mughal-e-azam - 3 books and stories free download online pdf in Gujarati

મુઘલ-એ-આઝમ - 3

"મુઘલ-એ આઝમ"ના આ અંતિમ ભાગમાં મુઘલશાસનના અંતિમ બે રાજા શાહજહાં અને ઔરંગઝેબની વાત કરવી છે.

અગાઉના ભાગમાં આપણે જોયું કે જહાંગીરની હત્યા તેના જ પુત્ર ખુરમ દ્વારા કરવામાં આવી હતી.ખુરમ એટલે જ શાહજહાં અને મુઘલ સામ્રાજ્યનો પાંચમો વારસદાર.શાહજહાંનો સમયગાળો સ્થાપત્યકલાનો સુવર્ણયુગ ગણાતો.શાહજહાં દ્વારા જ સૌપ્રથમ pwd વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.લાલકિલ્લો,નગીના મસ્જિદ, મોતી મસ્જિદ, શીશ મહેલ,જામાં મસ્જિદ,રંગ મહેલ અને તાજમહેલ વગેરે તેમના વિશેષ સ્થાપત્યોના ઉદાહરણો છે.શાહજહાંએ શાહજહાંનાબાદ નામનું નગર વિકસાવ્યું હતું જે આજે પુરાની દિલ્લી તરીકે ઓળખાય છે અને આ નગરની સુરક્ષા માટેનો કિલ્લો એટલે લાલકિલ્લો. એક ફારસી વેપારીએ શાહજહાંને "કોહિનૂર" હીરો આપેલો જે તેમને પોતાના સિંહાસન મયૂરાશન પર જડાવ્યો હતો.જે આજે અંગ્રેજોની પ્રોપર્ટી છે.શાહજહાંના ત્રીજા લગ્ન નૂરજહાંના ભાઈની પુત્રી મુમતાજમહલ સાથે થયા હતા.કહેવાય છે કે મુમતાજમહલની ચૌદમી ડિલવરી ગૌહરબેગમ રૂપે થઈ હતી અને આ દરમિયાન તેમનું દર્દનાક મૃત્યુ થયું હતું.આ વાતની જાણ શાહજહાંને થતા તેને પોતાની જાતને સાત દિવસ માટે અન્ન-પાણી વગર ઓરડામાં પુરી દીધી હતી.ત્યાં જ તેમને તાજમહેલ બનાવાનો વિચાર આવ્યો હતો.શાહજહાં એટલે સો ટકા સાચો પ્રેમી.તેને આપણે બૉલીવુડના કબીરસિંહ સાથે સરખાવી શકીયે.બંને વચ્ચે ફરક ખાલી એટલો જ હતો કે પ્રિયતમાની યાદમાં કબીરસિંહ થોડો અવરે પાટે ચડી ગયો હતો.આ બાજુ શાહજહાંએ પ્રિયતમાની યાદમાં તાજમહેલ બનાવીને મુમતાજમહલને હમેશાં માટે અમર કરી દીધા.

હવે આપણે તાજમહેલના નિર્માણ પાછળની કહાની અને તેના રોચક તથ્યો પર પ્રકાશ પાડીએ...
તાજમહેલની સ્થાપત્યકલામાં પર્શિયન-મુઘલશૈલીનો ઉપયોગ થયો છે.મોટાભાગના મુઘલ સ્થાપત્યો લાલ રંગના પથ્થરની બન્યા હતા પરંતુ તાજમહેલને વધારે ખુબસુરત બનાવવા માટે શાહજહાંએ સફેદ સંગેમરમરનો જ ઉપયોગ કરવાનો નિશ્ચય કરી લીધો હતો.તાજમહેલના નિર્માણ પાછળ એ સમયના લગભગ ચારસો કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો.તાજમેહલનું બાંધકામ 25000 કારીગરો દ્વારા થયું હતું જેમનો મુખ્ય કારીગર અહમદ લાહોરી હતો.સંગેમરમર વગેરેને તાજમહેલની જગ્યા સુધી લાવવામાં 1500 હાથીનો ઉપયોગ થયો હતો.તાજમહેલને વિશેષ પ્રકારની લાકડાના આધાર ઉપર બનાવમાં આવ્યો છે,જે લાકડુ યમુના નદીમાંથી પાણી શોષિને મજબૂતાઈ પ્રાપ્ત કરે છે.તાજમહેલની મધ્યમાં જ મુમતાજમહલની કબર આવેલી છે.જે બારીકાઈથી અલંકૃત,રત્નોથી જડિત છે જેનું મુખ મક્કા તરફ રાખવામાં આવ્યું છે.શાહજહાની કબર તેનાથી દક્ષિણમાં આવેલી છે.મોસમના પેહલા વરસાદના ટીપા કબર ઉપર પડે છે.તાજમહલ વહેલી સવારે ગુલાબી,દિવસે હલકો વાદળી,સાંજે સોનેરી રંગનો દેખાય છે.તાજમહેલના આ રંગ બદલવાની ઘટનાને સ્ત્રીઓના સ્વભાવ બદલવાની વૃત્તિ સાથે સરખાવી છે.તાજમહેલ જેવા ભવ્ય અન્ય સ્થાપત્યનું નિર્માણ ન થઈ શકે એટલા માટે શાહજહાંએ કારીગરોના હાથ કાપી નાખવાનું ફરમાન કર્યું અને તેમની એક અંતિમ ઈચ્છા પૂરી કરવાની ઘોષણા કરી.અંતિમ ઈચ્છા રૂપે કારીગરોએ મુમતાજમહલના મકબરા ઉપર એવો હોલ પાડી દીધી છે જેનો ઉકેલ આજ સુધી નથી મેળવી શકાયો.શાહજહાની ઈચ્છા તાજમહેલની જ બાજુમાં એક કાળો તાજમહેલ બનાવાની હતી પરંતુ તેને ઔરંગઝેબ દ્વારા કેદ કરવામાં આવતા ઈચ્છા અધૂરી રહી ગઈ.તાજમહેલનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે.1983માં તાજમહેલને યુનેસ્કોએ વિશ્વ વારસો જાહેર કર્યો.તાજમહેલની મુલાકાત દરરોજ દેશ વિદેશથી દસથી બારહજાર પ્રવાસીઓ લે છે.જે અન્ય કોઈ પણ સ્થળની તુલનામાં સૌથી વધારે છે.

મુઘલ સામ્રાજ્યનો અંતિમ શાસક એટલે ઔરંગઝેબ. તેનો જન્મ ગુજરાતના દાહોદમાં મુમતાજમહલની કુખેથી થયો હતો.ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને આઠ વર્ષ સુધી કેદમાં રાખ્યા હતા અને કેદ દરમ્યાન જ તેમનું મૃત્યુ થયું હતું.આમ, શાહજહાંને કેદી બનાવીને ઔરંગઝેબ સતા પર આવ્યો.ઔરંગઝેબનો સમય મુઘલયુગનો સૌથી ખરાબ સમય ગણાય છે.મુઘલ રાજાઓમાં તેની છાપ સૌથી તુચ્છ અને વિકૃત રાજાની છે.ઔરંગઝેબ સુન્ની ધર્મમાં માનતો હતો.તેને હિન્દૂ તહેવારો ઉજવવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.તેના સમયે શીખીનો વિગ્રહ ચરમસીમા પર હતો.ઔરંગઝેબના સમયમાં સ્થાપત્યકલા કે ચિત્રકલા કશા નો વિકાસ થયેલો હોય એવી જાણ નથી.ઉલટાનો તેમને હિન્દૂ મંદિરો તોડવાનો આદેશ આપ્યો હતો.ચિત્રકારો તેનો દરબાર છોડીને જવા માટે મજબૂર થયા હતા પરિણામે પછીથી ચિત્રકાલની ગ્રામીણશૈલી થયો.કોઈ આર્કિટેક કે સિવિલ ઈજનેર જો શાહજહાંના સમયમાં હોત તો માલામાલ થઈ ગયો હોત પણ ઔરંગઝેબના સમયમાં એ જ આર્કિટેક કે સિવિલ ઈજનેર કંગાળ થઈ જાત.ઔરંગઝેબે સંગીતકલા પર પ્રતિબંધ મૂકીને સંગીતકારોને દરબરમાંથી ભગાડી મુક્યા. પરંતુ ઔરંગઝેબને પોતાને વીણાવાદનનો ખુબ શોખ હતો.આ બધાથી કંટાળીને ઔરંગઝેબના જ પુત્રએ જ તેની વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો હતો.શાહજહાની જેમ ઔરંગઝેબ પણ પત્ની પ્રેમી હશે.તેને પોતાની પત્ની રઝિયા બીબીની યાદમાં "બીબી કા મકબરા"નું નિર્માણ કરાવ્યું હતું.બીબી કા મકબરા એટલે તાજમહેલ જેવું જ સ્થાપત્ય. જેને ગરીબો કા તાજમહેલ કહી શકાય.તાજમહેલ અને બીબી કા મકબરની તસવીર બાજુમાં રાખીને જોઈએ તો બીબી કા મકબરા થોડો કુપોષણનો ભોગ હોય એવું લાગે.ખેર એમાં કઈ ઔરંગઝેબનો વાંક પણ નથી.શાહજહાંએ તાજમહેલ પાછળ એટલો પૈસો ખર્ચી નાખ્યો હતો કે ઔરંગઝેબ પાછળ કઈ બચ્યું જ નહીં.ઔરંગઝેબનું મૃત્યુ 1707માં થાય છે તેના પછી દિલ્લીની ગાદી બહાદુર શાહ સંભાળે છે.પરંતુ 1757 પ્લાસીના યુદ્ધ દ્વારા અંગ્રેજોનું આગમન થઈ ગયું હોય છે.