Several Crime - the thriller story of a cleverly done crime - 1 books and stories free download online pdf in Gujarati

શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન - 1

"હું તને ક્યારેય માફ નહિ કરું?! પણ તુંયે સૂરજને કેમ એવું કહ્યું કે હું એણે નહીં અને પ્રતાપને લવ કરું છું એમ?!" એક અતિ સુંદર અને એટ્રેક્ટિવ છોકરી પ્રગતિ એ કહ્યું ત્યારે એ એક ખુરશીમાં બંધાયેલી હતી અને એનો કિડનેપર એની જ સામે હતો.

"મારો ઈરાદો એવો હતો ને કે અમે પ્રતાપ એમ તને ફસાવી લઈએ, પણ એણ સમયે જ સૂરજે તને પ્રપોઝ કરીને અમારા પ્લાન ની પથારી ફેરવી દીધી!" પ્રવીણ બોલ્યો.

"જો તું ગમે તે કરી લે પણ સૂરજ મને છોડાવીને જ રહેશે! એ તમને કોઈને નહિ છોડે!" એણે લગભગ ચિલ્લાવીને જ કહ્યું.

"હા... કોણ કોને મારે છે, એ તો બસ સમય જ બતાવશે!" પ્રવીણ એ એક અલગ જ ખુમારીથી કહ્યું.

લાસ્ટ ટાઈમ જ્યારે અભિલાષા ની વાત સૂરજ સાથે થઈ હતી, ત્યારે તો એણે કહેલું, "તું જરાય ચિંતા ના કર હું તને કઈ જ નહિ થવા દઉં! બસ તું બધી જ વાતો જાણી લેજે અને મારી ઉપર તું વિશ્વાસ રાખજે!"

બંનેની એવી પ્લાનિંગ હતી કે જાણી જોઈને જ અભિલાષા એકલી રહેશે અને કીડનેપ થશે અને એમની માહિતી લાવશે. પણ એ વધારે મુશ્કેલ કામ હતું.

વિશ્વાસ તો અભિલાષા ને સૂરજ પર ઘણો જ હતો પણ એણે ખરેખર તો પ્રવીણ ની વાતોથી ડર પણ લાગી રહ્યો હતો!

"અરે તું રોકાઈ કેમ ગઈ, વાત કર ને?! મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે..." પ્રવીણ એ એની તરફ ધારદાર નજરથી જોયું અને કહ્યું.

"એકચ્યુલી તો એવું છે ને કે તારી સાથે તો અમારે કોઈ પણ દુશ્મની છે જ નહિ! અમારો ખાસ દુશ્મન તો એ તારો સૂરજ છે! અમને જ્યારથી ખબર પડી ગઈ હતી ને કે સૂરજ તને લવ કરે છે, મેં મારું શાતીર દિમાગ ચલાવ્યું અને વિચાર્યું કે એ તો તારી પાછળ પાગલ છે તો એણે વધારે પાગલ કરીએ! મેં જ એણે જૂઠું કહ્યું કે તું પ્રતાપને લવ કરું છું!!!" પ્રવીણ એ સામેની ખુરશીમાં બેસતા કહ્યું.

"અરે, પણ તને શું મળે અમને બંનેને આમ જુદા કરીને?! સૂરજ તો કેટલો સારો છે યાર!" એણે કહ્યું.

"તું એણે હીરો સમજુ છું ને એ હીરો નથી વિલન છે વિલન!!!" પ્રવીણ એ ધિક્કાર થી કહ્યું.

"અરે પણ એણે એવું તે શું કર્યું છે કે તું એનો આટલો દુશ્મન બની ગયો છું?! મારે એ જાણવું જ છે!!!" અભિલાષા ને જાણવાની અભિલાષા (ઈચ્છા) થઈ ગઈ.

"હા... તારે તો જાણવું જ જોઈએ ને કેમ કે તું તો એણે લવ કરું છું ને!" પ્રવીણ હતો તો કરીબી જ ને એણે ટીખળ કરતા કહ્યું, "તું જેને લવ કરું છું એ એક મર્ડરર છે!!!"

પ્રવીણ આ બોલ્યો તો અભિલાષા એ એની આંખો એક સેકંડ માટે બંધ કરી દીધી! અને એણે અનુભવ્યું કે જાણે કે કોઈ એણે મોતની ખાઈમાં નાંખી રહ્યું હોય!

જ્યારે એ સ્વસ્થ થઈ તો સામે એણે પ્રવીણ ને પાણીનો ગ્લાસ લંબાવતા જોયો.

"ના... એ એવું કરી જ ના શકે! આઈ નો હિમ!" એણે પાણીનો એક ઘૂંટ પીધા પછી તુરંત જ કહ્યું.

"હા... એટલે જ હું તો તને કહું છું કે તું પ્રતાપ સાથે લવ કર, એ તો બહુ જ સીધો છોકરો છે!" પ્રવીણ એ કહ્યું.

અભિલાષા તુરંત જ બોલી ગઈ, "ના... લવ તો મેં સૂરજ ને જ કરેલો, ભલેને એ મર્ડરર કેમ ના હોય, હું એણે પણ લવ નહિ કરું અને બીજા કોઈને પણ નહિ!" અભિલાષા એ નિર્ણય સંભળાવ્યો.

"હું કેવી રીતે પણ માણી લઉં કે સૂરજ મર્ડરર છે?!" અભિલાષા એ મુદ્દા ની વાત કરી. તો પ્રવીણ એ એણે એક ન્યુઝ આર્ટિકલ બતાવ્યો કે જેમાં લખેલું હતું - "સૂરજ શર્માએ કર્યું મર્ડર!"

એ આગળ કંઈ વાંચે એ પહેલા જ એણે તુરંત જ એ આર્ટિકલ લઈ લીધો!

"મળી ગયું ને સબૂત! હવે એણે કંઈ કહેતી ના કે મેં તને આ વાત કહી છે એમ!" પ્રવીણ એ ભારપૂર્વક કહ્યું.

હવે તો અભિલાષા ને લાગતું હતું કે જાણે કે હવે સૂરજ આવે કે ના આવે પણ પોતે જ અહીં મરી જાય!

"એક અહેસાન કર ને મારી ઉપર!" અભિલાષા એ રડતી આંખે કહ્યું.

"શું?!" પ્રવીણ ખરેખર નહોતો જાણતો કે એ શું કહેશે!

"મારું પણ અહીં મર્ડર કરી દે ને તું પ્લીઝ!" એણે કહ્યું.

"ના... હો! આવું તો હું ના જ કરી શકું!" પ્રવીણ એ અસમર્થતા દર્શાવી.

"હા..." અભિલાષા ને એક ડૂમો ભરાઈ ગયો હતો.

"સારું હવે આંસુ રોક, એ લોકો ગમે ત્યારે અહીં આવતા જ હશે!" પ્રવીણ એ તાકીદ કરી.

"કોણ એ લોકો?!" અભિલાષા એ આંસુ લૂછતાં પૂછ્યું.

"પ્રતાપ સૂરજને કિડનેપ કરીને અહીં જ લાવે છે!" પ્રવીણ એ હળવેકથી કહ્યું.

એટલામાં જ દરવાજે દસ્તક થઈ. બંનેના દિલમાં એક સરવરાટી દોડી ગઈ!

આવતા અંકે ફિનિશ...

ભાગ 2 અને અંતિમ ભાગ(કલાઇમેક્સ)માં જોશો:

એ બધા આદમીઓ ને સૂરજ બહાદુરીથી મારી રહ્યો હતો પણ એની સાથે જ પ્રતાપ પણ એ લોકોને મારી રહ્યો હતો! આ જાણીને અભિલાષા ને આશ્ચર્ય થયું!

એટલામાં જ નીચે પડેલા પ્રવીણ તરફ કોઈનું ધ્યાન નહોતું એવામાં પ્રવીણએ એક રિવોલ્વર અભિલાષા તરફ ફેંકી અને જોરથી બોલ્યો, "શૂટ સૂરજ!!!"

એવામાં સૂરજને તો એમ જ હતું કે અભિલાષા કેમ પ્રવીણ નું કહેલું કરશે?! પણ એ ગલત હતો, બહુ જ ગલત!!!

રિવોલ્વર થી એક ગોળી એણે સીધી જ સૂરજ પર ચલાવી દીધી!