Ajnabi Humsafar - 5 books and stories free download online pdf in Gujarati

અજનબી હમસફર - ૫

દિયા જ્યાં સુધી ઓફિસમાં બીઝી હતી ત્યાં સુધીમાં રાકેશે આજુબાજુમાં દુકાનવાળાને પૂછપરછ કરી અને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવા માટે માહિતી મેળવી લીધી.
‌‌ આ બાજુ દિયા કોમલ સાથે બેસીને કામ સમજતી હતી અને વાત કરતી હતી . બંને મિત્રોની જેમ એક બીજા સાથે ભળી ગયા હતા.એકબીજાનુ ફેમિલી બેકગ્રાઉન્ડ , કામ અને એવી ઘણી બધી વાતો બંને એ કામ કરતા કરતા કરી લીધી .ઓફિસમાંથી કોઈએ ટીખળ કરીને કહ્યું પણ ખરું કે "કોમલબેને આજે બે વર્ષનુ મૌન વ્રત તોડયુ.અમારી સાથે તો ભાગ્યે જ વાતો કરતાં." આ સાંભળી કોમલ હસવા લાગી અને કહ્યું ,"બે છોકરીઓ ભેગી થાય એટલે વાતો આપોઆપ થઇ જ જાય અને અમારી વચ્ચે જે સીક્રેટ વાત થઈ શકે એ કઈ તમને થોડી કહેવાય."
કોમલે દિયા ને લંચ માટે પુછ્યુ અને કહ્યું કે જો તે લંચ ના લાવી હોય તો તે પોતાની સાથે જમી શકે છે. આમ પણ ઓફિસમાં બધા વેજીટેરીયન છે એટલે તને કોઈ વાંધો નહીં આવે. દિયા બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હતી એ કોમલને ખબર હતી એટલે એણે ખુલાસો કર્યો પણ દિયા એ કહ્યું કે ," સોરી કોમલ આજે હું તારી સાથે લંચ નહીં કરી શકું કેમકે મારે લંચ રાકેશ સાથે બહાર કરવાનું છે. એમ ભી મને લંચ બ્રેક પછી રજા આપી છે તો હું લંચમાં જ સરને પૂછીને નીકળી જાઉં."
"રાકેશ કોણ છે?"
" અરે હા હું તને તેના વિશે જણાવવા નું ભુલી ગઇ. અમે સાથે જ સીલેક્ટ થયેલા. તે જંબુસર તાલુકામાં છે અને આજે આમોદ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવા આવ્યો છે. સવારમાં પણ અમે સુરતથી સાથે આવેલા અને સાથે લંચ કરીશું એવું નક્કી કરેલુ . સો સૉરી ડિયર".
" કોઈ વાંધો નથી પણ અત્યારે તું સરની રજા લઈ આવ પછી સર કશે જતા રહેશે."કોમલે સ્માઇલ કરી અને કહ્યું.
" હા ચલો હું અત્યારે જ જાવ છું,"કહી દિયા ઓફિસમાં ગઈ. મામલતદાર સાહેબ પાસેથી રજા લઈ ફરી દિયા કામ કરવા લાગી. ૨ વાગ્યા અને લંચ બ્રેક પડ્યો.કોમલને બાય કહીને દિયા જલ્દી થી રાકેશ ને મળવા નીકળી ગઈ. કચેરીની બહાર નીકળીને જોયું તો સામે રાકેશ એક આઇસક્રીમ પાર્લર પાસે ઉભો હતો અને તેનુ ધ્યાન દિયા પર જ હતું. ઝડપથી તેની પાસે પહોંચી અને કહ્યું," કંટાળી ગયો હશે ને ઘણી રાહ જોવડાવી.
અરે ના હું તો મકાન માટે અહી બધાને પૂછપરછ કરતો હતો ..એ બધી વાત પછી. ચલો પહેલા જમી લઈએ મને હલવો ખાવો છે.
હા યાર ચલો.. મને પણ સખત ભુખ લાગી છે પણ આપણે જમીશું ક્યાં?" દિયા એ પ્રશ્નનાથૅ નજરે રાકેશ સામે જોયું.
અહીંયા પાછળના ભાગે એક સુંદર તળાવ છે અને ના કિનારે ઘણા બધા વૃક્ષો છે ત્યાં જઈએ ચલો" કહી રાકેશ અને દિયા તળાવ બાજુ નીકળ્યા
થોડું આગળ જતા તળાવ આવ્યું એની ફરતે ઘટાદાર વૃક્ષો પથરાયેલા હતા એ દ્રશ્ય જોઈને દિયા ખૂબ જ ખુશ થઈ ગઈ .
"વાહ ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે "
"હા એટલે જ અહી લાવ્યો છું ચલો પેલા ઝાડ નીચે ઓટલા પર બેસીને જમીએ"
" હા ચાલ "કહીને બંને ચાલવા લાગ્યા.
બંનેએ ઘટાદાર વૃક્ષોના ઓટલા નીચે બેસ્યા દિયા એ પોતાની બેગમાંથી ટિફિન કાઢ્યું અને રાકેશે પોતાની બેગમાંથી સવારે દિયા એ આપેલો હલવા નો ડબ્બો કાઢ્યો અને બે-ત્રણ વેફર્સના પેકેટ કાઢ્યા.
પહેલીવાર દિયા આવી રીતે કોઈ છોકરા સાથે જમી રહી હતી એટલે તેના મનમાં થોડો સંકોચ નો ભાવ પણ હતો પરંતુ રાકેશ તો એકદમ બેફીકરાઈથી જમી રહ્યો હતો અને દિયાના હલવાના વખાણ કરી રહ્યા હતો.
બંનેએ પોતાના જમવાનું પૂરું કરી ઓટલા પર બેઠા બેઠા આજુબાજુનું વાતાવરણ નીહાળી રહ્યા હતા એટલામાં તેમણે એક વૃદ્ધ સ્ત્રીને લડખડાઇને ચાલતા જોઈ.એવું લાગતું હતું કે તે હમણાં જ પડી જશે .દિયા અને રાકેશ બંનેએ તેની સામે જોયું અને તેને મદદ કરવા માટે તેની તરફ દોડ્યા હજુ એ બંને તેની પાસે પહોંચ્યા કે તે સ્ત્રી નીચે પડી અને બેભાન થઈ ગઈ .બંને તેને ઉઠાવીને ઓટલા પર બેસાડી ‌દિયાએ પોતાની બેગમાંથી પાણી કાઢીને સ્ત્રી ના મોઢા પર છાંટ્યું થોડીવાર પછી તે સ્ત્રી ભાનમાં આવી એટલે દિયા એ તેને પાણી પીવા માટે આપ્યું અને પોતાનો દુપટ્ટો લઈને તેનું ભીનું મોઢું લુછવા લાગી .
થોડા સમય પછી દિયાએ વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું ,"બા તમે ઠીક છો? શું થયું હતું તમને ?ચલો તમને દવાખાને લઈ જઈએ."
સ્ત્રી દિયા તરફ અહોભાવથી જોઈ રહી અને કહ્યું," હા બેટા હું એકદમ ઠીક છું એતો ગરમીના થોડા ચક્કર આવ્યા હતા. દવાખાને જવાની જરૂર નથી એકદમ ઠીક છું ."
"તમે ક્યાં રહો છો? ચલો અમે તમને ઘરે મૂકી જઈએ"રાકેશે કહ્યું.
"મારુ ઘર અહીંયા સામે જ છે હું જતી રહીશ "
" ના બા તમારી તબિયત બરાબર નથી લાગતી અમે બંને તમને મુકી જઈએ "દિયા એ કહ્યું.
"સારું બેટા" એમ કઈ વૃદ્ધ સ્ત્રી ઘર બાજુ ઈશારો કરી કહ્યું જ" સામે મારુ ઘર છે ચાલો"
દિયા અને રાકેશ બંનેએ એ સ્ત્રીને ટેકો આપી ચાલવા માટે મદદ કરી અને એના બતાવ્યા મુજબ ચાલવા લાગ્યા.થોડીવારમાં તેઓ એક બંગલા સામે આવીને ઊભા રહ્યા.
" આવી ગયું મારુ ઘર"એ બાએ કહ્યું.