Ae dil-a-nadan - 1 in Gujarati Fiction Stories by ... books and stories PDF | એ...દિલ-એ-નાદાન...i Love You...{ 1 }

The Author
Featured Books
Categories
Share

એ...દિલ-એ-નાદાન...i Love You...{ 1 }

🌷{ 1 }🌷

ચાલો ફ્રેશ ફ્રુટ આવી ગયું...
કેનેડા ની કેરી આવી ગઈ...
કાબુલ ના કેળાં...
દેલવાડા ના લાલ દાડમ અને
મોન્ટાના ની મોસંબી આવી ગઈ...
ચાલો ફ્રેશ ફ્રુઉઉઉઉટટટ...!!

એ હજુ બેડમાથી ઉભી જ થઈ ને બેડ ઉપાડતી જ હતી ત્યાં જ સાવ નવો અને અજાણ્યા ફેરિયા નો સાદ સંભળાયો અને એ વિચારવા લાગી કે અવાજ અને શબ્દો આટલા સ્પષ્ટ અને ચોખ્ખા ઉચ્ચારવાળા હોય અને એ પણ એક ફેરિયો, વળી કેનેડા...કાબુલ...દેલવાડા...મોન્ટાના...આ બધું સાવ જ અનોખું લાગે એક ફેરિયો બોલે ત્યારે તો...!!
એણે વિન્ડો પાસે જઈ ને નીચે નજર સરકાવી...બ્લુ જીન્સ - વાઈટ શર્ટ અને માથા ઉપર વાઈટ કેપ ને હાથમા ગોલ્ડન વોચ પહેરેલ યુવાન ફેરિયા ની પીઠ એમની વિન્ડો તરફ હતી એટલે એનો ફેઈસ તો ન દેખાયો પણ તે લારી પાસે ઉભેલા ગ્રાહકો ને હસતા હસતા ફ્રુટસ આપતો નજરે ચડ્યો...!!
એણે વિન્ડો માંથી નજર સાથે દિલ અને દિમાગ ને પણ કામે લગાડયું...કોણ હશે...?...લાગે છે તો ધનવાન...કેમ રેંકડી માં ફ્રુટ વેચવું પડતું હશે...? પાછો અવાજ ઉપરથી એજ્યુકેટેડ પણ જણાય છે...શબ્દો જ કહી આપે છે કે એ કોઈ સંસ્કારી કુટુંબમાંથી આવે છે...ખરેખર એ ખુબ જ આશ્ચર્ય માં ડૂબી રહી હતી ત્યાં જ નીચેથી મમ્મી નો સાદ સંભળાયો ..." શ્રધ્ધા...બેટા...નીચે આવ.... ચા નાસ્તો કરવા.... ચાલ... તારા પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે...જલ્દી આવી જા મારી ડાહી દીકરી..."...ને એની વિચાર શૃંખલા તૂટી..."જે હોય તે... મારે શું...?"....!! એમ વિચારો ને મનમાંથી ખંખેરીને દુપટ્ટો ઓઢતી એ હરણીની જેમ ઉછળતી ચાલે સીડી ઉતારવા લાગી...
હોલમાં ડાઈનીગ ટેબલ પર મમ્મી એ ચા નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો અને મમ્મી પપ્પા એમની જ રાહ જોતા ન્યુઝ પેપર ના પેજ ફેરવી રહ્યા હતા
શ્રધ્ધા એ એક ચેઈર પર બેસી મમ્મી પપ્પા ને ગુડ મોર્નિગ અને જયશ્રી કૃષ્ણ કર્યા...તેઓએ ન્યુઝ પેપર ને સાઈડ માં રાખી પોતાની નટખટ પુત્રી તરફ ધ્યાન દોડાવ્યું....
"બેટા...આજે તારો શું ફુલ ડે-પ્લાન છે...?"...
" પપ્પા તમે કેમ આજે પોલીસ ઓફિસર જેવા મુડમાં છો...બોલો "
" શ્રધ્ધા...બેટા પહેલા તારાં પપ્પાને જવાબ આપ તો..."
" અરે વાહ આજે તો મમ્મી પણ પપ્પાને સપોર્ટ આપે છે ને કંઈ... શું વાત છે પપ્પા...???"
" પહેલા મને કહીશ મારી મીઠી મીઠી પરી...તારો ડે-પ્લાન...??? "
" હં...આજે ૮:૩૦ પાર્લર જઈશ અને ૧૧:૦૦ વાગ્યે કોલેજ અને ત્યાંથી આવીને ટેબ માં એક હોલિવુડ મુવી જોઈશ અને સાંજે આસ્થા સાથે ક્યાંક નાસ્તો કરવા જવાનો પ્લાન બને તો ઠીક છે નહીતો ઘરે જ હોઈશ..."
" ઓકે બેટા...સારૂં"
"પપ્પા તમે કેમ આજે થોડા અલગ લાગો છો...???"
" બેટા તારા પપ્પા તને એટલા માટે પુછે છે કે આજે સાંજે સુરેશકાકા ના મિત્રના સંબંધી કલ્પેશભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે આપણા ઘરે બેસવા માટે આવવાના છે..."
" ઓકે...પણ મારૂ તો કંઈ કામ ન જ હોય વડીલો વચ્ચે...!!
" શ્રધ્ધા... સુરેશભાઈ કહેતા હતા કે કલ્પેશભાઈ એમના પુત્રના સંબંધ માટે સારા ધરની દિકરી શોધી રહ્યા છે..."
" ઓકે ...ઓકે...એટલે મને ડે-પ્લાન પુછવામાં આવ્યો એમને...???
પપ્પા તમને કેમ આટલી જલ્દી છે મને ઘરમાંથી વિદાય કરવામાં...???
" જો બેટા એવું નથી કે તરત જ તારા મેરેજ કરી નાખવા કે તને વિદાય કરી દેવી...આ તો સુરેશભાઈ એ કહ્યું છે તો મળી લેવામાં શું વાંધો છે...??? એમનું માન પણ જળવાય જાય ને નવા માણસો નો પરિચય પણ થશે...!!"
" ઓકે પપ્પા...કેટલા વાગે આવવાના છે એ લોકો...??? "
" એ કદાચ પાંચ વાગ્યા પછી આવશે... શ્રધ્ધા બેટા..."
" ભલે પપ્પા...ડન...!!"



Continue in Chepter 👉 { 2 }