Naanpanni dosti - 2 books and stories free download online pdf in Gujarati

નાનપણની દોસ્તી.. - ભાગ-૨

શોભના : દીપાલી આટલી નાની અમથી વાત પર તું ઝગડો કરી એક મહિનાથી અહીં બેઠી છે, તું આટલી સમજદાર છો છતાં તારાથી આવી ભૂલ કેમ થઈ..? તારી અને સંજયની તો બાળપણની દોસ્તી છે, અને તમે એક બીજાએ પસંદ કરી આ દોસ્તીને લગ્નનું નામ આપ્યું, બેટા જો તે સંજય સાથે બાળપણની દોસ્તી જાડવી રાખી હોત તો આ સમય મારે ન જોવો પડત, તું સંજયની દોસ્ત મટી પત્ની થઈ એટલે જ આ ઝગડો થયો, અને દીપાલી આમ પણ સંજય તને આજીવન ક્યાં દૂર રાખવાનો હતો એ તને આજે નહીં તો કાલે એમની સાથે લઈ જવાનો હતો ને."

"દીપાલી : મમ્મી તું મારી મમ્મી છે કે સંજયની બસ એમનો પક્ષ ખેંચે છે, મેં સંજયને ચોખ્ખું જણાવી દીધું છે કે જયાં સુધી તું જે શહેરમાં નોકરી કરે ત્યાં મને મારુ સપનાનું ઘર વસાવા નહીં આપે ત્યાં સુધી હું મારી મમ્મીને ઘરેથી નહીં જ આવું, નહિતર તું મને હમેશ માટે ભૂલી જજે... મમ્મી એ વાત છોડ પહેલાં મારો ડ્રેસ આપ."

શોભનાએ થેલીમાંથી ડ્રેસ કાઢી દીપાલીના હાથમાં આપ્યો. "દીપાલી ડ્રેસ જોઈ બોલી મમ્મી આ ડ્રેસ ક્યાં છે આ તો સ્કૂલનો યુનિફોર્મ હોય એવું લાગે છે."
"શોભના : હા એ યુનિફોર્મ જ છે મેં તારા માટે ખાસ બનાવ્યો છે, અને તારે આજે એજ પહેરવો પડશે. આ સફેદ શર્ટ, એનાં પર બ્લુ ટાઇ અને આ સ્કર્ટ, સાથે સફેદ મોજા અને તારા માટે કાળા બુટ પણ લાવી છું, તને ગમ્યોને ડ્રેશ..?

"દીપાલી : જરાય નહીં આ ડ્રેસ તો લગભગ હું સાતમું ભણતી ત્યારે તે માટે બનાવ્યો હતો ત્યારે એ થોડો નાનો હતો પણ આજે મારા માપ સાઈઝ પ્રમાણે બનાવ્યો છે. તે બનાવ્યો છે એટલે એકવાર જરૂર પહેરીશ પણ મમ્મી આ ડ્રેસ બનાવવા પાછળનું કોઈ કારણ જણાવે તો હું પહેરીશ નહિતર પહેરું..."

"શોભના : હા તને જરૂર જણાવીશ પણ પહેલાં તું બાથરૂમમાં જઈ ડ્રેસ પહેરી આવ જલ્દી."
દીપાલી પાંચ મિનિટમાં એ યુનિફોર્મમાં સજ્જ થઈ શોભના સામે આવી શોભનાએ દીપાલીને ડ્રેશીંગના ટેબલ બેસાડી સૌપ્રથમ તો દીપાલીના બાંધેલા વાળ ખુલ્લાં કરી વાળમાં ટોપરેલ તેલનું માલિશ કરી શોભનાએ દીપાલીને બે ચોટલાં ઓરાવી તેમાં લાલ રીબીન નાખી આગળ બન્ને ખભા પર દેખાય રીતે ચોટલાં રાખ્યાં.

"શોભના : હવે તું સંજયની નાનપણની દોસ્ત દીપુ લાગે છે, દીપાલી મને ખબર છે તારા સાસરે તારા અને સંજયના બેડ રૂમમાં તારા લગ્નનો ફોટો સંજયએ રાખ્યો નથી એની જગ્યાએ તું અને સંજય જ્યારે સાતમું ભણતાં ત્યારે તમારી સ્કૂલમાંથી જે ફોટો આવ્યો હતો જેમાં તું આજે પહેરેલાં યુનિફોર્મ સજ્જ છો અને સંજય બ્લુ હાફ પેન્ટ અને સફેદ શર્ટ અને બ્લુ ટાઈમાં તમે એકબીજાની બાજુમાં ઉભા છો એ ફોટો સંજયે તમારા બેડરૂમમાં રાખ્યો છે, મેં સંજયને બે દિવસ પહેલા ફોન કરી અહીં આવવા માટે કહ્યું તો "સંજયે જવાબમાં મને કહ્યું મમ્મી મારે મારી પત્નીને મળવું નથી મારે મારી બાળપણની ભૂલભરેલી મારી પાગલ દીપુને મળવા આવું છે , જો દીપુમાં એ ફરી બાળપણની દોસ્તી મળે તો હું આવું.."

"દીપાલી : અને તે હા ભણી દીધી, ભલે આવતો સંજય તું એને આવવાદે."
"શોભના : તું કઈ પણ બોલી છે તો તને તારી મમ્મીના સમ છે ચાલ હવે મારી સાથે હોલમાં સંજય બસ આવવો જોઈએ."
શોભના અને દીપાલી હોલમાં આવ્યાં અને દરવાજા પર બેલ વાગી."દીપાલી : મમ્મી તું દરવાજો ખોલ તારો જમાઈ આવ્યો હશે. આટલું કહી દીપાલી રસોડા..