sangharsh ek premkatha - 2 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ એક પ્રેમકથા - 2

આગળ ના ભાગમાં આપણે જોયું કે સિમરનને કંપની તરફથી પ્રમોશન મળવાનું છે,સિમરન અને એનું ગ્રુપ પાર્ટીમાં જાવા માટે નીકળે છે.સિમરનના ફોનમાં કોઈનો ફોન આવતો હોય છે જેના લીધે એનો મૂડ થોડો ખરાબ થઈ જાય છે.
હવે આગળ.....

રસ્તામાંં પણ કેબમાં મોહિની અને રિદ્ધિ એના ફોનમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત હોઈ છે,પણ સિમરન જ ક્યાંય ખોવાઈ ગઈ હોય છે.
"સિમરન જોને યાર એક તો એક પણ આજ તે સારો પોઝ નહી આપ્યો સેલ્ફી માટે મારે યાર તારી સાથે ગ્રુપ માં આપણો 3 નો સાથે pic રાખવો"રિદ્ધિ સેલ્ફી લેતા બોલી.
પણ સિમરન અહીં હોય તો ને. એ તો પોતાના જ વિચાર માં ક્યાંક ખોવાય ગઈ છે.બસ વારંવાર એની નજર તો એના ફોનમાં વાગતી રીંગ પર જ હોય છે,સિમૂમુમુ.......મોહીની સિમરન ના કાનમાં મૉટેથી બોલે છે.
"શુ છે યાર આમ હોય" સિમરન કાન પર હાથ રાખી ને એનું મો બગડતા બોલે છે.
"શું છે તારે બોલ"
અરે અમને ખબર કાલથી તું હેડ છે તો આજથી જ અમારું સાંભળવાનું બંધ !એમ ને"મોહિની સિમરન ને ચીડવતા બોલે છે.
સિમરન 'અરે બાપ એવું કય નય ચાલ તારે સેલ્ફી લેવી ને..
'ત્યાં જઇને લેજે બેગ્રાઉન્ડ સારું આવશે' સિમરન પોતાના ચશ્માં સરખા કરતા બોલી..
ત્યાં જ એ લોકો પાર્ટીની જગ્યા પર પહોંચી જાય છે.
"વૉઉં બોસે શુ ખર્ચો કર્યો છે જામશે હો આપને"મોહિની બધું જોતા બોલે છે
"તું તારું બક બક બંધ કરીશ હવે થોડો સમય"

"Welcome Simran welcome..."
"Thank you sir" સિમરન પાર્ટી માં આવતા કહે છે," મને તો એમ કે આપણા જ શહેરના બ્રાન્ચના બધા હશે'
મોહિની બધાને પાર્ટીમાં જોતા બોલે છે, 'શું મોનું તું બી તારું ધ્યાન કોઈ ટાઈમે કામમાં હોય છે? ' ફોનમાંથી ફ્રી થાય તો ને ' મોહિની નો ફોન લેતા રિદ્ધિ બોલે છે.'આ પાર્ટીમાં બધા આવેલા છે ગુજરાત ની બધા બ્રાન્ચ ના જેથી બધા એક બીજા ને ઓળખે ને તારા જેવા બવ બીજા બ્રાન્ચ ના લોકો સાથે માથાકૂટ ન કરે' સિમરન રિદ્ધિ ને તાલિ આપતા હસતા બોલે છે.બસ હા હવે તમે બને....ત્યાં જ નવીનભાઈ આવે છે 'આવી ગયા તમે તીન બંદર ' શુ નવીનભાઈ આજ તો આમારી મસ્તી ન કરો મોહિની નવીનભાઈ ને કહે છે.આમ તો નવીનભાઈ આ બ્રાન્ચ ના હેડ છે પણ આ સિમરન,રિદ્ધિ ને મોહિની સાથે ભાઈ બેન ના સબંધ હોઈ મસ્તી કરતા એ લોકો.

આજ ABC Grupo ના ઘણા બધા મોલ્સ છે તેમજ પોતાનું જ પ્રોડકશન છે ને એની મેઈન બ્રાન્ચ ચેન્નઈ છે.આજ કાલ લોકો જેને ઘણું પસંદ કરી રહ્યા છે.આજ પાર્ટી માં ચેન્નઈ બ્રાન્ચ ના પાર્ટનર રાજેશ દેસાઈ પણ ગુજરાત આવેલા છે.રાજેશ દેસાઇ જે પોતાના સ્ટાફ નું ખુજ કાળજી રાખે છે.હવે એક એક વ્યક્તિ ને સ્ટેજ પર બોલાવી ને એનો પ્રોમોસન લેટર આપી રહ્યા છે.હવે સિમરન ને બોલવા માં આવે છે ને બધા એનું તાળીઓ થી સ્વાગત કરે છે.સિમરન સ્ટેજ પર જય છે.

'આપણી ABC Group માં બે જ એમ્પ્લોયર એવા છે જે ને ખુબ જ નાની ઉમર માં બવ મોટી પ્રગતિ કરી છે.એક છે સિમરન ને બીજા આપના એમ્પ્લોયર રાજ ' રાજેશ દેસાઈ સામે બેઠેલા એક યુવક સામે જોતા બોલે છે. રાજ ને સ્ટેજ પર બોલાવતા આ એમ્પ્લોયર ની જે અમદાવાદ ની બ્રાન્ચ માં થી ચેન્નઈ માં ટ્રાન્સફર કરવા માં આવેલ છે.રાજ સ્ટેજ પર આવે છે.રાજ જે ગ્રે કલર ના પેન્ટ ને કૉફી કલર ના કેજયુલ pair માં ખૂબ જ સોહામણો લાગી રહ્યો છે. એની આંખોમાં માં એક અલગ જ નશો દેખાય છે જેમાં કોઈ પણ છોકરી ને ડૂબવું ગમે.ને અવાજ બી એક દમ મીઠો કોઈ પણ છોકરી ને ગમી જાય એવો.રાજેશ દેસાઈ બને ને એમના પ્રમોશન લેટર આપે છે હવે થી સિમરન બ્રાન્ચ managr બને છે સાથે સિમરન ને કાર ની ચાવી પણ આપે છે.
Thank you sir thank you so much....સિમરન ચાવી લેતા.
સિમરન ખુજ જ ખુશ છે સાથે એના દોસ્ત પણ.સ્ટેજ પર થી ઉત્તર તા રાજ સિમરાન ને cogretulation કહે છે.સામે સિમરન પણ એને અભિનંદન પાઠવે છે.

હવે બધા ડિનર લેવા માટે જાય છે.નવીનભાઈ સાથે રાજ ડિનર લે છે cogretulation dear સિમરન ને રિદ્ધિ ને મોહિની ભેટે છે.બસ હવે બવ પ્રેમ ન ઉભરાવો નજર લાગી જશે સિરમન કહે છે ને રીદ્ધિ ને મોહીની સાથે હસી પડે છે.'એ આ જો પેલા નવીનભાઈ રાજ સાથે ડિનર કરી રહ્યા છે.' મોહિની નવીનભાઈ સામે જોતા ,:હશે હવે એના જાણીતા આપ ને સુ મને બવ ભૂખ લાગી છે જાસૂ હવે'સીમરન મોહિની સામે જોતા....
સિમરન, રિદ્ધિ, મોહિની ડિનર કરી રહ્યા હોય છે ત્યાં જ નવીનભાઈ આવે છે
'આ છે મારો હોનહાર સ્ટાફ મોહિની,રિદ્ધિ ને સિમરન ના તો રાજ તે વખાણ સાંભળી જ લીધા છે' ને 'આ છે રાજ મારો જૂનો કલીગ ને મિત્ર પણ'નવીનભાઈ રાજ ને આ લોકો નો પરિચય કરાવતા

'હેલ્લો ઓલ તમારી ઘણી તારીફ સાંભળી છે.' રાજ સિમરન સામે જોતા
રિદ્ધિ ખુશી સાથે 'હા એ તો અમે છીએ જ but તમારા જેટલા નય'
' શુ રિદ્ધિ તું પણ યાર? ' સિમરન રિદ્ધિ નો હાથ પકડતા
સોરી મિસ્ટર રાજ આ રિદ્ધિ ને મસ્તી કરવા ની ટેવ છે.
,'ઇટ્સ ઓક મને તમને લોકો ને મળી ને માજા આવી નવીન પાસે તમારા લોકો વિશે ઘણી વાર સાંભળ્યું છે but કીધું એટલું કમ હતું' રાજ હસતા હસતા
સારું નવીન હવે હું જાવ બાય......
' ને સિમરન તમને પાછુ એક વાર ખુબ ખુબ અભિનંદન અને all tha best for your new work' સિમરન સાથે હાથ મિલાવતા રાજ
'તમને બી ખુબ ખુબ અભિનંદન અને all tha best for your new work' સિમરન ને રાજ ત્યાં થી જય છે
શુ લગે દોસ્તો રાજ અને સિમરન પાછા કેમ મળશે,સિમરન ના ફોન માં કોનો ફોન હતો જે એનું mud ખરાબ કરતું હતું ...જાણવા માટે સાથે બની રહો તમને આ સ્ટોરી કેવી લગે છે એના પ્રતિભાવ જરૂર થી આપ જો ને રેટીંગ આપવા નું ન ભૂલતા......