badlaav - 3 books and stories free download online pdf in Gujarati

બદલાવ - 3

કિલ્લા ની બહાર આવતા જ બંને ભાઈઓ એ નક્કી કર્યું કે આપણે નજીક ના ચર્ચ માં જઈએ વિક્રમે ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢી અને બંને ભાઈ ચર્ચ તરફ આગળ વધ્યા કિલ્લા થી ચર્ચ નો રસ્તો થોડો આડા અવળો હતો. વિક્રમે ફરી મેપ ચાલુ કરી રસ્તો જોયો.
ચર્ચ આવી ગયું ચર્ચ બહારથી જ એટલું ભવ્ય હતું કે બંને ભાઈઓ જોતા જ રહી ગયા સમર ને વિચાર આવ્યો કે આ ચર્ચ બહારથી જ આટલું સુંદર છે તો અંદર થી કેવું હસે.
સમર અને વિક્રમ ચર્ચ ની અંદર પ્રવેશે છે ત્યાંથી જ બંને એક નજરે અંદર ની બધી વસ્તુ જોયા કરે છે બેન્ચ વ્યવસ્થિત ગોઠવેલી હતી. અને બંને સાઇડની દીવાલો ઉપર એવી તો પેઇન્ટિંગ હતી કે જાણે હમણાં જ એ બધા જીવંત થઈ જસે
જાણે એ પોતે ભગવાન ઇસુ ના સમય માં આવી ગયા હોય એવું એમને મેહસૂસ થતું હતું.
બંને ભાઈઓ એકદમ ભગવાન ઇસુ ની પ્રતિમા પાસે આવી ગયા હતા.અને પોતાની રીતે બંને હાથ જોડીને પ્રાર્થના કરવા ઊભા રહી ગયા સમર અને વિક્રમે મનોમન પ્રાથના કરી કે હે ઈશ્વર જીવનરૂપી સાચો માર્ગ બતાવજો.અને બધાનું ભલું કરજો પ્રાથના કરીને સમર હજુ પાછળ ફર્યો જ હસે કે એને એક સુંદર યુવતી દેખાઈ બંને આંખો બંધ કરીને એ હાથ આગળ પાછળ ઉપર નીચે કરીને એવી રીતે પ્રાર્થના કરી રહી હતી કે કદાચ એ પોતે ખ્રિસ્તી હસે એવું લાગ્યું.
સમર એક નજરે એને જોતો રહ્યો આવી યુવતી એને હજુ સુધી ક્યારેય જોઈ નહોતી મસ્ત મોટી આંખો નમણું નાક અને ગુલાબી હોઠ એને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હતા એને એવું લાગ્યું કે જાણે એ કોઈ પરીને જોઈ રહ્યો હોય એક દમ મસ્ત મગન લાગતી આ યુવતીએ સમર નું દિલ ચોરી લીધું હોય એવું સમર ને મેહસૂસ થવા લાગ્યું હતું.
સમરને એવી ઈચ્છા થઈ કે હું એની સાથે કંઇક વાત કરું એને પૂછું કે તું કોણ છો ક્યાંથી આવી છો ક્યાં રહે છે.સમર તો જાણે ગાંડો બની ગયો હતો એવું પોતાને લાગ્યું કે આ શું થાય છે મને છોકરીઓ સાથે ઓછી અને જરૂર પડતી વાત કરનારો સમર આજે અજાણી યુવતી તરફ આકર્ષાય છે.
એને જોવામાં ને જોવામાં જ વિક્રમ આગળ નીકળી ગયો હતો એનું એને ભાન ના રહ્યું.બસ એક નજરે એ પેલી યુવતી ને જોયા જ કરતો રહ્યો. વિક્રમને જ્યારે ખબર પડી કે ભાઈ તો પાછળ રહી ગયો છે તો પોતે પાછળ નજર કરે છે અને સમર ને બોલાવવા માટે જાય છે ત્યાં જ જોવે છે કે સમર કોઈને જોઈ રહ્યો છે વિક્રમ એ તરફ નજર કરે છે તો જોવે છે કે ત્યાં એક પ્રાર્થના કરતી યુવતી ઊભી છે અને સમર એક નજરે એને જોવે છે. પોતાના ભાઈને આવી રીતે કોઈ યુવતી સામે જોતા એને પેહલી વાર જોયો હતો એને આશ્ચર્ય થયું કે આ શું છે.પછી વિચાર આવ્યો કે ભાઈ હવે કોલેજ માં આવ્યો છે તો કદાચ કોઈ સ્કૂલ ફ્રેન્ડ હસે.પછી વિક્રમ સમર ની નજીક જાય છે અને ધીમે થી બોલે છે કે ભાઈ હવે આપણે આગળ જઈએ. સમર વર્તમાન માં આવે છે અને જોવે છે કે એને વિક્રમ કઈ કહી રહ્યો હતો.
હા વિક્રમ જઈએ એવું કહીને બંને આગળ વધે છે.
ભાઈ એ છોકરી તારા કોલેજ માં ભણે છે? ઘણા સમય થી આ વાત પૂછવા માટે આતુર વિક્રમે મૌન તોડીને પૂછી જ લીધું .
ના એમ કહીને જાણે સમર ને કઈ ખબર જ ના હોય એવી રીતે અંજાન બની ને ચાલતો રહ્યો પણ વિક્રમ પણ કંઈ હાર માને એમ નહતો . એણે પૂછી જ લીધું તો ભાઈ તું એક નજરે કેમ એની સામે જોતો હતો.
અરે કઈ નહિ બસ ખાલી એમજ જોયું .
Ok bro કહીને બંને આગળ ચાલે છે. ચર્ચ ની બહાર આવીને બંને ગાડી જ્યાં પાર્ક કરી હોય છે ત્યાં આવે છે.બંને ગાડીમાં બેસવા જતા જ હોય છે કે વિક્રમ ની નજર ગાડી ના ટાયર પર જાય છે જોવે છે કે ગાડીમાં પંચર પડ્યું છે.
અરે ભાઈ ગાડીમાં તો પંચર પડ્યું છે. અરે યાર ભારે કરી સમર બોલે છે હવે જોવું પડશે કે નજીકમાં કોઈ પંચરની દુકાન છે કે પછી દૂર જવું પડશે. જોવ છું ભાઈ કોઈને પૂછું છું કે કોઈ દુકાન છે નજીક માં.હા પૂછ જલદી પૂછ સમય પહેલા રૂમ પર પણ પહોંચવાનું છે. વિક્રમ તપાસ કરવા જાય છે.
સમર ગાડી પાસે ઊભો રહે છે અને ટાયર સામે જોયા કરે છે
અને મનોમન વિચારે છે કે આજે જ પંચર થવાનું હતું આ ટાયર ને ત્યાંજ કોઈ નો અવાજ આવે છે કે હું તમારી કઈ મદદ કરી શકું? સમર પાછળ ફરીને જોવે છે ત્યાજ પેલી ચર્ચ વાળી છોકરી એને દેખાય છે સમર ફરી પાછું એને જોયા કરે છે. અરે તમને પૂછું છું સાંભળો છો સમર ફરી વર્તમાનમાં આવે છે અને કહે છે કે સોરી સોરી શું કેહતા હતા તમે? હું કઈ તમારી મદદ કરી શકું? ગાડીમાં પંચર છે એવું મે દૂર થી જોયું એટલે મને લાગ્યું કે તમને કઈ મદદ ની જરૂર છે.
ટુરિસ્ટ છો?
હા અમે દીવ માં ફરવા આવ્યા છીએ.
ઓકે તો જુવો આગળ 5 કિલોમીટર સુધી કોઈ જ પંચરની દુકાન નથી તો તમે ટાયર કાઢીને મારી સાથે ચાલો હું તમને પંચરની દુકાન સુધી લઈ જાવ.અને પંચર થઈ જાય એટલે પાછું અહીંયા મૂકી જઈશ.
સમરના મન માં તો જાણે હર્ષ સમાતો નહતો એને તો આમ પણ એની સાથે વાત કરવી જ હતી.
આવી રીતે કોઈને મદદ નું પૂછવા વાળી પેહલી છોકરી એને જોઈ હતી એટલે સ્વભાવે દયાળુ અને સેવાભાવી છે એવું એને લાગ્યું. સમર વિક્રમને ફોન કરે છે અને પાછો બોલાવે છે
થોડીજ વારમાં વિક્રમ આવી જાય છે.સમર બધી જ વાત વિક્રમને જણાવે છે.તો ભાઈ એક કામ કરો હું ટાયર જેક લગાવીને કાઢીને તમને આપું છું તમે અને આ મેડમ બંને પંચર કરીને આવી જાવ ત્યાં સુધી હું ગાડીની સફાઈ કરી નાખું.
પછી સમર અને આ દયાવાન યુવતી પોતાની ગાડી લઈને નીકળે છે.
Thank you મિસ મદદગાર સમર વાત કરવાની શરૂઆત કરવા માટે એ યુવતીને કહે છે
મદદગાર no no આતો મારી ફરજ છે તમારી જગ્યા પર કદાચ કોઈ પણ હોત તો પણ હું મદદ કરું.
અને હા મારું નામ છે એંજલ.
એંજલ wow beutiful name તમારી પર્સનાલિટી ને સુટ કરે છે આ નામ અને આમ પણ તમે અત્યારે અમારા માટે એંજલ બનીને જ આવ્યા છો.
હવે સમર ની લાઈફ માં શું બદલાવ આવે છે એ જાણવા
જોતા રહો બદલાવ ભાગ ૩