Prem no karun anjam - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો કરૂણ અંજામ -  4





શીર્ષક ~ " પ્રેમ નો કરુણ અંજામ" (પાર્ટ - 4)

( hello, વાચક મિત્ર આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોક એન્ડ નેહા એક હોટેલ માં મળે છે . આલોક નેહા ને સરપ્રાઈઝ આપે છે . પણ અચાનક નેહા ના ફોન માં આવેલા રાહુલ ના મેસેજ પછી આલોક થોડો અપસેટ થઇ જાય છે. પણ નેહા ના આવ્યા પછી તે બધું ભૂલી નેહા ને પોતાના દિલ ની વાત કરે છે હવે જુઓ આગળ .....)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

નેહા તો આંખો ફાડીને જોઈ રહી કે શું તે સપનું તો નથી જોઈ રહીને ? તેણે પોતાના હાથ ને એક ચિમટી ભરી અરે... ના આ કોઈ સપનું નહિ પણ હકીકત જ છે. આલોક મને ખરેખર પ્રપોઝ કરી રહ્યો છે. તે અંદર થી બહુ ખુશ થઈ જાય છે. કેમ કે આજે નેહા જે સરપ્રાઈઝ આપવાની હતી તે આલોકે આપી દીધી.

(પણ નેહા વિચારે છે કે હું આલોકને અત્યારે જવાબ નહિ આપુ તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને તેને ખુશ કરી દઈશ.)

તેણે આલોક ને કહ્યું "આલોક હું તારા માટે સ્પેશિયલ હોઈશ હું જાણું છું પણ, આપણે એક સારા દોસ્ત છીએ . તો હું તને હમણાં હા, નહિ બોલું મને વિચારવા માટે થોડો ટાઈમ આપ અને હા, મે તને કહેલું કે ને કે હું તને એક સ્પેશિયલ સરપ્રાઈઝ આપવા માંગુ છું તો તારે થોડી રાહ જોવી પડશે. એક વાત બીજી કે તું મને પ્રેમ કરતો હતો તો અત્યાર સુધી કેમ રાહ જોઈ પહેલા કેમ પ્રપોઝ ના કર્યું પાગલ... આપણે તો ઘણા સમયથી સાથે છીએ.

આલોક : "હા , તારી વાત સાચી છે પણ હું નહોતો ઈચ્છતો કે મારી ઉતાવળ ના ચક્કર માં તું મને ના પાડી દે . કેમ કે આ આપણી આખી જિંદગીનો સવાલ છે . "

નેહા : "હા, તારી વાત સાચી છે. પણ હું તને પછી તેનો જવાબ આપીશ. "

આલોક : "હા , ઠીક છે ."

નેહા : "પણ તું મને અહીંયા મળજે જ્યારે હું તને ફોન કરું ત્યારે ohk , મારે તારું જરૂરી કામ છે તો હવે , કોઈ સવાલ ના કરતો કે કેમ ને ? શું કામ ને? whatever ohk..."

આલોક : "ohk, મારી મા...." 😏

નેહા : મા નહિ બેસ્ટ ફ્રેન્ડ ( અને બન્ને હસી પડે છે.)

નેહા પોતાનો ફોન જોવે છે તો તેમાં રાહુલ નો મેસેજ હોય છે. રાહુલનો મેસેજ વાંચતા નેહા અંદરથી ખુશ થઈ જાય છે.

( અરે યાર તે મારી રાહ જોતો હશે . તેણે કહ્યું હતું કે આલોક જાય એટલે મને મેસેજ કરજે હું તને મળવા આવી જાય. હવે મારે તેને બોલાવી લેવો જોઈએ. પણ આલોક ને અહીંયા કઈ રીતે કહું કે તું હવે જા મારે રાહુલ ને મળવું છે. )

નેહા : "અરે, આલોક મારી એક ફ્રેન્ડ મને અહીંયા મળવા આવવાની છે. તો તું હવે અત્યારે કામ હોય તો જા કેમ કે હું નથી ઈચ્છતી કે તે મને તારી સાથે જોઈ જાય."

(આલોક મનમાં વિચાર કરે છે તેને થોડો શક થાય છે કે મને લાગે નેહા ખોટું બોલી રહી છે. તેણે રાહુલ નો મેસેજ વાંચ્યો લાગે છે તેથી તે મને અત્યારે જવા માટે કહે છે . પણ મારે જવું પડશે જાણવા તો મળશે કે રાહુલ કોણ છે? અને મારા ગયા પછી કેમ મળવા માંગે છે? )

નેહા : "ઓહ , હેલો ક્યાં ખોવાઈ ગયો?"

આલોક : (વિચારો ની તંદ્રા માંથી બહાર આવે છે .) "અરે , કઈ નહિ , બસ એમ જ ohk , તો હું હવે જાવ છું તું મને ફોન કરજે હું આવી જઈશ."

નેહા : "હા, હું તને ફોન કરી દઈશ. "

આલોક :" ohk , હું અત્યારે નીકળું bye ...."

( આલોક ત્યાંથી જવા માટે નીકળે છે.)

નેહા : "ohk , bye મળીયે પછી."

(આલોક બહાર તો જાય છે પણ હોટેલ ના પાછળ ના ભાગે જઈને નેહા ની રાહ જુએ છે કે નેહા કોને મળવા જઈ રહી છે. થોડીવાર માં નેહા બહાર આવે છે અને કોઈ ને ફોન લગાવે છે.)

આલોક નેહા પર નજર રાખીને જ ઊભો હોય છે. જેવી નેહા બહાર આવી એટલે તે સતર્ક થઈ જાય છે. નેહા કોઈને ફોન કરે છે. રાહુલ સમજી જાય છે કે જરૂર રાહુલને જ ફોન કરતી હશે પણ નેહા આલોકથી ઘણી દૂર હોવાથી તેની સાથે શું વાત થશે તે નહિ સંભળાય પણ નેહાના હાવભાવ જોઈને આલોક ને એવું લાગી રહ્યું છે કે નેહા જે રીતે હસીને વાત કરે છે તો જરૂર તે રાહુલ સાથે જ વાત કરતી હશે. હવે જરૂર તે અહીંયા મળવા આવશે. હવે, મારે જાણવું પડશે કોણ છે આ રાહુલ? પણ મારે કંઇક કરવું પડશે તો જ હું તેની વાત બરાબર સાંભળી શકીશ. પણ શું કરવું યાર ? અચાનક આલોકની નજર સામે ની શોપ પર જાય છે .ત્યાં મેકઅપ નો સામાન જોવે છે . તેણે idea લગાવ્યો કે હું વેશ બદલીને તેની પાછળના ટેબલ પર જઈને બેસી જઈશ જેથી તેને અંદાજ પણ નહિ આવે કે હું તેની વાત સાંભળું છું.

(તે જલ્દી થી મેકઅપ ની શોપ તરફ જાય છે. ને પોતાનો આખો look change કરી નાખે છે.)

હવે, તે ખુદ પોતાને પણ નથી ઓળખી શકતો તો નેહા ક્યાંથી ઓળખવાની . તે જલ્દીથી ફરી તે હોટેલ ના તેના ટેબલ ની પાછળ ના ટેબલ પર જઈ ને બેસી જાય છે.

નેહાને ખબર ના પડી કે આલોક તેમની પાછળ હોય છે. નેહા ઘડિયાળ માં જોવે છે અને દરવાજા બાજુ નજર કરે છે. એટલા માં રાહુલ ની એન્ટ્રી થાય છે . નેહા નું ધ્યાન ત્યાં જાય છે . નેહા ખુશ થઈ ને ઊભી થઈ જાય છે. ને રાહુલ ને ઈશારો કરી રાહુલ ને પોતાની તરફ બોલાવે છે.

આલોક આ બધું જોઈ રહ્યો જોઈ હોય છે . પણ તે શાંતિથી બધું અવલોકન કરે છે. તેના માટે ખૂબ જરૂરી હતું જાણવું કે કોણ છે આખરે આ રાહુલ....?

રાહુલ નું ધ્યાન નેહા તરફ જાય છે ત્યાં પણ હાથ ઊંચો કરીને ત્યાં આવવા માટે જણાવે છે પણ નેહા તેમને પોતાની પાસે બોલાવે છે. રાહુલ ત્યાંથી હાથ ઉપર કરીને પોતે ત્યાં આવે છે તેવું કહે છે . રાહુલ નેહા પાસે આવે છે અને બંને ગળે મળે છે.

(આલોક આ જોઈને સમસમી જાય છે . ખૂબ ગુસ્સો આવે છે પણ કંટ્રોલ કરે છે.)

રાહુલ : hi , નેહા કેમ છે.

નેહા : હું ઠીક છું . તું કેમ છે ? હું ક્યારની તારી રાહ જોતી હતી યાર તું કેટલો લેટ છે .

રાહુલ : અરે , યાર હું ટ્રાફિક માં ફસાઈ ગયો હતો . અને તારા માટે જે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લેવાની હતી તો આજે રવિવાર હતો તો ત્યાં ટ્રાફિક પણ વધુ હતી તો મોડું થઈ ગયું એન્ડ બીજું કે તે કહ્યું હતું કે ખાસ ગિફ્ટ લાવજે તો વિચારવું પણ પડેને યાર વળી તું મારા પર ગુસ્સો કરે કે આ શું લઈને આવી ગયો.

નેહા : હા , યાર it's ok ચાલ હવે , જલ્દી મને મારી ગિફ્ટ આપ .

(આલોક પણ એક્સાઇટેડ હતો કે એવી તે શું ગિફ્ટ છે જે ખાસ નેહા માટે લાવ્યો છે રાહુલ?)

રાહુલ પોતાના થેલા માંથી નેહા ની ગિફ્ટ કાઢીને નેહા ના હાથમાં મૂકે છે.જે એક રેડ કલર નું એકદમ નાનું box હોય છે.

નેહા બોક્સ હાથમાં લઈને રાહુલને પૂછે છે કે શું ગિફ્ટ છે?

રાહુલ : નેહા આ ગિફ્ટ મને ખૂબ ગમી કારણ કે... આ એક પ્રેમ ની નિશાની છે જે તને પણ ખૂબ ગમશે. એન્ડ બીજું કે જે લોકો પ્રેમ કરતા હોય તેના માટે આનાથી બેસ્ટ ગિફ્ટ બીજી કોઈ ના હોય શકે.

નેહા : thank you so much રાહુલ.😊

( કોણ હતો આ રાહુલ ? તેણે નેહા ને શું ગિફ્ટ આપી અને એવું કેમ કહ્યું કે પ્રેમ ની નિશાની છે તને પણ પસંદ આવશે? શું આલોક આ રાહુલ સાથે વાત કરશે? શું આલોક નેહા ને કાયમ માટે છોડીને જતો રહેશે ? બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો નેસ્ટ પાર્ટ )

To be continued......


~ hardik Patel ("v.k.")