second chans - 2 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચાન્સ ભાગ ૨

સેકંડ ચાન્સ.

કેટલાક લોકો પોતાનાં જીવન માં લગ્ન નથી કરવા માગતાં એ પછી છોકરો હોય કે પછી છોકરી તો એના શું કારણ હોઈ શકે.

કારણો બન્ને માટે એકજ છે.

1.મહત્વાકાંક્ષી લોકો, જે લોકો ને લગ્ન કરતાં પહેલાં, પોતાનાં જીવન માં કઈક કરવું છે. અને એક વાર એ કોઈ સબંધ માં ધોખો ખાઇ ચૂક્યા છે.

2. એ લોકો જેણે લગ્ન જેવા સબંધ ઉપર વિશ્વાસ રહ્યો નથી. જે માને છે, લગ્ન એક ડીલ છે.

3. અમુક લોકો માને છે હું આ લગ્ન ની જવાબદારી નાં ઉપાડી શક્યો તો! એ વિચારે છે અત્યારે હું ખુદ પોતાની જવાબદારી નથી ઉપાડી શકતો ત્યાં લગ્ન ક્યાંથી કરી શકું.

4. જીવન માં મને કોઈ રોક ટોક નથી જોતી! એકલાં રહેવા થી હવે ટેવાઈ ગયા છે. જેને ડર લાગે છે લગ્ન નાં નામ થી!

5. અગર માતાપિતા ને ગમતું કરવાથી પણ સમય જતાં ખબર પડશે મને ગલત પાત્ર મળી ગયું છે, ક્યાં સુધી એ લગ્ન નો બોજ હું u
ઉપાડી શકીશ.

6.ક્યાં સુધી હું હંમેશાં બધાં પ્રકાર ના સમજોતા કરતો રહીશ. હવે નહિ થઈ શકે કોઈ સમજોતા મારાથી.

7. એ લોકો ડરે છે, જવાબદારી થી, આગળ જતાં બાળક થયું અને હું એણે સારું ભવિષ્ય નાં આપી શકું તો!

8.હું જે સબંધ માટે બધું કરી છૂટું, એ સબંધ માં ફરીથી એક વાર દગો મળશે તો મને.

⭐કોઈ ને કોઈ બધાને જૉયતું હોય છે. ફર્ક એટલો છે કે, માણસો ખોટાં attitude ma rahi jay chhe.


અમુક લોકો ઘણીવાર બીજા સબંધ માં જોડાવવા ઈચ્છે છે, અને એ લોકો ડરે છે, ફરીથી હ્રદય ને એ તકલીફ નથી દેવી, એટલે એ લોકો એકલાં રહેવા લાગે છે.

🍂અમુક ઉંમર પછી પણ કોઈ ની સગાઈ નાં થઈ તો લોકો એણે જજ કરવા માંડે છે.અને બુજુંકે આવા લોકો નાં સવાલો સાંભળો તમે.

1. જો છોકરી હોય તો...
એ તું ક્યાંક ઓલી તો નથી ને, અરે "લેસ્બિયન."

2.જો છોકરો હોય તો..
એ તું પેલો શું કહેવાય તે એણે, તું " ગે" તો નથી ને.


આવા સવાલો પૂછવા વાળા ને હું મંદ બુદ્ધિ કહીશ. લગ્ન નાં કરવાથી લોકો કંઈપણ બોલે છે.


સબંધો માં આપણી લાગણીઓ નું રોકાણ થાય છે. અને જ્યારે કોઈ આપણી લગણીઓ ની મજાક ઉડાવે છે, ધુધકારે છે, તો બહુજ હ્રદય દુખે છે.

લોકો સબંધ બાંધવાથી નથી ડરતો, પરંતુ એ સબંધ ને કેમ કરી નિભાવવી જાણવા એ વાત થી ડરે છે.

સેકંડ ચાન્સ લેવો પોતાનાં માટે પણ એમાં સમય લાગે છે, ઘણીવાર તો બે લોકો ફક્ત પોતાનાં ઇગો માં આગળ નથી વધી શકતાં.


ઘણીવાર બીજીવાર કોઈ સબંધ માં જોડાવવું એટલાં માટે મુશ્કેલ બની જાય છે જ્યારે ભૂતકાળ નાં સમય માં તૂટેલાં સબંધ નાં બધાં દોષ તમારા માથે નાખી દેવામાં આવ્યા હોય છે. જ્યારે દુનિયા તમને વિલન સમજતી હોય છે. અને જે લોકો બીજીવાર સબંધ માં જોડાય છે, એ લોકો નાં જીવન માં એમણે પોતાની જાત ને એક પરિક્ષા આપવાની હોય છે. હવે આ સબંધ માં મારાથી ભૂલ નાં થવી જોઈએ. અને કોઈ એક જો સતત સબંધ ને નિભાવવા માટે તત્પર હોય ત્યારે પાછું કોઈ ખોટું પાત્ર મળી જાય ત્યારે એ શું કરે, આવા વિચારો સેકંડ ચાન્સ માં આવતા સબંધો ને લોકો ને રોકે છે.

લોકો માટે કદાચ ટીપણી કરવી ખૂબજ સરળ હોય છે. પરંતુ જે બીજીવાર પોતાનાં નવું જીવન નું નિર્માણ કરે છે,ફક્ત એ જાણે છે કે એના જીવન માં એ કંઈ પરિસ્થિતિ માંથી જીવતો હોય છે. જે લોકો સાચા હોય છે ને એ લોકો માટે બહુ કઠિન હોય છે, પોતાનાં સબંધો ને કઈ રીતે જીવે.