Pahelo Prem - 4 - last part in Gujarati Love Stories by Dharmik bhadkoliya books and stories PDF | પહેલો પ્રેમ. - ૪ - છેલ્લો ભાગ

પહેલો પ્રેમ. - ૪ - છેલ્લો ભાગ


પહેલો પ્રેમ 4

પવને એ જીદ નિત્યાને ભુલાવી દીધી હતી છેલ્લા છ મહિના માં પવન અને નિત્યા વચ્ચે ઘણા પ્રસંગો પણ વીતી ગયા હતા પણ પવન એ નિત્યાને જીદ ભુલાવી હતી છોડાવી નહોતી.
" પવન મારે સજનપુર જોવું છે મારે શૈલની એક એક વસ્તુ જોવી છે " નિત્યા પવનને કહે છે

" નિત્યા તું એવું ઈચ્છે છે કે મને ફરી દુઃખ પહોંચે. ? "

" ના...ના.. પણ તું જેવી રીતે મારા અંધકારને દૂર કરે છે એમ જ હું તારા એ ડર ને દૂર કરવા માગુ છુ"

"તારી એ જ ઈચ્છા હોય તો હું ટાળવા વાળો કોણ ?? " પવન સહમત નહોતો પણ હાસ્ય સાથે તેણે સ્વીકાર કર્યો

થોડા દિવસો માં પવન અને નિત્યા સજનપુર ઉતર્યા. નિત્યનાં મો પર અલગ જ ખુશી છવાયેલી હતી.
"પિતાજી પ્રણામ.."

"આવ બેટા તું પણ આવ બેટા.." બન્ને બોપરા કરે છે. સાંજ સુધી પરિવાર સાથે બેસી વાતો કરી.

"પવન... વેર ઇસ શૈલજા'સ હાઉસ.?" નિત્યા એ કૈક ઊંધું બોલી ગઈ.

બધાના મો પર એક શાંતિ છવાઈ ગઈ.
"લિવ ઇટ નિત્યા.."

★★★

બીજા દિવસે પવન એ શૈલના ખંડેર ઘરમાં લઈ ગયો અને સાથે એના આસું શરૂ થઈ ગયા એ અધમુહો પડેલો ચૂલો એમ શૈલ રોટલા ઘડતી નઝરે ચડતી હતી,
"ક્યાં ગયો તો આટલો સમય ચાલ હાથ ધોઈ બેસી જા હું થાળી તૈયાર કરું ..."

"હ... હા...." પવન ત્યાં બેસી જાય છે..

"પવન..પવન... શુ થયું.. " નિત્યા બોલે છે

"કઈ નહિ.... " પવન પાછો હકીકત માં આવે છે.

બધી વસ્તુઓ જોતા જોતા પવન ના હાથ માં એ શૈલજાનું ઝાંઝર દબાઈ રહ્યું હતું.

" પવન મને એ જગ્યા એ લઈ જા..."

" શૈલજા ની..." નિત્યા એક ઉત્સુકતા સાથે કહે છે

" નિત્યા... બસ હવે..."

"પવન અહીં સુધી સાથે આવ્યો ને હવે ફરી તું શૈલજાની ખુશી જોઈ શકે પવન મારે તારા મો પર ખુશી જોવી છે જે મેં તારા આવ્યા પછી જોઈ જ નથી..."

પવન ને પીગાળતી વાતો સાંભળી એ ગદગદ થઈ ગયો અને છેવટે એને ના હ.. ના હા. કરી ને સ્વીકાર કર્યો સાથે એ જ જગ્યા એ નિત્યાને પ્રસ્તાવ મુકવાની મનોમન ધારણા કરી લીધી
★★★

ફરી અંધારી રાત એકબીજાનો હાથ પકડી બન્ને ચાલતા થયા. પણ આ વખતે નિત્યા પવન ને ખેંચી જતી હતી.
"પવન અહીં થી..???" નિત્યા રસ્તો પૂછે છે.

"ડાબી.." એના ઝાંઝરનો અવાજ છમ-છમ કરતો એના મો પર ની ખુશી જોઈ પવન મદહોશ થતો હતો પણ સાથે જ શૈલની યાદ ફરી એ સ્મિત ગાયબ કરી દેતું હતું.

નિત્યા ઉભી રહી જાય છે ઝાંઝરનો અવાજ બંધ થઈ જાય છે. એજ ઝરણું એ જ કુદરત નું સૌંદય અને એ જ પવન... એક તમરાઓનો અવાજ એ જ રાતરાણી ની સુગંધ એજ ઝરણાંઓનો ઝણકાર.

નિત્યા આગળ અને પવન પાછળ બન્ને એ ઝરણું પાર કરે છે અને એ જ સ્થિતિ અને નિત્યાનું ઝાંઝર નીકળી જાય છે. પવન ને નઝરે ચડતા તે લઈ લે છે.

"નિત્યા ઉભી રે..." પવન અટકાવે છે તેનું હૃદય અનહોની થવાનો સંકેત આપે છે.

"શુ થયું હવે આગળ કેટલું છે તે બોવ આગળ ચલાવી મને.." નિત્યાની આંખો માં એ તેજ અને ખુશી દેખાતી હતી.

" ફરી બધું એવું જ થાય છે તું આગળ ન જા" ઝરણાં વચ્ચે ઉભો ઉભો પવન નિરાશા વ્યક્ત કરે છે.

નિત્યા આવી ને પવનનો હાથ પકડી લઈ જાય છે.
પવન સ્તબ્ધ થઈ જાય છે.

"હવે શું થયું..???" નિત્યા પવન સામે જોઈ બોલે છે.

" બસ આવી ગયું "

" ક્યાં છે શું છે અહીં "

" નિત્યા ફાનસ મૂકી ને આગળ જા. ."

" આર યુ શ્યોર..? " સફેદ ડ્રેસ માં જગમગતી નિત્યા વનસ્પતિ ના આગિયાઓ ને જગાડે છે અને આખું વાતાવરણ ફરીવાર સંપૂર્ણ પ્રકાશમય બની જાય છે અને એ જ શૈલની અનુભૂતિ કરતો પવન નિત્યા ને ખુશ જોઈ આનંદિત થાય છે.

" નિત્યા ઉભી રે..."

" હ પવન.."

પવને બન્ને હાથ લાંબા કરે છે એક હાથ માં એનું ઝાંઝર હતું અને બીજા હાથમાં શૈલજાનું ઝાંઝર હતું

" પહેલા તું ગમે એક લઇ પહેરી લે.."

નિત્યા શૈલ નું ઝાંઝર લઇ પહેરી લે છે અને ગોળ ગોળ ફરવા લાગે છે બન્ને ઝાંઝરનો અલગ અવાજ સાથે પવન ની આંખો માં ખુશીના આસું આવી જાય છે.

થોડી જ ક્ષણોમાં ફરી એક ચીખ અને નિત્યાને પગ માં કરડેલો સાપ એજ ખુશીના આસું દર્દ માં વિખરાઈ જાય અને ફરી એ જ સ્થિતિ આગિયાઓ ક્ષણોમાં બેસી જાય છે ઘોર અંધાકર છવાય જાય છે . અને ગામ સુધી પોહચવું સંભવ નહોતું

નિત્યાનું માથું ખોળામાં રાખી પવન પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે અને પ્રણયમાં રડે છે

" સૉરી પવન...હું તને અહીં ખેંચી લાવી.."

" ના નિત્યા મારા ભાગ્યમાં જ નથી.."

" પવન... હું તારા જીવન માં બસ એટલી જ ખુશી લાવી શકી વધારે કઈ ન કરી શકી."

"નહિ નિત્યા તું મારી શૈલ છો "

" ન હું શૈલ ની જગ્યા કોઈ દિવસ ન લઈ શકું બસ હવે મારો સમય આવી ગયો છે."

" નિત્યા મારે જે શૈલ સાથે કરવાનું હતું એ હું ત્યારે ન કરી શક્યો અને એને એકલી જ જવા દીધી પણ હવે હું એ ભૂલ નહિ કરી હું તારી સાથે આવીશ.'

" ના પવન..."

પવન નિત્યા ના સર્પડંખ પર પોતાના હોઠને મૂકે છે. વિજગાજ સાથે ધીમી ધીમી વર્ષા શરૂ થાય છે. પવન પોતાના ખોળામાં નિત્યાનું માથું રાખી બન્ને એકબીજાને નીરખે છે ધીમી ધીમી વર્ષા સાથે બન્ને પ્રેમીઓ એકબીજાની આંખોમાં જ ડૂબી મરે છે.

સમાપ્ત
એમ જ એક દ્વિતીય પ્રણયગાથાનો અંત થાય છે , જયારે ભાગ્યમાં પ્રણય ન હોય તો એ જીવન વ્યર્થ થઇ જાય છે . સમગ્ર વિશ્વમાં પ્રેમ એક જ એવો માર્ગ છે જે શાંતિ સમૃદ્ધિ અને સ્વર્ગ આપે છે .
Thanks for reading....

★ More popular books ★

(૧) બેપનાહ

(૨) કિતાબ

(૩) ધબકાર હજુ બાકી છે

Rate & Review

Chetna Bhatt

Chetna Bhatt 12 months ago

Zainab Makda

Zainab Makda 2 years ago

Sonal Mehta

Sonal Mehta 2 years ago

Anamika Sagar

Anamika Sagar 2 years ago

Dipti Akhil

Dipti Akhil 2 years ago