Tak jadapta shikho - 3 books and stories free download online pdf in Gujarati

તક જડપતા શીખો - 3

૫) ચીવટતાથી કામ કરો, પોતાની જવાબદારી નિભાવો.

જે વ્યક્તીઓ ચીવટતાથી પોતાની જવાબદારીઓ નિભાવે છે અને ગંભીરતાથી કામ કરે છે, જેઓ ભુલ રહીત સતત કામ કરતા રહે છે, સતત નવુ નવુ શીખતા રહે છે અને જેઓ ખરેખર વિશ્વાસુ છે તેવા લોકોની આ દુનિયાને ખુબ જરૂરીયાત રહેતી હોય છે. તો આવી શરતોની પુર્તી કરનાર વ્યક્તીને લોકો, માલીક કે સમાજ પહેલી પસંદગી આપતા હોય છે. દા.ત. જનરલ સ્ટોરની દુકાનમા કામ કરતો એક યુવાન ખુબજ હોશીયાર હતો. તેને દુકાનમા કઈ વસ્તુ ક્યાં પડી છે તે બધુ ખુબજ જડપથી યાદ રહી જતુ, ઉપરાંત તે પોતાનુ કામ પણ ખુબ ચીવટતા અને ઇમાનદારીથી પુર્ણ કરતો. એક દિવસ તેણે જોયુ કે તેના શેઠને અંગ્રેજી ભાષામા આવતા બીલો તપાસવામા ઘણી તકલીફ પડતી હતી એટલે તરતજ તેણે અંગ્રેજી શીખવાનુ શરુ કરી દીધુ. થોડાકજ સમયમા તે અંગ્રેજી બોલતા, વાંચતા અને સમજતા શીખી ગયો. એક દિવસ શેઠને બીલ સમજવામા મુશ્કેલી જણાતા તે તરતજ શેઠ પાસે પહોચી ગયો અને બોલ્યો કે હવે મને અંગ્રેજી ખુબ સારુ આવળે છે, જો તમારી રજા હોય તો શું હું તેનો હિસાબ કરી શકુ ?
હા, હા જરૂર. શેઠ બોલ્યા.
શેઠે ખુશ થઈ તરતજ તેને આવા બધા બીલોનો હિસાબ કરવાનુ સોંપી દીધુ.
થોડા સમય પછી શેઠે નવી બીજી દુકાન લીધીત્યાં આ યુવાનને મુખ્ય હિસાબનીશ તરીકે રાખી લીધો અને તેનો પગાર પણ વધારી દીધો. તો આ રીતે પોતાના કામ પ્રત્યે જવાબદાર રહેનાર, ચીવટતાથી નાના મોટા તમામ કામ કરનાર, સતત નવુ નવુ શીખતા રહેનાર અને વિશ્વાસુ વ્યક્તીઓ વધુ જડપથી પ્રગતીની તકોનુ નિર્માણ કરી તેને પ્રાપ્ત કરી શકતા હોય છે.

૬) હંમેશા ઉંચુ ધ્યેય રાખો, મહત્વકાંક્ષા રાખો, વધુને વધુ પ્રાપ્ત કરવની ઇચ્છા રાખો. આવી ઇચ્છાઓ તમારી નજર કે દ્રષ્ટીકોણને તકપારખુ બનાવી દેશે.

૭) આળસુના બધાજ કામ ધીમા હોય છે, તેમા કશી ભલીવાર હોતી નથી. જ્યારે તક આવે છે ત્યારે તેને ચીવટ કે ઉતાવળ રાખી જડપી લેવી પડતી હોય છે જે આળસુ વ્યક્તીઓ કરી શકતા હોતા નથી અથવાતો તેમ કરવુ તેમને ગમતુ હોતુ નથી જેથી તેઓ કીંમતી તકને પણ ગુમાવી કે વેડફી નાખતા હોય છે. જો તમારે માટે એક નાની એવી તક પણ મુલ્યવાન હોય અને તમે તેને પ્રાપ્ત કરવા માગતા હોવ તો શરીરમા રહેલી તમામ પ્રકારની આળશ, બેફીકરાઇ ત્યજી દેવી જોઈએ. આ દુનિયાના જેટલા પણ ઉચ્ચ હોદેદારો કે સફળ વ્યક્તીઓ છે, જેઓ આજે જાહોજલાલી ભોગવી રહ્યા છે તેઓએ નાનેથી શરુઆત કરી ખુબ મહેનત કરી આગળ આવ્યા હોય છે, વર્ષો સુધી અનુભવ મેળવ્યા બાદ તેઓ આ સુખ સુવિધાઓ ભોગવવા લાયક બન્યા હોય છે. તો આવા લોકોની અદેખાઇ કરી પોતાના નશીબને કોસવાને બદલે આપણે પણ તેઓની જેમ તક જડપી લેવાની આવળતત વિકસાવી જોઈએ.
આવી આળસને દૂર કરવા માટે માણસે સતત મહેનત કરવાની, નિયમીત કામ કરતા રહેવાની ટેવ પાળવી જોઇએ. એવી જીવનપદ્ધતી અપનાવવી જોઇએ કે જેથી આપણા ભુતકાળના કાર્યોજ આપણા માટે તક ખેંચી લાવે.

૯) જે કંઈ પણ ઘટના બની રહી છે તેમાથી આપણને શું લાભ થઈ શકે તેમ છે અથવાતો ક્યા થોડો ઘણો નફો પ્રાપ્ત કરવાનો ગેપ રહેલો છે તે શોધી કાઢવાનો દ્રષ્ટીકોણ પ્રાપ્ત કરો, ભંગારમા પણ નફો જોવાનો દ્રષ્ટીકોણ વિકસાવો. આ રીતે સામાન્ય એવી ઘટનાઓમાથી પણ તક પ્રાપ્ત કરી આગળ વધી શકાતુ હોય છે.
આપણને સૌને દરરોજ કોઇને કોઇ રીતે તક મળતીજ હોય છે પણ તેને ઓળખવાના દ્રષ્ટીકોણના અભાવને કારણેજ તેને પ્રાપ્ત કરી શકતા હોતા નથી. જેમકે ઓફીસનો એક પટ્ટાવાળો રોજ ઓફીસેથી છુટી ચાલીને પોતાના ઘરે જતો, રસ્તામા એક કાપડની બજાર આવતી તેમાથી તે પસાર થતો. એક દિવસ તે કોઇ દુકાનમા કપડા લેવા ગયો. એક જોડી પસંદ કરી એનો ભાવ પુછવ્યો તો ૯૦૦ રુપીયા. તેણે ભાવ ઓછો કરાવવા ઘણી લપ કરી પણ દુકાનદાર ન માન્યો તે નજ માન્યો. બે ત્રણ દુકાનો ફરી તો પણ તે બધેય આવોજ ફીક્ષ ભાવ હતો. પહેલાતો તેનેે ખુબ ગુસ્સો ચઢ્યો પણ અચાનકથી તેના મનમા એક વિચાર આવ્યો. તેણે ક્યાંકથી કાપડના વ્હોલસેલરનો નંબર લઈ ફોન કર્યો. તમારી પાસેથી મારે કપડાની એક જોડી લેવી હોય તો મને કેટલામા પડે ?
સામેથી જવાબ આવ્યો ૪૦૦ રુપીયા.
અને જો હું જથ્થાબંધ ખરીદુ તો ફાયદો થાય ?
હા તો ૩૦૦ રુપીયામા એક જોડી પડે.

આ સાંભળી તરતજ તેનુ મગજ દોડવા લાગ્યુ. એ સમજી ગયો કે આ લોકોતો ભાવ ઓછા કરવાના નથી પણ જો હું થોડોક ઓછા ભાવ કરીને વેચુ તો મને સફળતા મળી શકે તેમ છે.
જો બધા વેપારીઓ ૩૦૦ રૂપીયામા ખરીદી કરી ફીક્ષ ૯૦૦ રૂપીયામાજ વેચતા હોય તો હું ૯૦૦ રૂપીયામા વેચવાને બદલે ૬૦૦ મા વેચુ તો પણ મને એક જોડીએ ૩૦૦ રુપીયા મળી શકે તેમ છે.
આમ શરુઆતમા તેણે દુકાન નાખવાને બદલે ફેરીયો બની કપડા વેચવાનુ શરુ કર્યુ. તે ખુબ મહેનતુ હતો એટલે એક દિવસમા આખુ ગામ ફરી વળતો અને રોજના ઓછામા ઓછી ૧૫ જોડીતો વેચીજ નાખતો. આ રીતે તે રોજના ૪૫૦૦ રુપીયા એટલેકે મહીને ઓછામા ઓછા લાખ રુપીયા કમાતો થઈ ગયો.
પછીતો રીતે ધીરે ધીરે પૈસા ભેગા કરીને ગામમા મોટી દુકાન લઈ કાપડનો મોટો અને પ્રતીષ્ઠીત વેપારી બની ગયો.
કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે તકતો આપણી આસપાસ અનેક પ્રકારની પડેલી હોયજ છે બસ જરૂર માત્ર તેને ઓળખવાનીજ હોય છે. જે વ્યક્તી આવી તકને ઓળખી લેતા હોય છે તેઓ તેને જળપી આગળ વધતાજ હોય છે.
૧૦) કોઠાસુઝ વિકસાવો.

કોઠાસુઝ એટલે ક્યુ ચોકઠુ ક્યાં ફીટ કરી શકાય તેની સમજ. આવી કોઠાસુઝ વ્યક્તીને રાતોરાત પ્રખ્યાત કે અમીર બનાવી શકતી હોય છે. દા.ત. એક ભાઇ નાની એવી એક કંપનીમા ક્લાર્કની નોકરી કરતા હતા, તેઓ સ્વભાવે ખુબ દયાળુ અને સેવાભાવી હતા એટલે બેરોજગાર લોકો પોતાને નોકરી મળી જાય એવી મદદ માગવા તેઓ પાસે જતા. સામે પક્ષે તે ભાઇ પણ એવા વ્યક્તીઓને ઓળખતા કે જેઓને માણસોની જરુર હોય. આમ એક દિવસ તેમને વિચાર આવ્યો કે કેમ ન હું એક એવી સંસ્થાનુ નિર્માણ કરુ કે જે બેરોજગાર વ્યક્તીઓને જરુરીયાતમંદ વ્યક્તીઓ સાથે સંપર્ક કરાવી તેઓને કામ આપે ?
તેમણે વિચારનો તરત અમલ કર્યો અને આ રીતે લેબર સપ્લાઈ કરવાની મોટી સંસ્થાનુ નિર્માણ કરી કમીશન અને સેવા એ બન્ને પ્રાપ્ત કરવા લાગ્યા. આમ કઈ વસ્તુને ક્યાં ફીટ કરી શકાય તેમ છે એ જાણી લઈએ તો તે બન્ને વચ્ચેની મીડલ કળી બનીને પોતાના માટે એક નવીજ તકનુ નિર્માણ કરી શકાતુ હોય છે.