Asamnajan - 4 books and stories free download online pdf in Gujarati

અસમંજન - 4

અચાનક માનુષ હોટલ રૂમનો દરવાજો રાતનાં 3 વાગે ખોલે છે. અને માનુષ ના ચહેરા પર ખુબ જ સરસ મુસ્કાન હોય છે. જાણે કોઈ વસ્તુ કે વ્યકિતી ખુબ જ સમય પછી મળી હોય. હેતલ ખુબ જ ઘહેરી ઊંઘ માં ઊંઘી હોય છે. હેતલ ને હોટલ રૂમ નો દરવાજો ખુલ્યો એ પણ નથી ખબર. માનુષ હોટલ રૂમ નો દરવાજો ખોલે છે તો, સામે બીજું કોઈ નહીં પણ હેતલ ના ઓફિસ માં કામ કરતી , હેતલ ની સૌથી પહેલી ઑફીસ ની દોસ્ત કિંજલ જ હોય છે. કિંજલ તેના ચહેરા પર એક ઠંડી મુસ્કાન લઈને સીધી રૂમ માં આવી જાય છે. અને રૂમ નો દરવાજો બંદ કરીને તરત જ કિંજલ માનુષ ને ખુબ જ જોર થી ભેટી પડે છે. અને માનુષ પણ કિંજલ ને એટલા જ જોર થી તેની બાહો માં લઇ લે છે. માનુષ અને કિંજલ જાણે વર્ષો થી અલગ થઇ ગયા હોય એવી રીતે. માનુષ અને કિંજલ એ જ રૂમ માં હેતલ છે. એનો વિચાર કર્યાં વગર જ બસ કિંજલ અને માનુષ એકબીજા માં ખોવાઈ ગયા હતા. એક કડક આલિંગન સાથે માનુષ અને કિંજલ બંને એકબીજા ઉપર પ્રેમનો વરસાદ કરી રહ્યા હતા. માનુષ અને કિંજલ ના કિસ્સીસ ના અવાજ થી હેતલ તેનું પડખું બદલે તો છે પણ , હેતલ એટલી થાકી ગઈ હોય છે કે તે પોતાની આંખ ખોલતી જ નથી. અને સુઈ જાય છે.


બેહયા, બે શરમ, રૂપગંડી, ચાલ બાજ, ભાવનાહીન, મતલબી જે પણ શબ્દ આપીએ એ ઓછા છે. કિંજલ દેખાવે ખુબ સુંદર હતી. રંગ ગોરો. ઊંચાઈ પણ 5 ફીટ 4 ઇંચ. એક દમ પાતળી પાતળી અને ઊંચી દેખાય. હાથ ની આંગળીઓ પાતળી. તેમાં ફક્ત એક જ હાથના જમણી આંગળીમાં ખુબ જ નાજુક અંગૂઠી પહેરે. લાંબી લાંબી અણીયાળી આંખો. તેના પર જ ધ્યાન કેન્દ્રિત થાય. છોકરી હોય કે છોકરો બસ નજર તેની આંખો ઉપર થી હટે જ નહીં. કિંજલ જોડે તેના શબ્દો નું જાદુ એવુ કે કોઈ પણ તેની વાત માં આવી જાય. બોલે ખુબ જ ધીમું ધીમું, છતાં તેનો સ્વર મધુર. કિંજલ જોડે એક ખુબ જ સરસ ખૂબી હતી કે, કિંજલ જેના જોડે સારી રીતે રહે તેની જ પીઠ પર ખંજર ભોંકાતા એક મિનિટ નો પણ વિચાર ના કરે. અને બીજી જ ક્ષણે તેના જ સામે ખુબ જ સામાન્ય વ્યક્તિ ના જેમ જ વર્તે. લોકો ના મનમાં નહીં પણ લોકોના દિમાગમાં ઘર કરી દે. કિંજલ એક એવી વ્યક્તિ કે કોઈ પણ ના સબંધ ની વચ્ચે જો આવે તો એ સબંધને કાટ લગાવી ખોંખારો કરી દે. તેના દેખાવ, છાયા અને શબ્દો ના ઝાર માં એક સબંધ ક્યારે તેનું અસ્તિત્વ ગુમાવી દે એ જ બન્ને વ્યક્તિ ને ખબર જ ના પડે.


માનુષ અને કિંજલ ધીરે ધીરે કરીને એકબીજા ના કપડાં ઉતારતા હોય છે. કિંજલે પહેલા મનુષની ટી-શર્ટ ઉતારી. અને તેના ઘાટીલા બદન ઉપર કિંજલ તેનો હાથ હળવેથી ફેરવી રહી હતી. અને અલગ અલગ જગ્યા એ કિસ કરી રહી હતી. માનુષ પણ ધીરે થી કિંજલ ની ટી-શર્ટ ઉતારે છે. માનુષ બસ કિંજલ ના ખુલ્લા શરીર ને નિહારી જ રહ્યો હોય છે. માનુષ કિંજલ ને જોરથી તેની બાજુમાં ખેંચે ને ગળા ઉપર એક લવ બાઈટ આપે છે. ને કિંજલ ના મોં માંથી " આઆઆઆઆ " અવાજ નીકળે છે. બંને એકબીજાના ખુલ્લા શરીર નો આનંદ લઇ રહ્યા હોય છે. માનુષ અને કિંજલ બંને એકબીજામાં એવા ખોવાઈ ગયેલા હોય છે. કોઈને ભાન નથી કે તે ક્યાં છે? માનુષ કિંજલ ને બીજા રૂમમાં લઇ જવાનું કહે છે. પણ કિંજલ ના આ પ્રેમના આગોશ માં બંને એ બસ ત્યાંજ શરુ થઇ ગયા. માનુષ અને કિંજલ શરીરનો આનંદ લેતા લેતા કિંજલ ના મોં માંથી મંદ મંદ તેમના પ્રેમનો આનંદ નો અવાજ આવે છે. તે અવાજ વધારે આવવાથી હેતલની થોડી થોડી ઊંઘ ઉડી જાય છે. માનુષ કિંજલ નું જેન્સ નીકળી ને નાખે છે. બંને ના આગોશ માં ભૂલથી એ જેન્સ હેતલના પગ ઉપર પડે છે. અને હેતલ ચમકી ને જયારે આંખ ખુલે છે ત્યારે, હેતલ ને સામેના અરીસામાં કિંજલ અને માનુષ નગ્ન અવસ્થામાં, પોતાના જ હોટલ રૂમમાં , હેતલની બેડ ની આગળની બાજુમાં જ બંને પ્રેમનો આનંદ લઇ રહ્યા હોય છે. હેતલ આ દેખી ને કઈ જ બોલી જ ના શકી. હેતલ તેનું ભાન જ ગુમાવી બેઠી. હેતલ બસ એક નજરે માનુષ અને કિંજલ ને તેમના પ્રેમ નો અહેસાસ મળતા હતા ત્યાંજ નજર જામી ગઈ. બંને ને બસ દેખ્યા જ કરતી હતી. અને કિંજલ ના મોંઢા માંથી નીકળતા અવાજને "આઆઆઆ , ઉઉઉઉઉઉઉ " બસ આ જ અવાજ ને સાંભળ્યા કરતી. હેતલ ના મોઢા માંથી એક શબ્દ ના નીકળ્યો. હેતલે માનુષ અને કિંજલ ને જ્યાં સુધી પ્રેમની ચરણસીમા સુધી દેખ્યા. અને હેતલનું ઓશીકું આંસુથી ભીનું થઇ ગયું.





માનુષ અને કિંજલ બંને ઉભા થયા. કિંજલે જેન્સ પહેરી ને ઉભી જ થઇ હતી ને. ફરીથી માનુષ તેના ખુલ્લાં શરીર ને જોર થી ભેંટી પડ્યો. કિંજલ અને માનુષ બંને કિસ કરવા લાગ્યા એકબીજાને. હેતલ આ બધું જ બેડ ઉપર સૂતાં સૂતાં આંખ માંથી તો અશ્રુધારા વહેતી હતી ને દેખી રહી હતી. એટલામાં જ કિંજલ માનુષ ને તેના શરીર થી દૂર કરી ને બોલે છે ," અરે માનુષ બસ હવે, કાલ માટે તો બાકી રાખ. કાલે આપણે મળીએ ને હવે આપણી જગ્યા ઉપર જ. મારે ઘરે. અને ચાલ, હવે હું જાઉં છું , હેતલ જાગી જશે તો તારે પ્રોબ્લેમ થશે. ચાલ બાય... આઈ લવ યું સો મચ." માનુષ કિંજલ ની વાતો સાંભળતા હસતાં ની સાથે બોલે જ છે, " અરે કિંજલ, તું હેતલ નું ટેન્શન ના લે. હેતલ ને મનાવવી ખુબ જ સહેલી છે. હેતલ માટે જે હું કહું જ એના માટે પથ્થર ની લકીર છે. હેતલ ને ડફોર બનાવવી મારા ડાબા હાથની વાત છે. અને હા, કાલે પાકું આપણે મળીશું. ચાલ બાય.... લવ યુ ટૂ..." હેતલ આ બધુ જ ચુપ ચાપ બસ રજાઈ માંથી સાંભળતી હતી.


હેતલ આ ને ખરાબ સ્વપ્ન ની જેમ ભૂલવા માંગતી હતી. અને સવારે નવી શરૂઆત કરવા માંગતી હતી. અને સવારે હેતલે બસ જેવું વિચારીયું હતું એવી જ શરૂઆત કરી પણ ખરા. હેતલે માનુષ ને એક ક્ષણ પણ એવો અહેસાસ ના કરાવ્યો કે તેને માનુષ અને કિંજલ ના પ્રેમ સબંધ ની ખબર પડી ગઈ છે. સવારે ઉઠાવાની સાથે જ નવી શરૂઆત કરી.


હેતલ અને માનુષ ફરીથી પોતાના શહેરમાં પહોંચી ગયા. ફ્રેશ થઇ ને બંને ઓફિસ માટે નીકળી ગયા. લગ્ન ને હવે ઘણી ને 2 જ દિવસ બાકી હતા. હેતલ મનમાં બધું છુપાવીને ખુશ થઇ ને લગ્ન ની બાકી રહેલી તૈયારી ઓ કરવા લાગી. અને ક્યારે દિવસ પૂરો થઇ ગયો એની પણ કઈ ખબર જ ના પડી.


જોત જોતા માં લગ્ન નો દિવસ પણ આવી ગયો. લગ્ન નું મુહર્ત સાંજના 5 વાગ્યા નું હતું. માનુષ આજે પણ ઓફિસ માં ગયો હતો. માનુષ ઑફિસે થી બપોરે 4 વાગે ઘરે આવીને તૈયાર થઇ ને પછી હેતલ અને માનુષ લગ્ન કરવા માટે મંદિર જવાના હતા. માનુષ કંપની નો બોસ હોવાથી હેતલ તેને "ના" ના કહી શકી. માનુષ ઓફિસે જતો રહ્યો. અને હેતલ ઘરે રહીને લગ્ન ની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ ગઈ.



બપોર થવાની શરૂઆત જ હતી. અને હેતલે બપોર ના 12 વાગ્યાની આસપાસ માનુષ ને ફોન કર્યો. હેતલ ખુબ જ ખુશ હતી. અને માનુષ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી હતી કે, " માનુષ હું આજે તો ખુબ જ ખુશ છું. આજે આપણે લિગલી એક થવા જઈ રહ્યા છે. હું ક્યારનીયે આ દિવસ ની રાહ જોતી હતી. તને ખબર છે હું તને ખુબ જ પ્રેમ કરું છું. મારાં માટે તું જ છે." માનુષ આટલુ સાંભળતા બસ તેના મોં માંથી ફક્ત 4 જ શબ્દો નીકળ્યા. " હા મને ખબર છે. " હેતલ પોતાની લાગણી ને વ્યક્ત કરતી હતી અને સામે થી માનુષ ફક્ત આટલું જ બોલે એવી અપેક્ષા હેતલ ને ના હતી. હેતલ થોડી ઉદાસ થઇ જાય છે. અને માનુષ ના 4 શબ્દો વચ્ચે હેતલ "હમમમમમમ " બોલે છે. હેતલ અને માનુષ બંને થોડી સેકન્ડ તો મૌન જ છે ફોન માં. અને હેતલ બસ બોલવા જઈ જ રહી હોય છે માનુષ કહેવાની સાથે જ માનુષ હેતલ ને રોકી ને તરત જ બોલે છે. " હેતલ સાંભળ, તું તૈયાર થઇ ને રહેજે. મારે ઓફિસ માં કામ વધારે હોવાથી મારે મોડું થઇ જ જશે. તું મારાં કપડાં અને બીજું જે પણ પહેરવાનું હોય એ બહાર નીકળીને રાખજે. હું આવીને ફટોફટ તૈયાર થઇ જઈશ. અને પછી આપણે લગ્ન કરવા મંદિર જઈશું. " હજી હેતલ કઈ વિચારે કે બોલે બસ એટલામાં જ માનુષે " ચલ બાય હેતલ. હું કામ કરું છું " કહીને હેતલ સામેથી બાય કહે તેની પણ રાહ દેખ્યા વગર ફોન મૂકી દે છે. હેતલ થોડી હતાશ થઇ જાય છે. છતાં તેને મનને માનવી ને પોતાને અરીસા માં દેખી ને બોલે છે કે, " ભલે માનુષ મોડા આવતો. મારી પુરી વાત ના સાંભળી. અને એ દિવસે જો હોટલ રૂમ માં કિંજલ જોડે થયું, એ માનુષ ની ભૂલ હતી. પણ ફરીથી આવું નઈ કરે. હું માનુષ ની દરેક ભૂલ ભૂલવા તૈયાર છું. અને આજે તો અમે બંન્ને લગ્નગ્રંથી માં જોડાવા જઈ રહ્યા છીએ. હું માનુષ ને એટલો પ્રેમ આપીશ કે માનુષ ને બીજા ની જરૂર પણ નહીં પડે. માનુષ બધું જ ભૂલી જશે. હું હંમેશા માનુષ સાથે જ રહીશ. " હેતલ અરીસા સામેથી પોતાને માનવીને બાકી ની તૈયાર કરવા લાગે છે.





બધી તૈયારી થઇ ગઈ હતી. હેતલ શાંતિથી તેના સોફા ઉપર બેસી ને આરામ ની શ્વાસ લે છે. હેતલ મોબાઈલ માં કઈ કરે છે. અને એટલામાં જ હેતલ ની નજર ઘડિયાળ પર જાય છે. બપોર ના 2 વાગ્યાં હોય છે. હેતલ ના મગજ માં માનુષે કહેલી વાતો યાદ આવે છે કે, " હું મોડા આવીશ. મારે ઓફિસ માં ખુબ જ કામ છે. હેતલ તું તૈયાર થઇ ને રહેજે અને મારાં કપડાં તૈયાર રાખજે. " હેતલ વિચારે જ છે કે આજે પણ માનુષ મોડા આવશે. અને રસ્તા માં કંઈક નડે કે ટ્રાફિક માં ફસાઈ જાય તો... " આ વિચારો બસ ચાલતા જ હતા કે એટલામાં હેતલ નક્કી કરી લે છે કે, " હું વહેલા તૈયાર થઈને માનુષ ના બધા કપડાં, વસ્તુઓ લઈને ઓફિસ માં જાઉં. અને માનુષ ને ત્યાંથી જ તૈયાર થઇ ને અમે બંને સાથે જ ઓફિસ થી સીધા જ મંદિરે જતા રહીશું. " બસ આટલુ વિચારતા જ હેતલ એક દમ ઝડપ થી તેના વિચાર પર અમલ કરવા જતી જ રહે છે. અને ફટાક લઇ ને દુલ્હન તૈયાર થઈ ને આવી પણ જાય છે.






હેતલ 30 મિનિટ માં તૈયાર થઇ ને આવી પણ જાય છે. હેતલ તો પહેલેથી ખુબ જ સુંદર હતી એટલે તેને વધારે તૈયાર થવામાં સમય પણ ના લાગ્યો. અને કોઈ મેકઅપ આર્ટિસ્ટ ને પણ નહોતી બોલાવી. જાતે જ તૈયાર થઇ ગઈ હતી. લાલ રંગ ની ચોલી, લીલા રંગની ચુંદરી ઓઢેલી, હાથ માં લાલ, સફેદ ને લીલા રંગ નો લગ્ન નો ચૂડો. અને મેકઅપ ના નામે ફક્ત લાલ રંગ ની લિપસ્ટિક અને કપાળ માં એક ગોળ ચાલ્લો. મેકઅપ દેખાય તો ફક્ત એકલી આંખો ને શણગારેલી. છતાં કયામત ઢાલતી અદાઓ જાણે સ્વર્ગ ની અપ્સરા.





હેતલ તૈયાર થઇ ને માનુષ ની દરેક વસ્તુ અને કપડાં લઈને ખુબ જ સ્પીડ માં ઓફિસ માટે જવા નીકળી ગઈ. હેતલ ના ઘરે થી ઓફિસ નો રસ્તો 30 મિનિટ નો છે. દરરોજ માનુષ અને હેતલ ને ઘરે થી ઓફિસ જતા 30 મિનિટ લાગે છે. હેતલ ને પોતાના લગ્ન ની ખુશી એટલી કે આજે હેતલ 30 મિનિટ ની જગ્યા એ 20 જ મિનિટ માં ઓફિસ પહોંચી ગઈ. હેતલ ઓફિસ ની અંદર જાય છે ને અંદર જતા ની સાથે જ દેખે છે તો અંદર કોઈ જ હોતું નથી. ઓફિસ ખાલી છે. કોઈ જ સ્ટાફ મેમ્બર નથી. હેતલ ઘભરાઈ જાય છે. છતાં હિંમત કરી ને હેતલ ધીરે ધીરે અંદર જાય છે.



થોડી અંદર જતા ની સાથે જ હેતલ ને અજીબ અજીબ અવાજ આવે છે. હેતલ તરત જ આ અવાજ ને ઓળખી જાય છે. હેતલ તેના જીવન માં કદી આ અવાજ ને ભૂલી નથી શકે. હેતલ અવાજ ની પાછળ પાછળ અંદર માનુષ ના કેબીન તરફ જાય છે. અને આ અવાજ બીજા કોઈનો નહીં પણ કિંજલ અને માનુષ નગ્ન અવસ્થામાં બંને ના વચ્ચે થઇ રહેલી રતિક્રીડા માં કિંજલ નો "આઆઆ, ઉઉઉઉઉ " નો અવાજ હેતલ ના કાન માં ગુંજતો જ રહેતો હતો. હેતલ હજી તો હોટલ માં થયેલા અવાજ ને ભૂલી પણ નહોતી શકી ને આજે ફરીથી એ જ અવાજ સાંભળતા, એ જ સ્થિતી માં બંને ને દેખતા ની સાથે જ હેતલ કાચ ના જેમ તૂટી ને રેતી જેવી બિખરાઇ ગઈ. કિંજલ અને માનુષ ના પરાકાષ્ટા નો અવાજ હવે હેતલ ની સહનશક્તિ ની સીમાથી બહાર જતો રહ્યો હતો. હેતલ તેના તૂટેલા સ્વપ્ન અને વિશ્વાસ ને લઇ ને આંખ માં આશું લઈને ત્યાંથી દોડતી ઘર તરફ જવા માટે નીકળી ગઈ. સજેલી દુલ્હન ને રસ્તા ઉપર આવી રીતે રડતી દેખતા રસ્તા ના દરેક વ્યકિતઓ હેતલ ની તરફ જ દેખતા. અને આ હેતલ ને બિલકુલ પસંદ નહતું. એટલામાં જ ત્યાં એક કોફી શોપ હતી. તો હેતલ ત્યાં તેની રડેલી હાલત અને આંખો ને સરખી કરવા માટે કોફી શોપ માં જાય છે.




હેતલ વૉશરૂમ માં ફ્રેશ થઇ ને કોફી શોપ માં એક ટેબલ લઈને બેસે છે. હેતલ ને માનુષ ના કરેલા આવા વર્તન કેમ કર્યું એજ સમજવાની કોશિશ કરતી હતી. સમજવા માંગતી હતી કે માનુષ ને એવુ તો શું મે નહોતું આપ્યું હતું કે તે કિંજલ જોડે ગયો. અને એ પણ મારી સાથે બેવફાઈ કરી ને. એવામાં અચાનક જ હેતલ ના કાન તેની પાછળ ના કોફી શોપ ના ટેબલ પર પડે છે. હેતલ પાછળ ફરીને દેખે છે તો કોઈ નૌજવાન બેઠેલો છે. તે માણસ નો મેનેજર વાતો કરતો હોય છે. હેતલ નું ધ્યાન આપોઆપ તેમની વાતો માં ખેંચાય છે. અને તેમની વાતો સાંભળે છે.




હેતલ ને આ વાતો સાંભળી ને પોતાને રોકી જ ના શકી. અને તે ટેબલ પાસે જાય છે. હેતલ તે નૌજવાન ની સામે નહીં પણ પીઠ તરફ ઉભી રહે છે. હેતલ તે નૌજવાન ની પીઠ થપથપાવી ને બોલાવે છે, " હે!!! ". છતાં તે નૌજવાન હેતલ તરફ દેખતો નથી. પણ મેનેજર બોલે છે, " મેમ.. ". હેતલ મેનેજર ને રોકી દે છે. અને હેતલ જ બોલવાનું શરુ કરે છે. હેતલ પીઠ તરફ જ દેખી ને બોલે છે કે, " હે મેન ! પહેલા તો સોરી કે મેં તમારી વાતો સાંભળી લીધી. જે મારે ખરેખર તો ના જ સાંભળવી જોઈએ. પણ એ વાત છોડો. હું તમને નથી ઓળખતી, કે તમે મને નથી ઓળખતા. બસ મને તમારી વાતો સાંભળી ને એટલી તો ખબર પડી જ ગઈ કે તમારે કઈ પણ કિંમતે આજે જ લગ્ન કરવા છે. કોઈ પણ સંજોગો માં. અને તમારી ગર્લફ્રેન્ડ આજે આવી નથી. કે નથી તમારા મેનેજર ના ફોન પણ નથી ઉંચકતી. અને હું પણ આજે લગ્ન કરવા જઇ રહી હતી અને... " આટલું જ બોલી ને હેતલ ત્યાં જ 20 સેકેંડ માટે થોભી ગઈ. અને પછી ફરીથી હેતલે તેનો વિચાર મુક્યો કે, " hey !!! તમને કોઈ આપત્તિ ના હોય તો હું તમારા જોડે લગ્ન કરવા માટે તૈયાર છું. મારે તમારા પૈસા કે કોઈ મિલકત ની જરૂર નથી. હું તમારા જીવનમાં કઈ જ દખલ નહીં આપું. તમને જેટલી આજે લગ્ન કરવાની ઉતાવળ છે તેના કરતા પણ વધારે મને છે. મારે આજનો દિવસ મારા જીવન માં એવો ઉતારવો છે કે મારાં મૃત્યુ સુધી પણ યાદ રહે. શું તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો??? "



આ સાંભળતા જ એ નૌજવાન ઉભો થઇ ને હેતલ તરફ ફરે છે. અને હેતલ એ નૌજવાન ને દેખી ને અચંબિત થઇ જાય છે.


"થી બિઝનેસ ટાયકૂન મિસ્ટર અવિનાશ કપૂર. જેના જોડે લગ્ન કરવામાં માટે છોકરીઓ ની લાઈન લાગે. છોકરીઓ અવિનાશ કપૂર જોડે એક ફોટો પાડવા માટે મરે છે. જેની પર્સનાલીટી તો જાણે દિલ ને ઘાયલ કરી નાંખે. 5 ફૂટ 10 ઇંચ જેટલી ઊંચાઈ, રંગ એક દમ ગોરો, વાળ રેશમી, સ્વર ની જગ્યા એ આંખો થી વાતો કરે. તેના ઈશારા માં જાણે જાદુ. અવિનાશ કપૂર ને કોઈ કામ કરવું મતલબ એક ચપટી માં જ થઇ જાય. સિમ્પલ સફેદ રંગ નો શર્ટ, અને નીચે વાદળી રંગ નું પેન્ટ અને શર્ટ ના અંદરથી જે અવિનાશ કપૂર ની કસાયેલી બોડી દેખાય જાણે નજર જ હટે જ નહીં. ડોલ્સ એન્ડ ગબાના ના બ્રાઉન ગોગલ્સ, હાથમાં રોલેક્સ ની વૉચ, અરમાની નો બેલ્ટ, પોલ પાર્કમેન ના બ્લેક કલર ના શુઝ. દરેક છોકરીઓના સ્વપ્ન નો એક કમ્પ્લીટ મેન.


ક્રમશ: