Ek dikrini vyatha - 1 books and stories free download online pdf in Gujarati

એક દીકરીની વ્યથા - 1

દિકરી એ તુલસી ક્યારો.

દીકરીએ વ્હાલનો દરિયો.

દીકરીએ ત્રણ કુળ નો દિપક.

દીકરીએ બાપનું કાળજુ.

દીકરીએ લક્ષ્મીનો અવતાર.

દીકરીએ બાપની શાન.

પરંતુ હજુ પણ ઘણા કુંટુંબ મા દીકરીએ સાપનો ભારો છે. દિકરી દિકરા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. દિકરો એટલે ઘરનો વંશ આગળ વધારેનાર એટલે દિકરા નો દરેક મા અધિકાર. દિકરી પારકે ઘર જવાની એનો કઈ અધિકાર નહીં?...

આવી એક સુંદર વાર્તા છે સીના નામની દીકરીની...........


સોના... બાપુ મારે પણ ભાઈ ની સાથે સ્કૂલે જાઉં છે.

સોના ના બાપુ.. તું સ્કૂલે જઈને શું કરીશ?.

સોનાએ કહ્યું. ભાઈની જેમ મારે પણ ભણવું છે, અને આગળ જઈ ને મોટા માણસ જેવું થાવું છે... બાપુ એ કહ્યું. તું ભણી - ગણી ને શું કરીશ છોરી?. કિશન તો ભણી ગણીને મોટો આદમી બનશે. તું તારા કામમાં મન લગાવ. તારી મા એ તને બતાવ્યું નથી. પણ..પણ... બાપુ... ઘરનું બધું જ કામકાજ મા મને શીખવાડી દેશે.

સોનાના બાપુ.. તારી માને પૂછ, તે કોઇ દિવસ ગઈ છે સ્કૂલે ભણવા માટે..

સોના માતાની સામે એકદમ મૌન બનીને એકી ધારી જોવે છે..

સોના ના બાપુ.. જો છોકરી ભણી - ગણી ને કેવો હિસાબ કરવો છે. હે..., ઘરના કામમાં મન લગાવ, આગળ જઈને સસરા માં આજ કામ કરવાનું છે. હો.. અને હા.. એક વાત કાન ખુલા રાખીને સાંભળી લે, જે શેરીમાં જવાનુ નથી એ શેરીનો રસ્તો કેમ પૂછવો?..

કિશન તૈયાર થઈ ને બહેન ને આવજો આવજો કહેતો સ્કૂલે જાય છે..

સોના ઘરનું કામ કાજ કરવા લાગે છે.. સાફ સફાઈ... વાસણ કપડાં... રસોઈ.. વગેરે...

18 વર્ષ પાછી સોના એક પરી જેવી દેખાવવા લાગી..

કિશન ની માતાજી કહે છે... કિશન જરાં ઉભો રહે, સાંભળે છે. તારા બાપુ સોના ના સંબંધ વિશે કાલે થોડી વાત કરતા હતા. બેટા એનું શું થયું?.

કિશન.. હા એ કહેવાનું જ હું ભૂલી ગયો.. બાપુ કહેતા હતા કે સોનાબેન ને જોવા માટે છોકરાવાળા આવવાના છે.
સોનાએ કહ્યું.. ભાઇ મને સ્કૂટર ચલાવતા શીખવાડને.. મને પણ શીખવું છે.

કિશન ને કહ્યું... જો મા આનું પાછુ શરુ થઈ ગયું. ક્યારેક કહે છે કે આ શીખવું છે, ક્યારેક કહે પેલું શીખવું છે, અને આજ કંઈક નવીન જ કહ્યું કે મારે સ્કૂટર શીખવું છે... લો.. બોલો.. સુ કરવું આનું.. ને એના વિચારોનું...

કિશન ને સોના ને કહ્યું.. સાંભળ, તારું કામ સ્કૂટર શીખવાનું નથી. ઘર નું કામ શીખવાનું છે. એના કામમાં ધ્યાન આપ. એ શીખવું જરૂરી છે. બાકી બધા કામ માટે અમે છીએ.... અને હા.. સસરા માં એ જ કામ કરવાનું છે. સાચું કીધુંને મા એમ કહી કિશન થોડું હસ્યો...

સાંજના સમયે સોનાને જોવા માટે છોકરા વાળા આવે છે.
સોનાના બાપુ બોલ્યા.. મનીષ બેટા સુ કરે છે તું?...
મનીષ ... શહેરમાં દવાની મોટી દુકાન છે.

સોનાના બાપુ... જો બેટા સોના મારી લાડકી એક ની એક દિકરી છે. ફૂલની જેમ સાચવીને મોટી કરી છે. એની દરેક ઈચ્છા બાળપણ થી જ પુરી કરી છે. ક્યારેય કોઇ પણ બાબતે દુઃખી થવા દીધી નથી. અને હા. ઘરના તમામ કામકાજ મા ખુબ જ હોશિયાર છે. તમારા ઘરને પણ ખુબ સારી રીતે રાખશે.

મનીષ.... સોના સામે જોઈને ખુશી સાથે નું થોડું મંદ હાસ્ય કરે છે.

મનીષ ના બાપુ.. આવી જ હોશિયાર અને સુશીલ, સંસ્કારી છોકરી અમારે જોતી હતી. ઘરને સાંભળે સારી રીતે અને અમારા પરિવારને પણ... બાકી તો દરેક જવાબદારી સાંભળવવા માટે અમે તો છીએ.

આમ, સોના અને મનીષ ના ધામે ધૂમે સગાવાલા ની ઉપસ્થિતિ મા લગ્ન કરવા માં આવ્યા..
(ક્રમશ )