Mount abuna pravase - 1 books and stories free download online pdf in Gujarati

માઉન્ટ આબુના પ્રવાસે - 1

આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ એવું નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિયર અમારો સ્કૂલ ફ્રેન્ડ.

"યાર હું બે-ત્રણ દિવસ માટે નહિ નીકળી શકું,મારે મોકટેસ્ટ છે"

"પણ મેં કહી દીધું છે કે હું ને સચિન આવીશું"

"આપણે ખાલી મોડાસા જવાની વાત થઈ હતી અને અત્યારે આમ અચાનક આબુની ટ્રીપ...હું સિરિયસલી નહિ આવી શકું"

"તો ખાલી મોડાસા તો જતા આવી"

"હા,સારું"

સાંજે છ વાગ્યે ભરપેટ નાસ્તો કરીને,બાઇકમાં પેટ્રોલ પુરાવીને,ગુગલ મેપના સહારે અમે આણંદથી મોડાસા જવા નીકળ્યા.લગભગ સવા સો કિલોમીટરનો રસ્તો એટલે વચ્ચે બે-ત્રણ વોલ્ટ ફ્રેશ થવા માટે લીધા.હવે વીસેક કિલોમીટર દૂર હતા મોડાસાથી અને અક્ષયે ધડાકો કર્યો...
"વાસુને એ બધા પણ આવ્યા છે અને આબુનો પ્લાન ફાઇનલ જ છે"

"તે એ લોકોને ના નથી પાડી આબુ જવાની!!!"

"મેં કીધું તો ખરા પણ એ બધાં કહે તમે આવો તો ખરા પછી વિચારીએ"

"કેન્સલ કરવાની કોશિશ કરીશું બીજું શું,પણ છેલ્લે ના માને તો શુક્રવારે આબુ રખડીને મોડમાં મોડા શનિવારે બે વાગ્યા પહેલા તો મારે પાછું પહોંચવું જ પડશે"

"ઓ.કે"

મોડી સાંજે લગભગ સાડા નવ વાગ્યે અમે મોડાસા પહોંચ્યા.નીલ અને બાકીના ભાઈબંધોને ઘણા સમય પછી મળતા હોય એટલે એકબીજાના હાલચાલ પૂછવામાં અને બીજી સુખ-દુઃખની વાતોમાં એકાદ કલાક નીકળી ગયો.તેઓની હોસ્ટેલથી થોડે દુર એક રેસ્ટોરન્ટમાં પિત્ઝા,નુડલ્સ,મન્ચુરિયન વગેરે ખાઈને ડિનર કર્યું.હોસ્ટેલની સામેથી જ સવારે નવ વાગ્યાની અંબાજી જવાની બસ હતી એટલે બધા રાતે બાર-સાડાબાર વાગ્યા સુધીમાં ઊંઘી ગયા.

આબુ જવામાં અમે આઠ જણ
હું,અક્ષય અને નીલ,હિત,પ્રિન્સ,વાસુ આ બધા અમારા સ્કૂલ ટાઇમના જુનિયર તથા ચેતન અને જય નીલના રૂમમેટ

સાડા આઠ વાગ્યે બધાની પહેલા અક્ષય જાડિયાની આંખ ઉઘડી.એણે બધાને ઉઠાડ્યા.શિયાળામાં સવારે નહાવાનું તો આવે નહિ માટે એટલો વધારાનો સમય મારાને હિત જેવાને ઊંઘવામાં વહી જાય.પથારી છોડવામાં પણ સ્વાભાવિક આળસ તો થાય જ.ઓલરેડી અમે લેટ હતા.નવ વાગ્યામાં પાંચ મિનિટ હતી,ત્યાં સુધીમાં હજી માંડ બે જણ તૈયાર થયા હતા ચેતન અને અક્ષય.એ બંનેને નીચે બસ રોકવા મોકલ્યા.એ હજી ત્યાં પહોંચ્યા જ હશે ત્યાં જ બસ ઉપડી ગઈ હતી.આગળ એક સર્કલેથી હિંમતનગર, ઇડર,ખેડબ્રહ્મા ની બસ મળી શકે એમ હતી એટલે ત્યાંથી પછી અંબાજી જવાનું નક્કી કર્યું.સર્કલે જઇને ચા-પાણી પીધા એટલામાં હિંમતનગર સુધી એક ઈકો મળી ગયો.અમે ડ્રાઈવરને પૂછ્યું આબુ સુધી આવવાનું હોય તો પણ તેને રિટર્નમાં પેસેન્જર ના મળે એવું કારણ આપીને પાંચ હજાર ભાડું માગ્યું.અમે સજેશન આપ્યું કે બે દિવસ અમારી સાથે રોકાઈ જજે પણ એ ના માન્યો.છેલ્લે મગજમારીને અંતે નવ રૂપિયા પ્રતી કિમીના ભાડાએ તે આબુ સુધી આવવા રાજી થયો પણ અમને પોસાય એમ નહોતું એટલે એ પ્લાન પડતો મુક્યો.

લગભગ અગિયાર વાગ્યે અમે હિમંતનગર પહોંચ્યા ત્યાંથી અમને સીધી માઉન્ટ આબુ સુધીની બસ મળી ગઈ.થોડોક નાસ્તો સાથે જ લીધો હતો એટલે નાસ્તો કરીને બસમાં સુઈ ગયા.સાડા બાર વાગ્યે ઇન્ડિયા vs ન્યૂઝીલેન્ડ 4th T-20 મેચ આવવાનો હતો.પરંતુ રસ્તામાં વચ્ચે વચ્ચે નેટવર્ક પ્રોબ્લેમ બહુ હતો.ગુજરાત બોર્ડર ક્રોસ કરીને અમે આબુ રોડ પહોંચ્યા.આબુ રોડથી માઉન્ટ આબુ સુધીનો લગભગ પચીસેક કિમી જેટલો પહાડ ચીરીને બનાવેલ ઘાટ વાળો માર્ગ હતો. અમારા સિવાય બસ પણ આખી ખાલી થઈ ગઈ હતી.સાડા ત્રણ વાગ્યે અમે માઉન્ટ આબુના બસ-સ્ટેન્ડમાં ઉતર્યા.

માઉન્ટ આબુ ઉતરીને પહેલો જ પ્રશ્ન હતો હોટલ શોધવાનો.બસની નીચે પગ મુકતા જ ત્યાંના ત્રણ-ચાર જણ અમને પૂછવા લાગ્યા"રુકને કા હૈ ના,હમારે સાથ ચલો બહુત સસ્તે મેં હોટેલ દિલવાયેન્ગે" તો બીજા ત્રણ-ચાર જણ માઉન્ટ આબુ પર ફરવાલાયક પોઇન્ટનું લિસ્ટ પકડાવીને તેની સાથે જવા કનવિન્સ કરવા લાગ્યા.પરંતુ વાસુ થોડા દિવસ અગાઉ જ આબુ આવેલો હતો એટલે હોટેલની જવાબદારી એણે લીધી.અમે આઠેય મિત્રો હોટેલ તરફ જતા હતા.એક બાજુ રસ્તામાં વચ્ચે આવતી હોટેલો વાળા અમને પોતાને ત્યાં રોકવાના પ્રયત્નો કરતા હતા.તો બીજી બાજુ રાજસ્થાની,ગુજરાતી, પંજાબી,સાઉથ-ઇન્ડિયન વગેરે અલગ અલગ રેસ્ટોરન્ટના માણસો પણ તેમને ત્યાં જમવા માટે આમંત્રણ આપતા હતા.અમે એ બધાની ઓફરને ઠુકરાવતા નકારમાં માથું ધુણાવતા થાકી જ ગયા હતા એટલામા આગળ એક સાંકડી ગલીમાં જ હોટેલ હતી.વાસુએ ત્યાં જઈને હોટેલના માલિકને કહ્યું

"કૈસે હો ભુરે,પહેચાના કી નહી?"

"અરે ભાઈ યે આપકા મહિને મેં તીસરી બાર હૈં, કેસે નહી પહેચાનુંગા!!!"

"ચલ અભી આઠ લોગ હૈ,દો કમરે ચાહિયે"

"મિલ જાયેંગે,પર કિતને દિનો કે લિયે?"

"દો દિન"

"ઠીક હૈ ફિર ચાર હજાર મે રખલો અપને વોહી દો કમરે એકદમ ફર્સ્ટ-કલાસ"

"ચાર હજાર બહોત જ્યાદા હૈ યાર,ઢાઇ હજાર ઠીક હૈ"

"અરે સમજોના સાબ ટીવી ઔર એસી ભી હૈ"

"નહી નહી,ઢાઇ હજાર સે એક રૂપિયા જ્યાદા નહિ દેગે"

"ઢાઇ હજાર મેં તો નહીં મિલ સકતા, પેતિસો તક ઠીક હૈ"

બહુ માથા કૂટ કરી અને છેવટે બીજી હોટેલ નક્કી કરવા જતાં જ હતા ત્યાં ભૂરો ત્રણ હજારમાં માની ગયો.

********************************************

વધુ આવતા ભાગમાં.....
Hope you guys enjoying
વાંચકમિત્રો આગળના ભાગોમાં તમને ઘરે બેઠા માઉન્ટ-આબુ ફર્યાનો અનુભવ કરાવી શકું તેવી કોશિશ રહેશે...


-સચિન