Basera - 1 books and stories free download online pdf in Gujarati

બસેરા - 1

' બસેરા '

પોતાની ગાડીને લોક કરતા કરતા શ્રેમનનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું . સાદગીમાં સજેલી એક યુવતી પોતાના ભીના ખુલ્લા કેશને હલ્કે હાથે છંટકોરી રહી હતી . એની સાદગીમાં અપ્રતિમ સૌંદર્ય છુપાયેલું હતું .
સુંદરતા હંમેશા આકર્ષણ તરફ ખેંચી જ જાય છે . બે ઘડી અપલક આંખોએ પેલી યુવતીને જોતો જ રહ્યો . પેલી જ નજરમાં એની સાદગી શ્રેમનના હૃદયને સ્પર્શી ગઈ .

ઘરમાં પ્રવેશતા જ માઁ ને પૂછવા લાગ્યો . ' માઁ બાજુમાં કોણ રહેવા આવ્યું છે ?' હજુ નવા જ લાગે છે .

હા , હજુ ખાસ પરિચય નથી થયો . માઁ-બાપ અને દીકરી લાગે છે . થોડીઘણી વાતચીતથી ફેમિલી સારું લાગે છે . અને હા , આપણી જ નાતના છે .

મા ની વાત સાંભળતા સાંભળતા શ્રેમન પોતાના રૂમ તરફ ગયો . રૂમની બારીમાંથી બાજુવાળાની બારી દેખાય રહી હતી . શ્રેમન બારીનો પડદો હટાવી જરા નજર કરવા ગયો . અને બરોબર એ જ સમયે પેલી યુવતી પણ પોતાના રૂમમાં રહેલા અરીસામાં પોતાના ચહેરાને નિહાળી રહી હતી .
અરીસામાં દેખાય રહેલી બારીમાંથી કોઈ એને નિહાળી રહ્યું હોય એવું લાગ્યું . પરંતુ એ જ સમયે શ્રેમન પોતાની નજર હટાવી બહાર રૂમમાં આવી ગયો .

ગમતી વ્યક્તિ કે ગમતી કોઈપણ વસ્તુને જોવાનો દરેકને હક્ક છે . પરંતુ શ્રેમન તો પહેલી જ નજરમાં એને દિલમાં ઉતારી ચુક્યો હતો .

શ્રેમન એના માતાપિતાનું એક માત્ર સંતાન હતો . એન્જિનયરીંગ પૂરું થયાને વર્ષ થયું એ પછી એક પ્રાઇવેટ કંપનીમાં સર્વિસ મળી ગઈ હતી . આજના જમાના પ્રમાણે શ્રેમન ઘણો સીધો સાદો યુવક હતો . સાદગી પ્રેમી હતો . વધારે પડતો શૉ-ઓફ કરવાની આદત એનામાં નોતી .

સાદગીનો ચાહક હોવાથી બાજુવાળી યુવતીની સાદગી પણ એની નજરમાં વસી ગઈ હતી .
પોતાના મિત્રને ફોન કરવાના બહાને ફરી બહાર ઓટલા પર ગયો . બંને ઘર વચ્ચે દિવાર થોડી ઊંચી હોવાથી ફક્ત ઉપરછલ્લુ દેખાતું હતું .
ફોનમાં આમથી તેમ ટાઈમ પાસ કરતો હતો ...પરંતુ ખરો હેતુ તો પેલી યુવતીને જોવાનો હતો . એ જ સમયે ત્યાંથી કોઈ નાના બાળકની અવાજ આવી .

મમ્મા ' હવે તો મારો તાવ ઠીક થઈ ગયો ને ? ,
હવે તો હું બહાર જઈને રમી શકુ ને ? ,

ત્યાં એની મમ્મા બોલી ' મારા વાલા દીકરા , હજી એક-બે દિવસ રોકાઈ જા , એમ પણ હજી તો અહીં નવુ નવુ છે ને ,? આજુબાજુ તારી જેવડા છોકરાવ થી દોસ્તી કરી લે જે ... બસ પછી તો રોજ રમવાનું જ છે ને ...

માં-દીકરાનો સંવાદ સાંભળી શ્રેમન ચોંકી ઉઠ્યો .... જે યુવતીને જોવા તલપાપડ થઈ રહ્યો હતો એ પરણેલી છે ...? '
ચંદ ક્ષણો પેલા મનમાં ઉઠેલી પ્રેમની તરંગો જાણે સ્થિર થઈ ગઈ . બાળકની અવાજ શ્રેમન માટે બ્રેકીંગ ન્યૂઝ જેવી બની ગઈ . એની માટે તો એ રાતે યુવતીના વિચારો કબ્જો જમાવીને બેઠા હતા .


બીજા દિવસની વ્હેલી સવાર... આજે રવિવાર હોવાથી ઓફીસ જવાની હાયવોય ન્હોતી .

સવારનું રુટીન ચાલી રહ્યું હતું ત્યાં કોલબેલ વાગી ... દરવાજો ખોલતા જ બાજુવાળા બહેન પોતાના પૌત્રને લઈને આવ્યા હતા .
શ્રેમને પોતાની મમ્મીને અવાજ દઈને બોલાવી . ને પોતે પેલા બાળકને સ્નેહભરી નજરે જોતો રહ્યો .
પાંચ/છ વર્ષની ઉંમર હોય એવું લાગ્યું .
શ્રેમન એની સાથે વાત શરૂ કરતાં બોલ્યો .... ' હેય.... વોટ્સ એપ...,
' શુ નામ છે તારું ? ' ,

નિનાદ ...

ઓહઃહઃ ખૂબ સરસ નામ છે તારું ..

' તારા પપ્પાનું નામ ? ' ,

' ચિરાગ...અને મારા મમ્મીનું નામ નેહા આ મારા દાદી અને દાદા ઘેર છે ..

આજે મારા દાદીએ પ્રસાદનો શીરો બનાવ્યો એટલે દેવા આવ્યા ...
શ્રેમન તો એની વાત કરવાની રીતથી મુગ્ધ થઈ ગયો .
શ્રેમને એને પાસે બોલાવી વ્હાલથી એક જપ્પી કરી લીધી . અને બોલ્યો આજે તો રવિવારની રજા એટલે બહાર ફરવા જવાનુને ? '

હા , હવે તો મારો તાવ ઠીક થઈ ગયો એટલે આજે સાંજે અમે બધા ફરવા જઈશું ...
' મને લઈ જઈશ કે નઈ ? ' ,

' હા , હા તમે બધા આવજો , મજા આવશે ... ' ,
આજે પપ્પાને પણ ફોન કરીને કહી દઈશ ,
' કેમ તારા પપ્પા અહીં નથી રહેતા ? '

ના ના પણ મમ્મા કેતી હતી કે એ બહુ દૂર રે છે . એટલે એને ફોન કરીને ખાલી કહેવાનું , કે અમે ફરવા જઈએ છીએ . એ કંઈ અમારી સાથે બહાર નહી આવી શકે ...
' ભગવાન મારા પપ્પા આગળ કેટલું કામ કરાવે છે જોને અહીં અમારી પાસે આવતા જ નથી .' ,

નિખાલસ બાળ માનસના મોઢામાંથી નીકળેલા સંવાદોથી થોડીવાર માટે પુરા રૂમમાં શાંતિ છવાઈ ગઈ . શ્રેમનનું હૃદય એક ધબકાર લઈ ચૂક્યું હતું .
થોડીવાર બાદ શાંતી ભંગ કરતા બાજુ વાળા બેન બોલ્યા ' ચાલો દીકરા હવે જવું છે ને ...,

' ના દાદી તમે જાવને હુ થોડીવાર રહીને આવીશ ' ,

' અરે પણ અહીં ક્યાં કોઈ તારા જેવડું છે . ' ,

આ અંકલ છે ને ... '

ત્યાં શ્રેમન બોલ્યો ... ઓહ યસ , આપણે બંને રમીશુ ચાલ દાદીને બાય બાય કરી દે...

બાજુવાળા બહેન સાથેની વાતો ઉપરથી ખબર પડી કે એમનો દીકરો રોડ એકસિડેન્ટ માં મૃત્યુ પામ્યો છે .

થોડા દિવસમાં તો શ્રેમન અને નિનાદ વચ્ચે લાગણીભર્યા સંબંધોનો એક સેતુ રચાય ગયો . સવારે સ્કૂલની બસ સુધી મુકવા અંકલ જ આવે એવો ખાસ આગ્રહ રહેતો , સાંજે ઓફીસથી ઘેર આવતા જ નિનાદ પણ શ્રેમનની સાથે જ પ્રવેશ કરતો .

દરવાજાની બહાર બંને ઘરની વચ્ચોવચ્ચ ગુલમહોરના વૃક્ષની એકસરખી છાયા અને સુંદરતા ફેલાયેલી હતી . એ જ રીતે થોડા સમયમાં બંને ઘર વચ્ચેના સંબંધો પણ ગાઢ સુગંધમય બની ગયા હતા .

આવતા-જતા , હળતા-મળતા શ્રેમન ચોર નજરે નેહાને જોઈ લેતો .
ઘણીવાર એવું બનતું કે બંને વચ્ચે વાત થઈ શકે એવુ હોવા છતા પણ શ્રેમન પોતાની લાગણી વ્યક્ત કરવામાં હીંચકીચાતો હતો .
નેહાનુ બોલવું , બેસવું , ઉઠવું બધુ જ તીરછી નજરે જોઈ લેતો .
સારા શબ્દોથી , સારી વાણીથી છલકવું એ નેહાના સ્વભાવમાં હતુ , સાસુ-સસરા કે પછી સગા સ્નેહીઓ બધાનો આદર-સત્કાર અને એમની સાથેનો સંબંધ એકદમ જીવંત લાગતો .
' શુ નેહાની જિંદગી આ જ હતી ?
એના અરમાનો ? એની ઈચ્છાઓનું
આખરે એના જીવનનું શુ ? ,
પોતાના પતિ સાથે વિતાવેલી સુખદ ક્ષણોના સંસ્મરણો સાથે જ એની જિંદગી વ્હેતી હશે કે શું ?

એના જીવનમાં જુવાનીએ તો હજી પગરણ માંડ્યા હતા . જુવાની હજુ સામેથી ચૂમવા માટે હાથ લંબાવીને ઉભી હતી . પરંતુ બધુ વ્યર્થ હતું .
હજી બત્રીસ વર્ષની જ ઉંમર હતી પરંતુ એના હૃદયમાં ખૂંચી રહેલા એ ખાલીપા નું શુ ?


નેહાએ પણ શ્રેમનની આંખોને પારખી લીધી હતી , બંનેના હોઠો પર મૌન હતું , બંનેમાંથી કોઈ પોતાના તરફથી પહેલ કરે એવી આશા જ ન્હોતી ...
એમ તો બંને વચ્ચે અંતર હતું એ સારું હતું . બની શકે કદાચ એટલે જ બંને વચ્ચેનો પ્રેમ અંદરને અંદર એક સુંદર આકાર લઈ રહ્યો હતો .
પોતાના કુટુંબ પ્રત્યેની લાગણી બંનેમાં હતી . પોતાના નિર્ણયને કારણે બંનેના કુટુંબમાં વિખવાદ થાય એવું કોઈ ઇચ્છતું નહોતું .બંનેના વિચારોમાં સમાનતા અને સામ્યતા કેટલી હતી .

એકદિવસ બહાર વરંડામાં કામ કરતા કરતા નેહાએ શ્રેમનની ફોન પરની વાત સાંભળી લીધી હતી .

શ્રેમન કોઈને કહી રહ્યો હતો .
' જો ભાઈ હું મારા પ્રેમનું પ્રકરણ આ લોકો સામે ખોલું અને બંને ઘર વચ્ચે બંધાયેલા આટલા ગાઢ સંબંધોમાં તિરાડ આવી જાય તો ... ના ભાઈ ના
બે હસ્તા ખેલતા પરિવારનો હું એકમાત્ર દુશ્મન બની જાવ ...

🌴 આખરે શ્રેમન અને નેહાનુ મૌન તૂટશે કે નહીં ?
🌴નિનાદ અને શ્રેમનના સંબંધ તો ખૂબ ગાઢ બની ચુક્યા હતા .

🌴 આખરે નિનાદ એમના પ્રેમનો સેતુ બનશે કે શું ?

આવો જાણીશું પાર્ટ - 2 માં...