Tara Vina - 3 books and stories free download online pdf in Gujarati

તારા વિના - 3

પીળાં ગુલાબનાં ફૂલો

પરદેશની આ વાત છે. એક સ્ત્રીનો પતિ એને ખૂબ જ ચાહતો હતો. એમનાં લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનવર્સરી નિમિતે એ તેને ગમતાં પીળાં ગુલાબનાં ફુલનો ગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો, ફૂલોની દુકાણવાળો દર એનિવર્સરીના રોજ સાવરમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એને કરેલી. પેલી સ્ત્રીને આ બઘું અત્યંત ગમતું. એ પોતાના જાતને ખૂબ જ સુખી ગણતી.

એક દિવસ એના પતિને પેટમાં દુખાવા સાથે ઊલટીઓ શરૂ થઈ. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે . અને આયુષ્ય ફક્ત 15 કે 20 દિવસ નું જ છે દંપતી અચાનક લાગેલા આ આંચકાથી આઘાત માં સરી ગયું. પરંતુ પતિએ વાસ્તવિકતાને જલ્દીથી સ્વીકારી લીધી. હોસ્પિટલમાં રહ્યો તેટલાં દિવસ એણે પત્નીને પોતાની પાછળ વિલાપ ન કરવા અને જિંદગીની હકીકતોનો ન ગમતી હોય તો પણ સ્વીકાર કરવા ખૂબ સમજાવ્યું. આખરે થોડો દિવસ બાદ એણે દુનિયામાંથી વિદાય લીધી.

એના મૃત્યુના બરાબર એક મહિના બાદ એમની એનિવર્સરી લગ્નની વર્ષગાંઠ આવતી હતી.

એનિવર્સરીના દિવસે સવારથી જ પેલી સ્ત્રી ઉદાસ હતી. પોતાનો પતિ જીવતો હોતે તો આ સમયે એણે પેલા ફુલવાળાને ત્યાં બુક કરાવેલો પીળાં ગુલાબનાં ફુલનો ગુલદસ્તો ક્યારનો આવી ગયો હોત. કેવો સરસ હતા એ દિવસો? એની આંખો આશુંથી ઉભરાઈ ગઈ.
બરાબર એ જ સમયે દરવાજો ખખડયો . એણે બારણું ખોલ્યું. જુએ છે તો પીળાં ગુલાબનાં ફુલનો ગુલદસ્તો લઈને ફૂલોની દુકાનનો માણસ ઉભો હતો. બહેન ?આ તમારા લગ્નની વર્ષગાંઠ નિમિતે તમારા પતિ તરફથી ભેટરૂપે છે. એટલું કહીને એ માણસ તો જતો રહયો. એક ક્ષણ માટે પોતાની ગમતી ભેટ અને ગમતાં ફૂલો જોઈને એને ખૂબ જ હર્ષ થયો. પણ તરત જ પોતાના પ્રેમાળ પતિ સાંભરી આવ્યો અને દિલ ઊદાસીનતાથી ભરાઈ ગયું . પણ એને વિચિત્ર વાત એ લાગી કે આ વર્ષે તો પોતાના પતિ હયાત નથી તો પછી આ ફૂલોનો ઓડેર કોણે આપ્યો ? કદાચ એના અવસાનની જાણ દુકાનદારને ન હોય અને દર વર્ષની માફક આ વખતે એણે એમના ફૂલો મોકલી દીધાં હોય એવું બની શકે એમ એણે માની લીધું.

આ વાત ને બરાબર એક વર્ષ વીતી ગયું. પેલી સ્ત્રીથી કોઈ પણ રીતે પોતાનો પતિ ભૂલી જ નહોતો શકાતી અને આજેય પોતાના પ્રિય પાત્રને ભૂલવા માટે એક જિંદગી પણ નાની પડે છે તો અહીં તો હજુ એક વર્ષ જ પસાર થયું હતું.

એમ કરતાં કરતાં એમનાં લગ્નની વર્ષગાંઠ આવી ગઈ. પીળાં ગુલાબનાં ફુલના ગુલદસ્તાને એ હજુ યાદ જ કરી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી પેલી સ્ત્રીએ બારણું ખોલ્યું જોયું તો એ જ ફૂલોનો દુકાનવાળો માણસ ગુલદસ્તો લઈ ને હજાર હતો! મેડમ તમારી એનવર્સરી નિમિતે આ તમારા પતિ તરફથી ભેટ છે. સ્વીકારો ! એટલું કહીને પેલો માણસ તો જતો રહયો.

પેલી સ્ત્રીને પોતાના મનગમતાં ફૂલોને જોઈને આનંદ તો ખૂબ જ થયો. પરંતુ સાથોસાથ આ વખતે તો દુકાનદાર પર દાઝ પણ ચડી. ગયા વર્ષે ફૂલો આવ્યા પછી એણે દુકાનના માલિકને જાણ કરેલી જ કે પોતાના પતિનું અવસાન થયેલ છે. તેમ છતાં આ રીતે ફૂલો મોકલવાં તે બદમાશી જ કહેવાય. કદાચ ફૂલોની દુકાણવાળો પોતાની મશ્કરી તો નહીં કરતો હોય ને? ગુસ્સા સાથે તેણે પેલા દુકાનદાર ને ફોન જોડ્યો. પૂછ્યું કે: આ પીળાં ગુલાબન ફૂલો મોકલવાનું તમને કહ્યું કોણે? શું તમને જાણ નથી કે મારા પતિ હવે દુનિયામાં નથી ?.. એ રાતીપીળી થઈ ગઈ હતી.

આ અધૂરી લવ સ્ટોરી અધૂરી છે.. આગળના ભાગ-4..માં..