સાથે ભળતા બહું વાર લાગે છે."

મેહા:- "હા હું આમ એકદમ કોઈ સાથે ભળી જતી નથી."

RR:- "હા અને શ્રેયસ સાથે ભળતા વાર ન લાગી."

મેહા:- "એવું કંઈ નથી."

મેહાએ નજરો ઢાળી દીધી.

RR:- "તો કેવું છે?"

મેહા:- "પ્લીઝ બીજી કોઈ વાત કરીએ."

RR:- "કેમ? અને આમ શ્રેયસ નું નામ લેતા શરમાઈ કેમ ગઈ?"

મેહા:- "હું ક્યાં શરમાવું છું. એ તો તને એવું લાગ્યું."

RR:- "મને લાગ્યું છે તે બરાબર જ લાગ્યું છે. અને મને એમ પણ લાગે છે કે તું અત્યારે નર્વસ લાગે છે.
I think તારે શ્રેયસ પાસે જવું છે. રાઈટ?"

મેહા કંઈ બોલી નહીં. RRએ શ્રેયસને બૂમ પાડી.
શ્રેયસ RR પાસે આવ્યો.

SR:- "શું છે બોલ?"

RR:- "હું બીજી છોકરી સાથે ડાન્સ કરવા જાઉં છું. તું મેહા સાથે ડાન્સ કર."

SR:- "Ok."

ડાન્સ કરતા કરતા અતુલે કોમલને પોતાની બાહોમાં સમાવી લીધી.

RR અને શ્રેયસ સાથે બધાએ અતુલ અને કોમલને વધાવી લીધા.

કોમલ તો લજામણીના છોડની જેમ શરમાઈ ગઈ હતી.

"બસ કરો યાર. શું તમે પણ." એમ કહી અતુલે કોમલને હળવેકથી પોતાની છાતીમાં છુપાવી કોમલને એકાંતમાં લઈ ગયો અને કહેતો ગયો "તમે લોકો પાર્ટી એન્જોય કરો અમે બસ હમણાં જ આવ્યા."

મિષા રૉકી સાથે ડાન્સ કરીને એની બહેનપણીઓ પાસે જઈ રહી હતી. મિષા સાથે તનિષા ભટકાય છે.

તનિષા:- "જોઈને નથી ચાલી શકતી?"

મિષા:- "જોઈને તારે ચાલવું જોઈએ."

તનિષા:- "તારી હિંમત જ કેવી રીતના થઈ મારી સાથે આવી રીતના વાત કરવાની?"

મિષા:- "જેવી રીતના તારી હિંમત થઈ મારી સાથે વાત કરવાની તેવી જ રીતના મારી પણ હિંમત થઈ તારી સાથે આવી રીતના વાત કરવાની."

તનિષા:- "પોતાની જાતને બહું સ્માર્ટ સમજે છે?"

મિષા:- "સમજતી નથી. હું સ્માર્ટ હતી છું અને રહીશ સમજી? Come on guys પેલા સોફા પર બેસીએ. અહીં આસપાસ આવા લોકો પાસે રહીશું તો મૂડ બગડી જશે."

તનિષા મનમાં "તમને ચારેયને એવો જવાબ આપીશ કે બધાની બોલતી બંધ થઈ જશે. અને મિષાને ખાસ કરીને સબક શીખવીશ."

તનીષા અને તન્વી ડાન્સ કરી RR પાસે જતા હતા.
મિષા એના ગ્રુપ સાથે ઉભી હતી. તનિષા આવતી હતી કે મિષાએ પોતાનો પગ આગળ કરી તનીષાને પાડવાની કોશિશ કરી. તનિષા નીચે પડતા પડતા રહી ગઈ. મિષાએ ફરીને જોયું તો એની પાછળ મેહા ઉભી ઉભી એની ફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી."

તનિષા:- "મેહા તે જાણી જોઈને મને પાડવાની કોશિશ કરી છે."

મેહા:- "મેં કંઈ નથી કર્યું."

તનિષા:- "તું છે ને innocent બનવાની કોશિશ ન કર. કેટલો ડ્રામા કરે છે યાર તું તો. તારા જેવી છોકરીઓને સારી રીતના જાણું છું. ચહેરા પરથી માસૂમીયત ટપકાવી છોકરાઓની સહાનુભૂતિ મેળવી એને પોતાની પ્રેમજાળમાં ફસાવી લે છે. ભોળી બનવાનું નાટક તો મારી સામે કરતી જ નહીં."

મેહા:- "હું સાચું કહું છું મેં કંઈ નથી કર્યું."

તનિષા:- "ઑહ I see હવે મને સમજાયું. તે દિવસે તારા પર પાણી રેડ્યું હતું તેનો બદલો લે છે ને તું. અને અત્યારે એવું જતાવે છે કે કંઈ કર્યું જ નથી. કેટલું નાટક કરે છે. આવા નાટક કરીને તું થાકી જતી નથી."

મિષા:- "જ્યારે એણે કહ્યું ને કે એણે કંઈ નથી કર્યું તો એણે કંઈ નથી કર્યું. સમજી? જે કર્યું છે તે મેં કર્યું છે. હવે બોલ શું કરી લઈશ?"

તનિષા:- "હું તને છોડીશ નહીં."

મિષા:- "છોડવાની વાત તો દૂર તું પહેલા મને હાથ તો લગાવીને જો."

RR:- "શું ચાલી રહ્યું છે અહીં?"

તનિષા:- "RR આ મિષા અને મેહાએ મને નીચે પાડવાની કોશિશ કરી."

RRએ મિષા તરફ એવી રીતના જોયું કે મિષાએ સાચું કહી દીધું.

મિષા:- "હા મેં એને પાડવાની કોશિશ કરી તો?"

RR:- "મિષા Sorry બોલ."

મિષા:- "નહીં બોલું તો?"

રૉકી:- "Sorry તો તનિષાએ બોલવું જોઈએ એ પણ મેહાને."

RR:- "તું કહેવા શું માંગે છે?"

રૉકી:- "મેહાનો કોઈ વાંક નહોતો છતા પણ તનિષાએ તે દિવસે કેન્ટીનમા જાણીજોઈને મેહાના ચહેરા પર પાણી ફેંક્યું. અને અત્યારે પણ વાંક તનિષાનો જ છે એ જોઈને નહોતી આવતી ને મિષા સાથે ભટકાઈ."

RR:- "મેહા તનિષાએ તારા પણ પાણી ફેંક્યું હતું. આ વાત સાચી છે?"

મેહાએ તનિષા તરફ જોયું પછી RR તરફ નજર કરી.

RR:- "મેહા મારી સામે જો. હું છું અહીં તારે કોઈથી ડરવાની જરૂર નથી."

RR ની આંખોમાં અને અવાજમાં કંઈક એવું હતું કે મેહાને કંઈક સ્પર્શી ગયું.

RR:- "મેહા હું તને કંઈક પૂછી રહ્યો છું શું આ વાત સાચી છે કે તનિષાએ તારા પર પાણી રેડ્યું."

મેહાએ ડોકું હલાવી હા કહી.

RR:- "તનિષા Sorry બોલ."

તનિષા:- "Sorry RR...હવે પછી આવું નહીં કરું."

RR:- "મને નહીં, મેહા અને મિષાને Sorry બોલ."

મેહા:- "RR રહેવા દે. its Ok. Sorry બોલાવડાવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારા બે ની ફ્રેન્ડશીપ તૂટે."

RR:- "તનિષા મેં કહ્યું ને કે Sorry બોલ."

તનિષા:- "Sorry મેહા..."

મિષા જાણીજોઈને તનિષા સામે આવી.

તનિષા:- "Sorry મિષા."

RR:- "I think હવે આપણે ઘરે જવું જોઈએ."

તનિષા ત્યાંથી બહાર નીકળી ગઈ.

RR તનિષાની પાછળ પાછળ જાય છે.

RR:- "તનિષા ઉભી રહે. ક્યાં જાય છે?"

તનિષા:- "મારે તારી સાથે કોઈ વાત નથી કરવી."

રૉકી:- "તો મારી સાથે તો વાત કરીશ ને?"

તનિષા:- "મારે તમારા ચારેય લોકો સાથે વાત નથી કરવી."

તન્વી:- "તનિષા મને તો સાથે લઈ જા."

તનિષા:- "You know what તન્વી જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે."

RR:- "તનિષા પ્લીઝ યાર તું અમારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું આમ અમારાથી નારાજ થઈ જશે તો અમારું શું થશે?"

સુમિત:- "તનિષા તારા દિલને Hurt થયું હોય તો Sorry યાર..."

પ્રિતેશ:- "Come on તનિષા આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ."

RR:- "Come on એક ગ્રુપ hug થઈ જાય."

બધાએ ગ્રુપ hug કર્યું. તનિષા ગ્રુપમાં આવવા નહોતી માંગતી પણ બધાએ એને ફરતેથી ઘેરી લીધી.

તનિષાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

નેહા:- "Wow! યાર આ લોકોની ફ્રેન્ડશીપ જોઈને મને પણ ઈર્ષા થાય છે."

પ્રિયંકા:- "હા યાર એ છ લોકોની ફ્રેન્ડશીપ કેટલી જુની છે. How sweet યાર!"

મેહાએ પણ નોટીસ કર્યું કે સુમિત,પ્રિતેશ,રૉકી અને RR તન્વી અને તનિષાને કેટલું સ્પેશિયલ ફીલ કરાવે છે. Thank God કે મારી પાસે પણ ત્રણ બેસ્ટ ફ્રેન્ડ છે.

મિષા:- "guys આપણે પણ એક ગ્રુપ Hug તો કરી જ શકીએ."

ચારેય ગ્રુપ Hug કરે છે.

"અને ત્રણ બેસ્ટ ફ્રેન્ડ સાથે સાથે એક હમસફર પણ છે." એવું વિચારી મેહાએ શ્રેયસ તરફ નજર કરી.

"નેહા Come...તમને લોકોને ઘરે મૂકી આવીએ." RR એ દૂરથી બૂમ પાડી.

ચારેય RR પાસે પહોંચ્યા. RR એ શ્રેયસને પણ ફોન કર્યો. શ્રેયસ પણ બહાર આવ્યો.

શ્રેયસ અને RR ના ગ્રુપ વાળા બાઈક લાવ્યા હતા.

શ્રેયસ:- "મેહા Come..."

મેહાએ શ્રેયસ તરફ નજર કરી અને શ્રેયસ સાથે બેસી ગઈ.

રાતની ઠંડી હવા વહી રહી હતી. શ્રેયસે બાઈક હંકારી મૂકી.

મેહા બાઈક પરથી ઉતરી.

મેહા:- "bye... good night..."

શ્રેયસ:- "એક મીનીટ...તારો ફોન નંબર તો આપ."

મેહાએ નંબર આપ્યો.

શ્રેયસે અને મેહાએ એકબીજાને હાથના ઈશારાથી bye કહ્યું.

ક્રમશ: