Riddhini vaat - 1 books and stories free download online pdf in Gujarati

રિદ્ધિની વાત - 1

એ આજે મને મળવા આવી પણ કંઈક અલગ જ ઉચાટ માં હતી ખબર નહીં પણ કંઈક ને કંઈક એના મન માં ચાલી રહ્યું હતું. ક્યાં વિચારો એના મનમાં આકાર લઈ રહ્યા હતા હું પણ નથી જાણતો....કારણકે હજુ હું એટલો જાણી જ નહોતો શક્યો એને...

વાત છે રિદ્ધિની. હું ને રિદ્ધિ કોલેજ ના પહેલા વર્ષ માં મળ્યા એ પણ ક્યાં ખબર ફી ભરવા માટે સૌથી પહેલા સર કોનો ક્રમાંક લેશે એ ઝગડા માં...😄
કારણકે મને જ્યારે એ પહેલી વાર જોઈ ત્યારે જ ગમી ગઈ હતી એની સાથે વાત કરવા જાણે હું બહાના શોધતો. એ કોલેજ આવે તો જ જાણે મારી સવાર થતી ; બેન્ચ પર બેઠા બેઠા એને નિહાળવી... અને એની એ લટ સરખી કરવાની સ્ટાઇલ ને બધું મન મોહી લે..અરે હા પ્રેમ થઈ ગયો તો..એની તો ખબર નહિ પણ મને...પણ થઈ જશે એને પણ ક્યાં હજી દિવસો ઓછા છે...એમ માની ને જ આગળ ચાલવાનું ...દિવસો વીતતા ગયા અને અમે બન્ને રોજે મળતા ગયા ; લાઈબ્રેરીમાં , કોલેજ ના પાર્કિંગમાં , ક્યારેક ક્યારેક તો એની પાર્ક કરેલી અસ ગાડી પર જાણીજોઈને બેસી જતો કે એ આવી ને મને ઉભો કરે તો એ બહાને વાત તો થશે...આમ ને આમ દિવસો વીતતા ગયા , પણ હા આજે હવે અમે ફાઇનલી ફ્રેન્ડ બની ગયા હતા. હા પક્કા વાળા નહિ પણ આમ વાતચીત કરી શકાય આરામ થી એવા..એની બુક્સ લખવાની સ્ટાઇલ મને બહુ ગમતી. બધું જ એ ચીવટ થી લખે એટલે શરૂઆત થઈ મારી કે જ્યારે એની પાસે મેં બુક માંગી.....

હું : હેય રિદ્ધિ યાર તારી બુક આપ ને મારે કેટલા દિવસ થી લખવાનું બાકી છે અને મને ખ્યાલ છે તું કેટલી સારી રીતે લખે છે બુક માં...

રિદ્ધિ : હા યાર સોરી પણ આજે હું નહીં લાવી કાલે લાવીશ ત્યારે આપી દઈશ..હું ઘરે જવા નીકળું ત્યારે જરા મને યાદી આપજે ને ડિયર....

ડિયર...!!!
યાર ધબકાર ચુકાઈ ગયો...😄😄 અરે હા જાણું છું નાનો અને સામાન્ય શબ્દ છે પણ જ્યારે કોઈક સ્પેશિયલ ના મુખ થી સાંભળવા મળે ત્યારે એ કઈ સામાન્ય નહિ એ શબ્દ સ્પેશિયલ જ બની જાય છે...

ફાઇનલી કોલેજ છૂટવાના સમયે એને મેં યાદી આપી અને બાય કહી ને છુટા પડ્યાં....

મનમાં એક જ ઉચાટ કે કાલે એ લાવશે તો ખરા ને મારા માટે બુક... એ ભૂલી તો નહીં જાય ને.. એ મને બુક આપશે તો હું શું કહીશ એને...કેટલા બધા વિચારો સાવ મનને કોરી ખાતા હતા કે હું શું કરું હવે... એમ ને એમ વિચાર માં મને ઊંઘ આવી ગઈ...સવાર થઈ ક્યારે એ વસ્તુ નો ખ્યાલ જ ન રહ્યો... સવારે મમ્મી એ મને જગાડ્યો ; ઉઠ બેટા ! કોલેજે નથી જવું...અને મમ્મી ના એ એક અવાજ થી ક્યારેય ન ઉઠતો આજે મમ્મી ના એક જ અવાજ માં ઉઠીને રેડી થઈ ગયો... યાર તમે નહીં માનો પણ ફક્ત મને એ આજે બુક આપવાની છે એની પણ ખુશી હતી . પછી ફટાફટ નાસ્તો પતાવીને કોલેજ જવા નીકળ્યો ને ફટાફટ પાર્કિંગ માં પહોંચ્યો ને ત્યાં જઈને જોયું તો હજુ તેની ગાડી ક્યાંય દેખાઈ નહીં... એટલે થયું કે આવતી હશે... હું ત્યાંજ મારી ગાડી ને પાર્કિંગ માં સ્ટેન્ડ પર ટેકવી ને એની રાહ જોતો બેસી રહ્યો ...

એ હજુ બુક લઈ ને આવે અને બુક મને મળશે પછી મારી ખુશી....બધું જ કહીશ બધું જ...બસ જોડાયેલા રહેજો...નેક્સ્ટ પાર્ટ માં...