sangharsh - 5 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - ૫

સવારે નવ વાગ્યે મારી આંખો ઉઘડી. મે ઉઠતાની સાથે જ પહેલા તેની તરફ નજર દોડાવી. તે જમીન ઉપર આડી પડી હતી. તે ત્યાની ત્યાજ સૂઈ ગઈ હતી. તેને પણ ખબર નોહતી રહી કે તે ક્યારે સૂઈ ગઈ હશે. તેના ચહેરા ઉપર નાના બાળક ની જેમ માસૂમિયત જળકતી હતી. હું હળવેકથી ઊભો થયો. હું તેની નીંદર માં જરા પણ ખલેલ પહુચાડવા નોહતો માંગતો.

રૂમ ઘણો મોટો હતો. તેમાં અમે પાંચ જણા રહેતા હતા. આ રૂમ સાથે ઘણી સારી યાદો જોડાયેલી હતી.જેમાં અમે અમારું છેલ્લું કોલેજ નું વર્ષ કાઢ્યું હતું. બધીજ જાતની મસ્તી , પાર્ટી , ક્રિકેટ , કેરમ, રાત્રે રીડિંગ, પ્રોજેક્ટ, અસાઇન્મેંટ , સોંગ , વેબ સેરીઝ અને બીજું ઘણું બધું આજે મિસ કરતો હતો. મને મારો રૂમ જોઈને શરમ આવતી હતી. બધુજ અસ્તવ્યસ્ત પડ્યું હતું. મારા બે-ચાર જોડી કપડાં ગમે તેમ પડ્યા હતા. રૂમ માં અંદર બરોબર વચ્ચે જ દોરી બાંધી હતી જેની ઉપર ટુવાલ ને બીજા બે ચાર લૂગડાં લટકતા હતા. ફર્શ ઉપર વેફર્સ અને બિસ્કુઇટ ના કાગળ પડેલા હતા અને રૂમ આખી ધૂળ ધૂળ ભરી હતી, જે મે છેલ્લા એક અઠવાડિયાથી સાફ નહોતી કરી અને કરવા પણ નહોતો માંગતો કેમકે હમણાં પંદર દિવસ પછી હું અહિયાં થી ચાલ્યો જ જવાનો હતો, ક્યાં જવાનો હતો તે મને નોહતી ખબર પણ હવે અહિયાં રહેવાય તેમ નોહતું.

રસોઈ અમે ક્યારેક જાતેજ બનાવી લેતા તો ક્યારેક બહાર જતાં હતા. હોલને અડકીને પછી સીધું કિચન હતું, જેમાં એક સગડી, ચાર-પાંચ ડાબલીઓ અને છ થાળી ને પાચ વાટકા સિવાય થોડી ઘણી જરૂરી સામગ્રી સિવાય બીજું કશું નહોતું.

હું ફ્રેશ થઈને રસોડા માં ગયો ને પછી મારા માટે બે કપ ચા બનાવી. ચા ની ચૂસકી સાથે એ પણ વિચારતો હતો, કે હવે શું કરીશ. હું તેને ક્યાં રાખીશ, રાખીશ કે નહીં? કેટલા દિવસ રાખીશ? મારી પાસે હવે એટલા બધા રૂપિયા પણ નોહતા. એ બધા થી વધારે અગત્યનું એ જાણવાનું હતું કે અમારા ભાગી ગયા પછી ત્યાં શું થયું? નક્કી તે લોકોએ પોલીસ ને જાણ કરીજ હશે અને અત્યારે તો પોલીસ અમારી શોધખોળ માં લાગી જ ગઈ હશે.

મે બહાર જઈને તપાસ કરવાનું નક્કી કર્યું. હું ઘરને એમજ ઠાલું દઈને બહાર દુકાનો પર જઈને બેઠો. લોકલ ન્યુસ પેપર વાંચ્યા અને ટીવી માં સમાચાર પણ જોયા. પણ તેવી કોઈ પણ જાતની ન્યુસ નોહતી. કદાચ ન્યુસ પેપર માં છપાયું ના હોય પણ આવું કંઈ હોય તો ટીવી માં તો આવીજ જાય.

હું મારી રૂમ પર પાછો આવ્યો. મે આખા હૉલ માં નજર ફેરવી. તે કશે પણ ના દેખાની. હું ફરીને બહાર જવાનો હતો કે રસોડા માં કઈક અવાજ થયો. હું જડપ થી રસોડા માં ગયો. રસોડાનું દ્રશ્ય જોઈને હું ત્યાંને ત્યાજ થંભી ગયો. તે ચા ગરમ કરી રહી હતી. જોવા જેવુ તે નોહતું પણ જોવા લાયક તો તે હતી. હું બહાર ગયો તેટલી વાર માં તે નહાઈ-ધોઈને તૈયાર થઈ ગઈ હતી અને તેને મારા કપડાં પહેર્યા હતા.

તેને મારૂ બ્લૂ જીન્સ અને વાઇટ શર્ટ પહેર્યું હતું. અમારી ઊંચાઈ લગભગ સરખીજ હતી એટલે મારૂ સ્ત્રેચેબલ જીન્સ તેને બરોબર બેસી ગયું હતું. મારો વાઇટ શર્ટ તેને જરાક ખુલ્લો પડતો હતો. તો પણ તેના ઉપર ઓપતો હતો. ગમેતેમ તેને મારી ફેવરેટ જોડી પહેરી હતી.

અત્યારે હું તેનું એક નવું જ રૂપ નિહારતો હતો. તેના વાળ ઘણા લાંબા હતા જે પાછળ ખુલ્લા લટકતા હતા. તેના કાળા ઘના વાળ છેક કમર સુધી પહોંચતા હતા. તેને ફરીને પાછળ જોયું. તેની પાતળી ને લાંબી ડોકી અને તેની ઉપર નો નમણો ચહેરો ખરેખર અદ્ભુત લાગતો હતો, જે અત્યારે બિલકુલ સાફ હતો. તેની આખો એકદમ ચોખ્ખી હતી, આંખનું બધુ કાજલ નીકળી ગયું હતું એટલે આંખો કંઇક અલગ જ લાગતી હતી, જેની અંદર થી અત્યારે ઘણા બધા શબ્દો ડોકયા કરતાં હતા. તેનું નાનું સરીખું બરોબર માપીને લગાવેલું હોઈ એવું નાક અને પછી સૌથી ખાસ તેના હોઠ, તેના હોઠ માટે મારી પાસે શબ્દોજ નોહતા.

મારા ચપોચપ જિન્સ અને ઢીલા શર્ટ માં તે એક મોડેલ જેવી લગતી હતી. એવું નહોતું કે મે આજ સુધી કોઈ સુંદર છોકરી નહોતી જોઈ! મારી ગર્લફ્રેંડ ખુદ એક સુપર સ્ટાર જેવી હતી. અને એમ પણ કોલેજ ના પાર્કિંગમાં બેઠા બેઠા અમે ઘણી સુંદર છોકરીઓને સારા પોઈન્ટસ પણ આપ્યા હતા.

પણ આજે તેને જોઈને ખરેખર સુંદરતા કોને કહેવાય તેની ખબર પડી હતી. તેને અત્યારે જરા પણ મેકઅપ નોહતો કર્યો. તેની સાદગી જ તેની સુંદરતા મા ઓર વધારો કરતી હતી, પણ ગમે તેમ તે એક વેશ્યા હતી........

તેની ચા ગરમ થઈ ગઈ એટલે તેને ગેસ બંધ કરી દીધો અને ફરીને મારી સામું એક નજર નાખી અને પાછું પોતાનું કામ કરવા લાગી. મને કંઈ સમજાતું નોહતું કે શું કરું એટલે ફરીથી હૉલ માં આવીને બેસી ગયો. રસોડામાં થોડી વાર વાસણ ના અવાજો આવ્યા ને થોડી વાર રહીને તે પણ હૉલ માં આવી. તે પલંગ ની બીજું બાજુ આવીને બેસી ગઈ. અમે બંને એક બીજાને પીઠ દેખાડીને બેઠા હતા. આખરે મે મારૂ મોન તોડ્યું.

“શું નામ છે તારું?”

“સોફીના....”

“શું?”મે ફરીથી પૂછ્યું મને સરખું સંભળાયું નહીં.

“સોફીના”તે મારી તરફ ફરીને બોલી.

મે મારા જીવન માં પહેલી વાર આ નામ સાંભળ્યું હતું. નામ બોલતી વખતે તેના હોઠ નો ફફડાટ પણ મસ્ત લાગતો હતો. તે જેટલી સુંદર હતી તેટલુજ સુંદર મને તેનું નામ હતું. સોફીના......

મારી પાસે તેને પૂછવા લાયક બીજા ઘણા બધા સવાલો હતા, પણ શરૂઆત કયાંથી કરવી તે સમજાતું નોહતું. મારા મગજ માં એ ટેન્શન પણ સ્ટાર્ટ થઈ ગયું હતું કે અમારા ગયા પછી ત્યાં શું થયું હશે, ત્યાં કોઇક નું ખૂન થયું હતું. તે વાત કંઈ નાની-સૂની નોહતી. શું ત્યાં કોઈએ પોલીસ ફરિયાદ નહીં કરી હોય? છતાં તે લોકો પોતાની રીતે પણ સોફિનને શોધતા જ હશે. દુનિયા કંઈ એટલી બધી પણ મોટી નથી આજ નહીં તો કાલે, તે લોકો સોફીના ને શોધીને જ રહેશે. અને આ બધામાં હું બરોબર નો ફસાઈ ગયો હતો.

તે પણ વિચારોમાં ખોવાયેલી હતી. તેને ધીરે ધીરે સિસક સિસક ડૂસકાં ભરવાનું શરૂ કર્યું. તેની આંખો છલકાઈ ગઈ પણ તેનું એક પણ આસું નીચે ના પડ્યું. તે હીબકાં ભરતી હતી ને અંદર ને અંદર ગુંગડાતી હતી. એકલી તો તે પહેલેથી જ હતી પણ તે વાત નો અહેસાસ તેને આજે થતો હતો.

હું તેને માટે પાણી નો ગ્લાસ ભરીને આવ્યો. તેને ફક્ત દેખાવ ખાતર જ ગ્લાસ મો ને અડકાર્યો ને મને પાછો આપી દીધો. મે તેની આસું ભરેલી આંખો સામે આંખ મેળવી. મારો હાથ તેના ખભા ઉપર મૂક્યો. મારી લાગણી નો ભાર કાફી હતો તેના દર્દ ભરેલા આસુને નીચે પાડવા, તેની આંખો આપોઆપ છલકાઈ ગઈ ને તે ચોધાર આંસુ રડવા લાગી.

મે તેને રડવા દીધી. ઘણી વાર અંદર નું દુખ આસું મારફતે બહાર આવી જાય તેજ સારું હોય છે. બે હાથ વચ્ચે તેનો ચહેરો ઢાકીને તેને રડવાનું ચાલુજ રાખ્યું. હું પાંચ મિનિટ સુધી તેની સામે એમજ ઊભો રહ્યો. હવે તો તેની અંદર ના આસું પણ ખતમ થઈ ગયા. મે તેનું દુઃખ સમજવા કરવા તેની સાથે વાત કરવાની કોશિશ કરી.

“તારા માં બાપ ક્યાં છે?”............ “તારું ઘર ક્યાં છે?"

તે જવાબમાં કશુ જ ના બોલી.

“તું ત્યાં કેવી રીતે પહુચી?” મે ફરી પૂછ્યું.

તે ચૂપ જ રહી પણ તેણે તેના આસું લૂછી નાખ્યા. મને લાગ્યું કે હવે કંઇક કહેવા માંગે છે એટલે પછી મે કંઈ ના પૂછ્યું. હું તેના બોલવાની વાટ જોતો ત્યાજ બેસી રહ્યો. પણ તે કશું જ ના બોલી, પછી મે જવાનું નક્કી કર્યું. હું જેવો જવા માટે સહેજ સળવો થયો ક તેનો ભીનો અવાજ સંભળાયો.

“મારુ કોઈ નથી આ દુનિયા માં, હું એકલી છું. મારા કોઈ માં-બાપ નથી.” તેણે નીચે જોઇને બોલ્યું.

“તો પછી તું તેણે અમ્મા કહેતી હતી તે કોણ હતી?” મે પૂછ્યું.

“તેણે મને મોટી કરી છે. મારા જીવન ની સૌથી પહેલી ક્ષણ યાદ હોય તો તેજ કે હું પહેલેથીજ અમ્મા સાથે છું. મને અમ્માએ જ મોટી કરી છે. અમ્મા કહેતી હતી કે હું તેને એક કચરાના ઢગલા પાસેથી મળી હતી. ખરેખર મને કોઈએ કચરામાં ફેકી દીધી હશે? કોઈ એટલુ મજબૂર કેવી રીતે હોય શકે કે તે તેના પોતાના જ બાળક ને કશે મરવા પડતું મૂકી ને છોડી ને જતુ રહે. ગમે તેમ આ દુનિયા માં એક અમ્મા જ હતી જે મને બે ટકનું જમવાનું આપતી હતી. તે મને તેની છોકરીની જેમ તો નોહતી રાખતી પણ મને માં ની કમી મેહસૂસ ક્યારેય નોહતી થવા દીધી. તે મારી પાસેથી ઘર ના બધા કામ કરાવતી હતી, પણ તેના કોઠાથી હું કોસો દૂર હતી. બીજી ઘણી બધી છોકરીઓ વેશ્યા વૃતિ સાથે સંકળાયેલી હતી. તે તેમનો શોખ નોહતો. તે કામ થી કોઈનું ઘર-બાર ચાલતું હતું, તો કોઈ એક ટક ના ખાવા માટે કરતું હતું. તે બધી મને કહેતી હતી કે હું ઘણી નસીબ વાળી છું કે મારે આવું કામ નથી કરવું પડતું.”

“એક મીનીટ, તો પછી તે દિવસે તું ત્યાં કોઠા પર કેવી રીતે આવી?” મે તેની વાત વચ્ચે થી કાપી નાખી.

“અજયબાબુ આ દુનિયા માં કોઈ કોઈનું નથી, અને આખરે હું તો એક કચરમાથી મળેલી લાવારિસ જ હતી ને. હું ક્યાં કોઈનું સાચું ખૂન હતી, પૈસા ની લાલચ માં હું પણ ફસાઈ ગઈ. અમ્મા ને રૂપિયા અને શોહરત બહુ વ્હાલી હતી, છેવટે મને પણ એજ કોઠાના અંધારમાં જૉકી દીધી. રૂપિયો બોલતો નથી, પણ બોલ્યા વગર બધુજ કરવી શકે છે.”

“પણ પૈસા માટે બીજી બધી છોકરીઓ હતિજ ને! તને શું કામ ધંધા માં લગાડી દીધી?” મે તેની આંખો માં આંખ નાખી ને પૂછ્યું.

“હાહા..હાહા...” તે થોડું હસી. તે થોડી સ્વસ્થ થઈ ગઈ. હું તેના કટુ હાસ્ય ને પ્રશ્નાર્થ ભાવ થી જોતો રહ્યો. તે મારી વ્યથા સમજી ગઈ.

“અજયબાબુ દરરોજ એક જ જાતનું ભોજન મળે તો જમવામાં રસ જ ઊડી જાય અને જો કોઈ નવીન આઈટમ હોય તો ડબલ ભૂખ લાગે. હું ત્યાં સુધીજ સુરક્ષિત હતી જ્યાં સુધી હું એક બાળા હતી. હું મોટી થઈ ગઈ પછી ઘરાકો ની નજર મારા ઉપર પડવા લાગી. એ લોકો મને જોઈને એક ભૂખ્યા વરુ ની જેમ લાળ ટપકવા લાગ્યા. દરરોજ મારા માટે વધારે બે –ત્રણ હજાર ની ઓફર આવવા લાગી. પણ અમ્મા ના પડી દેતી હતી. ત્યારે એમ લાગતું કે અમ્મા ખરેખર મારી ભગવાન છે મારી માં કરતાં પણ વધારે છે. પણ એક દિવસ અમ્માએ મને વેંચીજ નાખી. રૂપિયા ની લાલચ તેના ઉપર આખરે હાવી થઈજ ગઈ. તેને એક જટકા માં મને પોતાનાથી અડઘી કરી દીધી.” તે થોડી ગમગીન થઈ ગઈ.

“તું ત્યાંથી ભાગી કેમ ના ગઈ?”

“અજયબાબુ, ભાગી જવું એટલુ સહેલું નથી. જેટલું આપણે વિચારીયે છીયે.” .

મે તેના પ્રતિયુત્તર માં હળવું સ્મિત આપ્યું. ખરેખરમા તો મને તેનું અજયબાબુ નામનું સંબોધન ગમ્યું હતું. તેને પોતાની વાત આગળ વધારી.

“તને શું લાગે છે મે ભાગવાની કોશિશ નહીં કરી હોય? હું ભાગી ગઈ હતી. હું મારી જાતને બચાવવા ભાગી ને પોલીસ સ્ટેશન ગઈ હતી. પણ અમ્મા નીં પહુચ બહુ મોટી હતી. અમ્મા એટલે મુન્નીબાઈ ની કોઠી શહેર ના એક ખૂણા માં એમ જ નોહતી ચાલતી, તેના હાથ ઘણે લાંબે સુધી લાગેલા હતા. અમ્મા નું સામ્રાજ્ય ખૂબ જ મોટું છે તને નથી ખબર અમ્મા પાસે એટલા બધા રૂપિયા છે જે તે તારી આખી જિંદગી માં ક્યારેય નહી જોયા હોય.”

“તું કેટલા વર્ષથી આ ધંધા માં છો?” મારા મો માથી શબ્દો સરી પડ્યા. મારે આ સવાલ નોહતો પુછવો જોઈતો.

પણ તેને સ્વસ્થતાથી મારા સવાલ નો જવાબ આપ્યો. કદાચ તેને આદત પડી ગઈ હતી.

“લગભગ એક મહિનો” તેને સંક્ષિપ્ત માં જવાબ આપ્યો.

મારી પાસે હવે તેને પૂછવા માટે કોઈજ સવાલ નોહતા. અમારા વચ્ચે પાછું મોન સિવાઈ ગયું. મને તેના વિષે બધી ખબર પડી ગઈ હતી. તેની સ્ટોરી પણ કોમન જ હતી. ફિલ્મ માં હોય તેવીજ સેડ સ્ટોરી હતી. મને તેની વાતોમાં કઈ નવાઈ ના લાગી. હું દસ મિનિટ ના વાર્તાલપ માં તેની આખી જિંદગી સમજી ગયો.

“એક વેશ્યા ની જિંદગી સમજવી એટલી આસાન નથી, જેટલી તું વિચારે છે.” તેને મોન તોડ્યું. ખબર નહીં તે કેવી રીતે મારૂ મન વાંચી ગઈ.

“એટલે! તું કહેવા શું માંગે છે?”

સોફીના ના ચહેરા ઉપર કેટલાય ભાવો ના રંગો આવ્યા અને ચાલ્યા ગયા, તે ધીમેથી ઊભી થઈ અને મારી સામેની ખૂડશી ઉપર આવીને બેસી ગઈ. અને તેની વાત આગળ વધારી.

“અજયબાબુ અમારી જિંદગી એટલી આસાની ની સમજાય જાય એટલી પણ સરળ નથી. એ જમાના ગયા કે જ્યાં વેશ્યા પાકિજા ની મીના કુમારી અને ઉમરાઓ-જાન ની રેખા ની જેમ હોતી હતી. હવે ના તો તેવા કોઈ નર્તકી ના દરબાર છે ના તો કોઈ આલીશાન કોઠી. અસલિયત માં ફક્ત ગટરુજ હોય છે. ગટરો એટલા માટેજ બનાવમાં આવે છે કે ઘર ની ગંદગી પાછી આંગણા માં ના ફેલાઈ જાય, જેથી સમાજ સાફ સૂથરો રહે. જો એક વેશ્યા ની જિંદગી સમજવી હોય ને તો આ ગટર માં કૂદવું પડે.”

હું ફક્ત તેની સામે જોતો રહ્યો. તેના ગમગીન શબ્દોને સમજવાની કોશિશ કરતો હતો. તેના અવાજ માં દર્દ હતું, એક ગમગીની હતી. પણ તેની આંખોમા તેજ હતું તેને તે કોઠી છોડ્યા ની અપાર શાંતિ હતી. તેને હળવું સ્મિત આપ્યું.તેના હાસ્ય માં કટુતા હતી.

“અજયબાબુ આ જે કોઠા હોય છે ને તે તમારા બિગબજાર ની જેમ હોય છે. જ્યાં બધુજ મળે છે બસ કહેવામા આવે છે કે લોકો સેક્સ ખરીદવા આવે છે.”

હું તેની સામે એવિ રીતે જોઈ રહ્યો જાણે કોઈ વિધ્યાર્થી તેના ટીચર ને જોતો હોય, તેને સમજવાની કોશિશ કરતો હોય.

“બિગબજાર અને તમારી કોઠી !” હવે મારા સવાલ માં કૌતૂહલ હતું.

“જી હા!,જેમ કે તમે ખરીદવા આવેલા તમારી એકલતા, જેમ પેલા મંદિર ના પૂજારીનો છોકરો ખરીદવા આવે છે તે નવરાત્રિ ના વ્રત ની રાત્રીઓ જે તેની પત્ની એ તેની સલામતી માટે રાખી હોઈ છે, જેમ પોલીસ થાનેદાર ખરીદવા આવે છે તેની ઈમાનદારી, જેમ પેલો દુકાનદાર ખરીદવા આવે છે તે મહિનાઓ ની રાત્રિ જ્યારે તેની પત્ની ઉછેરતી હોય છે તેના પેટમાં રહેલી સંતાન, જેમ આવે છે તારા જેવા જુવાન એ ગૅરંટી ખરીદવા કે તે હવે પૂરા મર્દ થઈ ગયા છે, જેમ આવે છે એંશી વર્ષના મિયાં જે પોતાને નવાબ ના વંશજ બતાવે છે તે ખરીદવા આવે છે તેનો અહંકાર કે તેના અંદર ની આગ હજુ નથી ઓલવાઈ, જેમ આવે છે પેલા બઁક ના મેનેજર ખરીદવા તે ચાર-પાંચ દિવસ જેમાં તેની પત્ની તેને સાથ નથી આપી શકતી, જેમ આવે છે પેલો રિક્ષા વાળો, આખો દિવસ રિક્ષા ચલાવી અને પોલીસ ની ગાળો ખાઈને રાત્રે એક ક્વાટર દેસી દારૂ નો બાટલો લઈને જે ખરીદવા આવે છે ફરી કાલે ગાળ ખાવાની હિમ્મત………”

“થયો ને અમારો કોઠો બિગબજાર જેવો, જે બધાની જરૂરત પૂરી કરે છે, કેટલી હિંમતવાન અને મહાન હોય છે એક વેશ્યા કે જેના લીધે કેટલાય ઘર અને કેટલીય સ્ત્રીઓના વિશ્વાસ તૂટતાં તૂટતાં રહી જાય છે.”

તે એકધારી બોલતી રહી ને હું તેને ધ્યાન થી સાંભળતો રહ્યો. તેની વાતોનો કોઈ અલગ જ મતલબ હતો. મે તેની આંખો ને વાંચવાની કોશિશ કરી પણ તેની આંખોમાં મને શૂન્ય અવકાશ શિવાય કઈ ના દેખાયું. મે તેને ઉપર થી નીચે સુધી એક નજરે જોઈ. શું હશે આની ઉમર? મારા જેવડીજ હશે. આ ઉમરમાં એક છોકરી પ્રેમ સગાઈ અને લગ્નના સપના જોતી હોય છે જ્યારે સોફીના તેની જિંદગી સાથે લડાઈ લડી રહી હતી. સોફીના જેવી કેટલીય હશે જે પોતાનું શરીર મજબૂરી માં વહેંચતી હશે. ખરેખર તે મહાન હતી તે તો ફક્ત પોતાનું શરીર વ્હેચતી હતી જ્યારે અમે તો અમારો આત્મા વહેચતા હતા.


હું તેની બધી વાતો બરોબર સમજી ગયો હતો પણ હવે તેને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો ન હતા. હુ ત્યાથી ઊભો થયો કે પાછળ થી અવાજ આવ્યો.


"તમે એકલા જ છો ?"


"હા.... "


"તમારા પરીવાર મા કોઈ નથી? "


"ના.. અત્યારે તો હું એકલો જ છુ."


"કેમ?"


તેના સવાલો મારા જખમ ખુરેદતા હતા. પણ ખબર નહીં કેમ તેના જવાબ આપવામાં મને સારું અનુભવાતું હતું. પણ અત્યારે તેના કેમ નો જવાબ મારી પાસે નહી હતો. તેને મારા જવાબ ની વધારે રાહ ના જોઈ અને બીજો સવાલ પૂછ્યો.


“હવે શું કરીશું આપણે?”


“ત્યાંની પરિસ્થિતી જાણીને જ પછી ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ.”


પછી તે કઈ ના બોલી. હું તેના સુન્ન પડતાં ચહરા સામું કોઈ શબ્દો ની આશા રાખીને જોતો રહ્યો. પણ તેના ગળાની એક નસ પણ ના હલી.


હું ઊભો થયો ને રસોડામાં ગયો. બપોરના ભોજનની તો વ્યવસ્થા તો કરવી જ રહી. મને તો કકડીને ભૂખ લાગી હતી અને કદાચ તેને પણ લાગી જ હશે. મે રસોડા માં નજર દોડાવી. દરરોજ કરતાં આજે કઈક વ્યવસ્થિત લાગતું હતું. મે લોટનો ડબ્બો ઉઘડ્યો અને બે બાઉલ લોટ કાઢ્યો.


“લાવો હું બનાવી આપું.”

પાછળ થી મીઠો અવાજ આવ્યો. મે જોયું તો તે કમર પર હાથ ટેકવીને ઊભી હતી.


“આવડે છે?” મે એક છોકરી ને આ સવાલ પૂછ્યો!


“મે મારી જિંદગી માં આજ કામ વધારે વખત કર્યું છે.”

તેનો કટાક્ષ હું સમજી ગયો .


હું ત્યાંથી તુરંત ખસી ગયો અને થોડી વાર માટે પણ ત્યાં ઊભો ના રહ્યો અને સીધે સીધો હૉલ માં ચાલ્યો ગયો. મને સબ્જી બનાવતા નોહતી આવડતી એટલે હું રૂમ થી થોડે દૂર લોજ માંથી પાર્સલ લઈને આવતો હતો. મારા પગ તે બાજુ ચાલતા થયા. ત્યાં જઈને દર વખત ની જેમ હરિકાકા સાથે થોડી વાતો કરી.થોડી વાર પછી રિમોટ પકડ્યું અને વારા ફરતી વારા બધી જ ન્યૂજ ચેનલ બદલી ને જોઈ. મને હવે ખરેખર અકળામણ થતી હતી કેમકે મારે જે સાંભળવું હતું એવું કંઈ પણ ન્યૂજ માં નહી હતું. ચુન્ની બાઈ ની કોઠી વિષે એક શબ્દ પણ ના હતો. મે પાર્સલ લીધું અને રૂમ તરફ ચાલતો થયો.


રૂમ પર પોહોચ્યો ત્યારે રોટલી તૈયાર હતી. અમે જમવા બેઠા, મે ચાર રોટલી ખાધી પણ તેને એક રોટલી પણ પૂરી નોહતી કરી. તે ખાવાનો ને ચાવવાનો નકામો ડોળ કરતી રહી. અમે બંનેએ મુંગે મોએ જમી લીધું. પછી તેને વાસણ માંજી ને સૂકવી દીધા. બપોરે સુવાની કોશિશ કરી પણ નીંદર જ ના આવી. હું સાંજ સુધી માં પાંચ વખત ન્યૂજ ચેનલ ફેરવી આવ્યો. કોઈ પણ સમાચાર ના હતા.


અમે એક બીજા સાથે કઈ પણ વાતો ના કરી. રાત્રે પણ અમે મૂંગા મોએ જ જમી લીધું. પછી મે તેને સુવા માટે બીજા બેડ પર પથારી કરી આપી. અમે બંને સૂઈ ગયા.


અમે પથારી પર આડા તો પડ્યા પણ ઘનઘોર અંધારા વચ્ચે ગઈ કાલની રાત્રિ ના દ્રશ્યો ઉજાગર થતાં હતા. તેની એક એક ક્ષણ આંખ ના પડદા પાછડ રીવાઇન્ડ થતી હતી. અડધી રાત સુધી અમે પડખા બદલતા રહ્યા. તેની પણ હાલત એવી જ હતી.


આવી તો મે કેટલીય રાત્રીઓ જોઈ હતી કે જેમાં નીંદર નોહતી આવી પણ આજની રાત ઘડી ને ઘડી ડર નો અહેસાસ કરાવતી હતી. એમ થયા કરતું હતું કે અપઘડીએ કોઈ આવી ચડશે અને ખેલ ખત્તમ. મારી પાસે ગુમાવવા માટે કશું પણ નોહતું અને મે કોઈ જાતનો ગુનો કે અપરાધ પણ નોહતો કર્યો. છતાં પણ હું આ વાત મારા હદય ના ધબકારા ને સમજાવી નોહતો શકતો. મારી પાસે બીજું કશું જ નહી હતું પણ મારી પાસે જિંદગી હતી હું જીવિત હતો અને એ પણ સાજો સારો. આજે અળધી રાત્રે એ વાત સમજાઈ ગઈ હતી કે સૌથી અમુલ્ય જિંદગી છે, શ્વાસ છે, આપણને ડર નો અહેસાસ તો થાય છે. દુઃખ છે પણ દુઃખ તો બધાં ના જીવન નો એક હિસ્સો છે. દુનિયા ના કોઈ પણ વ્યક્તિને પૂછી લેશો તો દુઃખ ની એક અલગ જ વ્યાખ્યા કહેશે. કારણકે બધા માટે દુઃખ અલગ અલગ છે. કોઈનું નાનું કે મોટું એવું નથી હોતું. દુઃખ બધા માટે દુઃખ જ હોઈ છે. દુઃખ કોઈ પણ જાતના માણસ ના મનની શાંતિ ભંગ કરે છે એને ગમગીન કરે છે. કોઈ બે વ્યકિતના દુઃખ ને આપણે સરખાવી ન શકીએ. એટલે જ સૌથી અમૂલ્ય જીંદગી છે. જીંદગી છે તોજ દુઃખનો અહેસાસ થાય છે. બીજું બધુ તો સમય ની કરામત છે. સંપતી આજે નથી તો કાલે હશે. આમ ને આમ ડર અને સંતૃસ્ટી ના પડખા વચ્ચે મારી આંખો આખરે મિચાઈ ગઈ.



ક્રમશ.......