Unlove - 8 books and stories free download online pdf in Gujarati

અનલવ - Part 8















Unlove Story Part 8

Recape


મનસ્વી છેલ્લી વાર પણ માનવ સાથે વાત કરવા નાં પાડી દે છે.બીના લીલાબેન ના મૃત્યુ પછી વિચારે છે કે ભણવાનું જે થાય એ ઘર માં વાત કરી દઉં પણ જ્યોતિબેન ની ભૂતકાળ ની વાતો સાંભળી વિચારે છે કે આ યોગ્ય સમય નથી કેમ અતુલ નું ભણવાનું પણ અધૂરું છે માટે જ્યોતિબેન એના માટે પણ એજ વિચારશે જે પપ્પા માટે વિચારે છે કે "મા વગર નો દીકરી સારો નાં હોઈ!" આ બાજુ બીના નું ભણવાનું પતી જાય છે અને તેના ઘર માં એના લગ્ન ની વાત શુરૂ થાય છે.અતુલ નું ૩ વાર પરિક્ષા આપવા છતાં CA Final clear થતું નથી અને બીના સમજે છે કે મમ્મી નાં ગયા પછી અતુલ ની માનસિક હાલત બરાબર નાં હોવાથી થતું હશે એમ સમજી બહુ પૂછતી નહિ અને અતુલ ગેરસંગત માં આવી જાય છે.આ બાજુ બીના એની મમ્મી ને એના અતુલ સાથે નાં લગ્ન ની હકીકત જણાવી દે છે હવે આગળ...

____________________________________________________________

જ્યોતિબેન બીના ને તે તમાચો મારી ત્યાં જ બેસી પડે છે.બીના એમને પાસે જઈ બેસી ને ખભા પર હાથ મૂકે છે તો જ્યોતિબેન તરત હાથ હટાવી દે છે..

જ્યોતિબેન: અડીશ નહિ મને..બસ આ જ સંસ્કાર આપ્યા હતા તને મે!

બીના: પણ મમ્મી અતુલ આપણા જ સમાજ નો છોકરો છે અને તે સમયે જે પરિસ્થિતિ સર્જાઈ એ સમયે બધું બહુ જલદી માં થયું હતું.એના મમ્મી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા માટે.........!

જ્યોતિબેન: ભલે એક સમાજ હોઈ એની મા નથી તો એ છોકરો સારો નહિ હોઈ ..હવે તારે અતુલ ક્યાં હું બે માંથી એક જણ ને સ્વીકારવું પડશે.

બીના: પણ મમ્મી એને મળી તો લે એક વાર! અને અમારા લગ્ન થઈ ગયા છે.હવે કઈ થઈ શકે નહિ!

જ્યોતિબેન: તે મને પૂછી ને લગ્ન કર્યા??? હું નથી માનતી આવા લગ્ન! તારો બાપ ઓછો હતો કે તું પણ???
આટલું બોલતા જ્યોતિબેન ત્યાંજ બેસી પડ્યાં અને રડવા લાગ્યા...

બીના: રડ નહિ મમ્મી તું અને પપ્પા એક વાર અતુલ અને એના પપ્પા ને મળી તો લો.આમ એક અનુભવ પાછળ દરેક વ્યક્તિ માટે આ નિર્ણય લેવો યોગ્ય નથી.

જ્યોતિબેન: અરે છોકરી...તને સમજાતું નથી કે તારા પપ્પા કાલે એક જગ્યા એ છોકરો અને પરિવાર જોઈ આવ્યા અને એ લોકો ને તારો ફોટો જોતા જ તું ગમી ગઈ.એમના અંગત મિત્ર છે પાછા..મારું કઈ ચાલતું નથી આ ઘર માં.હવે એ લોકો ને અને તારા પપ્પા ને શું કહું કે તમારી છોકરી કોઈ ની મા નાં છેલ્લા શ્વાસ ને જોઈ આપણા બંને થી છુપાવી લગ્ન કરી આવી..

આટલું બોલતા જ્યોતિબેન નો આવાજ ઊંચો થવા લાગ્યો અને સાથે સાથે રુદન હૈયાફાટ! બીના થી જોવાતું નાં હતું પણ મન પર પથ્થર મૂકી જ્યોતિબેન ને સાચવવા કોશિશ કરતી હતી પણ જ્યોતિબેન તેને એની પાસે પણ આવા દેતા હતા.

"નથી જોઇતી તારી કોઈ સહનાભૂતી! તું અને તારા પપ્પા કયા જન્મ નાં દુશ્મન છો કે મને જરા શાંતિ થી જીવવા જ નથી દેતા.મારે કઈ તારું હવે સંભાળવું જ નથી. હમણાં ને હમણાં ઘર ની બહાર નીકળી જા..તારા બાપા આવશે તો કહી દઈશ મરી ગઈ બીના આપણા માટે !."
આટલું બોલી જ્યોતિબેન બીનના રૂમ માં જઈ એના કબાટ માંથી કપડા ખેંચવા માંડે છે અને એક ઠેલો ઉપાડે ત્યારે બીના એમને રોકતાં બોલે છે..
"પણ મમ્મી એક વાર શાંત મગજ થી વિચાર ને! તું ઉતાવળ કરી રહી છે પ્લીઝ મને સંભાળ એક વાર...."

પણ જ્યોતિબેન નો ગુસ્સો તો સાતમા આસમાને હતો.એમને નાં કઈ બોલવું હતું નાં કઈ સંભાળવું હતું..બસ નીકળી જા અહીંયા થી! એટલું જ બોલીએ જતા હતા..એમનો આ ગુસ્સા થી ભરેલા નિર્ણય નું શું પરિણામ આવશે એ પોતે પણ ક્યાં જાણતા હતા! આખરે બીના એ રડતા રડતા આ જ નસીબ હોઈ એમ માની ત્યાં થી જવા માંડ્યું.જતી વખતે ઘણી વાર પાછળ ફરી ને જોયું પણ ખરા પણ એના મમ્મી હતા કે એની તરફ જોવા પણ રાજી નાં હતા..બસ મોઢું ફેરવી આંસુ વહાવી રહ્યા હતા.બીના ઘર ની બહાર નીકળી અતુલ ને ફોન કરે છે પણ અતુલ એ ફોન ઉપાડ્યો નહિ અને એ છેલ્લે કઈ પણ વિચાર્યા વગર સીધા અતુલ નાં ઘરે જવાનું વિચારે છે.અતુલ નાં ઘરે જતા રસ્તા માં લગ્ન પેહલા નિશા સાથે થયેલી વાત યાદ આવે છે કે કાશ ત્યારે નિશા એ કહેલું એ માની લીધું હોત તો સારું થાત.

"હેલ્લો નિશા, હું અને અતુલ કોર્ટ મેરેજ કરી રહ્યા છે તારી મદદ જોઈએ છે!"

"બીના તને નથી લાગતું તું ઉતાવળ કરી રહી છે.ભલે ગમે તે હોઈ પણ એટલો મોટો નિર્ણય તારે મમ્મી પપ્પા ને જણાવ્યા વગર નાં લેવો જોઈએ.."

"એ લોકો મને ની સમજી શકે નિશા..સમય આવતા હું એમને કહી દઈશ!"

"પછી એવું નાં થાય બીના કે સમય આવતા તું બંને ને ગુમાવી દે! પ્રેમ એની જગ્યા એ અને મા બાપ એની જગ્યા એ!"

"તને ક્યાં ખબર નિશા પ્રેમ માં ઘણી તાકાત હોઈ છે!"

અને બીના નો આ જવાબ સાંભળી ને નિશા એ સમજવાનું છોડી બનતી મદદ કરવા નક્કી કર્યું ..આજે બીના ને લાગ્યું કે સાચી વાત છે પ્રેમ એની જગ્યા એ અને માતા પિતા ગમે તેવા પણ કેમ નાં હોઈ કોઈ એમની જગ્યા નાં લઈ શકે.બીના નાં મગજ મા જાણે તોફાન ચાલી રહ્યું હતું આ બાજુ આતુલ ફોન કે મેસેજ નો જવાબ આપતો નાં હતો પણ હવે એના ઘર જવા સિવાય કોઈ રસ્તો ક્યાં હતી.સાંજ ઢળી રહી હતી માટે હવે કોઈ ઉપાય નથી.અતુલ પણ ક્યાં મને છોડી દેવાનો છે લાયબ્રેરી માં વાંચતો હશે એમ વિચારી એણે અતુલ ને વધુ હેરાન નાં કરવા વિચાર્યું અને અતુલ નાં ઘરે પોહચી.બીના ને ત્યાં જોઈ અતુલ નાં પપ્પા એક વાર માટે તો હેબતાઈ ગયા પણ શાંતિ થી એને બેસાડી ને બધી હકીકત જાણી લીધી અને આશ્વાસન આપ્યું કે બધું સારું થશે.પોતે કાલે એના મમ્મી પપ્પા સાથે વાત કરશે..

..............................

આ બાજુ મુકેશભાઈ જેવા સોસાયટી માં એન્ટર થયા તો એમને બધા જાણે તીરછી નજર થી જોઈ રહ્યા હોઈ એમ લાગ્યું.બાકડા પર બેસેલો દરેક વ્યક્તિ જાણે એમના વિશે જ વાત કરી રહ્યો હોઈ એમ એમને લાગી રહ્યું.આજે તો પોતે દીકરી વેવિશાળ નક્કી કરવા મિત્ર ને ઘર આવવા માટે આમંત્રણ આપી આવ્યા હતા એટલે બહુ ખુશ પણ હતા. એમને પીધું પણ ની એમ વિચારી ને કે ખોટી કોઈ બોલચાલ થઈ જાય. જેવા ઘરે જાય છે તો જોઈ કે જ્યોતિબેન એક ખૂણા માં સૂનમૂન બેસી રહ્યા હતા. એમણે એમની નજીક જઈ પૂછ્યું તો મુકેશભાઇ ને ભેટી ને હીબકે હીબકે રડી પાડ્યા.મુકેશભાઇ નાં હૃદય મા ધ્રાસકો પડ્યો અને તરત ઊભા થઈ ને બીના ને શોધવા લાગ્યા તો કશે દેખાઈ નહિ એટલે પૂછવા લાગ્યા ક્યાં ગઈ બીના??

"મારી ગઈ બીના આપણા બંને માટે!" એટલું બોલી જ્યોતિબેન પાછા રડવા લાગ્યા.

"શું કહે છે? જો મારા પેટ માં ફાડ પડે છે બહું ડર લાગે છે શું થયું કેહશે??" મુકેશભાઈ નાં અવાજ મા જાણે બધું લૂંટાઈ ગયું હોઈ એમ ડર ગુંજતો હતો.જ્યોતિબેન એ બધું વિસ્તાર માં કહ્યું..

" અરે આ તે શું કર્યું?? એમ ઘર ની બહાર કાઢવા થી શું થાય?? આપણી છોકરી સમાજ ની બહાર તો નથી ગઈ ને! આ તે વાત નું વતેસર કરી નાખ્યું..આ તો વાત બગડી ગઈ."

"આ તમે દીકરી નાં વહાલ માં બોલો છે એ છોકરા ની મા નથી કોણ જાણે કેવો હશે?? હજુ તો કમાતો પણ નથી થયો અને લગ્ન કરી નાખ્યાં..."

"હવે તું તારો પોતાનો રંજ મારી દીકરી પર ઉતારે છે જ્યોતિ! જે તારી સાથે થઈ ગયું એ એની સાથે પણ થશે એ જરૂરી નથી.તે આ શું કર્યું??" એમ બોલી મુકેશભાઈ ની આંખ ભરાઈ આવી.તરત એમને બીના ને કોલ કર્યો.

આ બાજુ બીના હજુ અતુલ ની રાહ જોઈ રહી હતી પણ હજુ એ ઘરે પણ નાં આવ્યો હતો અને કોઈ વાત પણ નાં થઈ હતી.જેવો ફોન વાગ્યો તો એને લાગ્યું અતુલ હશે પણ પપ્પા નું નામ જોઈ ખુશ થઈ ગઈ..કોલ ઉપાડી ડરતા અવાજ એ બોલી, " હેલ્લો..." અને રડવા લાગી..

"રડે કેમ દીકરા..મને પણ બહુ ગુસ્સો છે તારા પર પણ કંઈપણ કરવા પેહલા અમને પૂછતે તો...."

"હું અને મારા સસરા કાલે આવી રહ્યા છે ઘરે. આપણે મળી ને વાત કરીએ પપ્પા.તમે મમ્મી ને સમજવો ને કે એ એક વાત પકડી ને બેસી ગઈ છે.." એટલું બોલતાં બીના રડવા લાગી.

"બધુ સરખું થઈ જશે..તું હમણાં પણ આવી શકે.."

અતુલ ઘરે આવ્યો નાં હતો એટલે હમણાં કઈ પણ બહાનું બનાવું જરૂરી હતું..

"ના પપ્પા કાલે આવું છું હમણાં એ આરામ કરે છે..."

" મને એડ્રેસ કેહ તારે ત્યાં રાત તો નથી જ રોકાવાનું હું હમણાં જ લેવા આવું છું.." મુકેશભાઇ ની અવાજ મા જીદ સાંભળી ને બીના એ એડ્રેસ લખાવ્યું

" હું હમણાં જ આવું છું" એમ કહી ફોન મૂકી દીધો..

બીના ને હવે અતુલ ની ચિંતા વધી રહી હતી.કોણ જાણે ક્યાં હશે પપ્પા આવે એ પેહલા આવી જાય તો સારું.હમણાં તો હવે કોલ પર કોલ કરવા લાગી તો એક બે વાર પછી ફોન જ બંધ આવવા લાગ્યો.એમને તરત અતુલ નાં પપ્પા ને બધું જણાવ્યું.બંને જણ એ અતુલ ની રાહ જોઈ જમ્યા પણ હતા નહિ અને અતુલ નાં કોઈ એંધાણ નાં હતા..
થોડી વાર પછી એક કાર ઊભી રહી ઘર પાસે.બીના ને લાગ્યું પપ્પા આવ્યા એમ વિચારી બહાર આવી તો અતુલ હતો પીધેલી હાલત માં એક ફ્રેન્ડ જોડે સહારો લઈ ઘર તરફ આવતો હતો.આ જોઈ બીના નાં પગ નીચે થી જમીન ખસી ગઈ.એને લાગ્યું મમ્મી અને પપ્પા અતુલ ને આવી હાલતમાં જોઈ લેશે તો શું થશે? તરત બીના અતુલ ને સાંભળી ને અંદર લેવા દોડી ત્યાં અતુલ એ એને જોઈ ને બોલી
" અરે આરવ મને આજે બીના નાં એટલા ફોન આવ્યા કે મને આ સામે ઊભી દેખાય છે.." એટલું બોલતાં લથડી ને પડી ગયો.અને બીના પણ સાચવી ને નાં ઉઠાડે એટલો આરવ એ એને ઉઠાવ્યો.આરવ ની નજર વારે ઘડી બીના ને જોઈ રહી હતી એ બીના ની નોંધ બહાર રહ્યું નહિ.હજુ તો આ સરખું ની થાય એ પેહલા મુકેશભાઈ ત્યાં આવી પોહંચ્યાં અને અતુલ ને આવી હાલત માં જોઈ હેબતાઈ ગયા પણ એ પણ એમના એક વ્યક્તિ હતા એટલે વધુ નાં બોલતાં અંદર આવા લાગ્યા ત્યાં અંદર જોઈ ને જાણે સાપ સૂંઘી ગયો હોઈ એમ ચૂપ થઈ ગયા..

"મુકેશ તું અહીંયા??? તારી હિમ્મત કેવી રીતે થઇ મારા ઘર માં પગ મૂકવાની."
અતુલ નાં પપ્પા નો ગુસ્સો ભભૂકી ઉઠયો.બીના ને સમજાયું નહિ આ શું ચાલી રહ્યું છે એ તો આરવ ની મદદ થી અતુલ ને અંદર સુવડાવી આવી.રાતના ૧૦ ઉપર વાગી રહ્યા હતા.થોડી વાર માટે તો એને સમજાયું નહિ કે આ બંને કેમ એકબીજા પર વડકા ભરે છે.

મુકેશભાઈ: આ મારું દીકરી છે બીના..હું એને લેવા આવ્યો છું..

એટલું સાંભળી ઉમેશ ભાઈ જોર મા હસી પાડ્યા...

ઉમેશ: વાહ મુકેશ કિસ્મત નો ખેલ તો જો..૧૫ વર્ષ પછી તારી કિસ્મત તને અહિંયા લઈ જ આવી..

મુકેશ: વધારે બોલ ની ઉમેશ..જો તું મારી દીકરી નો સસરો નાં હોત તો તને અહિંયા ને અહીંયા દાટી દીધો હોત..હું મારી દીકરી ને લઈ જવા આવ્યો છું અને હા એ પણ કહું છું અત્યાર સુધી મે એમ વિચારેલું જે પણ થાય પતાવટ કરી બંન્ને નાં લગ્ન ધૂમધામથી કરવી આપીશ પણ હવે મારી દીકરી તારા ઘર માં ક્યારે પગ ની મૂકે..

ઉમેશ: એક વાર બીના ને તો પૂછી જો એની શું મરજી છે.તારે બધી વાત મા પોતાનું જ ચાલવું છે હંમેશા ની જેમ કેમ??

મુકેશ: બીના મારી દીકરી છે એ ક્યારે નહિ નાં કહે મને! બોલ બીના આવશે ને તું મારું સાથે??

બીના ની નજર સામે એક બાજુ એના પપ્પા અને સસરા ની લડાઈ, એક બાજુ અતુલ ની લથડતી હાલત તો એક બાજુ અતુલની મમ્મી ને આપેલું છેલ્લું વચન યાદ આવી ગયું, "કઈ પણ થઈ દીકરા મારા અતુલ નો હાથ છોડતી નહિ..જ્યાં સુધી તમારા બન્ને વચ્ચે પ્રેમ છે ત્યાં સુધી તમને કોઈ અલગ કરી શકશે નહીં.".

"બોલ બીના, કેમ ચૂપ છે.. ચાલ મારી સાથે તારે આ દગાબાજ નાં ઘર માં એક પળ માટે પણ નથી રેહવાનું.!" મુકેશભાઈ બીના ને ઢંઢોળી ને બોલ્યાં.

" ના પપ્પા તમે જાઓ.." બીના આંખ માંથી વેહતા આંસુ એ બોલી..

"શું બોલે છે દીકરી..તને નથી ખબર આ માણસ કેવો છે??"

"પણ હવે આ જ મારી કિસ્મત છે પપ્પા.." એટલું બોલતાં બીના મોઢું ફેરવી વધુ રડવા લાગી અને મુકેશભાઈ નો ગુસ્સો ભભૂકી ઉઠયો.એમને થયું હવે ઈમોશનલ બ્લેકમેઇલ કરવું પડે તો પડે પણ બીના અહીંયા નહિ રહે..

"જો તું આજે નહિ આવે તો તારા માટે એ ઘર નાં દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે બીના!"

બીના તરફ થી કઈ જવાબ આવ્યો નહિ..
એટલે મુકેશભાઈ હજુ તીવ્રતા થી, "આજે તારે આ ઘર અને માતા પિતા ૨ માં થી એક પસંદ કરવું પડશે બોલ બીના.."
અને બીના જરા પણ જવાબ આપ્યા વગર ઘર ની અંદર જતી રહી.

ઉમેશ: જોઈ લીધું ને મુકેશ હવે આ તારી દીકરી નથી રહી. એ પેહલા કે હું તને ઘરમાંથી ધક્કા મારી બહાર કાઢી દઉં નીકળી જા અહીંયા થી."

પારકા થી જીતી શકાય પણ પોતાના જ સાથ નાં આપે તો માણસ મજબૂર થઈ જાય. અને મુકેશભાઈ આંખ માં પાણી ભરી ત્યાંથી નીકળી ગયા.આ બાજુ બીના અતુલ ની બાજુ માં બેસી ચોધાર આંસુ એ રડવા લાગી.એને લાગ્યું કે પપ્પા મમ્મી ના બોલચાલ થી ભરેલી જિંદગી આ જિંદગી કરતા સારી હતી.જીવન માં ચોકઠાં ની રમત માં પ્રેમ ના પાસા ફેકાયા છે અને દાવ પર લાગ્યો છે પરિવાર..કોણ જીતે કોણ હારે?? સમય સમય ની વાત છે.

આજે મુકેશભાઈ ને જ્યોતિબેન સાથે કરેલા દરેક અન્યાય યાદ આવી રહ્યાં છે કેમકે આજે પોતાની દીકરી એ હાલત માં ફસાઈ છે.આખા રસ્તે એમને દીકરી ની ફિકર ખાઇ રહી હતી. આજે ૨ ઘડી મારી દીકરી સાથે મિત્ર બની વાત કરી હોત તો અમને બંને ને છુપાવી ને આટલું મોટું પગલું ના ભરતે..

ઘરે આવી મુકેશભાઈ એક નાના છોકરા ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને જ્યોતિબેન ને બધું જણાવ્યું કે આપણી દીકરી કેવા ઘર માં જતી રહી. આપણા આ અંદર અંદર નાં ઝગડા માં આપણે દીકરી ને એક બે ઘડી માટે પૂછ્યું પણ નહિ કે બેટા તને કઈ કેહવુ છે?? ઉલટા નું કઈ પણ થશે તો આ કરી દઈશ તે કરી દઈશ ની ધમકી આપવા માંડતો.હું સમજતો કે આમ કહીશ તો દીકરી કાબૂ માં રહેશે.

"અનર્થ થઈ ગયું જ્યોતિ અનર્થ !" આટલું બોલી હજુ જોર માં રડવા લાગ્યા અને આગળ બોલવા માંડ્યું,

"આ ઉમેશ, તને યાદ છે ૧૫ વર્ષ પેહલા..મારા બધા પૈસા શેરબજાર માં નાખી ડુબાડી દીધા હતા... વધુ પૈસા કમાવા ની લાલચ માં મને કહેતો કે આ તકલીફ છે એમ કરી થોડા થોડા કરી ૧૦ લાખ રૂપિયા લઇ ગયો હતો...અને બધા પૈસા શેરબજાર માં દુબાવી દીધા હતા અને જ્યારે માંગ્યા ત્યારે પૈત્રું કરી મને ચોર સાબિત કરેલો.." આ બોલી મુકેશભાઈ હિબકાવા લાગ્યા..

"આ બધી વાત મા ઉમેશ કેમ આવ્યો તમે શું કહો છો?"

"એ ઉમેશ બીના નો સસરો છે જ્યોતિ..." એટલું બોલતાં મુકેશભાઇ નું ચીસ થી ભરેલું રુદન નીકળી ગયું..

"આપણે બીના ને પણ ગુમાવી દીધી..મે ઘણી કોશિશ કરી પણ તે મારી સાથે આવા તૈયાર ન થઈ.કોણ જાણે કેમ એને કંઇ બાંધી રહ્યું છે..મને એની બઉ ફિકર થાય છે.."

એટલું બોલતાં મુકેશભાઈ જ્યોતિબેન નાં ખોળા માં માથું મૂકી રડવા લાગ્યા.

"મને માફ કરી દે જ્યોતી મે આજ સુધી તારા સાથે બહુ અન્યાય કર્યો છે..કોઈ દિવસ તને ખુશી નથી આપી. બસ દારૂ પીય પીય ને જીવન નાં દરેક અન્યાય નો ઉભરો તારા પર ઠાલવતો રહ્યો ...."
જ્યોતિબેન ને એક બાજુ દીકરી ગુમાવવાનો આઘાત ખાઇ રહ્યો હતો તો એક બાજુ એને સારો પતિ મળી ગયો એ હાશકારો થઈ રહ્યો હતો...સમય નો ખેલ અજબ છે એક બાજુ આપે તો બીજા જ હાથે કંઇ છીનવી લે છે. કઈ ગુમાવવા ની સાથે એક શીખ આપી જ જાય છે..

આખું પરિવાર આંસુ ની નદી માં વહી રહ્યું હતું.બીના અતુલ પાસે બેસી આંસુ સારી રહી હતી અને મુકેશભાઈ અને જ્યોતિબેન એકબીજા ને સહારો આપતા રડી રહ્યા હતા..આ વચ્ચે બીના ની નિયતિ ક્યાં લઇ જશે બીના ને?? શું બીના અને અતુલ નાં સંબધ સાથે રેહવાથી સુધરશે કે પછી અતુલ નાં જીવન નાં હજુ કોઈ ભેદ બીના સામે ખુલશે?? વધુ આવતા ક્રમાંકે...

Precape:

માનવ મનસ્વી ને મળવા ઘર સુધી આવી ગયો.
માનવ: મનસ્વી તું એક વાર હા કેહ હું બધું છોડી ને તારી પાસે આવી જઈશ..મારા મા બાપ ઘર બધુજ..મારા થી હવે તારા વગર નથી રેહવાતુ..મે મારા ઘરે કહી દીધું કે મને હમણાં લગ્ન નથી કરવાં બસ તું હા કેહ એટલે હું ઘર છોડી ને તારી પાસે આવી જઈશ. Will you please marry me??

મનસ્વી એના તરફ જોયા વગર એની મમ્મી ને કહે છે, "કોણ છે આ ડરપોક હું નથી ઓળખતી આને..મમ્મી આને કહો મારી નજર થી દૂર થઈ જાય.." અને ત્યાં થી જતી રહે છે..