Friendship with strangers - 7 books and stories free download online pdf in Gujarati

અજાણ્યા સાથે મિત્રતા - 7

પહેલા તો માફી માંગું છું🙏.. કંઈક કારણોસર હું MB પર ન હતી.જેથી ભાગ આવતા ખુબ જ વાર લાગી..

આગળ આપણે જોયું કે રાધિકા, રાજ, રિયા અને અભય રાહુલને હોસ્ટેલ છોડવાનું કહીને રૂમ રાખવાનું વિચારે છે. અને અભયના મિત્રના બાજુનું રૂમ ખાલી હોય છે જે રૂમ ભાડે રાખે છે અને તેની સફાઈ કરે છે.
હવે આગળ..
ભાગ-7
રાજ: ચાલો હવે હોસ્ટેલ જઈએ..
અભય: હા...રાધિકા અને રીયા તમે બંને અંયા બેસો..અમે સામાન લઈને આવીએ..
રાહુલ, અભય અને રાજ હોસ્ટેલ સામાન લેવા જાય છે.હજી તો ગેટ પાસે પોહચે,ત્યાં તો વીકી અને તેની સાથે બીજા છોકરાઓ તેને રોકે છે..
વિકી: આ પેલા જ છે ને રાહુલને હોસ્પિટલ લઇ ગયા હતા..
રાજ: હા અમે જ હતા...
વિકી: ઓહોહો એટલો ગુસ્સો...ખબર છે ને હું કોણ છું..
રાજ: હા ખબર છે.
રાજ અને વિકી ની બોલાચાલી થઈ જાય છે. વિકી રાજને ગમે તેમ બોલે છે જે રાહુલ થી સહન નથી થતું. અને તે વિકીને ગાલ પર જોરથી થપ્પડ મારે છે.. વિકી ને બોવજ ગુસ્સો આવે છે,તે એકદમ લાલપીળો થઈ જાય છે..ત્યાં હોસ્ટેલના છોકરાઓ ભેગા થઈ જાય છે.. અને આ બાજુ અભય,રાહુલ અને રાજ અને સામે વિકી અને તેના બે માણસ વચ્ચે થોડીક મારામારી થાય છે.. એટલામાં જ હોસ્ટેલના ટ્રસ્ટી આવે છે અને આ બધાને રોકે છે.અને ઓફીસમાં આવવાનું કહે છે..
બધા ઓફીસમાં જાય છે. ટ્રસ્ટી ખીજાય છે.અને રાજ અને અભયને અંયા આવવાનું કારણ પુછે છે.અભય જણાવે છે. પેલાં તો ટ્રસ્ટી રાહુલ ને હોસ્ટેલ છોડવાની ના પાડે છે. પણ અભય અને રાજ ખુબ જ મનાવે છે અને છેલ્લે તેને
હોસ્ટેલ છોડીને જાવાની રજા મળી જાય છે..
અભય, રાજ અને રાહુલ બોવ જ ખુશ હોય છે.તે રાહુલના રૂમમાં જઈને સામાન પેક કરે છે. રાહુલ આજે બોવ જ ખુશ હોય છે.પણ બીજી બાજુ વિકી બોવ જ ગુસ્સામાં હોય છે. પણ તે અત્યારે ચુપ રહે છે. રાહુલ, રાજ અને અભય હોસ્ટેલના ગેટ પાસે પોહચે ત્યાં પાછળથી વિકી બૂમ પાડે છે.
રાહુલ,રાજ અને અભય ઉભા રહે છે.વિકી બાજુમાં આવીને ધીરે થી બોલે છે હું આજે તો તમને જવા દવ છું પણ એક વાત યાદ રાખજો બદલો તો જરૂર લઈશ..
રાજ,રાહુલ અને અભય ખુશ હોય છે તેથી જવાબ આપ્યા વગર રૂમ પર જાય છે..સામાન જોતા જ રીયા અને રાધિકા પણ ખુશ થઈ જાય છે. પણ જયારે તેની નજર રાજના હાથ પર પડે છે.
રિયા: આ શું થયું..
રાધિકા: કોની જોડે ઝઘડો કરીને આવ્યા..અંદર આવો..
અભય: કાંઈ નઈ વિકી જોડે થોડીક મારામારી થઈ ગઈ તો થોડીક છોલછાલ થઈ છે. હું ને રાહુલન તો થકી છીએ પણ રાજને થોડુક લોહી નીકળ્યું છે..
રિયા રાજના હાથમાં પાટો બાંધે છે.. અને રાહુલનો સામાન ગોઠવે છે..
રાધિકા: આ કામ તો થઈ ગયું હવે કોલેજમાં એડમિશનનુ શું થશે..
અભય: કાલે હું અને રાહુલ કોલેજમાં જઈને એડમીશન ફોર્મ ભરી લેશું.. એમ પણ હવે નવું સેમેસ્ટર ચાલું થવાનું છે...
રાજ: હા, અને અમે ત્રણ પણ કોલેજમાં આવવાનાં છીએ..
રિયા: હા યાર સારા ટકા આવે તો સારુ..
રાધિકા: ઓ... વધારે નોટંકી ના કર મારા અને રાજ કરતા તો સારું જ આવશે રીઝલ્ટ તારુ...
બધા હસે છે. અને થોડીકવાર બેસીને પોતપોતાનાં ઘરે જાય છે..બીજા દીવસે અભય અને રાહુલ કોલેજ જાય છે. ત્યાં એડમિશન ફોર્મ ભરે છે.....
ત્યાં રિયાનો કોલ આવે છે..રિયા રડતાં અવાજે હોસ્પિટલે આવવાનું કહે છે. અભય અને રાહુલ ફટાફટ હોસ્પિટલે પોહચે છે.
ક્રમશ :


હવેથી દર ગુરુવારે વાર્તાનો એક ભાગ આવશે..
આભાર....
જય શ્રી કૃષ્ણ 🙏🙏