Rakhi - 7 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 7

ધાનીએ રિખીલને ગિફ્ટ માં ફરવા જવાની ટિકિટ આપી હતી. રિખીલ અને અદિતિ હનીમૂન પર ગયા. ઘરે ધાની એકલી હતી આંટી ત્યાં રહેતા. હનીમૂન 10 દિવસ નું હતું એટલે ધાની કંઈ પણ કરી શકે તેમ હતી પણ ધાની એકલી જ રહેવા માંગતી હતી.

રિખીલ અદિતિ સિંગાપોર ગયા અને ધાની ઇન્ડિયામાં હતી. એ દિવસોમાં ધાની આગળની વાતથી ઘણી અપસેટ હતી. રોજ રિખીલ ધાનીને કોલ કરી હાલ-ચાલ પૂછી લેતો. ધાની પણ ખાલી ખોટુ હા હા કરી દેતી. દિવસો આમનેઆમ વીતવા લાગ્યા. અદિતી રિખીલ એક દિવસ વહેલા આવવા નીકળ્યા આ વાત બધા માટે સરપ્રાઇઝ હતી.

હું :- (ઘરે આવીને) ધાની.....
અદિતી :- ધાની.... ક્યાં છે?
આન્ટી :- એ તો બહાર ગઈ છે સાંજે આવશે.
હું :- અદિતી :- 🙄🙄 ક્યાં ગઇ?
આન્ટી :- એ તો કહીને નઇ ગઇ.
હું :- ઓકે, હું કોલ કરીને પૂછી લઇશ.

કશેથી કોઈ ખબર ના મળતા એમની પાસે વેઈટ કરવા સિવાય કોઈ રસ્તો નહિં હતો. સાંજે ધાની ઘરે આવી.
અદિતી :- ધાની ક્યાં હતી? કેટલા બધા કોલ કર્યા પણ કોઈને કશી ખબર નથી.
હું :- કંઈક તો બોલ.
ધાની :- બહાર ગયેલી.
હું :- ક્યાં?? 🤔
ધાની :- ડોકટર દીદી પાસે.
અદિતી :- ધાની, આર યુ ઓકે?
ધાની :- હા ભાભી... 🙂 આઇ એમ ફાઈન.

ધાની રુમમાં જતી રહી અને સૂઈ ગઈ. અદિતીએ બધી ગિફ્ટ ધાનીના રુમમાં મૂકી દીધી. સવારે બધુ નોર્મલ હોય એવી જ રીતે બધા બિહેવ કરતાં હતાં. ધાની બધી ગિફ્ટસ થી ખુશ ખુશ થઈ ગઈ. થોડા દિવસ તો બધુ શાંત ચાલ્યું. અદિતી ઘર સંભાળતી, હું ઓફિસના કામમાં બિઝી થઈ ગયો, ધાની પોતાની પ્રોબ્લેમ્સ છૂપાવવાની ટ્રાય કરતી હતી.

એકવાર સવારે ધાની નાસ્તો કરવા નીચે ના આવી એટલે અદિતી ઉપર ગઈ.

અદિતી :- ધાની, ઊઠો હવે ચલો ચલો... રોજ તો બધાની પેલા આવી જાય છે અને આજે કેમ હજુ સુધી નહીં જાગતી?

ધાની પાસેથી કોઈ રિસ્પોન્સ આવતો નથી એટલે અદિતી નજીક જઈ ધાનીને હલાવે છે તો પણ ધાની કંઈ બોલી નહિ. અદિતીએ બ્લેન્કેટ હટાવ્યુ અને જોયુ ત્યાં ધાની બેહોશ હતી નાકમાંથી લોહી નીકળેલુ હતુ. નીચે આવી ફટાફટ રિખીલને કોલ કરી ઘરે બોલાવ્યો અને પછી બંને ધાનીને લઈ હોસ્પિટલ ગયા અને એડમીટ કરી.

ડોક્ટર :- અત્યારે કશુ કહી શકાય તેમ નથી. થોડી વેઈટ કરો.
હું :- પણ આમ અચાનક કેવી રીતે થયું?
ડોક્ટર :- અચાનક નથી આ હતુ જ એના હાઈ ડોઝ પણ ચાલુ જ હતા. તમને વાત નહિ કરી એને?
હું :- ના. 😮
ડોકટર :- ઓહહહ, ના પર પછી વાત કરીએ અત્યારે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી પડશે.

પછી ખબર પડી કે અમારા ગયા પછી વધારે પ્રોબ્લેમ્સ થવા લાગેલી એટલે રિપોર્ટસ કરેલા એમાં ક્લોટીન વધી ગયેલું હતું.

ડોક્ટર :- મેં એને ફૂલ બેડ રેસ્ટ કરવાનુ કીધેલુ અને મેડીસીન્સ ટાઇમ ટુ ટાઈમ લેવાની કહી હતી. તમને પછી કહેશે કહીને મને ના પાડેલી હતી એટલે તમને ઈન્ફોર્મ નહીં કરેલુ.
હું :- ઓહહહ, અમને કંઈ ખબર નહી હતી ધાનીએ કશું કીધુ એ નથી.
ડોક્ટર :- કંઈ થયુ છે ઘરમાં?
હું :- નહીં...... કેમ?
ડોકટર :- એનુ બિહેવિયર કંઈક અલગ જ લાગતું હતું મને એટલે.
હું :- મને પણ એવું જ લાગતુ હતું.

ઘરે અદિતીએ ધાનીનો રુમ ચેક કર્યો તો બધા રિપોર્ટ્સ મળ્યા અને એક ડાયરી મળી.

અદિતી :- રિખીલ, આ ડાયરી મળી છે રીડ કરો.
હું :- હમમ. 😔

એ ડાયરીમાં લખેલુ હતુ કે, " મમ્મા! કોઈ મારી વાત પર યકીન નથી કરતુ બધાને લાગે છે કે એ મારો વહેમ હતો. બધા મને એ ગલત સમજે છે. હવે તો હું મોટી થઈ ગઈ છું ને તો કેમ કોઈ નથી સમજતું. હવે મેં પણ કોઈની વાત નહિ માનું... મારી પ્રોબ્લેમ્સ હું જાતે જ સોલ્વ કરીશ.

મારી તબિયતની ખબર કોઈને નહીં પડવા દઉં. ભાઈને પણ નહિ કઉં. હું મરી પણ જાવ તો બીજાને કોઈ ફર્ક નહિ પડે ઉલટાનું સારું થઈ જશે કોઈને ટેન્શન નહિ રહે.

દીકરી તો એના પાપાની અમાનત કહેવાય ને તો પાપા તમે કેમ મને છોડીને જતા રહ્યા. હું ભાઈને કહીશ તો એ મને ક્યારેય નહિ આવવા દે એટલે હું તમને એકને જ કહુ છું. થોડા ટાઈમમાં હું પણ તમારી પાસે જઈ આવી જઈશ પછી કોઈ પ્રોબ્લેમ નહિ રહે."

અદિતી :- 😢😢...
હું :- મને કંઈ સમજમાં નથી આવતુ. 😥😢
અદિતી :- રિખીલ Calm down. 😢 આપણે બધુ સંભાળી લઈશું.
હું :- અદિતી કેવી રીતે સંભાળીશું?
નર્સ :- આ મેડીસીન્સ લઈ આવો અને બધા રિપોર્ટ્સ આવી ગયા છે. ઓફિસમાં ડોકટર રિપોર્ટ ડિસ્કસ કરવા બોલાવે છે.
હું :- ઓકે..

રિપોર્ટ્સમાં પણ એ જ આવ્યુ હતું. મોડેથી ધાનીને હોશ આવ્યો. એ બહુ જ વીક હતી બોલી પણ નહોતી શકતી.

ડોકટર :- હાઉ યુ ફીલ?
ધાની :- (હા માં માથુ હલાવી) ગૂડ.
અદિતી :- અમનેે કેમ તે કંઈ કીધું નહિ?? ..
ધાની :- ભાઈ?
અદિતી :- એ બહાર છે હમણાં આવશે. પણ તું કોઈ સ્ટ્રેસ નહીં લે.
ધાની :- હમ.
અદિતી :- ગુડ ગર્લ.

થોડીવાર થઈ ગઈ પણ રિખીલ ના ગયો એટલે....
ધાની :- ભાઈને બોલાવોને. 😔
અદિતી :- તું સૂઈ જા એ પછી આવશે અત્યારે કામ છે એને.
ધાની :- પ્લીઝ એક જ વાર હું જોઈ લઉં એટલી જ વાર... પ્લીઝ ભાભી...
અદિતી :- વેઇટ.

બહાર જઈને.
અદિતી :- રિખીલ અંદર ચલો, એકવાર મળી તો લો.
હું :- તું જા મારે નહિ મળવુ એને. 😡
અદિતી :- આટલી બધી જીદ પણ ના સારી ગણાય.
હું :- 😡😡 તારે જવુ હોય તો જા નહીં તો રેવા દે બાકી મને ફોર્સ ના કર.
અદિતી :- વાત ના કરો તો કંઇ નહિ પણ એકવાર એને જોઈ તો લો. 😏😏

હું :- ના પાડી ને મેં... 😡

અને અદિતી ધાની પાસે જતી રહી.

ધાની :- ભાઈ?

અદિતી :- હું છું ને અત્યારે તો પછી એ આવશે.
ધાની :- ગુસ્સામાં છે ને?
અદિતી :- હા...
ધાની :- તમે બોલોને એકવાર મળે પ્લીઝ...
અદિતી :- તમારા બંને વચ્ચે હું ફસાઈ જાવ છું. 😓

ધાની :- હમમ... ચાલશે પછી આવશે એ.

બે દિવસ થયા તો પણ હું ધાનીને ના મળવા ગયો. બધાએ સમજાવ્યો તો પણ હું ના જ ગયો છેલ્લે ધાનીથી ના રહેવાયુ એટલે રાતે એ ધીમે રહી માંડ માંડ બહાર સુધી પહોંચી ત્યાં મારી પાસે આવી.

ધાની :- આઈ એમ સોરી... 🙂
હું :- પહેલા ભૂલ કરો પછી સોરી બોલો... 😡 તારુ સોરી તું જ રાખ.
ધાની :- ગુસ્સે છો?
હું :- નહીં બહુ જ ખુશ છું. 🤨
ધાની :- મારી સાથે વાત તો કરો.
હું :- મને વાત કરવાનુ જરુરી નથી લાગતુ.
ધાની :- આઈ પ્રોમીસ લાસ્ટ ટાઇમ ભૂલ કરી હવે નહીં કરું.
હું :- આઈ એમ સોરી 😡😡🙏 માફ કર મને. હવે તું છુટ્ટી છે જે કરવું હોય એ કર. મારી ચિંતા ના કરીશ.

હું ત્યાંથી જતો રહ્યો. એ પણ વોર્ડમાં જતી રહી. એક વીક થઈ ગયુ હતું. ના તો હું એના જોડે બોલતો ના તો એ કોઈને કંઇ મારા વિશે પૂછતી. ક્યારેક હું કંઈક મૂકવા જતો ત્યારે એ મને જોયા કરતી કે શાયદ હું કંઈક બોલુ. પણ મારા મન પર એટલો બધો ગુસ્સો હતો કે હું બોલતો એ નહિ.

25 દિવસ સુધી એડમીટ રહ્યા પછી ડિસ્ચાર્જ કરી પણ 2 મહિના બેડ રેસ્ટ હતો. એટલા દિવસમાં અમે કશું જ બોલ્યા નહિ. અમે ઘરે આવ્યા. અદિતી ધાનીને બહુ સાચવતી એનો બધો ટાઈમ સાચવી લેતી. ધાની રોજ મારા વિશે અદિતીને પૂછતી.

3 દિવસ પછી સવારે....
અદિતી :- નાસ્તો કરી લે હવે.
ધાની :- ભાભી હું આજે નીચે રહું? અહીંયા બોર થાવ છું.
અદિતી :- હમમ, 🤗

અદિતી તેને નીચે લાવી. આખો દિવસ નીચે જ રહી હું સાંજે ઘરે આવ્યો. મેં અદિતીને સ્માઇલ આપી એના જોડે વાતો કરવા લાગ્યો, ધાની સામે બોલ્યો જ નહીં. એને બહુ ખોટુ લાગ્યુ. અમે બંને સરખા જીદ્દી થઈ ગયા હતા. ના એ બોલે ના હું બોલુ.

જમી ને રાતે એ ટીવી જોતી હતી હું પણ ત્યાં થોડો દૂર જઈને બેઠો. એને રિમોટ મને આપી દીધો. અદિતી આવી અને ધાનીના બાજૂમાં બેસી ગઈ. એ ધાનીના હાથમાં માલીશ કરતી હતી.

હું :- શું કરે છે તું?
અદિતી :- એક હાથ પર ઇન્જેક્શન માર્યા છે ને તો એ હાથ સોજી ગયો છે અને પેઇન કરે છે તો માલીશ કરુ છું.
હું :- તો ડોકટરને ત્યારે કહેવાય કે બીજા હાથ પર મારે. 😏
ધાની :- એમને કીધુ કશુ ના થાય.
હું :- અદિતી તુ એક કામ કર એને બરફ ધસી દે જલ્દી સારુ થઈ જશે.
અદિતી :- તમે હેલ્પ કરી દો ને થોડી.
હું :- હું કંઈ ના કરુ. 🤨
ધાની :- મારે કંઈ નહિ કરાવવું. 😕
હું :- સરસ. 😏

ધાની ત્યાંથી થોડી દૂર જતી રહી અને ચૂપચાપ બેસી ગઈ. મને થયુ કે હવે બોલવું જોઈએ એટલે હું ત્યાં ગયો અને બરફ મૂકીને જતો રહ્યો. પણ જીદ પછી જતુ કરે એ બીજા... ધાનીએ બરફ ના લગાવ્યો અને એનિ રુમમાં જઈને ઉંઘી ગઈ.
બીજી સવારે હું નાસ્તો કરવા નીચે આવ્યો ત્યારે ધાની જીદ કરતી હતી.

ધાની :- હું અત્યારે નાસ્તો નહિ કરુ.
અદિતી :- થોડુ જમી લે પછી મેડીસીન લેવાની છે. સાંજે પણ એક નહીં લીધેલી અત્યારે તો લેવી જ પડશે.
ધાની :- નહીં... નાસ્તો નહીં કરું મેડીસીન એકલી લઈ લઈશ.
અદિતી :- ભૂખ્યા પેટે ના લેવાય બેટા. થોડુ જમી લે પછી લેજે.
હું :- શું થયું સવાર સવારમાં??
અદિતી :- ધાની નાસ્તો નહી કરતી તો મેડીસીન કેમ લેશે?
હું :- તું ડીશ તૈયાર કર એ જમી લેશે.
ધાની ચલો નાસ્તો કરવા.
ધાની :- મને ભૂખ નહિ લાગી હું પછી કરી લઈશ.
અદિતી :- જુદી ડિશ નહિ કરતી, રિખીલ જોડે થોડુ જમી લે ચલ બસ.
ધાની :- નથી ભૂખ લાગી પણ.
હું :- ધાની જીદ ના કર ચલ ફટાફટ. પછી તુ ફ્રી.
ધાની :- નહિ 😡
હું :- તુ ઊભી થાય છે કે હું ત્યાં આવુ? 😡😠
આન્ટી :- કેમ આજે આટલો બધો અવાજ થાય છે? 🤔
હું :- ધાની લાસ્ટ ટાઈમ કહુ છું મને ગુસ્સો ના અપાવ હવે.
ધાની :- આન્ટી હું મોડેથી જમી લઈશ ક્યો ને તમે.

હું ગુસ્સામાં ત્યાં ગયો અને ધાનીને ડાઈનીંગ ચેર પર બેસાડી. અદિતીએ ડીશ આપી અને જમવાનું કહ્યું એટલે ધાનીએ ગુસ્સામાં બાજુમાં પડેલી ખાલી ડીશ ફેંકી દીધી.

અદિતી :- જા પછી ભૂખ લાગે ત્યારે જમી લેજે.
હું :- (ગુસ્સામાં) ધાનીને એક થપ્પડ મારી દીધી. હવે મોઢુ બંધ કરીને ચૂપચાપ જમવાનું સ્ટાર્ટ કર.
અદિતી અને આન્ટી :- 😳😲

ધાની રડવા લાગી.
અદિતી :- રિખીલ શું કરો છો તમે? 😞 પાગલ થઈ ગયા છો?

હું કંઈ જ બોલ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગયો. ધાની બહુ રડતી હતી. અદિતીએ માંડ માંડ ચૂપ કરાવી. પણ ત્યારે તેણે ના પાડી તો ના જ જમી. હું બે કલાક પછી ઘરે આવ્યો. ધાની સૂતી હતી.

હું :- જમી?
અદિતી :- ના.
હું :- ક્યારે સૂતી?
અદિતી :- થોડીવાર પહેલા.
હું :- હમ.
અદિતી :- તમે કેમ ગુસ્સે હતા?
હું :- એમ જ.
અદિતી :- એમ જ... સરસ. 🤨
ધાનીનો ગાલ જોયો?
હું :- નહિ.
અદિતી :- તમારા એમ જ થી ત્રણ આંગળી છપાઈ ગઈ છે. મારતા પહેલાં વિચારો તો ખરા. વગર કામનો ગુસ્સો કરો છો તમે.

હું ધાની પાસે ગયો અને મારેલું ત્યાં હાથ લગાવ્યો ત્યાં ધાની ઉઠી ગઈ. તરત ઉભી થઈ ગઈ.
હું :- સોરી... 😔😔

ધાની કંઈ બોલ્યા વગર ઉપર જતી રહી. હું પણ ગયો.
હું :- ધાનુ , આઈ એમ સોરી બેટા. મને માફ નહીં કરે?
ધાની :- (રડતા 😢😥 રડતા) નહિ... તમે ખરાબ થતા જાવ છો હવે.
હું :- સારો થવા માટે એક ચાન્સ નહિ આપે?😪
ધાની :- નહિ... મારે નથી બોલવુ.. મને મારેલુ ને તમે 😢
હું :- એના માટે પનીશમેન્ટ આપ ચલ. આઈ એમ રેડી.
ધાની :- નહિ વાત કરવી મારે તમે જાઓ.
હું :- ધાનુ, તે પણ મારાથી બધુ છુપાવેલુ ને.
ધાની :- મેં સોરી કરેલુ હતુ તો પણ તમે મને જ....
હું :- સોરી સોરી સોરી... તુ બોલ હું શું કરુ હવે? તું કઈશ તો હું અહિંયાથી જતો પણ રઇશ.
ધાની :- ના... 😰 તમે ક્યાંય ના જાવ. પ્લીઝ આઈ એમ સોરી.
હું :- તો શું કરુ?
ધાની :- પનીશમેન્ટ એ છે કે તમારે મારા જોડે બોલવા માંડવુ પડશે.
હું :- ડન 🙂 બીજુ?
ધાની :- (હગ કરીને) બસ એટલું જ.

હું એના માટે મોટી ચોકલેટ લાવ્યો હતો એ આપી.
ધાની :- હાફ હાફ ખાઈશુ આપણે. 🤗
હું :- તો નીચે જઈએ?
ધાની :- ભાઈ! પેલા હાથમાં શું થયુ છે?
હું :- કશું નહીં ચલ નીચે.

નીચે આવીને
ધાની :- ખોલી આપો.
હું :- અત્યારે નહિ પછી ખાજે અને એ પણ થોડી થોડી.
ધાની :- હમમ

એ મારા હાથ પર વાગેલુ જોઈ ગઈ હતી.


ધાની :- તમે અહિંયા બાલ્કનીમાં બેસો હું આવુ છુ.
હું :- આવજે પાછી. 🤭

ફસ્ટ એડ બોક્સ લઈને આવી.
ધાની :- લાવો હાથ.
હું :- કશુ નહી થયુ ધાનુ. એ તો એમ જ સારુ થઈ જશે.
ધાની :- કેવી રીતે થયુ?
હું :- બાઈક સ્લીપ થઈ ગયેલી.
ધાની :- જ્યારે મેં મમ્મા પાપાને જોયેલા ત્યારે એ તમને જ જોતા હતા. 😊 કોઈ પણ માણસ ભગવાન પાસે જતો રહે પછી એમાંથી અમુક લોકો બહુ સારા હોય એમને ક્યારેક નીચે આવવાની પરમીશન હોય છે. એ આપણને નજીકથી જોઈ શકે છે પણ આપણામાંથી કોઈક જ એમને જોઈ શકે છે.
આપણા ઘરમાંથી હું નાની છું ને એટલે ત્યારે મને દેખાયા હતા. ☺️ મને દેખાય કે બીજાને શું ફરક પડે? ઈમ્પોર્ટન્ટ તો એ છે ને કે એ દેખાયા હતા આવ્યા હતા.

હું :- કોઈ મારી વાત ના માને પણ હુ સાચુ જ કહેતો હોય એ તો તું માને છે ને?
ધાની :- નાનપણથી તમે મારી કેર કરો છો, મારી બધી વિશ પૂરી કરો છો, મારી બધી પ્રોબલેમ્સ તમે સોલ્વ કરો છો. મેં પણ તમને તકલીફ ના થાય એટલા માટે ના કહ્યું. પણ તમે તો મારી સામે આવવાનું પણ છોડી દીધેલું.
હું :- તારી કેર કરવી, તારી પ્રોબલેમ્સ સોલ્વ કરવાથી મને કોઈ તકલીફ નહી થતી પણ મારાથી છુપાવેલું તારુ પેઇન જોઈને મને બહુ ખરાબ ફીલ થાય છે.
ધાની :- એના માટે મને લાસ્ટ ચાન્સ આપશો?
હું :- તુ આ ઘરની રોનક છે, મારી જાન છે, મારી જાન મને કંઈ પણ બોલે તો મારે માનવુ જ પડે ને.
ધાની :- તો મારેલુ કેમ?
હું :- તારી જીદ ખોટી હતી અને તારી હેલ્થ જોડે હુ કોમ્પ્રોમાઈઝ નહિ કરતો એ તને ખબર જ છે. મેં તને એ દિવસે મારાથી દૂર થતી જોઈ છે. હું એટલો સ્ટ્રૉંગ નથી કે તારા વગર જીવવાનું વિચારી શકું અને એ વાત તને પણ ખબર છે તો કેમ મને હેરાન કરે છે?
ધાની :- આઈ પ્રોમીસ હવે નહી કરુ તમે કહેશો એમ જ કરીશ. પણ તમારે મારા અને ભાભી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે.
હું :- પ્રોમીસ... તમે બંને કહેશો એ ફાઈનલ.
ધાની :- તો ચલો આપણે બંને એમને સોરી કહીએ.

અદિતી :- સોરીની કોઈ જરૂર નથી. 😪😥 તમારી બધી વાતો મેં સાંભળી લીધી છે.


ધાની :- સોરી ભાભી! તમે બહુ હેરાન થાવ છો ને..
અદિતી :- હા થાઉ છું પણ તમે બંને ના બોલો ત્યારે. તો મને પણ પ્રોમીસ કરો કે તમે બંને ક્યારેય નહિ ઝગડો કરો.
હું અને ધાની :- પ્રોમીસ 😘😉
અદિતી :- ચલો હવે અંદર જઈને વાતો કરીએ અહિયા બહુ તાપ લાગે છે.

અંદર આવીને બંનેએ પોતપોતાની ભૂલો સ્વીકારી લીધી અને માફ પણ કરી દીધા. મેં ફરી ધાનીનો ગાલ જોયો થોડુ નિશાન હજુ પણ હતુ.

હું :- ધાનુ, ગાલ પેઈન કરે છે?
ધાની :- નહિ. (અદિતી પાસે જઈને) ભાભી, ભાઈ હજુ પણ જૂનુ જૂનુ યાદ કરે છે સમજાવોને તમે.
અદિતી :- રિખીલ હવે એને યાદ ના કરો તો સારી વાત છે અને હા આજ પછી ક્યારેય મારતા નહિ.
હું :- ના ના ભૂલથી પણ નહી.
અદિતી :- ધાની હવે તો જમીશ ને?
ધાની :- ભૂખ તો લાગી ગઈ છે પણ તમે બંને ખવડાવશો તો જમીશ.
અદિતી :- એક ચાન્સ મળવો જોઈએ હાથ ના બગાડવાનો 😄
હું :- આજે તો હું મારા હાથે બંનેને જમાડીશ.

ધાની નાસ્તો લાવી અને મેં બંનેને ખવડાવ્યુ. થોડીક હાશ થઈ કે બધુ સોલ્વ તો થઈ ગયુ. અને અમે ત્રણે મસ્તી કરતા હતા એટલામાં ડોરબેલ વાગી.

ડોર પર કોણ હતુ એ નેક્સ્ટ પાર્ટમાં બતાવવામાં આવશે.