Half information about love - 8 books and stories free download online pdf in Gujarati

અધૂરી જાણકારી પ્રેમની - 8

ભાગ 9

સાગર - ભૂખ નું કૈક કરને કમુ

કાવેરી- અરે શુ બોલે છે તું મારુ નામ ની બગાડ

સાગર -"😊 કેમ આમ બોલે તો
ભૂખ નો માર્યો હું.

કાવેરી-સારું હવે બેસ અહીં તું હું આવું

સાગર-સમય તો જો તું અને પછી બોલ બેશ
આખી રાત છે

કાવેરી-હા હવે બો વહેલો આવી ગયો હોય તેમ વાત કરે છે

સાગર-આવ્યો ને હું તો ?.

કાવેરી-શુ તો ? તને સમજ પડતી છે કે ની અહીં નું આગળ પણ કીધું હતું ત્યારે મેં તો ?

સાગર -હા પણ.

કાવેરી,-શુ પણ હું કઈ તારી સાથે વાત કરવા નહિ બેઠી

સાગર- તો હ માંરા હાથના થેપલા ખાવા છે.?

કાવેરી-સાગર સમજ તું

આટલું બોલ્યા પછી સાગર કાવેરી પાસે જાય છે અને એની આંખોમાં આંખ મિલાવે છે તો કાવેરી રડતી હતી.

સાગરે એની આંખોના આંસુ લૂછીને વાત કરે છે.
અને પાણી પીવાડી એ હવે એના મુદ્દાની વાત પર આવે છે.
એ ઘણી વાર આવી ગયો હોય છે


સાગર-હવે બોલ શુ થયું? અને આમ રડ નહિ મારી વ્હાલી.તને ખબર ને મને રડતા કરતા હસતા વધારે ગમે . ગુડ ગર્લ

કાવેરી-પહેલા જમી લે પછી કહેશે કે ખવડાવતી નહિ મને ચાલ
બંને ટેબલ પર બેસીને ચા નાસ્તો કરે છે પછી કાવેરી પોતાના બાકી કામ માં લાગી જાય છે ને રાતે મળવાનું કહે છે

અને સાગર પછી ફ્રેશ થવા રૂમમાં જતો રહે છે પણ હજી એના વિચારોનું રહસ્ય નહિ ખુલતું

એવું તો શું થઈ ગયું કે કાવેરી રડી પડી
આમ તો તે બહુ મોટી મોટી વાત કરી હતી કાવેરી ને કે કોઈ દી તારી આંખમાં આશું ન આવવા દેવ ને ?

કાવેરી ત્યારે હસી ને બોલતી એવું બને જ નહીં

આંખને આશું એકબીજા ના સાથી છે.દુઃખમાં પણ ને સુખમાં પણ

આજે
વાત તો અલગ છે

હમણાં નાના નાની ને મળીશ તો કોઈ માહિતી તો મળશે જ
પછી એ નાના નાની પાસે આવી ને બેસે છે.

ત્યાં સુજોય ને ન જોતા એ પૂછવા જ જાય છે અને..


નાની - આવી ગયો તું. બહુ રાહ જોવડાવી.

સાગર- હા પણ મારે જાણવું હતું કે
અહીં કોઈ ઘટના ઘટી ગઈ હોય જે મારી જાણ બહાર હોય.

નાની એ નાના બાજુ જોયું અને ઈશારા માં હું સમજી ગયો.

સાગર-નાના બોલો હવે તમને તમારા દીકરાના સમ છે.

નાના-તો સાંભળ તારા ફુઈ આવ્યા હતા અહીં ગીરીશ ના લગ્નની વાત લઈને પણ

સાગર-શુ પણ ? તમે બધા આમજ ચૂપ રહેશો કે પછી મારે તન્વી ને કહું.

તન્વી કાવેરી ની નાની બેન.

નાની- ના દીકરા હું કહું છું આંખમાં આશું સાથે એમને વાત શરૂ કરી.
વાત ત્યારની છે જ્યારે તારી ફુઈ ના લગ્નની વાત ચાલતી હતી અને તારા પપ્પા અને સુજોયના પપ્પા સાથે જ કાવેરી ના પપ્પા પણ જોબ કરતા હતા.
અને લગ્ન માટે અમે પણ છોકરી શોધતા જ હતા.
.પણ મારા દીકરાને તો સુજોય ના ફુઈ પસંદ કરી લીધી હતી બસ અમને ના જાણ હતી.

આજ વાત તારી ફુઈને ખબર ન હતી જયારે વાત આવી તારા ફુઈ ની તો હા કહી પછી અને અમે તારા નાના ને ના પાડી.

અને તારા ફુઈ ના બીજે લગ્ન થયાં જ્યાં પૈસાદાર લોકો હતા પણ લોભી જેમને બેઠું ખાતા જ આવડે.
અને પછી લગ્ન કર્યા બાદ એ અહીં પોતાના પિયર આવીને રહી ગઈ અને તારા મમ્મીને હેરાન પરેશાન કરતી હતી આ બધું સુજોય સમજતો હતો પણ મજબુર હતો કે અનનું એ કસમ આપી દીધી હતી. અને
જયારે મારા કાન્હા ના લગ્ન થયા ત્યારે તારા પપ્પા ને કાવતરું ઘડીને બહાર કાઢી મુક્યા.જ્યારે તારી મમ્મી ભારે પગે હતી.દર બદર ઠોકર ખાતા ખાતા અહીં સુધી આવ્યા ફકત બાપાને લિધે જ આ મુકામ છે.

પણ ત્યાં પણ તારી ફુઈ


સાગર-પછી શું.

નાના -પણ તારી ફુઈ પણ એ હાસોંતી હતી પોતાની વસ્તુ ન થઈ તો બીજા પાસે પણ કેમ અને આમજ જતા જોઈ ન શકી અને જ્યારે આપણે બધા અંબાજી દર્શને ગયા પછી આવતી વખતે એક્સિડન્ટ ન હતું પણ ઘટના બનાવેલી હતી.
એટલું ઓછું ના હતું કે મારા દીકરાની ફેકટરી પણ તારા લગાવી દીધા.
અને ત્યાર પછી હું બધું છોડી ને અહીં અમદાવાદ આવી ગયો.
જ્યાં કોઈ ઓરખીરતુ ન હતું બસ તારા પપ્પા ના મામા સસરા સિવાય અને અહીં બધું કામ જમાવ્યું પણ.
આટલું બોલતા બોલતા નાનાં ને હાફ ચઢી ગઇ.અને

મેં પાની આપીને બસ નાના હવે નહિ આટલું બોલીને જતો હતો કે નાની એ બેસાડ્યો

નાની-દીકરા તારી ફુઈ નહિ ઓરખતો. જાણી જોઈને ગિરિષના લગ્નની વાત અહીં નાખી.

ગિરિશ ને કાવેરી ગમી ગઈ હતી જ્યારે એ અહીં વર્કશોપ માટે આવ્યો હતો અને ત્યારે જ અમને ખબર પડી કે આ તારી ફુઈ નો દીકરો છે.
અને ટ્રેનનિંગ પુરી થઈ ગઈ પછી 2 દિવસ કાવેરી ને હેરાન પરેશાન કરી મૂકી કે જો તું મારી ન થાય તો હું તમને બંને ને મારી નાખીશ.
ત્યારે થી એ અમને છેલ્લે 14 દીવસ થી જીવવા નહિ દેતો.
ગમે તે કરી ને હેરાંન કરે છે.
આ 2 દિવસ હદ થઈ ગઈ કાવેરી ઓફીસ થી ઘરે આવતી હતી અને ત્યાં જ એને પકડીને એ લાઇ જતો કે ત્યાં પોલિસ આવી ગઈ અને બચી ગઈ નહીં

તો શું થતે મારી વારસદાર નું.
કોણ જાલે એનો હાથ.?

સાગર-હું અપનાવિશ નાની.

નાના ,-વાત તો બરાબર છે અમેં પાકકુ પણ કરી દિધું પણ તારી ફુઈ. ના છોરે.

સાગર-એ હું જોઈ લઈશ તમે તેની નાહક ચિંતા ના કરો.
ચાલો જમી લઈએ સુજોય આવતો જ હશે બધું કામ પતાવી ને અને મારે ..
ચાલો ચાલો નાના નાની.