sneh nu sagpan - 1 PDF free in Fiction Stories in Gujarati

સ્નેહ નું સગપણ - 1

અનન્યા બાળપણથી અંતર્મુખી મનની વાત જલદી કોઈ ને પણ ના કહે ,ઓછા બોલી, શરમાળ, અને લાગણીશીલ એવો એનો સ્વભાવ.તેણે કિશોરાવસ્થામાં પગ મુક્યો ને તેની સામેના ઘરમાં અનંત અને તેની ફેમીલી રહેવા આવ્યા નવા નવા આવ્યા હતા, અને હજી સામાન પણ ગોઠવવાનો બાકી હતો એટલે અનન્યા ને તેના મમ્મી જાનકી બહેન એ કહ્યું કે જા સામેના ઘરમાં આ ચા અને નાસ્તો આપી આવ, અને હા તેમને કહેતી આવજે કે સાંજે જમવાનું આપણે ત્યા બનાવ્યું છે, અને બીજી કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે જણાવશો.

અનન્યા તો ચા ની ટ્રે લઈને ગઈ, ડોરબેલ વગાડયો એટલે અનંતે દરવાજો ખોલ્યો અનન્યા તો અનંત ને જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ .ન કઈ બોલે કે ચાલે ત્યા દરવાજા પાસે સ્થિર થઈ ગઈ. અનંતે કહ્યું તમે સામેના ઘરમાં રહો છો ને? પણ અનન્યા એ કોઈ જવાબ ન આપ્યો એટલા માં અનંત ના મમ્મી સુધા બહેન અનુ કોણ આવ્યુ છે ની બુમ પાડતા આવ્યા ને તેમનાં અવાજ થી અનન્યા ઝબકી.

જોને મમ્મી આ સામેના ઘરમાંથી આવ્યા લાગે છે પણ કોઈ જવાબ નથી આપતા, એટલે અનન્યા નમ્રતા થી બોલી આન્ટી મારા મમ્મીએ તમારા બધા માટે ચા અને નાસ્તો મોકલ્યો છે, અને તમારા બધાનુ આજનું જમવાનું અમારે ત્યાં છે એમ કહ્યુ છે.

સુધા બહેન ટ્રે હાથમાં લેતા હસીને બોલ્યા અરે દિકરા આ બધાં ની શું જરૂર હતી ,અરે આન્ટી જરૂર કેમ નથી તમે બધા થાકી ગયા હશો? ચા પી ને ફ્રેશ થઈ જાવ હું જાઉ છુ, અને હા કંઈપણ કામ હોય તો વિના સંકોચે જણાવજો.

સાંજે અનન્યા ના ઘરે ડાઈનીંગ ટેબલ પર બધા ગોઠવાયાં એટલે જાનકી બહેને જમવાનું પીરસ્યું,રસોઈ તો ખૂબ સ્વાદિષ્ટ છે. તમારા હાથમાં તો સાક્શાત્ અન્નપૂર્ણાનો વાસ છે અનંત ના પપ્પા વસંત ભાઈ વખાણ કરતા બોલ્યા, અરે ભાઈ આજે રસોઈ મારી અંનુ એ બનાવી છે જાનકી બહેને હરખાતા કહ્યું, અરે વાહ અનન્યા આટલી સરસ રસોઈ પણ બનાવે છે? કાશ ભગવાને મને પણ આવી એક દિકરી આપી હોત તો કેટલું સારું હોત ,અરે સુધા બહેન અમારી અંનુ એ તમારી દિકરી જ છે ને જયારે જરૂર પડે બોલાવી લેજો જાનકી બહેને મુખવાસ આપતા કહ્યું.

જમી ને બધા ડ્રોઇંગરૂમ માં બેઠા એકબીજા સાથે કામ ની વાતો કરી ,સુમીત ભાઈ બોલ્યા હું એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરું છું ઘરમાં હું જાનકી,અનન્યા અને અમારો દિકરો ઈશાન છે ચાર વ્યકિતઓનુ નાનું અને પ્રેમાળ કુટુંબ છે.તમારી ફેમીલી ખૂબ સરસ છે. વસંત ભાઈ બોલ્યા હું પોલીસ લાઈનમાં છું મારુ ટ્રાન્સફર થયું એટલે અમારે અહીં આવવું પડયું ઘરમાં હું સુધા અને અમારો દિકરો અનંત બસ ત્રણ વ્યકિત છીએ.બન્ને ફેમીલી એકબીજા સાથે કામ ની વાતો કરી અને આવતી કાલે સુધા બહેને તેમને ત્યા ડિનર માટે અનન્યા અને તેનાં ફેમીલી ને આમંત્રણ આપ્યુ જાનકી બહેને ઘણી ના કહીં કે પહેલાં તમે સરખા સેટલ થઈ જાવ પછી જમવાનું ગોઠવાશે, પણ સુધા બહેન અને વસંત ભાઈ તેમની એક વાત ન સાંભળી અને આગ્રહ કર્યો કે આવવું તો પડશે જ ને વિદાય લીધી...

થોડા દિવસો માં તો બન્ને ફેમીલી એકબીજા સાથે એટલી હળી મળી ગઈ કે ન પુછો વાત, હવે તો અનંત અને અનન્યા સારાં ફ્રેન્ડ બની ગયા,અનન્યા ના કોલેજમાં જ અનંતને એડમિશન મળી ગયું હવે તો બન્ને સાથે કોલેજ આવે ને જાય.અનંત કોલેજ લાઈફ એન્જોય કરવમાં એટલો મશગુલ હતો કે ભણવા માં બીલ-કુલ ધ્યાન આપતો નહીં, આખો દિવસ મસ્તી કરવી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવું, લેક્ચર દરમિયાન ધ્યાન ન આપવું, મુવી જોવા જવું, મિત્રો સાથે રખડપટ્ટી કરવી આ બધી એની રોજ ની આદત.

આખો દિવસ રખડપટ્ટી કરે ને પછી અનન્યા પાસે નોટબૂક લેવા માટે આવે અંનુ કહે જા નહીં આપું પેલી ચાપલીઓ સાથે ફરે છે તો એમની પાસે માગ હું મારી બુક્સ નથી આપવાની. અનંત મીઠી મીઠી વાતો કરે,અનન્યા ના વખાણ કરે, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એવાં મસ્કા મારે એટલે અંનુ પીગળી જાય ને અનંત ને નોટબુક આપી દે.

ધીમે ધીમે અનન્યા મનોમન અનંત ને પસંદ કરવા લાગી ,જાણે વર્ષો જુનું અનંત સાથે સ્નેહ નું સગપણ હોય.એની દરેક ખામી પણ એને ખુબી લાગવા માંડી ,અંનુ તેની દરેક વાત માં તેને સાથ આપતી પછી ભલે તે સાચું હોય કે ખોટું ,તેની નોટબુક પણ તે લખી આપતી ,તે ફ્રેન્ડ સાથે મુવી જોવા કે પાર્ટી કરવા જાય તો અનન્યા સુધા બહેન પાસે ખોટું બોલે કે અનંત તેનાં ફ્રેન્ડ ને ત્યા ભણવા ગયો છે...


(ક્રમશ)

Rate & Review

bhavna

bhavna Matrubharti Verified 3 years ago

M shah

M shah 3 years ago

Nice

Jainish Dudhat JD

સરસ છે સ્ટોરી

Komal

Komal 3 years ago

Kamlesh

Kamlesh 3 years ago

ખુબ સુંદર રજુઆત...