Bootpolishwado udhyogpati - 1 books and stories free download online pdf in Gujarati

બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 1

કેમ છો મિત્રો?

આપ સૌ મજામાં હશો તેવી આશા રાખું છું.

મારી પ્રથમ નવલિકા અજાણ્યો પ્રેમ તમે બધાએ દિલથી વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા હતાં તે મારાં માટે ખૂબ જ મહત્વના નીવડ્યા છે. આપ સૌના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. આજે ફરી તમારા સહકારની જરૂર છે કારણ હું અહીં મારી બીજી નવલિકા પ્રસ્તુત કરવા જઈ રહી છું.

આ નવલિકા પણ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બધાજ પાત્રો બધીજ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ નવલિકાનો ઉદ્દેશ કોઈને ઠેસ પોંહચાડવાનો નથી.આ એક પ્રેરણાત્મક નવલિકા છે. આ નવલિકા અમુક ભાગમાં રજૂ કરવાની છું. આશા રાખું આપ સૌ બધાજ ભાગ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો. આપ સૌને ગમશે તેવી આશાથી શરું કરું....


બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ-1


વાત શરૂ થાય છે મુંબઈના એક રેલવે સ્ટેશનથી જે બધા જ રેલ્વે સ્ટેશનની જેમ હંમેશા ખચોખચ ભરેલું રહેતું. ત્યાં પ્લેટફોર્મ નંબર ૧૨ પર કામ કરતા ત્રણ છોકરાઓ જે મહત્વના પાત્રો છે તેમના વિશે જણાવું, તો પહેલો વિજય બીજો અર્જુન અને ત્રીજો મોન્ટુ.

વિજય પોતે ૧૨-૧૩ વર્ષનો હતો, તેની માતા કચરો વાળવા જતી અને ચાર વર્ષની નાની બહેન પણ હતી. તેના પિતા ખૂબ દારૂ પીતા હોવાથી તેમને ખોઈ ચુક્યો હતો અને અંતે પ્લેટફોર્મ પર બૂટપોલિશનું કામ ચાલુ કર્યું હતું. અર્જુનના માતા-પિતા માળી હતા. જે રેલવે સ્ટેશન બહાર તેમનો થેલો જમાવતા અને અર્જુન બધાને ગુલાબ વેચવા દોડાદોડી કરતો બાકી રહ્યો મોન્ટુ તો મોન્ટુ એક અનાથ હતો. પાંચ વર્ષની ઉંમરે તેને કોઈ પ્લેટફોર્મ પર મૂકી ગયું હતું અને મોટા થતા થતા એકવાર તેનો એક પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ભરાઇ જતા એક પગે લંગડો થઈ ગયો હતો અને બૈસાખીના સહારાથી ચાલતો હતો.

આ ત્રણમાંથી વિજય(બૂટપોલિશવાળો) અને અર્જુન (ફુલવાળો) સારા મિત્ર હતા જ્યારે મોન્ટુ ખાલી વાત કરવા પૂરતો જ મિત્ર હતો.જેવી ટ્રેન આવે એટલે અર્જુન દોડાદોડી કરતો ગુલાબ વેચવા, વિજય જે બૂટપોલિશ કરાવવા આવે તેને ફટાફટ સરસ મજાની બૂટપોલિશકરી આપતો અને જોડીના પાંચ રૂપિયા લેતો હતો અને મોન્ટુ પોતાના અપંગપણાનો ફાયદો ઉઠાવી ભીખ માંગતો.

હવે એક દિવસ ટ્રેન આવીને જતી રહી પછી વિજય અને અર્જુન બેંચ પર બેસી વાતો કરતા હોય છે. વિજય અર્જુનને કહે છે યાર હું ત્યાં નીચે બેસી પોલીશ કરું તો મને કંઈ જ સારું ન લાગે છે જેટલું સારું બે-ચાર મિનિટ આ બેંચ પર બેસી લાગે ખબર નહી એવું કેમ થતું હશે. અર્જુન કહે છે હા, બરાબર અહીંયા આખી પીઠને ટેકો મળેને એટલે કદાચ તને સારું લાગતું હશે. વિજય હસીને બોલ્યો ના ભાઈ એવું સારું નહીં મારા મનને સારું લાગે એમ કહું છું. અર્જુન હસીને બોલ્યો એટલે શું આ બેંચ પર બેસી તું સાહેબ બની ગયો હોય એવું લાગે તને? અને જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો ભાઈ એક જોડી પોલીશના ૫ રૂપિયા મળે છે વધારીને ૧૦ થશે લાખો કમાઈ સાહેબ થોડી થવાનો તો તારું મન આવું વિચારે. વિજય બોલ્યો હું તો ખાલી એટલું જ બોલ્યો કે મને સારું લાગે બાકી બધું તો તું બોલી ગયો. એટલામાં ટ્રેન આવી અને અર્જુને કીધું તું તારે વિચાર્યા કર હું તો ચાલ્યો ગુલાબ વેચવા. વિજય ખાલી જોયા કરે છે અને મનમાં ને મનમાં શાંતિ અનુભવે છે પછી તે પણ બૂટપોલિશ કરવા ચાલ્યો જાય છે.

વિજય જે કમાય તે બધા પૈસા સ્ટીલના ડબ્બામાં રાખતો અને અર્જુન તો જે કમાય તે બધું પિતાના થેલા પર જઈ આપી આવે. બંને મિત્રોની પરિસ્થિતિ એવી હતી કે ભણી શકતા ન હતા. ખાવા પૂરતા પૈસા કમાય અને પોતાનું જીવન કરકસરથી ચલાવ્યા કરે. પરંતુ અર્જુનને તો તેના પિતાનો સહારો હતો જ્યારે વિજય એ સહારો પણ ખોઈ ચૂક્યો હતો. પછી એક સવારે ટ્રેન નહોતી આવી ૬:૩૦ જેવો સમય થયો હતો અને પ્લેટફોર્મ પણ એટલું ભરેલું નહોતું. ફરી બંને મિત્રો બેઠા બેઠા વાતો કરતા હતા અર્જુન વિજયને પૂછે છે શું આજે પણ તારું મન કંઈક અલગ અનુભવે છે? વિજયે કીધું હા ભાઈ જ્યારે પણ અહીંયા બેસું ત્યારે હંમેશા અને અર્જુનને પૂછે છે અર્જુન તને શું બનવું છે મોટા થઈને? કોઈ દિવસ તને એવો વિચાર આવે કે હું શું બનીશ? અર્જુન બેઘડી જોયા કરે છે વિજયને અને કહે છે ભાઈ તું અઘરા પ્રશ્નો કરે છે છતાં જો તને કહું કોઈને કહેતો નહીં પણ મેં વિચાર્યું છે કે મોટો થઈને હું ફૂલોનો હોલસેલર વેપારી બનીશ અને આજ પ્લેટફોર્મ પર એક દુકાન લઈશ એવું સપનું છે. કોઈને કહેતો ના યાર આ તો વિચાર્યું છે પછી ભગવાનની ઈચ્છા. વિજય આટલું સાંભળીને બોલ્યો અર્જુન બહુ જ સુંદર વિચાર્યું છે તે અને જો એવું થશે તો તારા માતા-પિતાને બહુ જ ખુશ થશે. અર્જુને પૂછ્યું તું? તારું શું સપનું છે? વિજય બોલ્યો યાર સાચું કહું હજી હું કઈ જ નથી વિચારી શકતો, મારી માતા અને બહેનને એક સારી જિંદગી આપવી છે બસ બીજું પોતાના માટે તો કંઈ વિચાર્યું નથી . એટલામાં ટ્રેન આવી જાય છે અને બંને પોતપોતાના કામેે લાગી લાગી જાય છે. (પછી મોન્ટુ આજે ભીખ માંગવા વિજયની બાજુમાં આવીને બેસે છે. )આજે વિજયની સારી કમાણી થઈ હતી એટલે કે રાત સુધી ૧૨૦ રૂપિયા થયા હતા .(આ બધું મોન્ટુ જોતો હતો.)રાતના ૧૦ વાગ્યા એટલે વિજયે પોલીશનો ડબ્બો બંધ કર્યો અને મોન્ટુને કીધું તું મારા પૈસાનું ધ્યાન રાખીશ? હું આયો જરા બે મિનિટ જઈને. (આતો ચોરને જ તિજોરીની ચાવી સોંપી ગયો.)હવે વિજય પાછો આવ્યો ત્યાં સુધી તો મોન્ટુ પણ નહીં અને તેનો સ્ટીલનો ડબ્બો પણ નહીં. વિજય ગભરાઈ ગયો અને મોન્ટુ મોન્ટુ બૂમો પાડવા લાગ્યો. મોન્ટુ તો ચાલ્યો ગયો હતો. વિજય બહુ જ નિરાશ થઇ જાય છે અને કોઈ પોલીશ કરાવવા આવે તેવી રાહ જોઈને બેસી રહે છે પણ થોડા કલાક પછી પણ કોઈ ન આવતા વિજય ડબ્બો ઉપાડવા જતો હતો ત્યાં તો કોઈ વ્યક્તિ તેના ડબ્બા પર પગ મૂકીને બોલ્યો બૂટપોલિશ કરી આપીશ? વિજય એકદમ ઉત્સાહથી બોલ્યો હા, સાહેબ કેમ નહિ લાવો બસ બે મિનિટ ઉભા રહો હમણાં તમારા બુટ ચમકાવી દઉં. તે વ્યક્તિ વિજયનો ઉત્સવ જોઈ ખુશ થાય છે અને બૂટ કાઢીને આપે છે કહે છે લે હું આ બેંચ પર બેસું છું તું કરી દે. કાલે મારે વહેલા મીટીંગ છે તો થયું હમણાં જ કરાવી દઉં. વિજય ફટાફટ ડબ્બો ખોલી પોલીશ કરવા લાગ્યો. બસ એક જ આશાએ કે જે ૫ રૂપિયા મળે અને ઘરે ખાલી હાથે ન જવું પડે. પેલો વ્યક્તિ વિજયને જોયા કરે છે અને પૂછે છે બેટા તું ભણે છે? વિજય કહે છે સાહેબ પિતા નથી, મા અને નાની બહેન છે ઘરમાં, મને બીજું કંઈ આવડતું નથી એટલે આ કરું છું. એટલામાં પોલીશ થઈ જાય છે અને વિજય સાહેબને કહે છે જો સાહેબ તમારા બૂટ ચમકાવી દીધા. સાહેબ વિજયનો ઉત્સાહ જોઈ ખુશ થઇ જાય છે અને કહે છે બેટા કેટલા રૂપિયા આપવાના?વિજય બોલ્યો માત્ર ૫રૂપિયા સાહેબ. સાહેબ બોલ્યા માત્ર ૫? આટલી રાત્રે તે મને બૂટપોલિશ કરી આપી અને તું ૫ રૂપિયા માંગે?વિજયે કીધું સાહેબ આ તો હું ઘરે જતો હતો પણ મારો મિત્ર જે આ જ પ્લેટફોર્મ પર રહે છે તે મારા પૈસાનો ડબ્બો ચોરી ગયો અને ભગવાને તમને મોકલ્યા એટલે મારે ઘરે ખાલી હાથે નહીં જવું પડે. આટલું સાંભળી સાહેબ વિચારમાં પડી ગયા અને ૫૦ રૂ.ની નોટ આપી. વિજય બોલ્યો ના સાહેબ આતો મારા અડધા દિવસની કમાણી છે અને એટલું કામ કર્યા વગર મારાથી ન લેવાય.સાહેબે કીધું લઈલે તારી બહેનને સારું ખવડાવજે.

આ સાંભળી વિજયે પૈસા લઈ લીધા. પછી સાહેબ જતા હતા ત્યારે વિજય તેમને પાછળથી જોયા કરે છે. સાહેબે સુટ પહેર્યો હતો અને કાળી ટોપી. પછી વિજય ફટાફટ સ્ટેશન બહારથી ૩ વડાપાઉં બંધાવીને ઘરે જાય છે અને તેને ખબર પડી કે આજે રાશન પતી ગયું હતું તો જેમતેમ કરી એક રોટલી બહેનને ખવડાવી માતાએ બહેનને સુવડાવી છે અને પોતે પણ ભૂખી સૂતી છે. પછી વિજય ડબ્બામાંથી ૩ વડાપાઉં કાઢે છે અને પછી બધા ખાઈને નિરાંતે સુઈ જાય છે. પછી બીજા દિવસે ગઈકાલની કમાણી ફરીથી કમાવવાની આશાથી વિજય ૬:૩૦નો પ્લેટફોર્મ પર જતો રહે છે. વિજય આસપાસ મોન્ટુને શોધે છે પણ તે દેખાતો નથી. પછી અર્જુન પણ ૭ વાગ્યાની આસપાસ આવ્યો અને બોલ્યો વિજય કેવું છે સવાર પડી ગઈ નઈ આપણી?વિજય બોલ્યો હા ભાઈ થઈ જ ગઈ. વિજય અર્જુનને મોન્ટુ વિષે જણાવે છે.અર્જુન ગુસ્સામાં મોન્ટુને શોધે છે. વિજય બોલ્યો તે આજે નથી દેખાતો હું શોધી ચૂક્યો, તું એ છોડ સાંભળ કાલે મારી મુલાકાત ખૂબ જ સારા વ્યક્તિ જોડે થઈ.અર્જુન ઉત્સાહથી બોલ્યો અલા કોઈ હીરો મળ્યો કે શું તને?? વિજય હસીને બોલ્યો ના ભાઈ શું તું પણ.પછી વિજય ટોપીવાળા સાહેબની આખી વાત કહે છે. અર્જુન બોલ્યો વાહ તારે તો રાત્રે લોટરી લાગી ગઈ.બંને હસતા હતા એટલામાં ટ્રેન આવી અને અર્જુન દોડતો દોડતો બોલતો ગયો તારે ભૂખ્યા ન સુવું પડ્યું એટલે હું ખુશ છું. ચાલ કામે લાગીજા શું ખબર આજે પણ ટોપીવાળા સાહેબ આવે. વિજય હસવા લાગ્યો. આખો દિવસ બંને સરસ કામ કરે છે અને સાંજ પડી એટલામાં પ્લેટફોર્મ પર મોન્ટુ દેખાયો. વિજય અને અર્જુન ફટાફટ તેની પાછળ દોડી તેને પાડી દે છે. એટલામાં મોન્ટુ બૈસાખીમાંથી ચપ્પુ કાઢી બેઉં સામે ધરી દે છે. બંને ડરી જાય છે અને પાછા હટે છે. વિજય બોલ્યો અલ્યા મોન્ટુ આ ચપ્પુ?? (બંને ગભરાયેલા હોય છે.) અર્જુન બોલ્યો તું બૈસાખીમાં ચપ્પુ રાખે? મોન્ટુ આંખો કાઢીને કહેવા લાગ્યો તમે મારાથી દુર રહો. તમે મને હજી ઓળખતા નથી. બંને પૂછે છે પણ તું એવું શું કરે? મોન્ટુ ફરી આંખો કાઢી બોલ્યો વિજય તારા ૧૨૦ રૂપિયા તને આપી દઈશ મારે કામ હતું એટલે લીધા હતા. બંને ચૂપચાપ જોયા કરે છે અને મોન્ટુ ચાલ્યો જાય છે.

પછી બંને વાતો કરવા લાગ્યા મોન્ટુ શું કરતો હશે?

ગુંડો બની ગયો હશે કે શું?

એટલામાં કોઈએ બુમ પાડી પોલિશવાળો ક્યાં ગયો?એટલે વિજય દોડતો દોડતો પોલિશ કરવા જતો રહે છે અને અર્જુન પાછો ફુલ વેચવા લાગે છે. પછી તે જ રાત્રે વિજય ઘરે જતો હોય છે ત્યારે સ્ટેશનની બહાર એક કાળીગાડીમાં તે પેલા ટોપીવાળા સાહેબને જતા જોવે છે સાહેબની નજર પણ વિજય પર પડી અને તે હસી આપે છે ગાડી જતી રહે છે. વિજય પાછો ગાડી જોઇને વિચારમાં પડી જાય છે. જતાં જતાં સરસ વિચારો કરતો જાય છે. અર્જુન બીજા દિવસે આવીને પૂછે છે વિજય તારા સાહેબ આવેલા? વિજયે કીધું ના આવ્યા નહોતા પણ સ્ટેશનની બહાર ગાડીમાં જોયા મારી સામે હસીને ગયા. અર્જુન કે બરાબર.પછી બંને કામે લાગી જાય છે.


વધુ આવતા અંકે.....

મળીએ મિત્રો બીજા ભાગમાં.

પ્રતિભાવ આપવાં વિનંતી.

લેખિકા

DJC

દિશા જે. ચૌહાણ

ડોદરા.