prem ke aakarshan - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે આકર્ષણ ભાગ-૨

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલે અલગ જ અંદાજ માં પ્રપોઝ કર્યું અને તે બંને ફરવા નીકળી ગયા...
તેઓ ત્યાંથી લવ ગાર્ડનમાં ગયા ..ત્યાં તો બસ બધા લવ બર્ડ જ બેઠા હતા..કેવુ અદ્ભૂત દ્રશ્ય ગૌરી તો જાણે બધું જ ભૂલી ગઇ તેને તો નીલ જ અને તેનો પ્રેમ... નીલ તું મારી સાથે પ્રેમ તો નિભાવીશ ને... હા ગૌરી મારી બનાવવા માટે તો તને પ્રેમ કર્યા છે...પણ તે કહ્યું તે પ્રમાણે તારું પૈસાદાર કુટુંબ મારો સ્વીકાર કરશે ખરું હા કરશે જ ને...પણ તે માટે આપણે પહેલાં છુપાવી ને લગ્ન કરી લેવા પડશે.. અને પછી કહીશું તો જરૂર માની જશે...એ રીતે લગ્ન ના મારા માતા પિતાને હું શું કહીશ.. હું તો એક જ છું તેમને તો મારા લગ્ન ધામધૂમથી કરવા છે...નીલ ગૌરી ને એક પ્લાન સમજાવતા કહે છે કે છે....આપણે પહેલા એક મંદિરમાં લગ્ન કરી લઇશું અને તેના બે મહિના પછી હું મારા મમ્મી પપ્પાને સમજાવી ને તારે ઘરે લઇ આવીશ ..અને પછી આપણા ધામધૂમથી લગ્ન કરીશું... આ લગ્ન તો જો મારા ઘરે કે તારા ઘરે ના પાડે તો બતાવવા માટે કે અમે લગ્ન કરી લીધા છે...પછી તો આપણ ને સ્વીકારવા જ પડશે...ગૌરી વિચાર માં પડી જાય છે..શું આ પગલું ભરાય કે નહિ.. ગૌરી શું વિચારે છે તને મારા પ્રેમ પર ભરોસો નથી ..ભરોસો તો છે જ ને તો બોલ કયા દિવસ કરીશું આજે ...નીલ તો બધી તૈયારી સાથે જ આવ્યો હતો અને ગૌરી ને પણ તેની મધમીઠી વાતો અને તેના તરફ નું આકર્ષણ તેને શું વિચાર્યું તે તેનો પ્રેમ એના મા બાપનો પણ વિચાર ન આવ્યો અને તેને હા કહિ દીધી.... નીલે મંદિર તો નકકી જ કરી રાખેલુ ત્યાં તેના મિત્રો ને પણ બોલાવી લીધા.. અને લગ્ન કરી લીધા..શું આ સાચે જ લગ્ન છે..શું ગૌરી એ જે પગલું ભર્યુ તે સાચું છે
કે પછી નીલ ની કોઇ ચાલ હશે.નીલ અને ગૌરી લગ્ન કરી લે છે..અને પોત પોતાના ઘરે ચાલ્યા જાય છે...
ગૌરી તો કંઈ બન્યું જ નથી એ રીતે જ ઘરમાં રહે છે...એક દોઢ મહિનો પૂરો થઇ ગયો હવે નીલ ના ફોન આવવાના ઓછા થઇ ગયા છે.. ગૌરી પૂછે તો કંઇ ના કંઇ બહાનું બતાવે છે.. અને એક દિવસ તેના જ વ્હોટસપ પર મેસેજ આવે છે..તે જોવા જાય છે એટલામાં તેની મા બુમ મારે છે ગૌરી ઓ ગૌરી ઊઠ ઊભી થા સવાર થઇ ગઇ ગૌરી ઝબકીને જાગી જાય છે...અરે આ શું મે આટલું લાબું સ્વપ્ન જોયું અરે બાપ રે સ્વપ્ન માં તો લગ્ન પણ કરી આવી ખરેખર બહુજ ખરાબ સ્વપ્ન ..ના પણ આ તો હકીકત છે..માને ખબર પડી ગઇ નીલે તો તેને છોડી દીધી તેની માએ જતો તેને સાથ આપ્યો નીલ ને સજા અપાવવા માં શું કામ તેને આવું કર્યુ ..તે તો વારંવાર એવું કહેતો હતો મારી મજબુરી છે..અને ગૌરી એ તેને જવા દીધો લાગણી થી કે ગૌરી નો તેણે દુરઉપયોગ નહતો કર્યાકે નહોતી બ્લેકમેલ કરી.... તે માટે ગૌરી એ તેને જવા દીધો..ને એકવાત ની સમજ આવી ગઇ કે મા બાપ ને પૂછયા વગર ડગલું ન ભરાય... અને તેની માં એ તો તેને સમજાવ્યું કે બેટા એક ખરાબ સ્વપ્ન સમજી ને તું ભુલી જા જિંદગી ઘણી લાબી છે..કોઇ આડુંઅવળું પગલું ભરતી ના પહેલી ભૂલ તો ભગવાન પણ માફ કરેશે..અને હું તો તારી મા છુ... માં ફરી તેની માં એ બુમ પાડી ગૌરી શું વિચાર માં પડી ગઈ જલદી તૈયાર થા તને જોવા મહેમાન આવવાના છે...અને દસ વાગે ઘર આગળ ચમચમાતી કાર આવી ઊભી રહી અને મહેમાન અંદર આવ્યા ગૌરી પાણી લઇ આવી જોયું તો સ્વપ્ન માં જોયેલો તેવો જ છોકરો જોતા જ આકર્ષણ થાય... બેસ ને બેટા શું નામ છે...ગૌરી નામ છે તેવી જ સુંદર છે...થોડીઘણી ઔપચારિક વાતચીત પછી સોહમ અને ગૌરી ને એકલા વાતચીત કરવા મોકલવામાં આવે છે...થોડીક વાતચીત થાય છે...પાછા આવી ને બેસે છે....બંન્ને એકબીજાને પસંદ કરે છે..સગાઇ ની તારીખ નકકી થાય છે...સગાઇ પછી બંન્ને ફરવા જાય છે ..અએ પણ અમદાવાદ સોહમ અમદાવાદ જ રહે છે તેથી ત્યાં જ બોલાવે છે...અને બંને કાકરીયા તળાવ ફરવા જાય છે..અને ત્યાં બેસી વાતો કરે છે...સોહમ મે એક ખરાબ સ્વપ્ન જોયું હતું ...તેમાં મને એ ના સમજાયું કે આકર્ષણ થવાથી પ્રેમ થાય છે...કે પ્રેમ થાય તો જ આકર્ષણ થાય છે...ગૌરી જયારે બે વિજાતીય વસ્તુ ભેગી થાય તો આકર્ષણ થાય જ છે...એવું આપણા માં પણ થાય છે...પહેલા તો આકર્ષણ જ હોય છે..તેમાં થી જ પ્રેમ થાય છે..પણ હું તો એટલું જ કહીશ ગૌરી પ્રેમ કહી ને તો નથી થતો કદાચ થઇ જાય તો મા બાપ ને વાત કરી જ લેવી જોઇએ મા બાપ હંમેશા બાળકો નું સારું જ ઇચ્છતા હોય છે...છોકરી એ તો બધી બાજુ નો વિચાર કરવો જોઇએ જો એકબાજુ તેનો પ્રેમ છે તો બીજી બાજુ માબાપ નો પણ પ્રેમ જ છે ને કોઇ ની વાતોમાં ના ફસાતા સમજ કેળવવી જ જોઇએ અત્યારે ઇન્ટરનેટ ના જમાનામાં તો ક્યાં થી કયાં સુધી વાત થઇ શકે છે..સામે કોણ હોય છે..તે પણ ખબર નથી હોતી ...બંને પક્ષે ચેતવાની જરૂર જ છે...ગૌરી આપણે રોજબરોજના કેટલાય કિસ્સા વાચીએ અને સાભળીએ છીએ એટલે દરેક છોકરી કે છોકરાએ સજાગ રહેવાની જરૂર છે....હા સોહમ મને સમજાઈ ગયું... ગૌરી તારું એ ખરાબ સ્વપ્ન ને ભુલી જજે...આપણે આપણા જીવનની શરૂઆત પ્રેમ અને સચ્ચાઈ સાથે જ કરવાની છે..આવતા મહિને આપણા લગ્ન છે...તો એક નવા જીવન ની શરૂઆત કરીએ...ગૌરી તેને ભેટી પડે છે....