ahankari prem - 1 books and stories free download online pdf in Gujarati

અહંકારી પ્રેમ - 1

પુલકીત સાથે પ્રેમ લગ્ન કરી પ્રિયંકા મુંબઈ આવી ટ્રેનમાંથી ઉતરી રીક્ષા કરી પુલકીત એને એના ઘરે લઈ આવ્યો. ઘર સુધી પહોંચતા આજુબાજુ નું લોકેશન જોઈ પ્રિયંકાના મનમાં કંઈક સવાલો ઉઠવા લાગ્યા ઘરના દરવાજા સુધી પહોંચી એ પુલકિત સામું જોઈ રહી પુલકીત એ પ્રિયંકાને ઇગ્નોર કરતા તાળું ખોલ્યું અને કહ્યું ચાલ બેગ લઈને અંદર આવી જા.
પ્રિયંકા ઘરમાં પ્રવેશી ઘર જોઈને મનમાં વિચારી રહી હતી વોટ ઈઝ ધીસ !!!
શું છે આ? છી છી અહીંયા તો બહુ ગંદુ છે બધું..!
મારે અહીંયા રહેવાનું છે આ બધા લોકો અહીંયા કઈ રીતે રહી શકે છે આટલી ગંદી જગ્યા માં!!!!?
ઓ માય ગોડ! આવી ગંદી ચાલી મા હું રહીશ !!!!!! ખાલી એક નાનો રૂમ અને નાનું કિચન એ પણ વેન્ટિલેશન બારી વગરનું,, બાથરૂમ પણ આટલું નાનું વેર ઇસ ટોયલેટ આ શું આ ઘરમાં તો ટોયલેટ પણ નથી !!!! બહાર કોમન ટોયલેટમાં જવાનું !!!!! બાલદી લઈને !!! હું તો સમજતી હતી કે આ લોકો કોઈ મોટા ફ્લેટમાં રહેતા હશે પણ આ આવી ગંદી ઝુંપડા જેવી જગ્યા હું આમાં રહીશ?!!!!!!!!!!

પ્રિયંકા મનમાં વિચારી રહી હતી... અને કદાચ પસ્તાવો પણ કરી રહી હતી કે મેં લગ્ન કરી ને ભુલ તો નથી કરી નાખીને
એણે પુલકીત સાથે લગ્ન તો કરી લીધા પણ એના વિશે કાંઈ પણ પૂરી જાણકારી વગર.

રાજકોટના મોટા બિઝનેસમેન ની દીકરી એટલે પ્રિયંકા પૈસા એટલ કે સાત પેઢી બેસીને ખાય તો પણ ખૂટે નહીં અને જે વસ્તુ પર પ્રિયંકા હાથ રાખે એ વસ્તુની કિંમત ભલે કેટલી પણ હોય પણ હસમુખભાઈ એટલે કે પ્રિયંકા ના પપ્પા એને ક્યારેય પણ ના ન પાડે.... મોટો દીકરો ધીરજ પછી નેહા અને નાની લાડકી દીકરી એટલે પ્રિયંકા જેને હસમુખભાઈ જે તે માગે એ બધું જ લઈને આપી દે.
બે વર્ષ પહેલાં જ પ્રિયંકા એ ઇટાલિયન ટોયલેટ ની ડિમાન્ડ કરી પપ્પા મારા બેડરૂમ નું ટોયલેટ મને ચેન્જ કરાવ્યું છે ઇટાલિયન માર્બલ અને ઇટાલિયન ડિઝાઇનિંગ વાળું બાથરૂમ રિનોવેટ કરાવવું છે હસમુખભાઈ એ પ્રિયંકા માટે પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચીને એની લાડકી દીકરી માટે એનું મનપસંદ બાથરૂમ રીનોવેશન કરાવી આપ્યું.

માલધાર બાપની દીકરી હોવાના લીધે અને સુંદર હોવાના લીધે પ્રિયંકાને પોતાના પર બહુ જ ઘમંડ અને અભિમાન હતું
તેના બાજુના બંગલામાં રહેતા હસમુખભાઈ ના પ્રિય મિત્ર કહી શકાય એવા રાજુભાઈ નો દીકરો હર્ષિત પ્રિયંકા નેહા અને ધીરજનો સારો ફ્રેન્ડ હતો. હર્ષિત ને એક પગ માં થોડી ખોટ હતી એટલે એ થોડો લંગડાઈને ચાલતો હતો પ્રિયંકાને મનોમન ચાહતો પણ હતો પણ પોતાના પગ ની ખોટ ના લીધે પ્રિયંકા એનો પ્રેમ કબૂલ નહીં કરે એ ડરથી એને પોતાના મનની વાત ક્યારે પણ પ્રિયંકાને કીધી ન હતી.

બે મહિના પહેલા જ મુંબઈથી રાજકોટ ની જર્ની વખતે ટ્રાવેલિંગમાં સ્લીપર એસી બસમાં પુલકીત એ પ્રિયંકાને જોઈ , લાસ્ટ 3 સ્ટોપ હોવાથી ઘણી પબ્લિક ઉતરી ગઈ હતી ગણીને ત્રણ-ચાર લોકો જ બસમાં હતા આ તકનો લાભ લઇ પુલકિત એ પ્રિયંકા સાથે વાતચીત શરૂ કરી પોતાનો પરિચય આપ્યો પુલકીત દેખાવમાં સ્માર્ટ અને સુંદર હતો પ્રિયંકા પણ ખૂબ જ સુંદર હતી... પુલકીત બહુ વાતોડિયો અને બોલકો હતો એની વાક્છટા અને મોહક અદાઓ થી પ્રિયંકા પ્રભાવિત થઈ ગઈ એટલે પુલકિત ના માંગવા સાથે જ પ્રિયંકાએ પોતાનો મોબાઇલ નંબર આપી દીધો.

પ્રિયંકાના માઈન્ડમાં પુલકિત વિશે કંઈ ખાસ ન હતું પણ પુલકિત એતો મનમાં નક્કી કરી લીધું હતું કે લગ્ન તો આની સાથે જ કરીશ.
પ્રિયંકા નું સ્ટોપ આવતા પુલકીત bye કહી જતી રહી ઘરે પહોંચી ફ્રેશ થઈને બહાર આંગણા માં ઝુલા પર બેઠી આ ઝુલો પ્રિયંકાના પપ્પાએ અહી આંગણામાં લગાવ્યો હતો, ખૂબ જ સુંદર સવાર આસોપાલવના ઝાડ નીચે સુંદર અને નયનરમ્ય પુષ્પોની વેલીઓ ની આસપાસ ઝૂલામાં ઝૂલવા નો આનંદ કોને ના આવે કોયલનો મધુર ટહુકો પક્ષીઓનો કલરવ અને આવી ગુલાબી ઠંડી..આહા.. ખૂબ જ સુંદર સવાર.

બાજુના બંગલામાં બોલીવુડ નું જૂનું સોંગ વાગી રહ્યું હતું....... સુહાના સફર ઔર યે મૌસમ હસીં.....
ખરેખર આ સુંદર ગીત આ સવાર માટે જ બન્યું હોય એવું લાગતું હતું.

પ્રિયંકા આ સવાર નો આનંદ લઇ રહી હતી ત્યાંજ એના મોબાઈલ ની ઘંટડી વાગી unknown નંબર હતો એણે ફોન ઉપાડ્યો સામેથી પુલકીત નો આવાજ આવ્યો હાઇ.. હાઉ આર યુ? પ્રિયંકા એ થોડા આશ્ચર્ય સાથે રીપ્લાય કર્યો
આઈ એમ ફાઈન ! અ્અ્અ્ હૂ? તમે કોણ? 🤔આશ્ચર્ય સાથે પ્રિયંકા એ પૂછ્યું,
સામેથી પુલકિત નો ઉત્તર અરે પુલકીત બોલું છું☺🤓 ઘરે પહોંચી ગઈ?
પ્રિયંકા ને પહેલા તો ગુસ્સો આવ્યો અને હસવું પણ આવ્યું કે હજી તો અડધો કલાક પણ માંડ થયું હશે અને આ ચીપકુ એ મને ફોન પણ કરી દીધો આટલી વારમાં મને શું થઇ જવાનું હતું😅😂
પ્રિયંકાએ કહ્યું અરે હજી તો કલાક પહેલાં તો આપણે મળ્યા હતા , તમે તો એટલી વારમાં ફોન પણ કરી દીધો મને.
પુલકીત એ રીપ્લાય કર્યો એમાં શું થઈ ગયું !!
અચ્છા સાંભળ ને મારે તને મળવું છે આજે પોસિબલ થશે??
પ્રિયંકા અને રીપ્લાય કર્યો what?? મળી ને શું કામ છે! સોરી પણ આપણે હજી એટલા સારા ફ્રેન્ડ નથી બન્યા કે હું તને મળવા આવી શકું પ્રિયંકાને પુલકીત સાથે વાતો કરવું ગમતું તો હતું પણ એની આ વાત એને થોડી અજીબ લાગી એટલે એને મળવાની ના પાડી દીધી અને કહ્યું મને થોડો ટાઈમ જોઈશે આપણી ફ્રેન્ડશીપ હજી એટલી ગાઢ નથી થઈ. પુલકીત એ એની વાત માની લીધી ઓકે ... નો પ્રોબ્લેમ 😊take your time કહી bye કહી ફોન કટ કર્યો.

to be continued.........