India to Bharat - 2 books and stories free download online pdf in Gujarati

INDIA to ભારત - 2

આપણી ત્રણ ચાર પેઠી પેલાજ જયારે આપણા વડીલો બાર ખરીદી કરવા જતા ત્યારે આવીને પેલા હાથ પગ ધોતા પછી ઉંમરો ઓળંગતા, અને મહેમાન આવતા ત્યારે એના પગ પાંખડાતાં એ આપણી સંસ્કૃતિ હતી, અત્યારે કોરોના માં બળજબરી પૂર્વક કરીયે એ ત્યારે સહજતા થી કરતા, કેમકે આપણા લોકોને ખબર હતી કે માનવ તરીકે સારી રીતે જીવવા માટે, સ્વસ્થ આયુષ્ય એને બોગવવા માટે શું શું જરૂરી છે એની તમામ ક્રિયાઓ, તમામ પદ્ધતિઓ,તમામ રીતિ-રિવાજો એ આપણા ઋષિમુનિઓએ સ્થાપિત કરીને એને ધર્મ સાથે જોડીને વિજ્ઞાન ને ઉજાગર કરી દીધા,

આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ ની અંદર કોઈ પણ બાબત ની અંદર વિજ્ઞાન જોડાયેલું છે, આને સમજવું પડે

આપણા લોકો નમસ્કાર કરતા, આપણને શું આલિંગન કરતા નથી આવડતું ! આવડતું જ, પરંતુ નમસ્કાર કહેવાથી એક અંતર ની જરૂરિયાત છે અને એના કારણે જે બાર ફરતો માણસ હવામાં ઘણા જીવાનું ફરતા હોય છે, તો બાર ફરતો માણસ સ્વાભાવિક એના શરીર પર એના કપડાં પર જીવનું હોય છે, આપણે ત્યાં સ્વાથ્ય ની ચિંતા આપણા પેલા હજારો વર્ષો પેલા ઋષિમુનિ એ કરીતી, એટલા માટે આ પદ્ધતિ આવી કે નમસ્કાર કરો દૂર ઉભા રહો અને બાર થી આવેલા છે તો હાથ પગ મોઢું ધોવો, રસોડામાં જાવ છો તો હાથ પગ ધોઈને રસોઈ બનાવવા જાવ, રસોઈ બનાવોછો તો પેલા વાસણ ધોવો આ બધું આપણે પેલા હતુજ નવાઈની વાતજ નથી, આપણા ઋષિમુનિયો અગાઉથી સીખવાળીને ગયા હતા,

પરંતુ આ બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ અને હજાર બારસો વરશ નો જે ગુલામી કાળ રહ્યો એની અંદર ભારતીય સમાજ ને એનાથી અળગો કરવામાં આવ્યો, અને અંગ્રેજો ના સમય માં આપનો ઇતિહાસ,આપણી પદ્ધતિ,આપણું વિજ્ઞાન,આપણી પરિવાર પદ્ધતિ, આપણી સામાજિક વ્યસ્થા,આપણી ઉદ્યોગ વ્યવસ્થા , આપણી શિક્ષણ વ્યવસ્થા , આપણી સાશન વ્યવસ્થા , આપણી રાજકીય વ્યવસ્થા, આપણી આર્થિક વ્યવસ્થા આ બધી વ્યવસ્થા એને તોળ- ફોળ કરીને એને મેકોલ પદ્ધતિ દાખલ કરી અને મેકોલ પદ્ધતિ માં આપણે શિક્ષિત થયેલા એ પ્રકારના અંગ્રેજો ગયા પછી અંગ્રેજીયત સ્વીકારીને એને રાખીને આપણે બધા ચાલનારા લોકો છીએ, એના માટે એના કારણે આપણે જાણવાની જરૂર છે

આપનો પ્રાચીન ભારત, વૈદિક ભારત એજ આધુનિક ભારત તરીકે પણ વર્તમાન સમય ની અંદર પણ પ્રસ્થાપિત થઇ શકે છે અને એ પ્રસ્થાપિત થશે તો દુનિયા તમામ પ્રકારે સુખી અને સમૃદ્ધ થવાની પુરે પુરી સંભાવના છે, એ આ મહામારીયે આપણને બધા ને સીખવાળ્યું છે,

આ મહામારીયે આપણને સીખવાળ્યું છે એ પેલા કોઈ પાસે સમય નોતો, પોતાની આવડત ને ના બાર લાવીશકાતા, ગમતું કરવાનો સમય નોતો,કોઈને મળવાનો સમય નોતો, આપણાથી એક કે બે આગળની પેઢી જોઈશુંતો પરિવારો અરસપરસ નો સંપર્ક,સંવાદ,સંબંધ ની એક વિશેષ ચેનલ હતી ફ્રીકવન્સી હતી કે સગાવાળા, મિત્રો, શ્નેહીજનો એની સાથે અવારનવાર મળવા માટે જવાનું, એમના ઘરે બેસવાનું આ બધું થોડા સમય ની અંદર નોકરીના નામે, સિંગલ ફેમિલી ના નામે, સમય નથી માનસિકતા બની મળતો, ટેક્નોલોજીના નામે, એક કામ સાથે બીજા બે-ત્રણ કામ સાથે કરવાના નામે માણસ ને માણસ સાથે મળવાનો સમય નથી આવી રીતો ખુબ ચાલતી હતી,

અને પ્રક્રુતિ નો નિયમ છે કે પ્રક્રુતિએ માણસ નું સર્જન કર્યું અને ભારતીય સંસ્કૃતિ માં કીધેલુજ છે કે માનવ અને સૃષ્ટિ આ બને એક બીજાની સાથે જોડાયેલા એકબીજાના પર્યાયી છે, માનવ સૃષ્ટિ વગર રઈ શકવાનો નથી, અને સૃષ્ટિ માનવ વગર ચોક્કસ રઈ શકવાની છે, એ નવી સૃષ્ટિ ઉભી કરશે એ નવા માનવ ઉભા કરશે પરંતુ મનુષ્ય તરીકે આપણે વિજ્ઞાન ના રસ્તા પર ચાલ્યા, ટેક્નોલોજી ના રસ્તા પર ચાલ્યા, ભૌતિકવાદ ના રસ્તા પર ચાલ્યા,સામ્રાજ્યના રસ્તા પર ચાલ્યા, વિસ્તારવાદ ના રસ્તા પર ચાલ્યા એટલે એક માનસિકતા બની કે સૃષ્ટિ મારીજ છે મારા માટેજ બની છે, એટલે આપણા પુરાણો અને વેદો માં કીધુંજ છે કે સૃષ્ટિ માં જે કઈ પણ છે પ્રકૃતિમાં દોહન કરવાની પદ્ધતિ પણ આપણી ત્યાં છે અને ભારત ની બારના દેશો માં પ્રક્રુતિ ને શોસણ કરવાની પદ્ધતિ છે, અને આ પ્રકૃત્તિ નું વધારે શોસણ કર્યું , મર્યાદા ઓળંગીને શોસણ કર્યું એટલે આ મહામારી ઉભી થઇ છે અને ભવિષ્ય માં અનેક સંભાવનાઓ છે એ જાણકારો, ચિંતકો ક્યે છે આપણને,

પ્રક્રુતિ નું દોહન ના બદલે શોષણ કરવાનું આ મહામારીયે આપણને ચેતવવા આ સમય પ્રકૃતિએ ઉભો કરેલો છે, પ્રકૃતિ એનું કરેલું શોસણ એને પાછું ડેવલોપ કરવા એ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એટલેજ ભારત માં દોહન કે જેટલું જોઈએ એટલુંજ પ્રક્રુતિ પાસે લો એમાં ગાયનું પણ ઉદાહરણ આપવામાં આવેલું છે કે ગાયને દોતાં પેલા એના વાછરડાને ધવડાવવામાં આવે છે બે આંચળ એના માટે રાખવામાં આવે અને બે આંચળ નું દૂધ આપણા માટે, એટલે આ પદ્ધતિ છે દોવા માટેની એટલે એને દોહવાનું કીધું છે એને બીજું નામ નથી કેવાતું, પ્રકૃતિએ આપણા માટે એ બનાવ્યું એટલે બે આંચળ નું દૂધ આપણું અને બે આંચળનું વાછરનું અને આપણે ચારેય દોવા લાગ્યા તો વાછરનું શુ ? તો એ ગ્રાહ્ય નથી તો આ પ્રકારનું ભણેલાગણેલા, સિક્ષિતથયેલા, ટેક્નોલોજી વાળા, વિજ્ઞાન ને શીખેલા, ભૌતિકવાદ માં પડેલા માનવ સમાજે પ્રકૃતિમાતાનું દોહન કરવાના બદલે એનું શોષણ કરવાનું જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આ પ્રકૃતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભવિષ્ય માં સેંકડો વર્ષો સુધી માનવો માટે એને જાળવી રાખવા માટે એનો ચમત્કાર એનો પ્રકોપ બતાવે છે, એ પ્રકોપના વર્ષો આપણે આ સમય પ્રમાણે જોઈ રહ્યા છીએ,

આપણે સમજવું પડશે કે ભારતીય પદ્ધતિ છે જે અક્ષીર પદ્ધતિ જે છે એમાં મનુષ્ય કલ્યાન ની ચિંતા છે એમાં વિશ્વ કલ્યાણ ની ચિંતા છે, આપણે કઈએ છીએ કે

"वसुदेव कुटुम्बकम"

આખું વિશ્વ અમારું કુટુમ છે, દુનિયાના બીજા કોઈ દેશ માં નથી બોલાતું, દુનિયાના બીજા કોઈ પંથ સંપ્રદાયો માં નથી બોલાતું, દુનિયાના કોઈ બીજા ધર્મગ્રંથ માં પણ નથી કીધેલું,

ભારત માત્ર એક એવો દેશ છે જેના શાસ્ત્રો માં કીધેલુ કે વસુદેવ કુટુંમ્બક્મ આખું વિશ્વ અમારું કુટુંબ છે પરસ્પર જોડાઈને રઈસુ , પરસ્પર ની આત્મીયતા થી જોડાઈને રઈસુ,


"कुँवंतु विश्वमाँर्यम" આર્ય એ ગુણ છે, શ્રેષ્ઠ વ્યક્તિ છે એ આર્ય છે, એટલેજ આપણા ઋષિમુનિઓએ કીધું કે આખા વિશ્વ ને કુલવંતુ વિશ્વમાર્યમ બનાવીશુ, આખા વિશ્વ ને શ્રેષ્ઠ કરીશું, આખા વિશ્વ ને માનવ સમુદાયના કલ્યાણ માટે અગ્રેષર બનાવીશુ,

"शर्वेभवंतु सुखिनासंतु" આ આપણામાં કેજ છે દુનિયામાં કોઈ પણ પોતાને મહાન ગણતા હોય પણ કોઈની તાકાત નથી સર્વેભવન્તુ સુખીનાસંતુ કેવાની, એક ભારત જ એવો એક દેશ છે જેની પાસે આ એક તાકાત છે, અને એને સાકાર કરવાની પદ્ધતિ એની પાસે છે એની માટે એક ઉદાહરણ છે કે

'કીડી ને કણ, હાથી ને મણ'


ક્રમશઃ.....