YUDHDHA - 1 books and stories free download online pdf in Gujarati

યુદ્ધ - 1

સાંજ હતી એ અષાઢ મહીના ની. ગર્જના કરતા એ વાદળો સાથે મુશળધાર વરસી રહયા હતા. ધોધમાર વરસતા વરસાદ થી નદી એ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.
પ્રચંડ યુદ્ધ હતું એ મેઘરાજા અને ધરતી નું. જાણે કે આભ તુટી પડયું હોય એમ મેઘરાજા નો પ્રહાર ધરતી માટે સહન કરવો મુશ્કેલ બની રહ્યો હતો.
અચાનક પ્રગટ થતા ઝરણાઓ ની હારમાળાઓ જાણે કે એના ખળખળ વહેતા અવાજ થી વાતાવરણ ને નવો આકાર આપી રહી હતી. મેઘરાજા એ મન મુકી ને ધરતી ને જળ રૂપી રસ થી તરબોળ કરી મુકી હતી.
મુશળધાર વરસાદ માં બાળકો નું એક ટોળું કિલ્લોલ કરી ને મજા માણી રહ્યુ હતું, એવામાં આ ટોળાં માંથી એક નાનકડી જાન પાણી ના ધસમસતા પ્રવાહમાં જાણે કે જીવન અને મૃત્યુ વચ્ચે પોતાની જાન બચાવવા ના મરણીયા પ્રયાસો કરી રહ્યુ હતું.
આ જ ક્ષણે એક યુવતી ની નજર ત્યાં પડી. હશે આશરે પચીસેક વરસ ની યુવાન. સાગર ની માફક વિરાટ ઊંડાણ ધરાવતી એની નશીલી આંખો, કમળ કરતા પણ કોમળ હોઠ , તેજસ્વી લલાટ , રેશમ ને પણ શરમાવે એવા સુંદરતા પ્રદાન કરતા લાંબા વિખરાયેલા વાળ , શરીર ને વળાંક આપતો એનો આકર્ષક બાંધો તથા આગવી છટા સાથે કુદરતે એ બાળક ને બચાવવા માટે જાણે કે કોઈ અપ્સરા રૂપી કોઈ દેવી શક્તિ ને અવતરવા દીધી હતી.
ધડીકભર માં તો એ આંખ ના પલકારામાં જ પાણી ના એ ધસમસતા પ્રવાહમાં તરવૈયા ની માફક કુદી પડી. તરવરાટ સાથે એ બાળક પાસે પહોંચી અને તેને પોતાની બાહો માં છાતી સરસું ચાંપી લીધું અને પોતાની બાથ માં લઈ ને એ પ્રવાહ માંથી બહાર કાઢયું.
તબીયત ખુબ જ નાજુક હોવાથી બાળક ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું . અને યુવતી એ પણ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ. ત્યાં જ રસ્તા માં ચાલતા ચાલતા ફેફસા માં પાણી જવાને લીધે એ રસ્તા માં જ બેહોશ થઈને પડી ગઈ.
શ્વસન માર્ગ માં પાણી જવાને લીધે શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હતી. તેથી હૃદય ને પુરતો ઓકસીજન ન મળતો હોવાથી એ ખુબ ઝડપથી ધબકતુ હતું. જો સમયસર સારવાર ન મળે તો એની જાન ને જોખમ હતું.
વાહનો ની અવરજવર પણ ઓછી હતી એવામાં એક મરૂન કલર ની કાર ત્યાંથી પુરપાટે પસાર થઈ ગઈ. ત્યાં જ આંખ ના પલકારામાં કાંઈક ભુલાતું હોય એમ પાછો યુ ટર્ન લીધો અને એ યુવતી ની બરાબર લગોલગ આવી ને ઊભી રહી ગઈ.
એ મરૂન રંગ ની કાર માંથી એક નવયુવાન ઊતર્યો. કદાચ બે - ત્રણ વર્ષ વધારે હશે એની ઊંમર પેલી યુવતી થી. રહસ્યમયી એની આંખો, ખડતલ શરીર , એના ચહેરા ને શોભતી થોડી દાઢી ,વ્હાઈટ શર્ટ અને જીન્સ તથા પગ માં સ્પોર્ટસ શુઝ સાથે એ સોહામણો લાગતો હતો.
પેલી યુવતી ને પોતાના કસાયેલા હાથ વડે ઊંચકી ને પોતાની કાર માં સુવડાવી તેને હોસ્પિટલ લઈ ગયો. સારવાર મળતા જ થોડા સમય માં એ યુવતી ને હોશ આવી ગયો અને તે ગભરાઈ ગઈ.
કોઈ અજાણ્યા યુવકને જોઈને તેણી ના મનમાં અનેક સવાલો નું તોફાન શોર મચાવી રહ્યુ હતું. યુવક પણ એકીટશે પેલી યુવતી ની હર એક હરકત નું ખુબ જ ઊંડાણ પુર્વક નિરીક્ષણ કરી રહયો હતો.

અચાનક એ યુવતી ની આંખો માંથી દડ...દડ...દડ મોતીરૂપી આંસુ વહેવા લાગ્યા. તેણી ની પાસે શબ્દો જ નહોતા , આભાર વ્યકત કરવા માટે. બસ એણે પોતાની લાગણી અશ્રુંઓ માં જ વહેવા દીધી હતી.

યુવક પણ તેણી ના વણકહયાં શબ્દો ને સમજી ને તેણી ની પાસે ગયો અને બેઠો. યુવતી અસમંજસમાં હતી , કયાં થી વાત શરૂ કરવી. !! એની અશ્રુધારાઓ બંધ થવાનું નામ જ ન લેતી હતી .
આ તરફ યુવકે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને બીજા હાથ થી પોતાના રૂમાલ વડે તેણી ના અશ્રું ઓ ને રોકવાનો પ્રયાસ કર્યો . યુવતી નું હૃદય જાણે કે ધબકારો ચૂકી ગયું. અને એકીટશે પેલા ના ચહેરા સામું જોઈ રહી.
ધડીકભર નું મૌન એમ જ છવાઈ રહયું. બંને ની આંખો એકબીજા ના ભાવ ને ઓળખવા ની કોશિશ કરતી હતી. કહેવાય ને , માણસ નાં શબ્દો કરતા એની આંખો વધુ સાચું બોલે છે. બસ એ જ રીતે બેઉ જણા એકમેક નુ સત્ય શોધતા રહયાં , એકબીજા ની આંખો માં...

આગળ ની સ્ટોરી હવે પછી ના ભાગ માં....

(ક્રમશઃ)

- Meera vala